Sunday, 21 July 2024

બાળક મારો ગુરુ!!!! 🙏🌹🙏✍️📚✍️


              બાળક મારો ગુરુ! 

હું શીખવું થોડું,

      ને 

તું શીખવે ઘણું … બાળક મારો ગુરુ! 

વર્તમાનમાં રહેવું,

     ને 

બધું ભૂલી જવું… બાળક મારો ગુરુ! 

આજની વાત આજે,

    ને 

કાલે નવું નવું…. બાળક મારો ગુરુ! 

કદી રિસાય તો છે,

      ને 

તરત માની જાય તુ… બાળક મારો ગુરુ! 


લડ્યાં ઝગડ્યાં બહું ,

        ને 

ફરી સાંજે રમે ભેળાં… બાળક મારો ગુરુ! 

નિર્દોષ નિખાલસ 

     ને 

સાચે સાચું કહેનાર તું… બાળક મારો ગુરુ! 


કપટ નથી લગીરેય,

      ને 

ભોળું ભટાક તુ… બાળક મારો ગુરુ! 


હસતાં ખેલતાં કૂદતાં 

      ને 

લગીરેય દુઃખી ન થાતાં… બાળક મારો ગુરુ! 










Saturday, 20 July 2024

જીતાડવાનો આનંદ અને હારવાની ખુશી!!!!!!


શાળામાં રમવાના ઘણાં ઓછાં પ્રસંગો બને છે. બાળકો રમે પણ શિક્ષકો કાંતો પ્રેક્ટિશમાં હોય કાંતો નિર્ણાયકમાં.


   ઘણાં સમય પહેલાં  દેવાંશીબેને મને કહેલું કે, આપણે ચેસ રમીશું. મેં કહ્યું, હા વાર્ષિક પરીક્ષા પરિણામ પછી જો કદાચ સમય મળે તો રમીશું પણ કંઈ મેળ ન પડતો. 


   મને પણ ખૂબ જ ખુશી હતી કે કોઈ સ્ત્રી સાથે રમવાનું છે. અત્યાર સુધી એવું કદી બનેલું નહી કારણકે ઘણી ઓછી સ્ત્રીઓ ચેસ રમતી હોય છે માટે મને દેવાંશી સાથે રમવાનો આનંદ હતો. 


 આજે અચાનક જ ગૌરીવ્રત નિમિત્તે શાળામાં joyful Saturday નું આયોજન કરવામાં આવ્યુ હતું. બાળકોને જમાડ્યા પછી છેલ્લો અડધો કલાક અમે ફ્રી હતાં એમાંય વળી આજે વિશ્વ શતરંજ દિવસ!!!! આજના દિવસે મળેલ તક ગુમાવાય તેમ નહોતી. ભલે ઓછો સમય રહ્યો. 


   શતરંજની બાજી ગોઠવાઈ ગઈ! આમને સામને ખેલાડીઓ ગોઠવાઈ ગયા! ચાલ શરુ થઈ.  બન્ને ખેલાડીઓમાં ભરપૂર આત્મવિશ્ર્વાસ હતો. આત્મ વિશ્વાસ સાથે અને એ પણ ઘણાં વર્ષો પછી બંન્ને રમવા બેઠાં હતાં. બંન્ને ખેલાડીઓ બાળપણમાં રમ્યા હતા. રમતના નિયમો એકબીજાને સમજાવી રમતની શરૂઆત થઈ. વચ્ચે વચ્ચે ઘણાં બધાં ખલેલ સાથે અમે ચાલ ચલાવી જાણતાં હતાં. મને થોડો Over Confidence અને થોડો વધારો ડિસ્ટર્બન્સ પણ ખરો!!!  મારી ઘણી ચાલો ઉતાવળમાં લેવાઈ ગઈ. જાણવા છતાં ઉતાવળિયા પગલાં ભરાઈ ગયાં. હજુ હું મારા જીતવા માટે એટલી ગંભીર નહોતી. મારી સાથે પ્રથમ વખત રમનાર દેવાંશી અને અમારી રમત પણ પહેલી વખત રમાઈ જેથી મેં મારી વ્યવસ્ત્તા વચ્ચે ઢીલું મૂકેલું.


     મને જીતવાનો નહી, જીતાડવાનો આનંદ હતો. દેવાંશીની એકાએક ચાલ પર મારી નજર હતી. એના એકાએક સ્ટેપ પર હું ફિદા હતી. એ કઈ કઈ ચાલો સાથે રમતી હતી તે જોવામાં મને વધારે રસ હતો. એની એકાએક ચાલ એનું વ્યક્તિત્વ છતું થતું હતું. આજ્યારે દેવાંશીના શતરંજજે મારે જીતવું નહોતું પણ next જીતવા માટે એની ચાલ અને સ્ટેપ પર મારી કડી નજર હતી. આમ તો એનાં સ્ટેપ પરફેક્ટ હતાં જ!!! જો એ ધારત તો થોડાક જ સ્ટેપમાં મને હરાવી શકતી. પણ મારે એના બધાં જ સ્ટેપ જોવા હતાં માટે મેં થોડું વધારે ખેંચ્યું!! અને અંતે દેવાંશી વિજેતા બની.  દેવાંશીના જીતવા માટેના સ્ટેપ હું જોતી હતી ત્યારે મને નારદમુનિ સાથે  વિધાતાએ  કર્મોના સ્ટેપની વાત  કરેલી અને એ મુજબ લેવામાં આવતાં સ્ટેપની વાત યાદ આવી ગઈ!!!! 


  આજનાં પ્રસંગને અનુરૂપ નારદમુનિની વાર્તા જોઈએ. 


     

     એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ નક્કી કરી રહ્યા હતા.નારદજી ત્યાં આવ્યા અને પૂછ્યું, ‘શું કરો છો.’ ચિત્રગુપ્તે કહ્યું, ‘બસ, કંઈ નહિ નારદજી, અમે શતરંજ રમી રહ્યા છીએ…’ નારદજીને નવાઈ લાગી કે, ‘અહીં નથી કોઈ શતરંજ બિછાવેલી…નથી કોઈ કાળાં-ધોળાં પ્યાદાં તો પછી આ બધા વિના શતરંજની રમત કઈ રીતે રમી શકાય?’ તેમણે કહ્યું, ‘શા માટે મારી જોડે મજાક કરો છો? અહીં કયાં શતરંજ બિછાવેલી છે કે કયાં કોઈ પ્યાદાં છે તો પછી કઈ રીતે શતરંજ રમી શકાય,તમે શું કરો છો તે તમારે મને ન કહેવું હોય તો ન કહો, પણ આમ ખોટું તો ન બોલો.ન કહેવું હોય તો તમારી મરજી. બાકી મને ખબર છે તમે શતરંજ તો નથી જ રમી રહ્યા….’ આટલું બોલી નારદજી થોડી રીસ સાથે ત્યાંથી જવા લાગ્યા. ચિત્રગુપ્ત અને વિધાતા હસ્યા અને પછી દોડીને નારદજીને અટકાવતા બોલ્યા, ‘દેવર્ષિ, આમ નારાજ ન થાવ.જરા શાંત થઇ બેસો.અમે ખોટું નથી બોલતા.શીતલ જલ પી ને મન શાંત કરો એટલે તમને સમજાવીએ કે અમે સાચે શતરંજ જ રમીએ છીએ.’


