Saturday, 24 January 2026

નારાયણ કવચ



શ્રીમદ ભાગવતના છટ્ઠા સ્કંધના આઠમાં અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે.

વિશ્વરૂપ કહે છે જયારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથપગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જયારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપનામ બખતર ધારણ કરવું.

નારાયણ કવચ:

ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા, આઠ સિદ્ધિઓવાળા, આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિષે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો.

જળમાં મતસ્યાવધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રીવિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો.

અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહનાં ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા.

પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યગ્નમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો; પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો.; અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો.

અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રય યોગભ્રંશથી મારી રક્ષા કરો. ગુણનાં સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો.

સનત્કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે, તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રીહરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો.

ભગવાન ધન્વન્તરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિનાં ભયમાંથી મારી રક્ષા કરો. યગ્યાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો.

ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળનાં મળરૂપ કળીયુગથી મારી રક્ષા કરો.

કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત્તશક્તિ નારાયણ ભગવાન પ્રાહનકાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો.

મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મુર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હૃષીકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો.

શ્રીવત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેષર સૂર્યોદય પહેલાનાં કાળમાં મારી રક્ષા કરો.

હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષણ ધારવાળા ચક્ર ! ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત બાળી નાખો.

હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા ! તમે ભગવાનને વહાલી છો. તમે કુષ્માંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો.

હે પાંચજન્ય શંખરાજ ! શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહા ભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ , માંતૃકાગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો.

હે તીક્ષ્ણ ધારવાળી તલવાર! તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ ! તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરિ લો.

અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો.

બૃહદ્રથંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વ્ક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો.

શ્રીહરિના નમ, રૂપ, વાહન અને આયુધો, સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો.ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો.

આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે, આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો.

અભેદ દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો.

નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણામાં ઊંચે નીચે, અંદર, બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો.



નારાયણ કવચનું ફળકથન:

વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર ! આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેનાં તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી.



_______________________________________


॥રાજોવાચ॥

યયા ગુપ્તઃ સહસ્ત્રાક્ષઃ સવાહાન્ રિપુસૈનિકાન્। ક્રીડન્નિવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ્॥1॥
ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ્। યથાસ્સ્તતાયિનઃ શત્રૂન્ યેન ગુપ્તોસ્જયન્મૃધે॥2॥

પરીક્ષિત રાજાએ કહ્યું : હે મહારાજ – વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્ર દેવે રમત માત્રમાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રેલોક્યનું રાજ્ય ભોગવ્યું તે ‘ નારાયણ કવચ ‘ રૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે તેને તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય મેળવ્યો. (1)(2)


॥શ્રીશુક ઉવાચ॥

વૃતઃ પુરોહિતોસ્ત્વાષ્ટ્રો મહેંદ્રાયાનુપૃચ્છતે। નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ॥3॥

શ્રી શુકદેવજીએ કહ્યું : પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને જે નારાયણ કવચ કહેલું તર હવે એકાગ્ર મનથી સાંભળો.


વિશ્વરૂપ ઉવાચધૌતાંઘ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદઙ્ મુખઃ। કૃતસ્વાંગકરન્યાસો મંત્રાભ્યાં વાગ્યતઃ શુચિઃ॥4॥
નારાયણમયં વર્મ સંનહ્યેદ્ ભય આગતે। પાદયોર્જાનુનોરૂર્વોરૂદરે હૃદ્યથોરસિ॥5॥
મુખે શિરસ્યાનુપૂર્વ્યાદોંકારાદીનિ વિન્યસેત્। ઓં નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા॥6॥


