Saturday, 24 January 2026

॥ श्री राम रक्षा स्तोत्र ॥Shri Ram Raksha Stotrashri raam

   
॥ श्री राम रक्षा स्तोत्र ॥
Shri Ram Raksha Stotra

shri raam


श्रीगणेशायनम: ।

अस्य श्रीरामरक्षास्तोत्रमन्त्रस्य ।

बुधकौशिक ऋषि: ।

श्रीसीतारामचंद्रोदेवता ।

अनुष्टुप् छन्द: ।

सीता शक्ति: ।

श्रीमद्‌हनुमान् कीलकम् ।

श्रीसीतारामचंद्रप्रीत्यर्थे जपे विनियोग: ॥

॥ अथ ध्यानम् ॥

ध्यायेदाजानुबाहुं धृतशरधनुषं बद्धपद्‌मासनस्थं । पीतं वासोवसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नम् ॥

वामाङ्‌कारूढ-सीता-मुखकमल-मिलल्लोचनं नीरदाभं । नानालङ्‌कारदीप्तं दधतमुरुजटामण्डनं रामचंद्रम् ॥

॥ इति ध्यानम् ॥

चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् । एकैकमक्षरं पुंसां महापातकनाशनम् ॥१॥

ध्यात्वा नीलोत्पलश्यामं रामं राजीवलोचनम् । जानकीलक्ष्मणोपेतं जटामुकुटमण्डितम् ॥२॥

सासितूणधनुर्बाणपाणिं नक्तं चरान्तकम् । स्वलीलया जगत्त्रातुमाविर्भूतमजं विभुम् ॥३॥

रामरक्षां पठेत्प्राज्ञ: पापघ्नीं सर्वकामदाम् । शिरो मे राघव: पातु भालं दशरथात्मज: ॥४॥

कौसल्येयो दृशौ पातु विश्वामित्रप्रिय: श्रुती । घ्राणं पातु मखत्राता मुखं सौमित्रिवत्सल: ॥५॥

जिव्हां विद्यानिधि: पातु कण्ठं भरतवंदित: । स्कन्धौ दिव्यायुध: पातु भुजौ भग्नेशकार्मुक: ॥६॥

करौ सीतापति: पातु हृदयं जामदग्न्यजित् । मध्यं पातु खरध्वंसी नाभिं जाम्बवदाश्रय: ॥७॥

सुग्रीवेश: कटी पातु सक्थिनी हनुमत्प्रभु: । ऊरू रघुत्तम: पातु रक्ष:कुलविनाशकृत् ॥८॥

जानुनी सेतुकृत्पातु जङ्‌घे दशमुखान्तक: । पादौ बिभीषणश्रीद: पातु रामोSखिलं वपु: ॥९॥

एतां रामबलोपेतां रक्षां य: सुकृती पठॆत् । स चिरायु: सुखी पुत्री विजयी विनयी भवेत् ॥१०॥

पातालभूतलव्योम चारिणश्छद्‌मचारिण: । न द्र्ष्टुमपि शक्तास्ते रक्षितं रामनामभि: ॥११॥

रामेति रामभद्रेति रामचंद्रेति वा स्मरन् । नरो न लिप्यते पापै भुक्तिं मुक्तिं च विन्दति ॥१२॥

जगज्जेत्रैकमन्त्रेण रामनाम्नाभिरक्षितम् । य: कण्ठे धारयेत्तस्य करस्था: सर्वसिद्धय: ॥१३॥

वज्रपंजरनामेदं यो रामकवचं स्मरेत् । अव्याहताज्ञ: सर्वत्र लभते जयमंगलम् ॥१४॥

आदिष्टवान् यथा स्वप्ने रामरक्षामिमां हर: । तथा लिखितवान् प्रात: प्रबुद्धो बुधकौशिक: ॥१५॥

आराम: कल्पवृक्षाणां विराम: सकलापदाम् । अभिरामस्त्रिलोकानां राम: श्रीमान् स न: प्रभु: ॥१६॥

तरुणौ रूपसंपन्नौ सुकुमारौ महाबलौ । पुण्डरीकविशालाक्षौ चीरकृष्णाजिनाम्बरौ ॥१७॥

फलमूलशिनौ दान्तौ तापसौ ब्रह्मचारिणौ । पुत्रौ दशरथस्यैतौ भ्रातरौ रामलक्ष्मणौ ॥१८॥

शरण्यौ सर्वसत्वानां श्रेष्ठौ सर्वधनुष्मताम् । रक्ष:कुलनिहन्तारौ त्रायेतां नो रघुत्तमौ ॥१९॥

आत्तसज्जधनुषा विषुस्पृशा वक्षया शुगनिषङ्ग सङि‌गनौ । रक्षणाय मम रामलक्ष्मणावग्रत: पथि सदैव गच्छताम् ॥२०॥

संनद्ध: कवची खड्‌गी चापबाणधरो युवा । गच्छन्‌ मनोरथोSस्माकं राम: पातु सलक्ष्मण: ॥२१॥

रामो दाशरथि: शूरो लक्ष्मणानुचरो बली । काकुत्स्थ: पुरुष: पूर्ण: कौसल्येयो रघुत्तम: ॥२२॥

वेदान्तवेद्यो यज्ञेश: पुराणपुरुषोत्तम: । जानकीवल्लभ: श्रीमानप्रमेयपराक्रम: ॥२३॥

इत्येतानि जपेन्नित्यं मद्‌भक्त: श्रद्धयान्वित: । अश्वमेधाधिकं पुण्यं संप्राप्नोति न संशय: ॥२४॥