નારદજી બેઠા.વિધાતાએ કહ્યું, ‘દેવર્ષિ, તમને સમજાવું આ શતરંજની રમત. આ સૃષ્ટિ આખી શતરંજ છે અને સૃષ્ટિ પર રહેતાં બધાં જીવ પ્યાદાં છે.જીવ – મારી સાથે એટલે કે પોતાના વિધાતા સાથે સતત શતરંજ રમે છે.જીવ જે જે કર્મો કરે છે …જે જે ઈચ્છા કરે છે …જે જે પ્રયત્નો કરે છે …તે બધી તેની શતરંજની ચાલ છે અને જીવ જે જે ચાલ ચાલે છે, જીવનમાં આગળ વધે છે કે સારાં કર્મો કરે છે તે અહીં તેના ખાતામાં પુણ્ય તરીકે લખાય અને જે જે ભૂલો કરે છે..જીવનમાં ખરાબ કર્મો કરે છે તે પાપ કર્મો તરીકે લખાય છે. અને દરેક જીવની તેના જીવનની શતરંજની ચાલ જોઇને અમે સામે અમારી ચાલ ચાલીએ છીએ.અને અમારી ચાલ જ આ દરેક જીવના જીવનની શતરંજની દિશા અને પરિણામ નક્કી કરે છે.જીવ જે ચાલ ચાલે છે તે તેની ઈચ્છા અને પસંદ હોય છે અને અમે સામે જે ચાલ ચાલીએ છીએ તે અમારો ન્યાય અને જીવનનું પરિણામ હોય છે.જોયું દેવર્ષિ, હવે તમને સમજાયું કે અમે ખોટું બોલતા ન હતા.અમે શતરંજ જ રમી રહ્યા હતા.’ ચિત્રગુપ્ત અને વિધાતાએ નારદજીના મનનું સમાધાન કર્યું. જીવનની શતરંજમાં હંમેશા એવી ચાલ ચાલો કે સામે રમનાર વિધાતા સારું પરિણામ આપે.


Saturday, 13 July 2024

Day - 1/ બ્રહ્માકુમારી ડૉ. દામિની બહેન 13 થી 16 જુલાઈ.



🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Day - 1 

 Place : World of Silence.            ૧૩/૭/૨૦૨૪
   B.K. દામિની બહેન.                              શનિવાર 


Meditation = જુડના 
લૌકિક યોગ - કોઈ વ્યકિત સાથે 
દેવી દેવતા સાથે - અલૌકિક યોગ 
પરમાત્મા સાથે - રાજયોગ ( સર્વોત્તમ યોગ) 


જીવનયોગ :- માટે આત્મા - શરીર હોવું જરૂરી છે.
૫ તત્વોથી શરીર બન્યું છે, આમાં કોઈ કમી આવે તો કોઈ બીમારી આવે.

મેં - મેરા મેં અંતર હે.
આત્માની બિમારી - ગુસ્સો, આળસ, ઈર્ષ્યા, રાગ - દ્વેષ વગેરે…. 

શરીરમાં કોઇ ગરબડ હૉય તો -  આ ૭ ગુણોની બેટરી લો!!! સમજવી. 

આત્મા ૭ ગુણોથી બની છે - ૭ પ્રણાલી ચેક 

૧. જ્ઞાન - નર્વસ સિસ્ટમ ની બીમારીઓ: ચેતા તંત્ર - સંબંધો 

૨. શાંતિ - ૐ મેં આત્મા, શાંત સ્વરૂપ 
   શાંતિ - શ્વસન પ્રણાલી એને રિલેટીવ ગુણ ઓછા થાય છે ત્યારે 

૩. પ્રેમ - ગુસ્સે થયેલા વ્યક્તિને અંતે શાંતિ જોઇએ જ . 
 પ્રેમ : રક્ત પરિવર્તન પ્રણાલી ને બેલેન્સ કરે છે.
કોઇ મિસ understanding કી વજહ સે પોતાનાં પ્યારનો ગુણ બ્લોક કિયા, એમ ઍક સાથે, બીજાં સાથે,,, એમ બ્લોકેજ બની જતું જાય છે. માટે જ after સર્જરી પ્યારથી વર્તવાનું કહે છે. 
તમે ગમે તેટલા સારા ન્યુટ્રીશ્યન / વિટામિન્સ લો પણ આ સાત ગુણો માં અસમલુતા હશે તો ગરબડ થશે.
કોલેસ્ટરોલ : પ્યારકી બલોકેજ.
આ બધાં જ blokej ની અસર આપણા શરીર પર પડે છે.

૪. પવિત્રતા : આ ઇન્દ્રિયોથી કંઈ અપવિત્ર નહી કરવુ.
 બોલના, દેખના, સુનના - આત્મા કો પવિત્ર કરે છે. 
ગલત ગલત બોલવું, સંભાળવું… આ બધાથી આત્માની પવિત્રતા ઘટે છે. 

પ્રવિત્રતા આત્માનો ગુણ છે.

મેઝિક ઓફ મેડિટેશન એમ જ નથી લખ્યુ - આ સાત ગુણોને બેલેન્સ કરે છે. મેડિટેશન થી પોતાની બિમારી દૂર થાય છે.

ડૉ. રોહિત ગુપ્તા - યું ટ્યુબ જોવું. બ્રેઇન ટયુમર મેડિટેશનથી ઠીક કર્યુ. બહુ મોટી ટયુમર હતું - દોઢ વર્ષ પછી ટયુમર મટી ગયું.

૫. સુખ : પાચન ક્રિયા કમજોર થાય છે. ગેસ        એસિડિટી કોઈ ચિંતાથી થાય છે. 

૬. શક્તિ : મસ્ક્યુલર ગુણ બેલેન્સ 
આત્મિક શક્તિની કમીથી માણસ નિર્બળ બની જાય છે.

૭. ખુશી/ આનંદ: હોર્મોન્સ સિસ્ટમ બેલેન્સ કરે છે. 
ખુશી પોતાની અંદર છે, સાધનોથી નથી મળતી, આપણી પાસે છે જ જે મેડિટેશન થી મેળવવાની છે. 

વિધિ સારી તો સિદ્ધિ મળશે.

ભગવાન ભી હમારે કરમમે હસ્ત ક્ષેપ નહી કરતાં.

જે માણસની પાસે બેસવાથી સારુ લાગે - પાવર બેગ કહેવાય 

આપણે આપણા પાસે પાવર બેગ રાખીએ છીએ સમયાંતરે ચાર્જ કરવુ જોઈએ.

માખણ અને વેપારીની કથા. : આપણે જે આપીએ છીએ તે જ મળશે.

દરેક શરીરમાં ૩ ફેકલ્ટી: 

 ૧) મન - વિચાર કરવો. નોર્મલ મન ૫૦,૦૦૦ વિચારો પેદા થાય છે જે વધી રહ્યા છે.ઓવર થીંકિંગ ડિપ્રેશન વધી ગયું છે. હકારાત્મક વિચાર, નકારાત્મક વિચાર, વ્યર્થ વિચાર, આવશ્યક વિચાર. 
પરિસ્થિતિ કોઇપણ હોય હું સકારાત્મક વિચારીશ. 
નાનાં નાનાં બાળકોને સોચના શિખાદો.
જેસી સોચ - સૃષ્ટી બનતી હે.

