શાળામાં રમવાના ઘણાં ઓછાં પ્રસંગો બને છે. બાળકો રમે પણ શિક્ષકો કાંતો પ્રેક્ટિશમાં હોય કાંતો નિર્ણાયકમાં.
ઘણાં સમય પહેલાં દેવાંશીબેને મને કહેલું કે, આપણે ચેસ રમીશું. મેં કહ્યું, હા વાર્ષિક પરીક્ષા પરિણામ પછી જો કદાચ સમય મળે તો રમીશું પણ કંઈ મેળ ન પડતો.
મને પણ ખૂબ જ ખુશી હતી કે કોઈ સ્ત્રી સાથે રમવાનું છે. અત્યાર સુધી એવું કદી બનેલું નહી કારણકે ઘણી ઓછી સ્ત્રીઓ ચેસ રમતી હોય છે માટે મને દેવાંશી સાથે રમવાનો આનંદ હતો.
આજે અચાનક જ ગૌરીવ્રત નિમિત્તે શાળામાં joyful Saturday નું આયોજન કરવામાં આવ્યુ હતું. બાળકોને જમાડ્યા પછી છેલ્લો અડધો કલાક અમે ફ્રી હતાં એમાંય વળી આજે વિશ્વ શતરંજ દિવસ!!!! આજના દિવસે મળેલ તક ગુમાવાય તેમ નહોતી. ભલે ઓછો સમય રહ્યો.
શતરંજની બાજી ગોઠવાઈ ગઈ! આમને સામને ખેલાડીઓ ગોઠવાઈ ગયા! ચાલ શરુ થઈ. બન્ને ખેલાડીઓમાં ભરપૂર આત્મવિશ્ર્વાસ હતો. આત્મ વિશ્વાસ સાથે અને એ પણ ઘણાં વર્ષો પછી બંન્ને રમવા બેઠાં હતાં. બંન્ને ખેલાડીઓ બાળપણમાં રમ્યા હતા. રમતના નિયમો એકબીજાને સમજાવી રમતની શરૂઆત થઈ. વચ્ચે વચ્ચે ઘણાં બધાં ખલેલ સાથે અમે ચાલ ચલાવી જાણતાં હતાં. મને થોડો Over Confidence અને થોડો વધારો ડિસ્ટર્બન્સ પણ ખરો!!! મારી ઘણી ચાલો ઉતાવળમાં લેવાઈ ગઈ. જાણવા છતાં ઉતાવળિયા પગલાં ભરાઈ ગયાં. હજુ હું મારા જીતવા માટે એટલી ગંભીર નહોતી. મારી સાથે પ્રથમ વખત રમનાર દેવાંશી અને અમારી રમત પણ પહેલી વખત રમાઈ જેથી મેં મારી વ્યવસ્ત્તા વચ્ચે ઢીલું મૂકેલું.
મને જીતવાનો નહી, જીતાડવાનો આનંદ હતો. દેવાંશીની એકાએક ચાલ પર મારી નજર હતી. એના એકાએક સ્ટેપ પર હું ફિદા હતી. એ કઈ કઈ ચાલો સાથે રમતી હતી તે જોવામાં મને વધારે રસ હતો. એની એકાએક ચાલ એનું વ્યક્તિત્વ છતું થતું હતું. આજ્યારે દેવાંશીના શતરંજજે મારે જીતવું નહોતું પણ next જીતવા માટે એની ચાલ અને સ્ટેપ પર મારી કડી નજર હતી. આમ તો એનાં સ્ટેપ પરફેક્ટ હતાં જ!!! જો એ ધારત તો થોડાક જ સ્ટેપમાં મને હરાવી શકતી. પણ મારે એના બધાં જ સ્ટેપ જોવા હતાં માટે મેં થોડું વધારે ખેંચ્યું!! અને અંતે દેવાંશી વિજેતા બની. દેવાંશીના જીતવા માટેના સ્ટેપ હું જોતી હતી ત્યારે મને નારદમુનિ સાથે વિધાતાએ કર્મોના સ્ટેપની વાત કરેલી અને એ મુજબ લેવામાં આવતાં સ્ટેપની વાત યાદ આવી ગઈ!!!!
