Saturday, 28 September 2024

મૃદુલાબેન પુનમચંદ જોશીના ચરણોમાં મારી ભાવપુષ્પ રૂપી શ્રધ્ધાંજલી. 🙏 મમ્મીનાં પ્રેમ જેટલો જ તારો પ્રેમ, માટે જ મા એટલે માસી


મમ્મીનાં પ્રેમ જેટલો જ તારો પ્રેમ, માટે જ મા એટલે માસી 

મૃદુલાબેન પુનમચંદ જોશીના ચરણોમાં મારી ભાવપુષ્પ રૂપી શ્રધ્ધાંજલી.


માસી,,, તારી સાથે વિતાવેલી પળો કાયમ યાદ રહેશે. હર હંમેશ તુ મને યાદ રહેશે. કેમ? કેમકે મારા જીવન ઘડતરમાં તારો પણ અમૂલ્ય ફાળો છે. તે જે જીવનલક્ષી શિક્ષણ આપ્યુ છે તે મને આજદિન સુધી કામમાં લાગ્યું છે અને તે સમયે તુ યાદ આવે, આવે ને આવે જ.


માસી, આટલી મોટી થયા પછી પણ, તારા ઘરે સ્ટીલના નાના ડૉલકામાં તારું મનપસંદ મેં જાતે બનાવેલું ( ગુંદાનું ભરેલું શાક) આપી અને તારા ઘરે જમીને ડૉલકામાં ભરીને ઘર માટે કંઈક ને કંઈક ખાવાનું લઈ જવું આજે પણ ગમે છે. 


મારા જીવનલક્ષી ઘડતરમાં ફાળો :- 

   ઘરમાં કચરા પોતા ઉત્તમ રીતે કરતાં તો તે જ શીખવ્યા. હું જ્યારે ઝાડુ પોતુ મારુ ત્યારે રસોઈ કરતાં કરતાં તુ જોવા આવે અને બતાવે કે આ રીતે ભાર દઈને કરાય. 

વાસણ નાના છાબડામાં લઈને બહાર રખ્યા, માટી , લીંબુ, ઢેખારો, વપરાયેલી દવાના પિચરક. સાબુ તો ક્યાં એ વખતે હતાં? તેલવાળા કે ચીકણાં વાસણ માટીથી જ કોરા કરીને ઘસાય. એકદમ ચાંદી જેવા અને પિત્તળના વાસણ સોના જેવા ચમકાવવાની મઝા પડે!!! કોરા કરવાના નહી પણ બાજુમાં એક બેસવા માટે લાંબી નાની ઓટલી પણ ઊંધા પાડવાના એટલે તાપમાં સરસ કોરા થઈ જાય.

નદી કિનારે કેવી રીતે કપડાં ધોવાય? વાત્રક નદીએ જવા માટે તારા ઘરની સામે એક નાની ગલી માંથી પસાર થઈને ઢાળ ઉતારવાનો. કપડાં ભરેલું સ્ટીલનું ટબ તે માથે લીધું હોય ને મેં હાથમાં નાની ડોલ, સાબુ બ્રશ અને લાકડાનો પાયો ( ધોકો) પકડ્યો હોય. તુ આગળ અને હું પાછળ ચાલુ. ઢાળ ઊતરીને નદીના વહેતાં પાણીમાં કપડાં ધોવા એ એક માસ્ટરી છે. પત્થર પર સાબુ બ્રશ કરીને પાયા મારવાના અને છુટ્ટા વહેતાં પાણીમાં કપડાં નીતરવાના….. એ પાણીમાં કપડાં છુટ્ટા થાય અને એ કપડાં સાથે રમત કરવાની મને મઝા પડે. છેલ્લે બે ચાર કપડાં હું ધોવા માંગુ. મારાથી કપડાં વહેતાં પાણીમાં તણાઈ જાય અને તે લેવા હું પાણીમાં દોડું. માટે જ માસી મને “મહોતા “ ધોવા આપે એટલે તણાઈ જાય તો પણ વાંધો નહીં. મને એમ થાય કે આવી રીતે વહેતાં પાણીમાં કપડાં ધોતાં મને ક્યારે આવડશે? ( બસ એ સમયે માસી સાથે મહોતા ધોયા પછી કદી નદીમાં કપડાં ધોયા નથી - હા, માસી સાથે હોય ત્યારે જ જવાય. ) 

 તારી સાથે આ નદીએ કપડાં ધોવા જવાનું બહુ ગમતું. 