 ૨) બુદ્ધિ - નિર્ણય લેવાનું કામ કરે છે. બુદ્ધિ જ્ઞાન આધારે નિર્ણય લે છે. પહેલી વખત જૂઠ બોલવું ડર લાગે છે. વારંવાર બનતાં તે સંસ્કાર બની જાય છે.

 ૩) સંસ્કાર - 

 Original સંસ્કાર - સાત ગુણો વાળા સંસ્કાર.
પૂર્વ જન્મ કે સંસ્કાર - જે લઇને આવીએ છીએ.
વારસાગત સંસ્કાર - મમ્મી પપ્પાથી મળેલાં 
સંગત સે સંસ્કાર - મિત્રોથી મળેલાં 
દ્રઢતા કે સંસ્કાર - સારે પ્રોબ્લેમ સોલ્વ થાય છે. 

એક ટીચર - એક શિક્ષા 
દ્રઢતા કે સંસ્કાર કે આધાર પર બેટરી ચાર્જ કરવાની છે.

૭ ગુણો માંથી કોઈ એક ગુણ આગામી ૨૪ કલાક ગુણ કેળવવાનો છે.

 ઉ.દા. પ્રેમ..... પ્રેમ : ભીતર સે હોના ચાહીયે. તમારી શક્તિ વધશે જે મેજિક કરશે. એક ગુણ પાછળ બધાં જ ગુણો પાછળ આવશે જ. 

ઉપવાસ કરીએ ત્યારે જ સારી સારી ચીજો મળે છે. 
માટે જ આજે લીધેલો સંકલ્પનો ફાયદો થશે.

 * આત્મા શરીરમાં રહેવાનું સ્થાન - હાઇપો પિટયુટરી ગ્લેન્ડ વચ્ચે - ભ્રુકુટી   વચ્ચે 

 આત્મા એ શરીરનો ડ્રાઇવર છે. 

ડ્રાઈવર એક જ શીટ પર બેસીને ડ્રાઇવ કરે છે. રિવર્સ માટે પાછલી સીટ પર જતાં નથી.

 આત્માનું સ્વરૂપ - જ્યોતિ 

એડ્રેસ - 

મેરા દર્શન કરના હૈ, તો મેરે જેસા બનકે આઓ. 

મેં કૌન હુ… આ સમજી જાઓ તો અડધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.

 * રિયલ ઓળખ સાથે જીવવાનું શરુ કરો.

પ્રેમ સ્વરૂપ આત્મા 
શાંત સ્વરૂપ આત્મા 
આનંદ સ્વરૂપ આત્મા 
શક્તિ સ્વરૂપ આત્મા 
સુખ સ્વરૂપ આત્મા 
પવિત્ર સ્વરૂપ આત્મા 
જ્ઞાન સ્વરૂપ આત્મા 

આ જ આત્માનાં સાચા સ્વરૂપો છે. 











Wednesday, 26 June 2024

लाओ तुम्हारे बच्चें हम इंसान बना देंगे, लोग पूजेंगे इस हम महान बना देंगे। કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ - ન. પ્રા. શાળા નંબર ૩૧, ધોળોકૂવો બાકરોલ આણંદ.

નગર પ્રાથમિક શાળા નંબર ૩૧, બાકરોલ આણંદ. 

શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઊજવણી 
 




બાળકોનું  ઢોલ નગારાં વગાડી સ્વાગત કરવામાં આવ્યું.  


આંગણવાડીનાં બાળકોનું સ્વાગત સન્માન.


મહેમાનોનું સ્વાગત  - પુષ્પ ગુચ્છ અને ધૂપસળી વડે.


મહેમાનોનું સ્વાગત - પુષ્પ ગુચ્છ અને ધૂપસળી વડે.


દાતાઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.


પાઠ્ય પુસ્તક વિતરણ 


બાલવાટિકા અને ધોરણ - ૧ માં નવા પ્રવેશપાત્ર બાળકો.



વધુ હાજરી ધરાવતાં બાળકોનું સન્માન 




પ્રથમ નંબર મેળવનાર શાળાના તેજસ્વી તારલાઓ.


PSE EXAM પાસ થનારા વિદ્યાર્થીઓનું સન્માન.


બાલવાટિકા બાળકોને કીટ વિતરણ.


નાનાં નાનાં બાળકો...


સાહિત્ય પ્રદર્શન - મુલાકાત ,
ચાલુ વર્ષે ધોરણ ૧ થી ૮ માં અને બાલવાટિકા માં આપવામાં આવેલ સાહિત્ય પ્રદર્શન નિહાળતાં શાળાના બાળકો. 


તિથી ભોજન 




 

     ઉજ્જવલ ભવિષ્યનું પ્રથમ પગથિયું એટલે શાળા પ્રવશોત્સવ. તારીખ 26/6/2024 ને બુધવારના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અમારી નગર પ્રાથમિક શાળા નંબર - 31( ધોળાકૂવા) બાકરોલ, આણંદની પવિત્ર ભૂમિ પર યોજાયો.


   મુખ્ય મહેમાન તરીકે શ્રી કિરણસિંહ પરમાર જેઓ અમારા વોર્ડના કાઉન્સિલર છે . મધુવન ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. વિક્રમભાઈ જોગરાણા ઉપસ્થિત હતાં તથા શ્રી રમીલાબેન ,લાયોનેસ ક્લબ આણંદ આવ્યા હતાં.તેમજ દાતાઓ, એસ. એમ. સી. સભ્યો, ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરુઆત શાળાની દીકરીઓ દ્રારા પ્રાર્થનાગીત થી કરવામાં આવી . પધારેલ મહેમાનો દ્વારા દિપ પ્રાગટય કરી ને કાર્યક્રમની શરુઆત કરી. શાળાનાં આચાર્યાશ્રી ગાયત્રીબેન મહિડાએ સૌનું શાબ્દિક ભાવભીનું સ્વાગત કર્યુ હતુ. 

 બાલવાટિકાનાં બાળકો તથા ધોરણ - 1 માં સીધો પ્રવેશ, આંગણવાડી, શાળા બહાર ના , અન્ય શાળા માંથી આવેલ તમામ ને કુમકુમ તિલક કરી, મોં મીઠું કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. માથે સરસ મજાની ટોપીઓ અને તિલક સાથે સજ્જ બાળકો ખૂબ સુંદર લાગતા હતા. શાળાનાં આચાર્ય અને શાળા પરિવાર દ્વારા આવેલ દાતાઓનું સન્માન શાલ ઓઢાડી સન્માનપત્ર અર્પણ કરી કરવામાં આવ્યું. 

     ગત વર્ષે લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવીકે, CET પરીક્ષા, જ્ઞાનસાધના પરીક્ષા, NMMS પરીક્ષા તથા PSE પરીક્ષામાં પાસ થનાર તમામ બાળકોનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. સાથે સાથે ધોરણ ૩ થી 8 માં પ્રથમ નંબર મેળવનાર અને સૌથી વધારે હાજરીના દિવસો હોય તેવાં બાળકોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવ્યું હતું. તમામ બાળકોનાં માતાપિતા કે જેઓ એક જાગૃત વાલી છે, બાળકોનાં અભ્યાસ માટે સજાગ છે તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. 
      
       મુખ્ય મહેમાન દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. શાળામાં આજરોજ સરગવો રોપવામાં આવ્યો. ત્યારબાદ શાળામાં પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા તથા સમગ્ર શિક્ષા દ્રારા આવેલ બાલ વાટીકાથી ધોરણ 8 સુઘી તમામ સાહિત્યનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આજરોજ શાળામાં દાતા દ્વારા બાળકોને તિથી ભોજન કરાવવામાં આવ્યું.