रामं दूर्वादलश्यामं पद्‌माक्षं पीतवाससम् । स्तुवन्ति नामभिर्दिव्यैर्न ते संसारिणो नर: ॥२५॥

रामं लक्ष्मण-पूर्वजं रघुवरं सीतापतिं सुंदरम् । काकुत्स्थं करुणार्णवं गुणनिधिं विप्रप्रियं धार्मिकम् ।

राजेन्द्रं सत्यसंधं दशरथनयं श्यामलं शान्तमूर्तिम् । वन्दे लोकभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् ॥२६॥

रामाय रामभद्राय रामचंद्राय वेधसे । रघुनाथाय नाथाय सीताया: पतये नम: ॥२७॥

श्रीराम राम रघुनन्दन राम राम । श्रीराम राम भरताग्रज राम राम ।

श्रीराम राम रणकर्कश राम राम । श्रीराम राम शरणं भव राम राम ॥२८॥

श्रीरामचन्द्रचरणौ मनसा स्मरामि । श्रीरामचन्द्रचरणौ वचसा गृणामि ।

श्रीरामचन्द्रचरणौ शिरसा नमामि । श्रीरामचन्द्रचरणौ शरणं प्रपद्ये ॥२९॥

माता रामो मत्पिता रामचन्द्र: । स्वामी रामो मत्सखा रामचन्द्र: ।

सर्वस्वं मे रामचन्द्रो दयालुर् । नान्यं जाने नैव जाने न जाने ॥३०॥

दक्षिणे लक्ष्मणो यस्य वामे च जनकात्मजा । पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनंदनम् ॥३१॥

लोकाभिरामं रणरङ्‌गधीरं राजीवनेत्रं रघुवंशनाथम् । कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये ॥३२॥

मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् । वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये ॥३३॥

कूजन्तं राम-रामेति मधुरं मधुराक्षरम् । आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् ॥३४॥

आपदामपहर्तारं दातारं सर्वसंपदाम् । लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॥३५॥

भर्जनं भवबीजानामर्जनं सुखसंपदाम् । तर्जनं यमदूतानां रामरामेति गर्जनम् ॥३६॥

रामो राजमणि: सदा विजयते रामं रमेशं भजे । रामेणाभिहता निशाचरचमू रामाय तस्मै नम: ।

रामान्नास्ति परायणं परतरं रामस्य दासोऽस्म्यहम् । रामे चित्तलय: सदा भवतु मे भो राम मामुद्धर ॥३७॥

राम रामेति रामेति रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ॥३८॥

इति श्रीबुधकौशिकविरचितं श्रीरामरक्षास्तोत्रं संपूर्णम् ॥ 

॥ श्री सीतारामचंद्रार्पणमस्तु ॥

નારાયણ કવચ



શ્રીમદ ભાગવતના છટ્ઠા સ્કંધના આઠમાં અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે.

વિશ્વરૂપ કહે છે જયારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે હાથપગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો. જયારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપનામ બખતર ધારણ કરવું.

નારાયણ કવચ:

ગરુડની પીઠ પર ચરણકમળ ધારણ કરનારા, આઠ સિદ્ધિઓવાળા, આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિષે શંખ, ચક્ર, ઢાલ, ગદા, બાણ, ધનુષ તથા પાશને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો.

જળમાં મતસ્યાવધારી ભગવાન જલજંતુઓથી તથા વરુણના પાશથી મારી રક્ષા કરો. માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો. શ્રીવિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો.

અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વનવગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહનાં ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા.

પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યગ્નમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો; પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો.; અને ભરતના મોટાભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો.

અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો. નર ભગવાન ગર્વથી રક્ષા કરો. યોગના સ્વામી દત્તાત્રય યોગભ્રંશથી મારી રક્ષા કરો. ગુણનાં સ્વામી કપિલદેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો.

સનત્કુમાર કામદેવથી મારી રક્ષા કરો. હયગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો. દેવર્ષિ શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે, તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રીહરિ સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો.

ભગવાન ધન્વન્તરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો. જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિનાં ભયમાંથી મારી રક્ષા કરો. યગ્યાવતારી ભગવાન લોકાપવાદથી મારી રક્ષા કરો. બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાંથી રક્ષા કરો. અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પગણોથી મારી રક્ષા કરો.

ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો. ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો. ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળનાં મળરૂપ કળીયુગથી મારી રક્ષા કરો.

કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો. વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો. ઉદાત્તશક્તિ નારાયણ ભગવાન પ્રાહનકાળમાં મારી રક્ષા કરો. અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાન કાળમાં મારી રક્ષા કરો.

મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મુર્તિવાળા ભગવાન માધવ સાયંકાળમાં મારી રક્ષા કરો. ઇન્દ્રિયોના સ્વામી હૃષીકેશ ભગવાન પ્રદોષકાળમાં મારી રક્ષા કરો. પદ્મનાભ ભગવાન કેવળ એક અર્ધરાતથી પહેલા કાળમાં અને અર્ધરાતે મારી રક્ષા કરો.

