વર્ણશોધ -1
આ રીતે કાળા પાટિયા પર પણ રમાડી શકાય છે.
આ રીતે પોસ્ટર પણ બનાવી શકો છો.
રમવાની રીત:
આ રમત વારાફરતી બાળકોને બોલાવી ને વ્યક્તિગત રમાડવી.
બાળક ના હાથમાં ચોક આપવો.
શિક્ષક જે અક્ષર કહે તે અક્ષર સુધી બાળક લીટો દોરી પહોંચશે.
ત્યાં થી બીજા અક્ષર સુધી પણ લીટો દોરી પહોંચશે.
બાળકે કાળજી એ રાખવાની છે કે, કોઈ પણ 2 લીટી એકબીજાને ક્રોસ ન થાય.
અંતે બાળકે ખૂબ જ સાવચેતી પૂર્વક બહાર નીકળવાનું છે.
માટે જ્યારે પણ બાળક એક અક્ષર થી બીજા અક્ષર સુધી લીટી દોરશે ત્યારે એ કાળજી રાખવી પડે છે કે, અંતે બહાર પણ નીકળવા માટેનો રસ્તો રાખવાનો.
લીટીઓના ગૂંચવાડામાં ફસાઈ ન જવાય કે પછી બહાર નીકળી ન શકાય.
ખૂબજ મજાની રમત છે.બાળકોને એકવાર આવડી જશે પછી, એમની જાતે જ રમ્યા કરશે.
આ રમત થી બાળકોની અંદર એકાગ્રતા અને ચોકસાઈ નો ગુણ પણ કેળવાશે.
( મારું ઓપીનીયન જણાવું તો, આ રમત મારી પ્રિય રમત છે.)
ખર્ચ: આ રમત માટે કોઈ જ ખર્ચ નથી.
ફક્ત કાળું પાટિયું અને ચોક
સ્લેટ અને પેન
નોટ અને પેન
● નીચે જે ફોટો છે તે મુજબ છેલ્લે બહાર નીકળવાનું છે. લગભગ એ રીતે ડિઝાઇન બનશે. બાકી બાળકો એક અક્ષર પરથી બીજા અક્ષર પર કેવી રીતે જાય છે, તે મુજબ ડિઝાઇન બનશે.
જાગૃતિ પંડ્યા
આણંદ
No comments:
Post a Comment