 અંતે શાળા પરિવાર, એસ. એમ. સી. સભ્યો સાથે મળીને સમીક્ષા બેઠક શાળાનાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધા નું ભાવિ આયોજન અંતર્ગત ચર્ચા કરવામાં આવી હતી.


Thursday, 30 May 2024

મૂક સેવક, ગુણીજન અને એક સાંસારિક સંત તુલ્ય: શ્રી મિનાક્ષી બેન રાઉલજીને 31/05/2024ની અઢળક શુભેચ્છાઓ. 🌺🙏🎈🌺🙏🎈🎉


31/05/2024 આદરણીય શ્રી મિનાક્ષીબેન રાઉલજી ને શાળા પરિવાર તરફથી ઍક સંભારણા રૂપે ભેટ. 



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


બહેનશ્રી અમારું શબ્દો રૂપી આ સંભારણું ,
શાળા પરિવાર વતી મોકલ્યું છે,
ખાલી થઈ ગયું છે શાળાનું આંગણું,
પ્રેમ હંમેશા યાદ રહે તેવો છે.

શત શત નમન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏






પૂજય  વડીલશ્રી મોટા બેન કહુ કે ખાસ મિત્ર કહું કે ખાસ મારા જીવનની ખાસ વ્યક્તિમાં મારા મા બાપ  અને મારા જીવનસાથીના જેટલું સ્થાન મેળવનાર      મિનાક્ષીબેન આપ છો..
         મારે આણંદમાં આવ્યા ને 25 વર્ષ  પૂર્ણ અને નોકરીના 26 વર્ષ  અને તમારો સાથ પણ મારે  આટલા જ વર્ષથી  એક માર્ગદર્શક,એક મોટી બહેન એક મા ને એક ખાસ અંગત  મિત્ર તરીકેનો છે ... આપે મને દરેક બાબતમાં ખૂબ જ  અંગત રીતે સંભાળી છે....  મારા પરિવારમાં હું સૌથી મોટી બહેન છું અને આપે મારા જીવનમાં આવી મારા મોટા બેન નું સ્થાન મેળવેલ છે.. આપ તો ખરા જ પણ સાથે સાથે કનકસિંહ  અને આપનો પરિવાર  પણ  મને એક મોટા બેન  અને જીજાજીની જેમજ મને અને મારા પરિવાર ની સાથે  આત્મીય સંબંધ થી બંધાયેલ છે.. 
       આટલા વર્ષથી સતત  આપે નોકરી કે ઘર કૌટુંબિક પ્રસંગોમાં આપણે   સહજતાથી બંને સાથે રહીને કામ કર્યું છે... અને હજુ આપ ભલે ને નોકરી માંથી  વય નિવૃત્તિને કારણે નિવૃત થાવ છો ત્યારે આપનો અને આપના પરિવારનો સંગાથ ના સંબધો મારા માટે ક્યારેય નિવૃત થવાના નથી..  
          હવે તો નોકરીના સમયની મર્યાદાને  અને જવાબદારીઓમાંથી મુક્ત થઈને તમે મારી સાથે વધારે અંગત રહેશો...   
        આટલા વર્ષોમાં ક્યારે હું  શાળામાં એકલી ગઈ નથી.. જ્યાં પણ જઈએ સાથે જ 😂😂😂નિશાળમાં, ઓફિસે, ખરીદીમાં કે પછી શાળાના પ્રવાસમાં હોય કે ઘરેથી  કૌટુંબિક પ્રવાસમાં પણ સાથે ને સાથે... શાળામાં ગમે ત્યારે રજા હોય કે શાળા સમય બાદ રોકાવવાનું હોય તો આપે મને ક્યારેય એકલી મૂકી નથી...😂😂  પણ હા ચોક્કસ જરૂર એક કહીશ કે હવે મારે શાળાએ જતા એકલા જવું પડશે... સૌથી મને વધુ દુઃખ લાગે છે.. 😂😂😂 આપ સદાય મારી હિંમત બનીને રહ્યા છો....   અત્યારે જે મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળ્યો છે તે પણ આપની પ્રેરણા, માર્ગદર્શક  અને આપના પ્રેમના બળે જ  જ સંભાળેલ છે... ને હજુ પણ આપના અને મારા જીવનસાથીના માર્ગદર્શકની હિંમતથી  આ હું કાર્ય કરી રહી છું.... બેન આપના માટે કોઈ ગુણોનું વર્ણન કરી શકાય એમ નથી કેમકે આપતો સર્વગુણ સંપન્ન છો.... આપના જીવનમાંથી   ઘણું બધું શીખી છું..  અને હજુ પણ આપના જીવનમાંથી પ્રેરણા લઈને કંઈક નવું નવું શીખતી રહીશ... અને આપ મારા માર્ગદર્શક બનશો... આપનો THANK YOU શબ્દ તો ક્યારેય ભુલાશે નહીં... 
        આપનો સ્વભાવ  એવો કે સગા સંબંધી હોય કે   અજાણ્યા વ્યક્તિનું કોઈપણ દુઃખ ની વાત સાંભળી ને સૌની ચિંતા કરવા વાળો... સૌના પ્રત્યે લાગણીશીલ અને પ્રેમ ભર્યો સ્વભાવ... ક્યારેય પણ કોઈને આપે મોટા અવાજથી કાંઈ પણ કીધું નથી... આપનો મોટો અવાજ તો સાંભળ્યો જ નથી... કોઈ ગમે તે વાત કહે પણ આપનો તો એક જ જવાબ હોય... આપણે એમના જેવું નહીં થવાનું...

        શાળાના દરેક કાર્યમાં આપ જવાબદારી પૂર્વક  અને નિષ્ઠાથી કાર્ય કરનાર છો.. સૌને સાથે રાખી સૌની ચિંતા કરીને કાર્ય કરનાર આપ  કુશળ શિક્ષક બન્યા  છો....🙏🙏 

       બહેન આપે મારા માટે હંમેશા  સમય અને પૈસાને ક્યારે મહત્વ આપ્યું નથી..
      નિવૃત જીવન આપને ખૂબ જ ભક્તિમય  બનાવે અને આરોગ્ય સારું રહે તેવી માતાજીને આજના શુભ અને મંગલકારી દિવસે મારી  શુભેચ્છા પ્રાર્થના... 

        બહેન આપ ખુબ જ ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો... બસ એ જ માતાજીના ચર કમલમાં પ્રાર્થના. માં ભગવતી આપની સૌ મનોકામના પૂર્ણ કરે.

લિ.
ગાયત્રીબેન નરેન્દ્રસિંહ મહિડા


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

શ્રીજાગૃતિ પંડ્યા  ✍️

શ્રીમિનાક્ષીબેન રાઉલજી એટલે અમારાં મોટાબેન.

વડિલ વ્યક્તિઓની હાજરી આપણને સૌને ઓથ પૂરી પાડતી હોય છે. વડિલોની નીશ્રા એ જ આપણું બળ. આવા જ અમારાં બહેનશ્રીમિનાક્ષીબેન. 

  બહેનશ્રીએ પોતાનાં જીવનનો મોટોભાગ તેઓના કાર્યક્ષેત્રમાં પસાર કર્યો છે. તેઓનો કાર્યકાળ એટલે 40 વર્ષ પૂરા. આટલું સદભાગ્ય સૌને ક્યાં સાંપડે છે? 