શ્રીવત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો. તલવારધારી ભગવાન જનાર્દન મળસકામાં મારી રક્ષા કરો. દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો. કાળમૂર્તિ ભગવાન વિશ્વેષર સૂર્યોદય પહેલાનાં કાળમાં મારી રક્ષા કરો.

હે પ્રલય સમયના અગ્નિ જેવી તીક્ષણ ધારવાળા ચક્ર ! ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત બાળી નાખો.

હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા ! તમે ભગવાનને વહાલી છો. તમે કુષ્માંડ, યક્ષ, રાક્ષસ, ભૂત તથા ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરેચૂરા કરી નાખો.

હે પાંચજન્ય શંખરાજ ! શ્રી કૃષ્ણ ભગવાને ફૂંકવાથી મહા ભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો, પ્રમથો, પ્રેતગણ , માંતૃકાગણ, પિશાચ, બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો.

હે તીક્ષ્ણ ધારવાળી તલવાર! તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો. હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ ! તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દૃષ્ટિ હરિ લો.

અમને ગ્રહોથી, કેતુઓથી, મનુષ્યોથી, સર્પોથી, દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો.

બૃહદ્રથંતર વગેરે સામના સ્તોત્રોથી સ્તુતિ કરાતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વ્ક્સેન ભગવાન પણ પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો.

શ્રીહરિના નમ, રૂપ, વાહન અને આયુધો, સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો.ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ, ઇન્દ્રિય, મન તથા પ્રાણની રક્ષા કરો.

આ સાકાર નિરાકાર જે કઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે, આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો.

અભેદ દૃષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો, આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે. તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો.

નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ, ઝેર, શસ્ત્ર, પાણી, વાયુ, અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં, ખૂણામાં ઊંચે નીચે, અંદર, બહાર તથા ચોતરફ અમારી રક્ષા કરો.



નારાયણ કવચનું ફળકથન:

વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર ! આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો. આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેનાં તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે. આ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી, ચોર તરફથી, ગ્રહો થકી, વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી.



_______________________________________


॥રાજોવાચ॥

યયા ગુપ્તઃ સહસ્ત્રાક્ષઃ સવાહાન્ રિપુસૈનિકાન્। ક્રીડન્નિવ વિનિર્જિત્ય ત્રિલોક્યા બુભુજે શ્રિયમ્॥1॥
ભગવંસ્તન્મમાખ્યાહિ વર્મ નારાયણાત્મકમ્। યથાસ્સ્તતાયિનઃ શત્રૂન્ યેન ગુપ્તોસ્જયન્મૃધે॥2॥

પરીક્ષિત રાજાએ કહ્યું : હે મહારાજ – વિદ્યાથી રક્ષણ પામેલા ઇન્દ્ર દેવે રમત માત્રમાં સર્વસ્વનું હરણ કરનારા શત્રુઓની સેનાને યુદ્ધમાં જીતી લીધી અને ત્રેલોક્યનું રાજ્ય ભોગવ્યું તે ‘ નારાયણ કવચ ‘ રૂપ વિદ્યા મને કહો. સાથે એ પણ બતાવો કે તેને તેનાથી સુરક્ષિત થઈને રણભૂમિમાં કેવી રીતે આક્રમણકારી શત્રુઓ ઉપર વિજય મેળવ્યો. (1)(2)


॥શ્રીશુક ઉવાચ॥

વૃતઃ પુરોહિતોસ્ત્વાષ્ટ્રો મહેંદ્રાયાનુપૃચ્છતે। નારાયણાખ્યં વર્માહ તદિહૈકમનાઃ શૃણુ॥3॥

શ્રી શુકદેવજીએ કહ્યું : પુરોહિત બનેલા વિશ્વરૂપે પ્રશ્ન પૂછનાર ઇન્દ્ર દેવને જે નારાયણ કવચ કહેલું તર હવે એકાગ્ર મનથી સાંભળો.


વિશ્વરૂપ ઉવાચધૌતાંઘ્રિપાણિરાચમ્ય સપવિત્ર ઉદઙ્ મુખઃ। કૃતસ્વાંગકરન્યાસો મંત્રાભ્યાં વાગ્યતઃ શુચિઃ॥4॥
નારાયણમયં વર્મ સંનહ્યેદ્ ભય આગતે। પાદયોર્જાનુનોરૂર્વોરૂદરે હૃદ્યથોરસિ॥5॥
મુખે શિરસ્યાનુપૂર્વ્યાદોંકારાદીનિ વિન્યસેત્। ઓં નમો નારાયણાયેતિ વિપર્યયમથાપિ વા॥6॥


વિશ્વરૂપે કહ્યું : હે દેવરાજ ઇન્દ્ર ! ભયનો પ્રસંગ આવી પડે ત્યારે નારાયણ કવચ ધારણ કરી પોતાના શરીરની રક્ષા કરી લેવી જોઈએ. એની વિધિ આ પ્રમાણે છે કે પહેલા હાથ પગ ધોઈ આચમન કરવું.પછી હાથમાં કુશની વીંટી ધારણ કરી ઉત્તર તરફ મુખ રાખી બેસી જવું. પછી કવચ ધારણ પર્યંત બીજું કાંઈ પણ ન બોલવાનો નિશ્ચય કરી પવિત્રતાથી ” ૐ નમો નારાયાણાય ” અને ” ૐ નમો ભગવતે વાસુદેવાય ” આ મંત્રો દ્વારા હૃદયાદી અંગ ન્યાસ તથા અંગૂષ્ઠાદિકર ન્યાસ કરવા. પહેલા ” ૐ નામો નારાયાણાય ” આ અષ્ટાક્ષર મંત્રના ૐ વગેરે આઠ અક્ષરોના ક્રમશઃ બે પગ, બે ગોઠણ,બે સાથળ,પેટ,હૃદય, વક્ષ સ્થળ, મુખ અને મસ્તકમાં ન્યાસ કરવા અથવા પૂર્વોક્ત મંત્રના ય કારથી શરૂ કરી ૐ કાર પર્યંત આઠ અક્ષરોના મસ્તકથી આરંભ કરી તે જ આઠ અંગોમાં ઉલટા ક્રમથી ન્યાસ કરવા.(4)(5)(6)

