Saturday, 4 January 2020

"અમદાવાદ" રમત

અમદાવાદ 

રમત બનાવવાની રીત:

  • આ રમત માટે એક ચાર્ટ પેપર લીધું 

  • તેની ઉપર માપપટ્ટી અને પેન્સિલ ની મદદથી 5 ઉભા અને 5 આડા ખાના દોર્યા. 

  • આપણે નાના હતા ત્યારે જે રીતે અમદાવાદ ની રમત રમતાં હતાં, તે જ રીતે રમવાનું છે. 

  • હવે સ્કેચપેનની મદદથી તે પાંચેય ખાનાઓમાં બરાબર વચ્ચે ના ખાનામાં ચોકડી દોરો. 

  • તે દોરેલ ચોકડી ના અંદરના ખાનામાં "ન,મ,ગ,જ", "વ,ર,સ,દ ", " પ,ડ,ત,ણ " ," ક,બ,અ,છ " લખવા.

  • બરાબર વચ્ચે ના ખાનામાં અ,આ,ઇ,ઈ લખવું. 

  • દરેક ચોકડી ની ડાબી બાજુ ના ખાનામાં અંદર જવા માટે ➡️ નિશાન દોરવુ. 

  • બાકીના ખાનામાં અક્ષરો, મૂળાક્ષરો અને  શબ્દો લખવા. 

રમત રમવાની રીત: 

  • આ રમત માટે વધુમાં વધુ ચાર વિદ્યાર્થીઓ એકસાથે રમી શકે છે. 

  • ચારેય બાળકોની પાસે પોતાની કૂકી હશે. 

  • રમવાના પાસાની મદદથી, પ્રથમ પાસો ફેંકવો. 

  • પાસા પર લખેલી સંખ્યા મુજબ બાળકો ખાનામાં લખેલું વાંચતા વાંચતા આગળ ખસશે. 

  • જો બાળક ને 4 પડ્યા અને બાળક 2 જ ખાના સુધી ના અક્ષરો વાંચી શકે તો તે આગળ ખસી શકશે નહીં. બીજી કૂકી થી આગળ જઈ શકશે.અને તેની સાથે રમતાં બીજા બાળકો તેને નથી આવડ્યો તે અક્ષર વટાવી આગળ જાય, તે સમયે પેલા બાળકે તે યાદ રાખવાનું છે. પછી તેનો વારો આવે ત્યારે તે વાંચીને આગળ જશે.

  • એમ વાંચતા વાંચતા આખું રાઉન્ડ પુરું કરીને બાળક એરો દોર્યો છે, ત્યાંથી અંદર જશે.

  • અંદરના બીજા નાના ખાનાઓમાં વાંચતા વાંચતા વચ્ચોવચ્ચ દોરેલ ખાનામાં જશે.

  • આ રીતે દરેક બાળક ની ચારેય કૂકી વચ્ચે અંદરના ખાનામાં જશે ત્યારે રમત પૂર્ણ થઈ ગણાશે.

  • આ રીતે, રમતમાં જે બાળકની ચારેય કૂકીઓ સૌ પ્રથમ અંદરના ખાનામાં જશે તે બાળક ને વિજેતા જાહેર કરવો. 

રમત બનાવવાનો ખર્ચ:

  • આ રમત માં 10 ₹ નો ચાર્ટ અને 10₹ સ્કેચપેન, એમ વધુમાં વધુ 20₹ખર્ચ થાય. 

  • જો લેમીનેશન કરાવવું હોય તો 40₹ ખર્ચ થાય. 

  • પોસ્ટર પણ બનાવી શકો છો. 

નોંધ:,,, આ સિવાય બીજા શબ્દો લઈ શકાય. 

  • આવી જ જુદા જુદા શબ્દો ની 2 અલગ અલગ બનાવી શકાય, જેથી બાળકો પોતાને જે નથી આવડતું તે રમત રમે. 

  • આ મેં બનાવેલી રમત નમૂના માટે ની છે.

                      

                             જાગૃતિ પંડ્યા આણંદ 

                                 ન.પ્રા. શાળા નં 30,

                                    દર્શન સોસાયટી.




No comments:

Post a Comment