 “ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોનાં ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે.” 

   આ પંક્તિ બહેનશ્રીને અને તેમનાં કાર્યોને, ગુણોને જોઉં ઍટલે યાદ આવે અને સાચે જ મારુ હ્રુદય તરબતર થઈ જાણે નૃત્ય કરતુ હોય એવી ભાવના થાય. આવા વ્યક્તિત્વનાં સંપર્કમાં રહેવાથી જીવન હકારાત્મકતાથી ભરાઈ જાય. શરીરમાં નવી ચેતના સાથે ઉત્સાહિત કરી મૂકે તેવા તરંગોનું અને કોષોનું નિર્માણ થાય. આમાં જરાય અતિશયોક્તિ નથી. માટે જ સંતોએ કહ્યું છે કે હંમેશાં સદગુણી માણસોનો સંગ કરવો.


   મને મિનાક્ષીબેનનો શાંત સ્વભાવ ખૂબ ગમે. શાંત સ્વભાવની સાથે સાથે તેઓની કાર્યનિષ્ઠા પ્રેરણાદાયી. સૌ પ્રત્યે વાત્સલ્ય ભાવ. દરેક કામ કરવા માટે વધુમાં વધુ સમય શાળાને આપે. 

  ઉંમર કદી તેમને અને તેમના કામને નડી નથી. જ્યારે જોઈએ ત્યારે કામ કરતાં જ દેખાય. કદી એમ જ બેસી રહેલા મેં જોયાં નથી. 

 વહીવટી કામગીરીમાં માહેર અને ઉત્તમ માર્ગદર્શક. ઉમ્મરબુકનું કામ હોય, પગારબિલ, અન્ય કોઈપણ શાળાકીય કામગીરી અર્થે કરવામાં આવતી અરજી કે કચેરીની ટપાલો હોય મીનાક્ષીબહેન દરેક કામમાં હાજર અને જરુરી સલાહ સૂચન કરે અને તે મુજબ કામ કરીએ. બધુ જ કામ તેઓને આવડે. 58 વર્ષની ઉંમરે કોમ્પુટર ન આવડે તેનું બહુ દુઃખ. સતત મને કહ્યાં કરે, “ આ કોમ્પુટર આવડતું નથી અને તમને બધાંને હેરાન કરું છું! “ 


    બહેનનું કંઈપણ કામ કરીએ કે આપણે નાસ્તો - આઈસ્ક્રીમ કે અન્ય લાવીએ તરત જ ‘ THANK YOU ‘ બોલે. સતત કૃતજ્ઞતા પ્રગટ કર્યા કરે, એમનાં મુખમાંથી સતત સૌનાં માટે આશિર્વાદનો પ્રવાહ વહે! જાણે જીભે સરસ્વતીનો વાસ! અમારા વડિલ એટલે અમારી બધાંની બર્થડે પાર્ટીમાં આવે ખરાં પણ ખાનગીમાં કવર પણ આપે! દાન કરે! ગુપ્ત દાન કરે! એની કોઈ મોટાઈ નહીં. 

  બધાંને મનપસંદ એવી એમની બનાવેલી ખીર અને વઘારેલા મમરા!!!! બધાં માટે અનુકૂળતાએ લાવે જ લાવે. એમને તો ખીર ખવડાવવાનું એક બહાનું જ જોઈએ. ખીર ખવડાવી તેઓ ખુશ અને અમે સૌ ખીર ખાઈને ખુશ. અને હા, ખીર ખાઈને બહેનને તેઓનો મનપસંદ શબ્દ ‘THANK YOU ‘ બોલવો ન ભૂલીએ. 



   આ સ્કૂલમાં મારા આવ્યા પછી આ ત્રીજુ વેકેશન. વેકેશનમાં બહેનનો ફોન આવે જ. સ્ટાફનાં સૌને ખબર લે. વેકેશન સિવાયની રજાઓમાં કે આપણે વધારે રજા પર હોઈએ ત્યારે પણ બહેનનો અચૂક ફોન આવે. એકદમ વ્યવહારુ, બઘી રીતે વ્યવહારુ.

   મને એક વાતનો આનંદ છે કે આવા પ્રેમાળ બહેન જોડે કામ કરવાની - રહેવાની તક મળી પણ સાથે સાથે એ દુઃખ પણ થાય કે ફક્ત થોડો જ સમય રહેવા મળ્યું. હજુ વધારે સમય રહી શકાયું હોત તો ઘણું બધું શીખવા મળત. કાર્યક્ષેત્રે તો ખરું જ પણ જીવનના પાઠો બહેન પાસેથી શીખવા જેવા છે. 

બહેનશ્રીમિનાક્ષીબેન વિષે હજુ ઘણુ લખાય તેમ છે પણ, હવે મને કંઈ સુઝતું નથી. 

બસ, બહેન જેવાં અમે બનીએ, તેઓનાં ગુણો અપનાવીને અમે પણ આદર્શ જીવન જીવીએ એ જ આજનાં દિવસે બહેન માટે કરેલી પ્રસંશા છે!!!


બહેનશ્રી અમને સૌને પણ  આશીર્વાદ અને માગૅદશૅન આપજો કે અમો તમારાં માર્ગે ઉત્તમ દેખાવ કરી શકીએ.

     આજરોજ 31/05/2024 શ્રી મિનાક્ષીબેનનો નોકરીનો છેલ્લો દિવસ છે ત્યારે હું પરમ કૃપાળુ પરમાત્માને મારા અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરું છું કે, “ હે પ્રભુ , અમારા સૌનાં વ્હાલાં શ્રીમિનાક્ષીબહેનને ખૂબ લાંબુ અને નિરામય જીવન આપજે. શ્રીમિનાક્ષીબહેન એક શિક્ષક હોવાને નાતે બાળકોનાં સર્વાંગીણ વિકાસમાં વ્યસ્ત હોવા છતાં પણ કર્મયોગ સાથે સાથે ભક્તિયોગ સાધવાને પ્રયત્નશીલ રહ્યાં છે પણ હવે શેષ જીવન સંપૂર્ણ સમર્પિત ભક્તિ કરે અને કરી શકે તે માટે અંતિમ શ્વાસ સુધી સ્વસ્થ રાખજો. બહેનની હવે પછીની જે કંઈ પણ મનોકામનાઓ હોય તે સર્વે પરિપૂર્ણ કરાવજો. “ 


Jagruti Pandya.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


તમે અમારી શાળાના એ કલ્પ વૃક્ષ છો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા અમે બધા ખુશ નસીબ છીએ કે અમને તમારા જેવા ગુરુ મળ્યા. તમારું આચરણ સહકાર સંમતિ સંયમ, અને સદભાવના થી ભરેલું છે જે અમને હંમેશા યાદ રહેશે. તમારુ આવનારું ભવિષ્ય ખૂબ જ સોનેરી અને ઉજવળ રહે તેવી અમારી ભગવાનને પ્રાર્થના💐💐🙏🙏🙏

શ્રી મીનાબેન પ્રજાપતિ.