કરન્યાસં તતઃ કુર્યાદ્ દ્વાદશાક્ષરવિદ્યયા। પ્રણવાદિયકારંતમંગુલ્યંગુષ્ઠપર્વસુ॥7॥

પછી ૐ નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મંત્રના ૐ કારથી સંપુટ કરેલા એક એક અક્ષરનો આંગળીઓમાં અને અંગુઠાની અણીઓમાં ન્યાસ કરવો. જમણા હાથની તર્જની થી માંડી ડાબા હાથની તર્જની સુધીની આઠ આંગળીઓમાં આઠ અક્ષરોનો અને બે અંગુઠાના ઉપરના તથા નીચેના ચાર સાંધાઓમાં બાકી રહેલા ચાર અક્ષરોનો ન્યાસ કરવો.(7)

ન્યસેદ્ હૃદય ઓંકારં વિકારમનુ મૂર્ધનિ। ષકારં તુ ભ્રુવોર્મધ્યે ણકારં શિખયા દિશેત્॥8॥
વેકારં નેત્રયોર્યુંજ્યાન્નકારં સર્વસંધિષુ। મકારમસ્ત્રમુદ્દિશ્ય મંત્રમૂર્તિર્ભવેદ્ બુધઃ॥9॥
સવિસર્ગં ફડંતં તત્ સર્વદિક્ષુ વિનિર્દિશેત્। ઓં વિષ્ણવે નમ ઇતિ ॥10॥

પછી ” ૐ વિષણવે નમઃ ” એ મંત્રના “ૐ” કારનો હૃદયમાં, “વિ” કારનો મસ્તકમાં, “ષ” કારનો ભ્રકુટીના મધ્યમાં, “ણ” કારનો શીખામાં , “વે” કારનો બન્ને નેત્રમાં અને “ન” કારનો સર્વ સાંધાઓમાં ન્યાસ કરવો, બાકી રહેલા “મ” કારનો ૐ મહ્ અસ્ત્રાય ફટ કરી દિગબંધ જોડવો. આ પ્રમાણે ન્યાસ કરવાથી આ વિધિને જાણવાવાળો પુરુષ મંત્ર સ્વરૂપ થઈ જાય છે.(8)(9)(10)


આત્માનં પરમં ધ્યાયેદ ધ્યેયં ષટ્શક્તિભિર્યુતમ્। વિદ્યાતેજસ્તપોમૂર્તિમિમં મંત્રમુદાહરેત ॥11॥

ત્યાર પછી સમગ્ર ઐશ્વર્ય , ધર્મ, યશ, લક્ષ્મી, જ્ઞાન અને વૈરાગ્યથી પરિપૂર્ણ ઇષ્ટદેવ ભગવાનનું ધ્યાન કરવું અને પોતાને પણ તદ્રુપ જ સમજે. પછી વિદ્યા, તેજ અને તપ સ્વરૂપ આ કવચનો પાથ કરવો.(11)


ઓં હરિર્વિદધ્યાન્મમ સર્વરક્ષાં ન્યસ્તાંઘ્રિપદ્મઃ પતગેંદ્રપૃષ્ઠે। દરારિચર્માસિગદેષુચાપાશાન્ દધાનોસ્ષ્ટગુણોસ્ષ્ટબાહુઃ ॥12॥

 પાશાત્। સ્થલેષુ માયાવટુવામનોસ્વ્યાત્ ત્રિવિક્રમઃ ખેઽવતુ વિશ્વરૂપઃ ॥13॥

ૐ ગરુડજીની પીઠ ઉપર ચરણ ધરીને રહેલા, અણિમાદિ આઠ સિધ્ધિઓથી સેવીત, આઠ બાહુ વાળા શંખ-ચક્ર-ઢાલ-તલવાર-ગદા-બાણ-ધનુષ અને પાશને ધારણ કરતા હરિ ભગવાન મારી સર્વ પ્રકારની રક્ષા કરજો.(12)


દુર્ગેષ્વટવ્યાજિમુખાદિષુ પ્રભુઃ પાયાન્નૃસિંહોઽસુરયુથપારિઃ। વિમુંચતો યસ્ય મહાટ્ટહાસં દિશો વિનેદુર્ન્યપતંશ્ચ ગર્ભાઃ ॥14॥


કિલ્લા, વન તથા રણભૂમિ વગેરે સંકટમાં સ્થળોમાં મોટા દૈત્યોનાં સેના પતિઓના શત્રુ નૃસિંહ ભગવાન રક્ષા કરજો. એ ભગવાન જ્યારે મોટા શબ્દથી ખડખડ હસ્યાં હતા ત્યારે દિશાઓમાં ગર્જના ઉઠી હતી અને દૈત્ય પત્નીઓના ગર્ભો પડી ગયા હતાં.(14)

