નમસ્તે વ્હાલા બાળકો,
એક આદર્શ ચિત્ર વર્ણન કેવી રીતે કરી શકાય ? તે જોઈએ.
* ચિત્ર વર્ણન અર્થ સભર હોવું જોઈએ.
* ચિત્ર વર્ણન ભાવવાહી હોવું જોઈએ.
* લય બદ્ધ હોવું જોઈએ.
* રસપ્રદ હોવું જોઈએ.
* એક સળંગ વાર્તા સ્વરૂપે વર્ણન કરેલું હોવું જોઈએ.
* પાંચ છ અલગ અલગ વાક્યો સ્વરૂપે કરવાં કરતાં એક વાક્ય પછીનું વાક્ય એકબીજા સાથે બંધાયેલું રહે તેમ લખવું.
@ પ્રથમ ચિત્ર જોઈને વર્ણન માટે ઉપયોગમાં લેવામાં આવતા શબ્દોની એક અલગ જગ્યાએ યાદી બનાવવી.
@ આ તમામ શબ્દોનો અર્થ સભર ઉપયોગ કરીને અનુબંધિત વાકયો લખવા.
# અહીં એક નમુના માટે ઉપર મુજબ આપેલા ચિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. તમે તમારી રીતે પણ કરી શકો છો.
( FLN અંતર્ગત લેખનમાં હોશિયાર બાળકો માટે જો કોઈ જગ્યાએ માર્કસ કપાય છે તો ફક્ત અને ફકત ચિત્ર વર્ણનમાં. બાળકો બાળકની કક્ષા મુજબ પાંચ છ વાક્યોમાં વર્ણન તો કરે છે, પણ એક શિક્ષક બાળકને પૂરેપૂરા ગુણ આપવા ઈચ્છતા નથી કે આપી શકાય તેમ લખાણ પણ હોતું નથી. તો આવા બાળકોને બે ત્રણ ગુણ ઓછા આવે છે.
તો આવાં બાળકો માટે, આ ઉદાહરણ રૂપે તૈયાર કરેલું ચિત્ર વર્ણન છે. તમારા બાળકોનાં ગ્રુપમાં મોકલી શકો છો, જેથી બાળકોને માગૅદશૅન મળી રહે. )
No comments:
Post a Comment