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


હું રોજ તમને માન આપીને મારી મમ્મી કહેતી એ કેમ ભૂલાય દરરો સવારે સ્કૂલ ખુલે ને મારી આંખોમાં આંખો ભરવીને તમે મને જય શ્રી કૃષ્ણ કહેતા એ કેમ ભુલાય મારી દરેક બનાવેલી વાનગીને ખાઈને સૌથી પહેલા તમે મને થેન્ક્યુ કહેતા એ કેમ ભુલાય હંમેશા લાગણીશભર રહીને મને બરડામાં ધબ્બો મારતા એ કેમ ભુલાય પ્રભુ આવતા વર્ષોમાં હંમેશા તમને સુખી સમૃદ્ધિ અને ખુશ રાખે તેવી પ્રાર્થના.

શ્રી નિશાબેન 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



સદાય હસતા એવા અમારા બેન તમારી સદાય અમને હુંફ મળતી હતી સખત મહેનત કરનારા હંમેશા બીજાને મદદ કરનારા તમને ખૂબ ખૂબ અભિનંદન બાકીના વર્ષો તમારા ખૂબ જ તંદુરસ્તીમાં જાય ઈશ્વર તમારી બાકી રહેલી હર એક મનોકામના પૂરી કરે સદાય ખુશ રહો હસતા રહો.

શ્રીવંદનાબેન 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺




શાળામાં સાચા સલાહકાર હતા તમે
વહેતી આ જિંદગીમાં ઘરના સભ્ય જેવા હતા તમે
આટલા વર્ષો સખત મહેનત કર્યા પછી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવાના હક્કદાર છો તમે
જે રીતે પ્રોફેશનલ લાઇફમાં કામને એન્જોય કરીને જીવ્યા તે જ રીતે નિવૃત્તિ પછી દરેક ક્ષણ એન્જોય કરીને જીવો અને સદાય ખુશ રહો🙏🏻🙏🏻

શ્રી દેવાંશીબેન 

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺





Thursday, 23 May 2024

વિપશ્યના દોહે


धर्म
जागो लोगों जगत के बीती काली रात,
हुआ उजाला धर्म का मंगल हुआ प्रभात ।

आओ प्राणी विश्व के सुनो धर्म का ज्ञान,
इसमें सुख है शांति है मुक्ति मोक्ष निर्वाण ।

यह तो वाणी धर्म की बुद्धि,
ज्ञान की ज्योत, अक्षर अक्षर में भरा मंगल ओत प्रोत ।


मीठी वाणी धर्म की मिसरी के से बोल,
कल्याणी मंगलमयी भरा अमृत रस घोल ।

आओ मानव मानवी चलें धर्म के पंथ, इस पथ,
चलते सत्पुरुष इस पथ चलते संत ।

धर्म पंथ ही शांति पथ धर्म पंथ सुख पंथ,
धर्म पंथ पर जो चले करे दुखों का अंत ।

इस पथ मंगल मूल है इस पथ है कल्याण,
कदम कदम चलते हुए पाये सुखों की खान ।

धर्म धर्म तो सब कहें पर समझे न कोए,
निर्मल मन काया चरण शुद्ध धर्म है सोए ।


मैं भी दुखिया न रहूँ जगत न दुखिया होए
जीवन जीने की कला सत्य धर्म है सोए ।


धर्म न हिन्दू बौद्ध है सिख न मुस्लिम जैन,
धर्म चित्त की शुद्धता धर्म शांति सुख चैन ।

सम्प्रदाय न धर्म है धर्म न बने दीवार,
धर्म सिखाये एकता धर्म सिखाये प्यार ।

जात पात न धर्म है धर्म न छुआ छूत,
धर्म पंथ पर जो चले होवे पावन पूत ।

जाति वरण का गोत्र का जहां भेद न होय,
जो सबका सबके लिए धर्म शुद्ध है सोए ।

मानव मानव में जहां भेद भाव न होए,
निजहित परहित सर्वहित सत्य धर्म है सोय ।


अपना भी होवे भला भला सभी का होए,
जिससे सबका हो भला शुद्ध धर्म है सोए ।


धन्य होयें माता पिता धन्य होयें कुल गोत्र,
धर्म पुरुष जन्मे जहाँ लिए ज्ञान की ज्योत ।

यही धर्म की परख है यही धर्म का माप,
जन जन का मंगल करे दूर करे संताप ।

कुदरत का कानून है इससे बचा न कोय,
मल मन व्याकुल रहे निर्मल सुखिया होए |

यह ऋत है यह नियम है सब पर लागु होए
धर्म धार सुखिया रहे छूटे व्याकुल होए |

निर्धन या धनवान हो अनपढ़ या विद्वान,
जिसने मन मैला किया उसके व्याकुल प्राण ।


हिन्दू हो या बौद्ध हो मुस्लिम हो या जैन,
जब जब मन मैला करे तब तब हो बैचैन ।

गोरा काला गेहुआँ मनुज मनुज ही होए,
जो जो मन मैला करे सो ही दुखिया होये ।

वर्ण रंग से मानवी ऊंच नींच न होए,
काली गोरी गाय का दूध एक सा होए ।
धर्मवंत तू है वही शील वंत जो होए,
काया वाणी चित्त की कर्म न दूषित होए ।

काया कर्म सुधार ले वाचक कर्म सुधार,
मन के करम सुधर ले यही धरम का सार ।

सदाचरण ही धर्म है दुराचरण ही पाप,
सदाचरण से सुख जगे दुराचरण दुःख पाप ।

परोपकार ही पुण्य है परपीड़न ही पाप,
पुण्य की सुख ही जगे पाप किये संताप ।

तीन बात बंधन बंधे राग द्वेष अभ्हिमान,
तीन बात बंधन खुले शील समाधी ज्ञान ।

प्रज्ञा शील समाधि की बही त्रिवेणी धार,
डुबकी मारे सो तरे हो भव सागर पार ।

गंगा जमुना सरस्वती शील समाधि ज्ञान,
तीनों का संगम होवे प्रगटे पद निर्वाण ।

शील धर्म पालन भला निर्मल भली समाधि,
प्रज्ञा तो जागी भली दूर करे भव व्याधि ।
शील हमारे पुष्ट हों होव चित अडओल ,
प्रज्ञा जागे बीनती देह ग्रन्थियां खोल ।

धर्म छूटे तो सुख छूटे आकुल व्याकुल हो ये,
धर्म जगे तो सुख जगे हल्कीत पुलकित होए ।

मंगल मंगल धर्म का फल निर्मल होए,
मानस की गांठे खुले अंतर निर्मल होए ।


अंतर गंगा धर्म की लहर लहर लहराय,
राग द्धेष के मोह के मैल सभी धुल जाएं ।

जीयें जीवन धर्म का रहे पाप से दूर,
चित्त द्वारा निर्मल रहे मंगल से भरपूर ।

धर्मवान पुरुष हो धर्मचारिणी नारी,
धर्मवंत संतान हो सुखी रहे परिवार ।

धर्म सदा मंगल करे धर्म करे कल्याण,
धर्म सदा रक्षा करे धर्म बड़ा बलवान ।

धर्म सदृश रक्षक नहीं धर्म सुदृश न ढाल ,
धर्म पालकों की सदा धर्म रहे रखवाल ।

प्रयालंकारी बाढ़ में धर्म सा धृष्ना द्वीप,
काल अँधेरी रात में धर्म सा धृष्ना द्वीप।