રક્ષત્વસૌ માધ્વનિ યજ્ઞકલ્પઃ સ્વદંષ્ટ્રયોન્નીતધરો વરાહઃ। રામોઽદ્રિકૂટેષ્વથ વિપ્રવાસે સલક્ષ્મણોસ્વ્યાદ્ ભરતાગ્રજોસ્સ્માન્ ॥15॥

પોતાની દાઢ વડે પૃથ્વીને ધારણ કરનાર અને યજ્ઞોરૂપી અવ્યવ વાળા વરાહ ભગવાન માર્ગમાં રક્ષા કરજો. પર્વતોના શિખરો ઉપર પરશુરામ અને પ્રવાસમાં ભરતના મોટા ભાઈ રામચંદ્રજી લક્ષમણ સહિત મારી રક્ષા કરજો.(15)


મામુગ્રધર્માદખિલાત્ પ્રમાદાન્નારાયણઃ પાતુ નરશ્ચ હાસાત્। દત્તસ્ત્વયોગાદથ યોગનાથઃ પાયાદ્ ગુણેશઃ કપિલઃ કર્મબંધાત્ ॥16॥

મારણ-મોહન આદિ ભયંકર અભિચારો અને ગફલતમાંથી નારાયણ રક્ષા કરજો. ગર્વથી નર ભગવાન, યોગ ભ્રંશથી યોગેશ્વર દત્તાત્રેય અને ગુણોના સ્વામી કપિલદેવજી કર્મના બંધનથી રક્ષા કરજો.(16)


સનત્કુમારો વતુ કામદેવાદ્ધયશીર્ષા માં પથિ દેવહેલનાત્। દેવર્ષિવર્યઃ પુરૂષાર્ચનાંતરાત્ કૂર્મો હરિર્માં નિરયાદશેષાત્ ॥17॥

ભગવાન સનતકુમારો કામદેવથી રક્ષા કરજો અને માર્ગમાં દેવોને નમસ્કાર ન કરવા રૂપી અપરાધથી હયગ્રીવ ભગવાન રક્ષા કરજો. નારદજી સેવામાં થતા અપરાધોથી રક્ષા કરજો.સર્વ પ્રકારના નરકથી કચ્છપાવતાર ભગવાન મારી રક્ષા કરજો.(17)

ધન્વંતરિર્ભગવાન્ પાત્વપથ્યાદ્ દ્વંદ્વાદ્ ભયાદૃષભો નિર્જિતાત્મા। યજ્ઞશ્ચ લોકાદવતાજ્જનાંતાદ્ બલો ગણાત્ ક્રોધવશાદહીંદ્રઃ ॥18॥

દ્વૈપાયનો ભગવાનપ્રબોધાદ્ બુદ્ધસ્તુ પાખંડગણાત્ પ્રમાદાત્। કલ્કિઃ કલે કાલમલાત્ પ્રપાતુ ધર્માવનાયોરૂકૃતાવતારઃ ॥19॥

અજ્ઞાનથી વેદવ્યાસ ભગવાન, પાંખડીઓથી અને પ્રમાદથી બુદ્ધાવતાર અને ધર્મ રક્ષાને માટે મહાન અવતાર ધારણ કરવાવાળા ભગવાન કલ્કિ પાપબહુલ કાલિકાલના દોષોથી મારી રક્ષા કરજો.(19)


માં કેશવો ગદયા પ્રાતરવ્યાદ્ ગોવિંદ આસંગવમાત્તવેણુઃ। નારાયણ પ્રાહ્ણ ઉદાત્તશક્તિર્મધ્યંદિને વિષ્ણુરરીંદ્રપાણિઃ ॥20॥

સવારમાં ગદાથી ભગવાન કેશવ, વેણુધારી ગોવિંદ ભગવાન થોડો દિવસ ચઢી આવે ત્યારે, બરછી-ધારી નારાયણ પૂર્વાહન કાળમાં અને ભગવાન વિષ્ણુ ચક્રરાજ સુદર્શન લાઇ મધ્યાહન કાળમાં રક્ષા કરજો.(20)
દેવોસ્પરાહ્ણે મધુહોગ્રધન્વા સાયં ત્રિધામાવતુ માધવો મામ્। દોષે હૃષીકેશ ઉતાર્ધરાત્રે નિશીથ એકોસ્વતુ પદ્મનાભઃ ॥21॥

ઉગ્ર ધનુષ્ય ધારી મધુસુદન ભગવાન ત્રીજા પહોરે બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા માધવ ભગવાન સાયનકાળે, સૂર્યાસ્ત પછી હ્યષીકેશ અને મધરાતે તથા મધરાત પહેલા એકલા પદ્મનાભ ભગવાન રક્ષા કરજો.(21)



*****************

Sunday, 18 January 2026

શિક્ષણજગતના તેજસ્વી સિતારા: શ્રી યોગેશકુમાર પંડ્યાની ગૌરવશાળી મજલ

શિક્ષણજગતના તેજસ્વી સિતારા: શ્રી યોગેશકુમાર પંડ્યાની ગૌરવશાળી મજલ


શિક્ષક એ માત્ર પાઠ્યપુસ્તકનો પાઠ ભણાવનાર નથી, પરંતુ વિદ્યાર્થીઓના જીવનમાં સંસ્કાર, શિસ્ત, સ્ફૂર્તિ અને સર્જનાત્મકતાનું બીજ વાવનાર દીવો છે. એવા જ એક દીવાદાંડી સમાન વ્યક્તિત્વ છે — શ્રી યોગેશકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા, ઉપશિક્ષક, શ્રી બાંઠીવાડા જૂથ પ્રાથમિક શાળા, મેઘરજ તાલુકાના અરવલ્લી જિલ્લામાં.


"શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" – આ ઉક્તિને સાર્થક કરતા શ્રી યોગેશ પંડ્યા, એક કર્મઠ શિક્ષકે આજે શિક્ષણ જગતમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. 


આપણે વાત કરી રહ્યા છીએ શ્રીબાંઠીવાડા જૂથ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક શ્રી યોગેશકુમાર નરેન્દ્રભાઈ પંડ્યા વિશે.

 ° શિક્ષણ, સેવા અને સંસ્કારોનો સેતુ: 

   શ્રી યોગેશ પંડ્યા, એક સ્વાતંત્ર્ય સેનાનીના પૌત્ર. જેમની રગોમાં દેશપ્રેમ અને રાષ્ટ્ર સેવાનું રક્ત દોડી રહ્યું છે. પિતાશ્રી સ્વ. નરેન્દ્રભાઈ પંડ્યા પણ એક શ્રેષ્ઠ શિક્ષક હતા. લોકસેવક હતા. માતા પણ શ્રેષ્ઠ શિક્ષક હતા. માતાના ગર્ભમાંથી જ યોગેશભાઈએ શિક્ષક બનવાના સંસ્કારો કેળવી લીધા હતા કારણકે યોગેશ પંડ્યા જ્યારે માતા હરીશબાળાના ગર્ભમાં હતા ત્યારે માતાએ પ્રાથમિક શિક્ષક તાલીમનો અભ્યાસ મેળવ્યો હતો. માતા પિતા પણ એક આદર્શ શિક્ષક દંપતિ હતા. માતાપિતાએ આજીવન શિક્ષણ અને સેવાના કાર્યો કર્યા છે. યોગેશ પંડ્યાના માતા કે જેઓ સંગીત દ્વારા શિક્ષણના હિમાયતી અને આકાશવાણી કલાકાર હતા. માતાપિતાના સંસ્કારોને સાથે લઈને ચાલનાર શ્રી યોગેશ પંડ્યા માટે આવા સદગુણો સહજ છે. 



 ° ૨૪ વર્ષનું અવિરત જ્ઞાનતપ:- 

     છેલ્લા ૨૪ વર્ષથી શાળામાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સ્થિર રહીને બાળકોના ભવિષ્યને કંડારવું એ આજના સમયમાં ખૂબ જ વિરલ ઘટના છે. શ્રી યોગેશકુમારે બાંઠીવાડા પ્રાથમિક શાળાને માત્ર પોતાની નોકરીનું સ્થળ નહીં, પણ પોતાની કર્મભૂમિ બનાવી છે. ૨૪ વર્ષની આ દીર્ઘકાલીન સેવા દરમિયાન તેમણે હજારો વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો ઉજાસ પાથર્યો બાળકોનો પ્રેમ જીતીને બાળકોના હૃદય સુધી પહોંચ્યા છે. બાળકોની સાથે ગાવુ, ખાવુ, રમવુ ભણવુ - ભણાવવુ અને શીખવુ - શીખવવું અને બાળદેવો સાથે લીન રહેવું. “ મને જે આવડે છે તે મારા બાળકોને આવડવું જ જોઈએ, જે મને ઓછું ફાવે છે તે પણ હું શીખીને મારા બાળકોને પ્રવીણ બનાવીશ. “ આ વિધાન સાર્થક કરવા સતત મથતાં રહે છે. 


 ° બહુમુખી પ્રતિભાના સ્વામી:- 

કોઈએક વિશિષ્ટ પ્રતિભા સાથે પ્રતિભાશાળી હોવું એ ઈશ્વરની વિશિષ્ટ ભેટ છે જ્યારે બહુમુખી પ્રતિભાના સ્વામી હોવું એ ઈશ્વરની આપણી સાથેની સતત હાજરી છે. 

શ્રી યોગેશભાઈ માત્ર પાઠ્યપુસ્તકો પૂરતા મર્યાદિત શિક્ષક નથી, પણ તેઓ એક સાચા 'કેળવણીકાર' છે. તેમની પ્રતિભાના અનેક પાસાઓ છે: જેમકે, 

રમતગમત અને યોગ: વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે તેઓ હંમેશા કાર્યરત રહે છે.

કલા અને સંગીત: ગીત, સંગીત અને કલાના માધ્યમથી શિક્ષણને રસપ્રદ બનાવવાની તેમની કળા અજોડ છે. બાળકોને સંગીત દ્વારા શિક્ષણના હિમાયતી છે. 

વિજ્ઞાન અને ગણિત: જટિલ વિષયોને પ્રવૃત્તિઓ દ્વારા સરળ બનાવી બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવો એ તેમની ખાસિયત છે. 

જાદુ કલાના પ્રયોગો: 

        બાળકોને આશ્ચર્ય સાથે શિક્ષણ આપવા માટે તેઓ જાદુના પ્રયોગોનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરે છે. સાથે સાથે ગામડાઓમાં પ્રચલિત અંધશ્રદ્ધાઓને જાદુના ખેલ દ્વારા દૂર કરવાનો પ્રયત્ન કરી દરેકની સાથે જોડાયેલું વિજ્ઞાન છે જેની યોગ્ય સમજ આપે છે. 