સરસ મજાની રસોઈ બનાવવી તે શીખવાડી. સંજયભાઈ માટે રોટલી બનાવવાનું આવે ત્યારે ગમે. અંદર નાનું રસોડું, સાંકળી ચોકડી અને એ જ તારી હૂંફ વાળું રસોડું ત્યાં બેસી જમવું અને જમવાનું બનાવવું ખૂબ ગમે. 


 બીમારીમાં માસી જોઈએ જ :-


તાવ આવે કે શરદી સળેખમ થાય, ડૉ.વ્યાસ સાહેબની દવા લઇને સીધુ માસીને ઘરે જ જવાનું. ડોક્ટરની દવાનો અને તારા પ્રેમનો બંન્ને ડોઝ એક સાથે મળી જાય એટલે તરત જ રાહત. જો કોઈ સંજોગોમાં બિમારી વખતે માસીને ઘરે ન જવાયું હોય તો, સંદેશો મોકલાવવો પડે, માસી તુ આવીને માથે હાથ ફેરવે ને ખબર અંતર પૂછે એટલે તરત બેઠા થઈ જવાય. માસી આવે એટલે તરત ચેતના આવી જાય.


નાનપણમાં મને પીળીયો થયેલો ત્યારે એક મહીના સુધી તારા ઘરે રહેવા મળ્યું હતું. તારા હાથના બાજરીના રોટલા અને મગ અને મધ પણ…. જલ્દી જલ્દી આરામ થઈ જાય!!! 


મારા સીમંત પછી માસી અઠવાડિયે બે વખત આવે જ. મારે આ સમયે શું ખાવું, તંદુરસ્ત બાળક માટે કેવો આહાર વિહાર રાખવો તે સમજાવે. મમ્મીને પણ મારા માટે શું ( વસાણું- ગુંદર- મેથીપાક- સૂંઠ/ ગંઠોડા વગેરે…) ખવડાવું અને ડિલિવરી પછી શું તૈયાર રાખવું તે સલાહ આપે. મને ને મમ્મીને ઘણું બધું શીખવે. 


માસીના ઘરે જવું ગમે :-


 દર અઠવાડિયે મમ્મી સાથે માસીના ઘરે જવુ ગમે. ચાલતાં ચાલતાં પાછલા રસ્તે ઘાંચીવાડા માંથી જવાનું. એટલો આનંદ હોય કે ના પૂછો વાત!!! ક્યારેક રાત્રે પણ જઈએ. 

માસીના ઘરે પ્રવેશવા પાછળ નાની બારણી જેવો પ્રવેશ દ્વાર! નાના બારણાં માંથી પ્રવેશી ચાર પાંચ પગથિયાં નીચે ઉતરીને ઘરમાં પ્રવેશ કરવાનો અને સીધું જ હીંચકા પર. આખી દુનિયાનો આનન્દ અને સુખ અહીં જ મળે. 

ચેતુ બેન જીજા આવે ત્યારે અવશ્ય જવાનું. જાતજાતની વાતો કરવાની/ સંભાળવાની અને નવું નવું માસી ખાવાનું બનાવે તે ખાવાનું….. માસી અમારા માટે કંઇક ને કંઇક ખાવાનું રહેવા દે. જે બનાવ્યું હોય તે ખાવાનું અને માસીના હાથનું બધુ જ ભાવે.

સંજયભાઈ સાથે વાંચવા જાઉં ત્યારે માસી અમારા માટે મનગમતા નાસ્તા બનાવે. ઉનાળાના દિવસોમાં, હું ને સંજય રાત્રે શેરીમાં ઓટલા પર કે ખાટલા પર સરકારી સ્ટ્રીટ લાઈટમાં મોડા સુધી વાંચીએ અને લખીએ. અમે ભણીએ અને માસી ખુશ થાય અને અમારી સેવામાં હાજર.

માસી મારી પાસે તો તારી ઘણી બધી વાતો છે પણ મમ્મી સાથેની તમારી વાતો અને સાચા હૃદયનો પ્રેમભાવ અને લાગણીઓ પણ હું જાણું છું. તમારા બંને બહેનોના પ્રેમનો સમુદ્રમાં હંમેશા મેં ભરતી જ જોઈ છે કદી ઓટ નથી જોઈ. અને આ જ પ્રેમ મેં પણ અનુભવ્યો છે. 