धर्म हमारा ईश्वर धर्म हमारा नाथ ,
हम तो निर्भय ही रहे धर्म हमारे साथ ।

धर्म हमारा बंधू है सखा सहायक मीत ,
चले धर्म की रीत ही रहे धर्म से प्रीत ।

धर्म धार निर्मल बने राजा हो या रंक,
रोग शोग चिंता मिटे निर्भय होए निशंख ।

यही धर्म का नियम है यही धर्म की रीत,
जो धारे निर्मल बने पावन बने पुनीत ।

धर्म न मंदिर मे मिले धर्म न हाट बिकाए ,
धर्म न ग्रंथों में मिले जो धारे सो पाये ।

अपना रक्षित धर्म ही अपना रक्षक होए,
धारण करें धर्म को धर्म सहायक होए ।

मन


वाणी तो वष में भली वष में भला शरीर,
जो वष में मन करे वोही सच्चा वीर ।

मन ही दुर्जन मन सुजन मन बैरी मन मीत,
मन सुधरे सब सुधरे हैं कर मन पुनीत ।

मन बंधन का मूल है मन मुक्ति उपाय,
विकृत मन जकड़ा रहे निर्विकार खुल जाए ।

मन चंचल मन चपल है भागे चारों ओर ,
सांस डोर से बाँध कर रोक रक एक ठोर ।

जितना बुरा न कर सके दुश्मन दोषी दोय,
अधिक बुरा यह मन करे जब मन मैला होए ।


जितना भला न कर सके माँ बापू सब कोये,
अधिक भला निज मन करे जब मन निर्मल होए ।

मन के करम सुधार ले मन ही प्रमुख प्रधान,
कायक वाचक कर्म तो मन की ही संतान ।

जो चाहे बंधन खुलें मुक्ति दुःखों से होए,
वश में करले चित्त को, चित के वष मत होए।

चित से चित का दमन करे,
चित्त से चित्त सुधार चित्त स्वछ कर चित्त से
खोल मुक्ति के द्वार ।

चित की जैसी चेतना फल वैसा ही होए,
दुर्मन का फल दुःख सुखद सुमन का होए ।

अपने अपने कर्म के हम ही तो करतार,
अपने सुख के दुःख के हम ही जिम्मेदार ।

जब तक मन में राग है जब तक मन में द्वेष,
तब तक दुःख ही दुःख है मिटे न मन का क्लेश ।

जितना गहरा राग है उ तना गहरा द्वेष है
जितना गहरा द्वेष है उतना गहरा क्लेश ।

राग से जागे रोग है द्वेष से जागे
दोष मोह से जागे मूढ़ता धर्म से जागे होश।

क्षण क्षण जागे धर्म ही क्षण क्षण जागे होश
क्षण भर भी ज्ञान में रहे नहीं बेहोश।

क्षण क्षण बीतते जीवन बीता जाए
क्षण क्षण उपयोग कर बीता क्षण नहीं आये।

दृश्य और अदृश्य सब प्राणी सुखिया होए ,
निर्मल हो निर बैर हों सभी निरामय होयें।

जल के थल के गगन के प्राणी सुखिया होयें,
निर्भय हों निरबैर हों सभी निरामय होए।

सुख चाहे संसार में दुखिया रहे न कोई ,
जन जन मन जागे धर्म जन जन सुखिया होए ।
जन जन मंगल होए सबका मंगल होये।

मानव का जीवन मिला धर्म मिला अनमोल ,
अब श्रद्धा से यत्न से मन की गाँठें खोल।

मानव जीवन रत्न सा किया व्यर्थ बर्बाद,
चर्चा करली धर्म की चाख न पाया स्वाद।

जीवन सारा खो दिया ग्रन्थ पडंत पडंत ,
तोते मैना की तरह नाम रटन्त रटंत।

कितने दिन यूँही गए करते वाद विवाद ,
अवसर आया धर्म का चाख मुक्ति का स्वाद।

दुर्लभ जीवन मनुज का दुर्लभ धर्म मिलाप ,
धन्य भाग्य दोनों मिले दूर करें दुःख ताप।

जीवन सारा खो दिया करते बुद्धि विलास ,
बुद्धि विलासों से भला किसकी बुझती प्यास।

चर्चा ही चर्चा करे धारण करें न कोई ,
धर्म बिचारा क्या करे धारे ही सुख होये।

धारण करे तो धर्म है वर्ना कोरी बात ,
सूरज उगे प्रभात है वर्ना काली रात।

आते जाते सांस पर रहे निरंतर ध्यान ,
कर्मों के बंधन कटें होये परम कल्याण।

सांस देखते देखते मन अविचल हो जाए ,
अविचल मन निर्मल बने सहज मुक्त हो जाये।

सांस देखते देखते सत्य प्रकट हो जाये ,
सत्य देखते देखते परम सत्य दिख जाये।

पल पल क्षण क्षण होश रखे अपना कर्म सुधार ,
सुख से जीने की कला अपनी ओर निहार।

क्षण क्षण प्रतिक्षण सजग रह अपना होश संभाल ,
राग द्वेष की प्रतिक्रिया टाल सके तो टाल।

बीते क्षण तो चल दिए आने वाले दूर ,
इस क्षण में जो भी जिए वोही साधक शूर।

समय बड़ा अनमोल है समय न आत बिकाय ,
तीन लोक सम्पद दिए बीता क्षण न पाए।

बीते क्षण को याद करे मत बिरथा अकुड़ाये ,
बीता धन तो मिल सके बीता क्षण न आये।

भूतकाल व्याकुल करे य भविष्य भरमाये ,
वर्तमान में जो जिये तो जीना आ जाये।

प्रतिक्षण अंतरतप चले प्रतिक्षण रहे निष्पाप ,
प्रतिक्षण बंधन मुक्त हो दूर करे भव ताप।

तप रे तप रे मानवी तपे निर्मल ही होये ,
स्वर्ण अग्नि में तपे तप तप कुंदन होये।

नए कर्म बांधे नहीं क्षीण पुरातन होये ,
क्षण क्षण जाग्रत ही रहे सहज मुक्त है सोये।

