વર્ણ - શબ્દ ( ઓળખ)
બનાવવાની રીત:
એક ચાર્ટ પેપર પર માપપટ્ટી અને પેન્સિલ ની મદદથી વચ્ચે 12 ચોરસ એક સરખાં ખાનાં દોર્યા.
તેની ઉપર અને નીચે 10 ખાના દોર્યા.
ફરી એક ઉપર એક નીચે 8 ખાના દોર્યા.
એમ ઉપર નીચે 2-2 ખાનાં ઘટાડતાં જઈ છેલ્લે 1-1 ખાનું રહે તેમ ખાના દોર્યા.
સ્કેચપેન ની મદદથી તેમાં આડા અવળા અને જરૂરીયાત મુજબ ના વર્ણો અને શબ્દો લખ્યા.
રમવાની રીત:
આ રમત એક એક બાળકને બોલાવીને વારાફરતી રમાડવી.
સૌ પ્રથમ એક નાની રીંગ કે બંગળી લેવી.
શિક્ષક ચાર્ટ પેપર પર બંગળી ફેંકશે.
બંગળી જ્યાં પડે તે વાંચવું. બાળક જેટલાં શબ્દો વાંચે, તેટલાં વંચાવવા.ન વાંચી શકે તો આઉટ.
સૌથી વધુ શબ્દો વાંચનાર બાળકને વિજેતા જાહેર કરવો.
ખર્ચ: 20₹
બેનર કે લેમીનેશન નો ખર્ચ 200₹.
No comments:
Post a Comment