 ° સફળતાના શિખરો: 

     એવોર્ડની હેટ્રિક….

      તેમની નિષ્ઠા અને મહેનતની સુવાસ છેક ગાંધીનગર અને ચિત્રકૂટ સુધી પહોંચી છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેમને મળેલા સન્માન તેમની શ્રેષ્ઠતાની સાબિતી પૂરી પાડે છે:

વર્ષ ૨૦૨૩: તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.
વર્ષ ૨૦૨૪: જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ.
વર્ષ ૨૦૨૬: 'ચિત્રકૂટ એવોર્ડ’ 

       ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬ના પવિત્ર દિવસે પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુના હસ્તે 'ચિત્રકૂટ એવોર્ડ' આપીને તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. પૂજ્ય બાપુના હસ્તે મળેલો આ એવોર્ડ માત્ર યોગેશભાઈ માટે જ નહીં, પણ સમગ્ર અરવલ્લી જિલ્લા અને શિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ છે. 2026નો આ ચિત્રકૂટ એવોર્ડ તેમની સફળતાની હેટ્રિક સમાન છે.


 ° આદર્શ દંપતી અને સહયોગી જીવનસાથી:

    કહેવાય છે કે ' દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.' યોગેશભાઈના કિસ્સામાં તેમના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન જોશી તેમના પડછાયા બનીને ઊભા રહ્યા છે. ભાવનાબેન પણ એ જ શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને યોગેશભાઈની દરેક શૈક્ષણિક અને સામાજિક પ્રવૃત્તિમાં ખભેખભા મિલાવીને સાથ આપે છે. આ દંપતી ખરા અર્થમાં 'શિક્ષક દંપતી'નો આદર્શ પૂરો પાડે છે.


° અન્ય સિદ્ધિઓ: 

  શ્રી યોગેશ પંડ્યા, તેઓના વિસ્તારના પ્રસિદ્ધ યોગી છે. દર વર્ષે યોગ દિવસે તેઓના સાનિધ્યમાં આખું મેઘરજ ગામ યોગ કરવા આવે છે.

સાથે સાથે તેઓ એક સારા ક્રિકેટર પણ છે. તેમના જિલ્લાની ટીમમાં તેઓ પૂર્વ કેપ્ટન તરીકે કામ કરતા હતા. તેઓના નેતૃત્વ હેઠળ અનેક વખત ટીમ વિજેતા બનેલ છે.

      શિક્ષણ ક્ષેત્રે તેઓએ ચાલુ વર્ષે ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે ' ગિજુભાઈ બધેકા અને NET 2020 ‘ વિષય પર રિસર્ચ પેપર રજૂ કરી નૅશનલ કોન્ફરન્સમા ભાગ લીધો હતો. શિક્ષણમાં તેઓએ ક્રિયાત્મક સંશોધનો પણ કર્યા છે.

ભાષા વિષય શિક્ષક તરીકેની તેઓની કાબેલિયતને લીધે તેઓશ્રી આર. પી. ની રાજ્ય કક્ષાની તાલીમોમાં જઈ માસ્ટર ટ્રેનર્સ તૈયાર કરે છે. 

ગીત સંગીતના શોખીન શ્રી યોગેશ પંડ્યાની યુ ટ્યૂબ ચેનલ પર તેઓના અનેક ગીતો ગાયેલા છે. બાળકો સાથે ગાયેલી કવિતાઓ, પ્રાર્થનાઓ અને ભજનો પણ છે. સ્ટાર મેકર પર 6000 કરતાં વધારે ગીતો ગાયેલા છે. 

માતા પિતા તરફથી મળેલ ધાર્મિક સંસ્કારોની ગરિમા જાળવી રાખનાર, યોગેશ પંડ્યા મેઘરજ ગામમાં, પોલીસ સ્ટેશન થતી નવરાત્રી દરમિયાન માતાજીની સ્તુતિ અને આરતી ગાન છેલ્લા વીસેક વર્ષથી કરે છે. 


  યોગેશકુમાર પંડ્યાએ પોતાની કર્તવ્યનિષ્ઠાથી બાંઠીવાડા ગામ અને શાળાનું નામ આખા ગુજરાતમાં રોશન કર્યું છે. તેમની આ સફર આવનારા અનેક યુવાન શિક્ષકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શિક્ષણ પ્રત્યેનું તેમનું આ સમર્પણ અવિરત ચાલતું રહે તેવી અનેક શુભેચ્છાઓ!

શ્રી યોગેશકુમાર પંડ્યાને ચિત્રકૂટ એવોર્ડ બદલ ખૂબ ખૂબ અભિનંદન!