देख देख कर चित्त की ग्रंथि सुलझती जाए ,
जागे विमल विपस्सना चित्त मुक्त हो जाये।

बाहर बाहर भटकते दुखिया रहे जहान ,
अंतर मन में खोज ले सुख की खान खदान।

होश जगे जब धर्म का होवे दूर ,
प्रमाद स्वदर्शन करते हुए चखे मुक्ति का स्वाद।

तृष्णा जड़ से खोद करे अनासक्त बन जाएं ,
भव बंधन से छूटन का यही एक उपाय।

भोगत भोगत भोगते बंधन बंधते जाएँ ,
देखत देखत देखते बंधन खुलते जाएं।

ऐसी जगे विपस्सना समता चित्त समाय ,
एक एक कर पाप की परत उतरती जाए।

ज्यों ज्यों अंतर जगत में समता छाती जाए
काया वाणी चित्त की कर्म सुधरते जाएं।

बाहर भीतर एक रस सरल स्वच्छ व्यवहार ,
कथनी करनी एक सी यही धर्म का सार।

कपट रहे न कुटिलता रहे न मिथ्याचार ,
शुद्ध धर्म ऐसा जगे जगे स्वच्छ व्यवहार।

शीलवान के ध्यान से प्रज्ञा जागृत होये ,
चित्त की समता स्थिर रहे उत्तम मंगल होये।

जिसके मन प्रज्ञा जगे होये विनम्र विनीत ,
जिस डाली पर फल लगें झुकने की ही रीत।

धन आये तो बाँवरे मत करे गर्व गुमान ,
यह बालू की बीत है इसका क्या अभिमान।

मत कर मत कर बाँवरे अहंकार अभिमान ,
बड़े बड़ों का मिट गया जग से नाम निशान।

सुख आये नाचे नहीं दुःख आये नहीं रोए ,
दोनों में समरस रहे धर्मवंत है सोए।




सुख दुःख आते ही रहें जो आएं दिन रैन ,
तू क्यों खोए बांवरा अपने मन का चैन।

अनचाहे होवे कभी मनचाही भी होए ,
धूप छायें की ज़िन्दगी क्या नाचे क्या रोए।

जीवन में आते रहें पतझड़ और बसंत ,
चित्त विचलित होवे नहीं मंगल जगे अनंत।

कभी बाग़ वीरान है कभी बसंत बहार ,
समता में प्रमोदित रहे संत निहार निहार।

तन सुख धन सुख मान सुख भले ध्यान सुख होये ,
पर समता सुख परम सुख ऐसा अन्य न कोई।



अंतर में डुबकी लगी भीग गए सब अंग ,
धर्म रंग ऐसा चढ़ा चढ़े न दूजा रंग।

जैसे मेरे दुःख कटे सबके दुःख कट जाएं ,
जैसे मेरे दिन फिरे सबके दिन फिर जाएं।

मेरे सुख में शान्ति में भाग सभी का होये ,
इस मंगलमय धर्म का लाभ सभी को होए।

इस दुखियारे जगत में सुखिया दिखे न कोई ,
शुद्ध धर्म जग में जगे जन जन सुखिया होये।

शुद्ध धर्म इस जगत में पुनः प्रतिष्ठित होये ,
जन जन का होये भला जन जन मंगल होये।

जग में बहती रहे धर्म गंग की धार ,
जन जन का होवे भला हो जन जन उपकार।




भला होये इस जगत का सुखी होएं सब लोग ,
दूर होएं दरिद्र दुःखी दूर होएं सब रोग।

बरसे बरखा समय पर दूर रहे दुष्काल ,
शासन होये धर्म का लोग होएं खुशाल।

शासन में जागे धर्म उखड़े भ्रष्टाचार ,
धनियों में जागे धर्म स्वच्छ होये व्यापार।

जन जन में जागे धर्म जन जन सुखिया होये ,
जन मन के दुखड़े मिटें जन जन मंगल होये।

दुखियारे दुःख मुक्त हों भय त्यागें भयभीत ,
द्वेष छोड़ कर लोग सब करें परस्पर प्रीत।

द्वेष और दुर्भाव का रहे न नामोनिशान ,
स्नेह और सधभाव से भर ले तन मन प्राण।

दूर रहे दुर्भावना द्वेष होएं सब दूर ,
निर्मल निर्मल चित्त में प्यार भरे भरपूर।

ज्यों इकलौते पूत परे उमड़े माँ का प्यार ,
क्यों प्यारा लगता रहे हमें सकल संसार।

दुखी देख करुणा जगे सुखी देख मन मोद ,
मंगल मैत्री से भरे अंतर से ओत्त प्रोत।

दृश्य और अदृश्य सभी प्राणी सुखिया होएं ,
निर्मल हो निरबैर हों सभी निरामय होये।

जल के थल के गगन के प्राणी सुखिया होएं ,
निर्भय हों निर्बैर हों सभी निरामय होये।


जल के थल के गगन के प्राणी सुखिया होएं ,
निर्भय हों निर्बैर हों सभी निरामय होये।

सुख चाहे संसार में दुखिया रहे न कोई ,
जन जन मन जागे धर्म जन जन सुखिया होये।

सुख व्यापे इस जगत में दुखिया रहे न कोई ,
जन जन मन जागे धर्म जन जन सुखिया होये।

जागो लोगों जगत के बीती काली रात,
हुआ उजाला धर्म का मंगल हुआ प्रभात ।

आओ मानव मानवी चलें धर्म के पंथ ,
इस पथ चलते बुद्ध जन इस पथ चलते संत।




Sunday, 19 May 2024

મંગલ મૈત્રી ફાયદા



मंगल मैत्री के 11 लाभ

मन को मंगल कामनाओं से भर देने को भगवान बुद्ध 'मैत्री भावना' कहते हैं !

मैत्री भावना करनेवाला : ---

1. सुख की नीँद सोता है
2. तरोताज़ा जागता है
3. दुःस्वप्न नहीँ आते
4. मनुष्योँ मेँ प्रिय होता है
5. अमनुष्योँ मेँ प्रिय होता है
6. देवता उसकी रक्षा करते है
7. अग्नि,विष,शस्त्र उसे मार नहीं सकते
8. सहज समाधिस्थ हो सकता है
9. मुखाकृति शांत होती है
10. मृत्युशैया पर मूढ़ नहीं मरता
11. मरने पर अच्छी गति होती है 

-🌺🌷भवतु सब्ब मङ्गलम्🌷🌺

मैत्री देते वक्त : ---

अप्रिय, अतिप्रिय, बैरी, विजातीय को पहेले न दें।
खुद को, माँ बाप व आचार्य को, प्रिय मित्र को, अपरिचित को और अंत में बैरी को...इस क्रम में मैत्री दें।
बैरी के लिए मैत्री न जगे तो...
1. बाक़ी आगेवाले सब को बार बार देते रहें ।
2. बुद्ध के मेत्तासुत्तों को याद करें...जिसमें ककचोपमावादसुत्त में कहते हैँ किः मेरे एक एक अंग को आरी से काटे, फिर भी मेरे मन में उसके लिए मेत्ता ही रहे।
3. सोचोः उसने तो मुझे एकबार दुःखी करना चाहा, मैँ खुद को बारबार दुःखी क्यों कर रहा हूँ ?
4. उसने किये हुए उपकारों को याद करें ।
5. सोचोः वह बेचारा ! हम से बैर रखकर भवचक्र में पीसेगा!
6. सोचोः उसने मुझको दुःखी किया वह उसका क्षेत्र, मेरा चित्त तो मेरा क्षेत्र है, मेरे क्षेत्र में मैं मेत्ता जगाऊँ !
7. कर्म का सिद्धांत हैः उसे बैर जगाने का फल मिलेगा...और मैं मेत्ता नहीँ जगाऊँगा तो मुझे भी मिलेगा।
8. सोचोः इस स्थिति में भगवान बुद्ध क्या करते ?
9. सोचोः मेरे अनंत जन्मों में कहीं न कहीं वह मेरा भाई, बहन, माँ, बाप, पति, पत्नी, बेटा, बेटी...रहा होगा ?
10. मेत्ता के फायदे याद करें ।
11. उसके नामरूप का पृथक्करण करके देखें, वह भी तो उत्पादव्यय का पुँज ही तो है! मैं किस पर क्रोध कर रहा हूँ ? उसकी पृथ्वी धातु पर ? अग्नि धातु पर ? वायु धातु पर ? जल धातु पर ? या फिर उसके विञ्ञाण पर ? सञ्ञा, वेदना, संस्कार पर ?
12. फिर भी न जगे तो उसे कोई उपहार दें। यदि वह भी देना चाहे तो सम्यक आजीविका वाला हो तो स्वीकार करें ।

----------------------------------------------------------
🌹🌹🌹 सबका मंगल हो 🌹🌹🌹
----------------------------------------------------------