આજનાં પ્રસંગને અનુરૂપ નારદમુનિની વાર્તા જોઈએ.
એક દિવસ ચિત્રગુપ્ત સાથે બેસીને વિધાતા બધાનાં કર્મોનો હિસાબ જોઈ રહ્યા હતા અને દરેક જીવના પાપ–પુણ્યનાં ખાતાં જોઇને તેઓ તેમના કર્મનો આલેખ નક્કી કરી રહ્યા હતા.નારદજી ત્યાં આવ્યા અને પૂછ્યું, ‘શું કરો છો.’ ચિત્રગુપ્તે કહ્યું, ‘બસ, કંઈ નહિ નારદજી, અમે શતરંજ રમી રહ્યા છીએ…’ નારદજીને નવાઈ લાગી કે, ‘અહીં નથી કોઈ શતરંજ બિછાવેલી…નથી કોઈ કાળાં-ધોળાં પ્યાદાં તો પછી આ બધા વિના શતરંજની રમત કઈ રીતે રમી શકાય?’ તેમણે કહ્યું, ‘શા માટે મારી જોડે મજાક કરો છો? અહીં કયાં શતરંજ બિછાવેલી છે કે કયાં કોઈ પ્યાદાં છે તો પછી કઈ રીતે શતરંજ રમી શકાય,તમે શું કરો છો તે તમારે મને ન કહેવું હોય તો ન કહો, પણ આમ ખોટું તો ન બોલો.ન કહેવું હોય તો તમારી મરજી. બાકી મને ખબર છે તમે શતરંજ તો નથી જ રમી રહ્યા….’ આટલું બોલી નારદજી થોડી રીસ સાથે ત્યાંથી જવા લાગ્યા. ચિત્રગુપ્ત અને વિધાતા હસ્યા અને પછી દોડીને નારદજીને અટકાવતા બોલ્યા, ‘દેવર્ષિ, આમ નારાજ ન થાવ.જરા શાંત થઇ બેસો.અમે ખોટું નથી બોલતા.શીતલ જલ પી ને મન શાંત કરો એટલે તમને સમજાવીએ કે અમે સાચે શતરંજ જ રમીએ છીએ.’
નારદજી બેઠા.વિધાતાએ કહ્યું, ‘દેવર્ષિ, તમને સમજાવું આ શતરંજની રમત. આ સૃષ્ટિ આખી શતરંજ છે અને સૃષ્ટિ પર રહેતાં બધાં જીવ પ્યાદાં છે.જીવ – મારી સાથે એટલે કે પોતાના વિધાતા સાથે સતત શતરંજ રમે છે.જીવ જે જે કર્મો કરે છે …જે જે ઈચ્છા કરે છે …જે જે પ્રયત્નો કરે છે …તે બધી તેની શતરંજની ચાલ છે અને જીવ જે જે ચાલ ચાલે છે, જીવનમાં આગળ વધે છે કે સારાં કર્મો કરે છે તે અહીં તેના ખાતામાં પુણ્ય તરીકે લખાય અને જે જે ભૂલો કરે છે..જીવનમાં ખરાબ કર્મો કરે છે તે પાપ કર્મો તરીકે લખાય છે. અને દરેક જીવની તેના જીવનની શતરંજની ચાલ જોઇને અમે સામે અમારી ચાલ ચાલીએ છીએ.અને અમારી ચાલ જ આ દરેક જીવના જીવનની શતરંજની દિશા અને પરિણામ નક્કી કરે છે.જીવ જે ચાલ ચાલે છે તે તેની ઈચ્છા અને પસંદ હોય છે અને અમે સામે જે ચાલ ચાલીએ છીએ તે અમારો ન્યાય અને જીવનનું પરિણામ હોય છે.જોયું દેવર્ષિ, હવે તમને સમજાયું કે અમે ખોટું બોલતા ન હતા.અમે શતરંજ જ રમી રહ્યા હતા.’ ચિત્રગુપ્ત અને વિધાતાએ નારદજીના મનનું સમાધાન કર્યું. જીવનની શતરંજમાં હંમેશા એવી ચાલ ચાલો કે સામે રમનાર વિધાતા સારું પરિણામ આપે.
No comments:
Post a Comment