આજનાં પ્રસંગે બસ પરમ કૃપાળુ પરમાત્માને એ જ પ્રાર્થના કે , માસીના આત્માને શાંતિ આપે અને વૈંકુંઠમાં વાસ થાઓ. 








Thursday, 19 September 2024

ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિભાગ : 2 નગર પ્રાથમિક શાળા નંબર ૩૩, ભાઈકાકા નગર બાકરોલ આણંદ.૧૯/૯/૨૪

જીસીઇઆરટી , ગાંધીનગર પ્રેરીત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન , આણંદ
બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન – ૨૦૨૪ – ૨૫       

          વિજ્ઞાન કૃતિ 

વિભાગ : 2
Transport and communication

નગર પ્રાથમિક શાળા નંબર 33, ભાઈકાકા નગર બાકરોલ આણંદ.


કૃતિનું નામ : સાદો વિદ્યુત પરિપથ 

કૃતિનો સિદ્ધાંત : વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર.



બાળ વૈજ્ઞાનિકોનાં નામ : 

૧. નૌમાન વસિમભાઈ મલેક 
૨. સેફિલ સમીરભાઈ વહોરા 

Saturday, 14 September 2024

બેગલેસ ડે Activites , ન. પ્રા. શાળા નંબર 33, ભાઈકાકા નગર, બાકરોલ આણંદ.

આજરોજ અમારી શાળા શાળા નંબર 33 ભાઈ કાકા નગરમાં બેગલેસ ડે અંતર્ગત બાળકોને માટીકામ અને કુંભારીકામ શીખવવામાં આવ્યું. માટીકામ શીખવવા માટે શાળામાં શ્રીઅશ્વિનભાઇ આવેલ હતા. શ્રી અશ્વિનભાઈ ઘરેથી જરૂરી સામાન લઈને આવ્યા હતા. જેમકે, ચાકડો, માટી અને અન્ય જરૂરી સામાન. સૌ પ્રથમ આ ભાઈએ માટી કેવી રીતે તૈયાર કરવી તેની સમજ આપી.  કેવી માટી પસંદ કરવી. આ બઘી સમજ આપી. માટીને ચાળીને ઝીણી કરતાં શીખવ્યું. માટી કામમાંથી કયા કયા પ્રકારની વસ્તુઓ બને છે તેની  સમજ આપવામાં આવી. ત્યારબાદ બાળકોને  કુંજો, પાણીનો ગ્લાસ,  કુલડીઓ  અને ગલ્લો ચાકડા પર કેવી રીતે બનાવાય તે સમજાવ્યું. 


માટીમાંથી બનતાં વાસણો અને માટલાં પણ બનાવી બતાવ્યા. આ તમામ માટીની વસ્તુઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાવ્યું.  ત્યારબાદ બાળકોને વારાફરતી  બોલાવીને માટીકામ શીખવવામાં આવ્યું હતું. બાળકોએ સૌ પ્રથમ વખત આ રીતે કામ કર્યુ હતુ તો બાળકો ખૂબ જ ઉત્સાહિત હતાં. બાળકોમાં નવું નવું બનાવવાનો, જાણવાનો અને શીખવાનો અનોખો ઉત્સાહ જણાયો. બાળકોએ પણ સરસ મજાનાં નાનાં મોટાં અને વિવિઘ કોડિયાં, ગલ્લા, ગ્લાસ અને કુલડીઓ બનાવી. આવેલ ભાઈ બાળકોને ખૂબ સરસ રીતે શીખવતા હતા. આમ, ઘણી બધી માટીનો ઉપયોગ કરીને બાળકોએ ઘણું સારું કામ કરી બતાવ્યું. માટીમાં રમ્યા પણ ખરાં. અંતે બઘી જ વસ્તુઓનું એક પ્રદર્શન ભરીને બાળકો સાથે એક ગૃપ ફોટો લેવામાં આવ્યો. આ પણ એક એવી કલા છે જેનાં વડે બાળકો ભવિષ્યમાં દ્રવ્ય ઉપાર્જન કરી શકે. આમ, શાળામાં બેગ લેસ ડે અંતર્ગત માટી કલાકારી શીખવવામાં આવી અને માટી કલાકારી કરવામાં આવી. 




