Sunday, 21 July 2024

બાળક મારો ગુરુ!!!! 🙏🌹🙏✍️📚✍️


              બાળક મારો ગુરુ! 

હું શીખવું થોડું,

      ને 

તું શીખવે ઘણું … બાળક મારો ગુરુ! 

વર્તમાનમાં રહેવું,

     ને 

બધું ભૂલી જવું… બાળક મારો ગુરુ! 

આજની વાત આજે,

    ને 

કાલે નવું નવું…. બાળક મારો ગુરુ! 

કદી રિસાય તો છે,

      ને 

તરત માની જાય તુ… બાળક મારો ગુરુ! 


લડ્યાં ઝગડ્યાં બહું ,

        ને 

ફરી સાંજે રમે ભેળાં… બાળક મારો ગુરુ! 

નિર્દોષ નિખાલસ 

     ને 

સાચે સાચું કહેનાર તું… બાળક મારો ગુરુ! 


કપટ નથી લગીરેય,

      ને 

ભોળું ભટાક તુ… બાળક મારો ગુરુ! 


હસતાં ખેલતાં કૂદતાં 

      ને 

લગીરેય દુઃખી ન થાતાં… બાળક મારો ગુરુ! 










No comments:

Post a Comment