વિશ્વરૂપે કહ્યું : હે દેવરાજ ઇન્દ્ર ! ભયનો પ્રસંગ આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરી લેવી જોઈએ. એની વિધિ આ પ્રમાણે છે કે પહેલા હાથ પગ ધોઈ આચમન કરવું.પછી હાથમાં કુશની વીંટી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જવું. પછી કવચ ધારણ પર્યંત બીજું કાંઈ પણ ન બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી ” ૐ નમો નારાયાણાય ” અને ” ૐ નમો ભગવતે વાસુદેવાય ” આ મંત્રો દ્વારા હૃદયાદી અંગ ન્યાસ તથા અંગૂષ્ઠાદિકર ન્યાસ કરવા. પહેલા ” ૐ નામો નારાયાણાય ” આ અષ્ટાક્ષર મંત્રના ૐ વગેરે આઠ અક્ષરોના ક્રમશઃ બે પગ, બે ગોઠણ,બે સાથળ,પેટ,હૃદય, વક્ષ સ્થળ, મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા અથવા પૂર્વોક્ત મંત્રના ય કારથી શરૂ કરી ૐ કાર પર્યંત આઠ અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ આઠ અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા.(4)(5)(6)

કરન્યાસં તતઃ કુર્યાદ્ દ્વાદશાક્ષરવિદ્યયા। પ્રણવાદિયકારંતમંગુલ્યંગુષ્ઠપર્વસુ॥7॥

પછી ૐ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રના ૐ કારથી સંપુટ કરેલા એક એક અક્ષરનો આંગળીઓમાં અને અંગુઠાની અણીઓમાં ન્યાસ કરવો. જમણા હાથની તર્જની થી માંડી ડાબા હાથની તર્જની સુધીની આઠ આંગળીઓમાં આઠ અક્ષરોનો અને બે અંગુઠાના ઉપરના તથા નીચેના ચાર સાંધાઓમાં બાકી રહેલા ચાર અક્ષરોનો ન્યાસ કરવો.(7)

ન્યસેદ્ હૃદય ઓંકારં વિકારમનુ મૂર્ધનિ। ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા દિશેત્॥8॥
વેકારં નેત્રયોર્યુંજ્યાન્નકારં સર્વસંધિષુ। મકારમસ્ત્રમુદ્દિશ્ય મંત્રમૂર્તિર્ભવેદ્ બુધઃ॥9॥
સવિસર્ગં ફડંતં તત્ સર્વદિક્ષુ વિનિર્દિશેત્। ઓં વિષ્ણવે નમ ઇતિ ॥10॥

પછી ” ૐ વિષણવે નમઃ ” એ મંત્રના “ૐ” કારનો હૃદયમાં, “વિ” કારનો મસ્તકમાં, “ષ” કારનો ભ્રકુટીના મધ્યમાં, “ણ” કારનો શીખામાં , “વે” કારનો બન્ને નેત્રમાં અને “ન” કારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો, બાકી રહેલા “મ” કારનો ૐ મહ્ અસ્ત્રાય ફટ કરી દિગબંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે.(8)(9)(10)


આત્માનં પરમં ધ્યાયેદ ધ્યેયં ષટ્શક્તિભિર્યુતમ્। વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મંત્રમુદાહરેત ॥11॥

ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય , ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઇષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રુપ જ સમજે. પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાથ કરવો.(11)


ઓં હરિર્વિદધ્યાન્મમ સર્વરક્ષાં ન્યસ્તાંઘ્રિપદ્મઃ પતગેંદ્રપૃષ્ઠે। દરારિચર્માસિગદેષુચાપાશાન્ દધાનોસ્ષ્ટગુણોસ્ષ્ટબાહુઃ ॥12॥

 પાશાત્। સ્થલેષુ માયાવટુવામનોસ્વ્યાત્ ત્રિવિક્રમઃ ખેઽવતુ વિશ્વરૂપઃ ॥13॥

ૐ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા, અણિમાદિ આઠ સિધ્ધિઓથી સેવીત, આઠ બાહુ વાળા શંખ-ચક્ર-ઢાલ-તલવાર-ગદા-બાણ-ધનુષ અને પાશને ધારણ કરતા હરિ ભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો.(12)


દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃ પાયાન્નૃસિંહોઽસુરયુથપારિઃ। વિમુંચતો યસ્ય મહાટ્ટહાસં દિશો વિનેદુર્ન્યપતંશ્ચ ગર્ભાઃ ॥14॥


કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોનાં સેના પતિઓના શત્રુ નૃસિંહ ભગવાન રક્ષા કરજો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યાં હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતાં.(14)

રક્ષત્વસૌ માધ્વનિ યજ્ઞકલ્પઃ સ્વદંષ્ટ્રયોન્નીતધરો વરાહઃ। રામોઽદ્રિકૂટેષ્વથ વિપ્રવાસે સલક્ષ્મણોસ્વ્યાદ્ ભરતાગ્રજોસ્સ્માન્ ॥15॥

પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞોરૂપી અવ્યવ વાળા વરાહ ભગવાન માર્ગમાં રક્ષા કરજો. પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષમણ સહિત મારી રક્ષા કરજો.(15)


મામુગ્રધર્માદખિલાત્ પ્રમાદાન્નારાયણઃ પાતુ નરશ્ચ હાસાત્। દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃ પાયાદ્ ગુણેશઃ કપિલઃ કર્મબંધાત્ ॥16॥

મારણ-મોહન આદિ ભયંકર અભિચારો અને ગફલતમાંથી નારાયણ રક્ષા કરજો. ગર્વથી નર ભગવાન, યોગ ભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલદેવજી કર્મના બંધનથી રક્ષા કરજો.(16)


સનત્કુમારો વતુ કામદેવાદ્ધયશીર્ષા માં પથિ દેવહેલનાત્। દેવર્ષિવર્યઃ પુરૂષાર્ચનાંતરાત્ કૂર્મો હરિર્માં નિરયાદશેષાત્ ॥17॥

ભગવાન સનતકુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થતા અપરાધોથી રક્ષા કરજો.સર્વ પ્રકારના નરકથી કચ્છપાવતાર ભગવાન મારી રક્ષા કરજો.(17)

ધન્વંતરિર્ભગવાન્ પાત્વપથ્યાદ્ દ્વંદ્વાદ્ ભયાદૃષભો નિર્જિતાત્મા। યજ્ઞશ્ચ લોકાદવતાજ્જનાંતાદ્ બલો ગણાત્ ક્રોધવશાદહીંદ્રઃ ॥18॥

દ્વૈપાયનો ભગવાનપ્રબોધાદ્ બુદ્ધસ્તુ પાખંડગણાત્ પ્રમાદાત્। કલ્કિઃ કલે કાલમલાત્ પ્રપાતુ ધર્માવનાયોરૂકૃતાવતારઃ ॥19॥

અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાંખડીઓથી અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મ રક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કિ પાપબહુલ કાલિકાલના દોષોથી મારી રક્ષા કરજો.(19)


માં કેશવો ગદયા પ્રાતરવ્યાદ્ ગોવિંદ આસંગવમાત્તવેણુઃ। નારાયણ પ્રાહ્ણ ઉદાત્તશક્તિર્મધ્યંદિને વિષ્ણુરરીંદ્રપાણિઃ ॥20॥

સવારમાં ગદાથી ભગવાન કેશવ, વેણુધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચઢી આવે ત્યારે, બરછી-ધારી નારાયણ પૂર્વાહન કાળમાં અને ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લાઇ મધ્યાહન કાળમાં રક્ષા કરજો.(20)
દેવોસ્પરાહ્ણે મધુહોગ્રધન્વા સાયં ત્રિધામાવતુ માધવો મામ્। દોષે હૃષીકેશ ઉતાર્ધરાત્રે નિશીથ એકોસ્વતુ પદ્મનાભઃ ॥21॥

ઉગ્ર ધનુષ્ય ધારી મધુસુદન ભગવાન ત્રીજા પહોરે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા માધવ ભગવાન સાયનકાળે, સૂર્યાસ્ત પછી હ્યષીકેશ અને મધરાતે તથા મધરાત પહેલા એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો.(21)



*****************

No comments:

Post a Comment