બેગલેસડે અહેવાલ 


આર્ટ એન્ડ ક્રાફટ 


આજરોજ અમારી નગર પ્રાથમિક શાળા નંબર 33 માં બેગ લેસ ડે અંતર્ગત આર્ટ એન્ડ ક્રાફટ કરાવવામાં આવ્યું.


  શાળામાં આવેલા બે ભાઇઓએ બાળકોને અગાઉ બનાવેલાં માટીનાં કોડિયાં અને માટીમાંથી બનાવેલ અન્ય વસ્તુઓને કેવી રીતે શણગારવુ તે શીખવાડ્યું. જુદા જુદા રંગો અને પીંછીની મદદથી બાળકોને માટીનાં કોડિયાં રંગ્યા. બાળકોએ પણ પોતાની સૂઝ સમજ વડે અલગ અલગ રંગો વડે આકર્ષક બનાવ્યાં. સુકાઈ ગયા બાદ તેની ઉપર  ગોળ, લંબગોળ અને ચોરસ આકારના કાચના ટુકડાઓ ચોંટાડી સરસ રીતે સજાવ્યાં.


  ઉપરાંત બાળકોને રંગીન કાગળ માંથી કાતર વડે કટિંગ કરીને સુંદર વસ્તુઓ બનાવતાં શીખવાડી. રંગબેરંગી ફૂલો અને કાગળ માંથી બનતી અન્ય વસ્તુઓ બનાવતાં શીખવાડી. બાળકોએ સુંદર મજાની કાગળ માંથી વસ્તુઓ બનાવી. બાળકો આજે આ આર્ટ એન્ડ ક્રાફટ તાલીમ માંથી ઘણું શીખ્યા અને શીખવાડ્યું. બાળકોને ખૂબ આનંદ આવ્યો. કંઇક નવું શીખ્યાનો આનંદ માણ્યો. સૌ બાળકો ખુશ હતાં. આવી તાલીમોથી બાળકો ઘણું શીખે છે અને ભાવિ જીવનમાં ઉપયોગ કરી દ્રવ્ય ઉપાર્જન પણ કરી શકે છે. 


Thursday, 5 September 2024

ચિત્ર વર્ણન કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. ( ધોરણ ૫ થી ૮ નાં બાળકો માટે ખાસ)

નમસ્તે વ્હાલા બાળકો,

એક આદર્શ ચિત્ર વર્ણન કેવી રીતે કરી શકાય ? તે જોઈએ. 

* ચિત્ર વર્ણન અર્થ સભર હોવું જોઈએ.
* ચિત્ર વર્ણન ભાવવાહી હોવું જોઈએ.
* લય બદ્ધ હોવું જોઈએ.
* રસપ્રદ હોવું જોઈએ.
* એક સળંગ વાર્તા સ્વરૂપે વર્ણન કરેલું હોવું જોઈએ.
* પાંચ છ અલગ અલગ વાક્યો સ્વરૂપે કરવાં કરતાં એક વાક્ય પછીનું વાક્ય એકબીજા સાથે બંધાયેલું રહે તેમ લખવું.



@  પ્રથમ ચિત્ર જોઈને વર્ણન માટે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોની એક અલગ જગ્યાએ યાદી બનાવવી. 

@  આ તમામ શબ્દોનો અર્થ સભર ઉપયોગ કરીને અનુબંધિત વાકયો લખવા.

# અહીં એક નમુના માટે ઉપર મુજબ આપેલા ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે તમારી રીતે પણ કરી શકો છો. 


( FLN અંતર્ગત લેખનમાં  હોશિયાર બાળકો માટે જો કોઈ જગ્યાએ માર્કસ  કપાય છે તો ફક્ત અને ફકત ચિત્ર વર્ણનમાં. બાળકો બાળકની કક્ષા મુજબ પાંચ છ વાક્યોમાં વર્ણન તો કરે છે, પણ એક શિક્ષક બાળકને પૂરેપૂરા ગુણ આપવા ઈચ્છતા નથી કે આપી શકાય તેમ લખાણ પણ હોતું નથી. તો આવા બાળકોને બે ત્રણ ગુણ ઓછા આવે છે

તો આવાં બાળકો માટે, આ ઉદાહરણ રૂપે તૈયાર કરેલું ચિત્ર વર્ણન છે. તમારા બાળકોનાં ગ્રુપમાં મોકલી શકો છો, જેથી બાળકોને માગૅદશૅન મળી રહે. )

Saturday, 31 August 2024

Congratulations Lot 🎉👏 To Yogesh Pandya. 🌹👏🎉🌹🌹


ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ, ભાઈશ્રી ,

શ્રીયોગેશકુમાર નરેન્દ્રભાઇ પંડયા. 
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરવામાં આવ્યો. 



હંમેશા નમ્ર બની રહે. 




   નાનપણથી જ જે કામ જોતાં જોતાં મોટાં થયાં હોય તેવા અમારા માતૃછાયા પરિવાર માટે સન્માન, એવોર્ડ એ બધું  ફક્ત સન્માન પૂરતું ન રહેતાં, તેનાં મૂળિયાં સેવા, શિક્ષણ, પરોપકાર, દેશપ્રેમ અને શ્રેષ્ઠ ભાવિ નાગરિકોનું યોગ્ય ઘડતર જ હોય કે બીજુ કંઈ? 

   માતા પિતા પાસેથી જે પામ્યાં છીયે તે અમારી ભાવિ પેઢીને આપીને સંતોષ પામ્યાં છીએ.

માટે જ માતૃછાયા પરિવારને  સન્માન અને એવોર્ડનું ઘમંડ કદી હોતું નથી.  આ પ્રાપ્તિ સહજ નમ્ર બની કરેલાં કાર્યોનું પરિણામ છે. જેની કદી આશા કે નિરાશા નથી હોતી. મળ્યું તો ખુશ ન મળે તો પણ કામમાં વ્યસ્ત રહેવું એ જ આનંદ. 


દેશપ્રેમ:- ગળથૂથીમાં જ. 
સ્વતંત્ર્ય સેનાની નાં પુત્રો, પૌત્રોનું સન્માન.


શ્રેષ્ઠ શિક્ષક કામગીરીના સંસ્કારો પણ ગળથૂથીમાં જ.

તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડની પ્રાપ્તિ.

સમાજ દ્રારા અભિનંદન.


શિક્ષક હંમેશા શીખતો અને શીખવતો જ રહે છે. એમાં જ એની પ્રગતિ થાય છે.  દરેક ક્ષેત્રમાં શીખીને શીખવવું, આગળ વધવું અને શાળાનાં બાળકોને આગળ લઈ જવાં.

શ્રી જાગૃતિ પંડ્યા દ્રારા સવિનય અભિનંદન.
કારણકે  મોટાંને અભિનંદન ન કહેતાં નમસ્કાર કરવાથી નાનાં સન્માનિત થાય અને પ્રેરણા મેળવે.


संगीत है शक्ति ईश्वरकी; हर स्वर में बसे हैं राम,
रागी जो सुनाए रागिन; तो रोगी को मिले आराम।


સંગીતના સંસ્કારો તો ગર્ભના જ સંસ્કારો છે. મમ્મી પાસેથી સંગીત દ્રારા શિક્ષણ મેળવ્યું અને સંગીત દ્રારા શિક્ષણ બાળકોને આપ્યું. એક એક વારસાઈ આગળ વધી રહી છે અને ઉપયોગ પણ થાય છે.


ધર્મના સંસ્કારો:  યોગેશ પંડયા એટલે યોગકુમાર,
દર વર્ષે વિશ્વ યોગ દિવસે આખા ગામને યોગ કરાવે અને યોગના રંગે રંગાવે. 

ધર્મ પત્નિ નો હરહંમેશ સાથ સહકાર. યોગેશનો પડછાયો એટલે જ ભાવના. ભાવના એટલે તમામ પ્રગતિના સહયોગી, સલાહકાર, શુભ ચિંતક અને પડદા પાછળનો મુખ્ય રોલ. કહેવાય છે ને કે, ' દરેક પુરુષની પ્રગતિ પાછળ કોઈ એક સ્ત્રીનો સાથ સહકાર હોય છે ' હા, તે જ ભાવના. 

શાળા પરિવાર પણ હમેશા અડખે પડખે.


શાળાના બાળકો એ જ યોગેશ પંડયાનું સર્વસ્વ. " સાથે રમીએ, સાથે જમીએ સાથે કરીએ સારાં કામ." અહીં સાર્થક જણાય છે. ગાવું, રમવું, ખાવું, ,,,,,, સાથે બાળકો જ હોય.

સંગીત અને સંગીત વાદ્યો પ્રત્યે અનોખો પ્રેમ. બધુ જ થોડાં ઘણાં અંશે વગાડી જાણે. કદાચ  બધામાં, કશાયમાં સંપુર્ણ નહી  હોય તો અપૂર્ણ પણ નહી જ હોય.


ઘરે ભલે સાવરણી ન પકડી હોય પણ શાળામાં તો પકડે જ!!! શા માટે ? બાળકોને માટે. શિક્ષક કરશે તો અને તો જ બાળકોને કહેવું પણ નહી પડે અને કરશે. માટે શાળામાં કરે. 





અરે ભાઈ, આ તો અમારા માતૃછાયા પરિવારનો રાજા છે.

 "  એ તો મારા ઘરનો વાઘ છે." 

મમ્મી પપ્પાનું જોઈને તુ શીખ્યો, તારું જોઈને હું શીખી, અને નાનકો,,,, ( ડૉ. ભાવેશ પંડયા )

નાનકો તો બધાનું  મૂલ્યાંકન કરે!!!!
અમને સૌને તે શીખવે!!!! 

આવો સન્માનીય પરિવાર મેળવી જીવનને ધન્ય સમજુ છું અને પરમ કૃપાળુ પરમાત્માનો આભાર માનું છું.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Once Again A Big Congratulations 🎉 👏 
Mr. Yogesh Pandya. 
Keep it up and Go ahead.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


Sunday, 4 August 2024

આત્માની ઓળખ એ જ ઉત્તર

આત્માની ઓળખ એ જ ઉત્તર 

અનેક જન્મોથી આપણે આ મનુષ્ય જન્મ સંચીત કર્મોનો ભોગવટો કરવા માટે મેળવતા આવ્યા છીએ. અને આ જન્મ અને મરણનું કારણ સ્થૂલ-સૂક્ષ્મ અને કારણ શરીર છે. આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું તે સ્થૂલ દેહને જ આપણે જીવભાવ આપી દીધો છે. (પૃથ્વી, જળ, અગ્નિ, આકાશ અને વાયુ) તે આ શરીર જડ છે. પ્રકૃતિના પાંચે તત્વો પણ જડ છે. તો આ શરીર પણ જડ તત્વમાંથી બનેલું હોવાથી તે પણ જડ છે.હવે સૂક્ષ્મ શરીર શેમાંથી બનેલું છે. તે જોઈએ. પાંચ જ્ઞાાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, મન- બુધ્ધિ- ચિત્ત અને અહંકારમાંથી આ સૂક્ષ્મ શરીર બનેલું છે.આ ૧૪ તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલ છે. આ સૂક્ષ્મ શરીર પણ જડ છે.હવે કારણ શરીર વિષે જોઈએ તો તે સ્થૂલ શરીર અને સૂક્ષ્મ શરીર વિષેનું જે અજ્ઞાાન છે તેજ કારણ શરીર છે. આ કારણ શરીર પણ જડ છે. આ કારણ શરીરને ન જાણવાથી જ આ જન્મ-મરણનું ચક્કર ચાલ્યા કરે છે.જેના અનેક જન્મોના પુણ્યનો ઉદય થયો હોય તેને જ આત્માને ઓળખવાની આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવવાની જીજ્ઞાાસા ઉત્પન્ન થાય છે. આ આત્માની ઓળખ તે અનુભવવાની વસ્તુ છે. તેને પ્રત્યક્ષ સ્વરૃપે જોવાનીં વસ્તુ નથી. આપણા અનેક ઋષી મુનિઓના અનેક વર્ષો સ્વરૃપે જોવાની વસ્તુ નથી.આપણા અનેકઋષી મુનિઓના અનેક વર્ષો નીં તપસ્યાના ફળ સ્વરૃપે આ આત્મજ્ઞાાન પ્રભુએ તેમને આપ્યુ અને તેમનીં વાણી દ્વારા સગ્દ્રંથોના ફળ સ્વરૃપે આપણને આજના સમયે પણ સંતો આ જ્ઞાાન પીરસી રહ્યા છે.આ આત્માનું કોઈ પ્રત્યક્ષ સ્વરૃપ નથી. તે ફકત અનુભવવાની જ વસ્તુ છે. આપણો આત્મા એ જ પરમાત્માનોં આત્મા છે. આ આત્મા અજન્મા છે. જન્મ તો શરીરનો થાય છે. અને મૃત્યુ પણ આ જડ શરીરનું થાય છે. આ આત્માતો અજર-અમર છે. તેને જન્મ મૃત્યુ નથી તે સત ચીત્ત અને આનંદ સ્વરૃપ છે. તે નિત્ય છે, અવિભાજ્ય છે. અવિનાશી છે.તેઆ સંસાર ન હતો ત્યારે પણ આ આપણું આત્મસ્વરૃપ ચૈતન્ય હતું. આ સંસાર આત્યારે છે ત્યારે પણ આ આપણું આત્મ સ્વરૃપ રૃપી ચૈતન્ય રહેલું છે અને આ સંસારનો નાશ થશે ત્યારે પણ આ આત્મસ્વરૃપી ચૈતન્ય રહેશેજ. ટૂંકમાં આ ચૈતન્ય પહેલાપણ હતું અત્યારે પણ છે. અને પછી પણ રહેશે. જેનો જન્મ છે. અથવા જેનું સર્જન થયેલું છે તે આ શરીર હોય કે કોઈપણ જડ પદાર્થ હોય તેનું મૃત્યુ અથવા તેનો નાશ છે જ.આ આત્માને જન્મ-મરણ છે જ નહીં. હું જનમ્યો જ નથી તો મારું મૃત્યુ કેવી રીતે હોય. જન્મ મરણ તો આ શરીરનાં છે. આત્માને તો રોગ નથી. દોષ નથી, અપૂર્ણતા નથી. અંત નથી સુખ નથી. દુ: ખ નથી. પોતાનું પારકું નથી ઠંડી કે ગરમી નથી મારું કે તારું નથી. આ આત્માતો અખંડ છે. નિત્ય-શુધ્ધ બુધ્ધ છે. સત્યમ-જ્ઞાાનમ-અનંતમ અને બ્રહ્મસ્વરૃપ છે. આ આત્મસ્વરૃપનું જ્ઞાાન કોઈ આપી શક્તું નથી. આત્માને પણ આત્મા એવું નામ આપણે આપ્યું છે. બાકી તેતો નેતિ-નેતિ છે.તેનો આદિ કે અંત નથી. ભગવાન પ્રસન્ન થાય તો તે પણ જે જોઈએ તે વરદાન આપી દે છે. પરંતુ આત્મસ્વરૃપનું જ્ઞાાન તો ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ સંતો જ આપી શકે છે. જેણે આત્મ સ્વરૃપનું જ્ઞાાન મેળવી લીધુ તેના જન્મ-મરણ રૃપી ફેરાનો અંત આવી જાય છે.જેણે પોતાના આત્માને ઓળખી લીધો છે. તેને પાપ પુણ્ય જેવું કાંઈજ રહેતું નથી. વ્યવહાર દ્રષ્ટિએ સંસારના દરેક કાર્યો તથા સંસારની દરેક ફરજો તે બજાવે છે. અને વિદેહી તરીકે જ તે વ્યકિત જીવન જીવે છે. કારણકે સત-ચિત્ત અને આનંદ સ્વરૃપ આત્માને તે વ્યકિતએ ઓળખી લીધો છે. તેથી તે વ્યકિતનો આ છેલ્લો જ જન્મ છે. આત્માને ઓળખનારનો પુનર્જન્મ નથી. પરંતુ આ જન્મમાં જ જો આત્માને ન ઓળખ્યો આત્મ સ્વરૃપનું જ્ઞાાન ન મેળવ્યુ તો તે વ્યકિતનો પુનર્જન્મ છે છે છે અને છે જ. વિજળીના સાધનો પંખો-ટયુબલાઈટ વિગેરે માં જેમ વિજળીના લીધે જ તે પ્રકાશી શકે છે. તેમ આ જડ શરીરમાં આત્માનો પ્રકાશ છે. તેને લીધેજ આ શરીર જીવ ભાવ પ્રાપ્ત કરે છે. આત્માના પ્રકાશ વિના આ શરીર એક સળીના બે કટકા પણ નથી કરી શકતું. અને આત્માના પ્રકાશ વિના આ શરીર મડદા સમાન છે.