Thursday, 9 October 2025

જરૂરિયાત એ સંશોધનની માતા છે




જરૂરિયાત એ સંશોધનની માતા છે

ઘણાં સમયથી સાચવીને રાખેલી આ ક્લિક કે જેના વિશે ઘણું કહી શકાય. બપોરનો સમય હતો. ઉનાળાનો બપોર. જમીને કારીગર વર્ગ આરામ કરે. તાપમાં કામ ન કરે પણ આરામમાં કંઈકને કંઈક કર્યા કરે. સૂવે નહીં. શાળામાં આમ તો બેસવાની ઘણી જગ્યા પણ ક્લાસ ચાલુ હોઈ આ લોકો મેદાનમાં ઝાડને છાંયડે બેસે. ખુરશીની જગ્યાએ કરેલો ઉપયોગ જોઈને મારા ઉપરના ક્લાસ માંથી ક્લિક કરેલી. આમ તો પરમિશન વગર ન લેવી જોઈએ પણ, આવો સીન ફરી ક્યાં, ક્યારે પણ દ્રશ્યમાન થઈ શકે તેમ ન હતો એટલે હિંમત કરીને ફોટો લઈ લીધો. ફોટો લીધા પછી આજે આશરે 4 વર્ષ પછી લખવાનો મેળ પડ્યો. એમાંય ફોટો ગેલેરી ફુલ થઈ ગઈ હોવાથી બધા નકામા ફોટા ડિલીટ કર્યા અને આને ભૂલથી ડિલીટ ન થાય તે માટે આજે કામ શરૂ કર્યું.

     
    માનવ ઇતિહાસમાં અનેક પ્રગતિ અને શોધો થઈ છે, જેની પાછળ એક મુખ્ય પ્રેરક બળ રહેલું છે, અને તે છે: જરૂરિયાત. આ સદીઓ જૂની કહેવત સાબિત કરે છે કે જ્યારે મનુષ્યને કોઈ વસ્તુની કે કોઈ સમસ્યાના ઉકેલની સખત જરૂર પડે છે, ત્યારે તેનું મગજ સૌથી વધુ સક્રિય થાય છે અને તે નવીન વિચારો તથા સંશોધનો તરફ દોરાય છે.

સંશોધનનો જન્મ:- 

જરૂરિયાત એ માત્ર કોઈ ઈચ્છા નથી, પરંતુ તે એક એવી મજબૂરી છે જે વ્યક્તિને બેસી રહેવા દેતી નથી. જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે છે અથવા કોઈ ઉણપ વર્તાય છે, ત્યારે તેને દૂર કરવા માટે માનવીય મન જિજ્ઞાસા અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરે છે.

પ્રાચીન ઉદાહરણો:- આદિમાનવે જ્યારે પોતાની સુરક્ષા અને ખોરાક માટે ભટકવું પડ્યું, ત્યારે તેને હથિયારો અને આગની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાતે પથ્થરોમાંથી ધારદાર હથિયારો બનાવવાની અને આગ પ્રગટાવવાની શોધ તરફ દોરી. વસવાટ માટેની જરૂરિયાતમાંથી ઘર અને રહેઠાણનો વિચાર આવ્યો. ખેતી અને પરિવહનની જરૂરિયાતે ચક્ર ની શોધ કરાવી, જે આજે પણ સૌથી મહાન શોધોમાંની એક ગણાય છે.

આધુનિક ઉદાહરણો: - જ્યારે લાંબા અંતરનો સંદેશો ઝડપથી પહોંચાડવાની જરૂર પડી, ત્યારે ટેલિફોન અને વાયરલેસ કમ્યુનિકેશન ની શોધ થઈ. અંધકારને દૂર કરવાની જરૂરિયાતમાંથી બલ્બની શોધ થઈ. રોગો અને મહામારી સામે લડવાની જરૂરિયાતે પેનિસિલિન જેવી દવાઓ અને અદ્યતન તબીબી ઉપકરણોના સંશોધનને જન્મ આપ્યો.

સમસ્યા એ જ મોકો

દરેક સમસ્યા પોતાની સાથે સંશોધનનો મોકો લઈને આવે છે. મનુષ્યનો સ્વભાવ છે કે તે ઓછા પ્રયાસમાં વધુ સારું પરિણામ મેળવવા માંગે છે. આ આળસ પણ એક રીતે જરૂરિયાત બની રહે છે. કપડાં ધોવાનો સમય બચાવવાની જરૂરિયાતે વોશિંગ મશીન બનાવડાવ્યું, અને લાંબી મુસાફરીનો સમય ઘટાડવાની જરૂરિયાતમાંથી એરોપ્લેન ની શોધ થઈ.
આજના ડિજિટલ યુગ માં પણ આ સિદ્ધાંત એટલો જ લાગુ પડે છે. માહિતીને ઝડપથી સંગ્રહ કરવા, વહેંચવા અને તેની પ્રક્રિયા કરવા માટેની જરૂરિયાતમાંથી જ કોમ્પ્યુટર , ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવાં અદ્ભુત સંશોધનો થયાં છે. કોરોના મહામારી દરમિયાન વેક્સિનની તાત્કાલિક જરૂરિયાત હતી, જેના પરિણામે દુનિયાભરના વૈજ્ઞાનિકોએ રેકોર્ડ સમયમાં રસીઓનું સંશોધન કર્યું.

આમ, 'જરૂરિયાત એ સંશોધનની માતા છે' એ માત્ર એક કહેવત નથી, પરંતુ તે માનવ વિકાસના ઇતિહાસનું કેન્દ્રીય સત્ય છે. જરૂરિયાત વ્યક્તિને પડકારોનો સામનો કરવા, સર્જનાત્મક રીતે વિચારવા અને નવા ઉકેલો શોધવા માટે પ્રેરિત કરે છે. જ્યાં સુધી મનુષ્યને જીવનમાં સમસ્યાઓ, ઉણપ કે લક્ષ્યો હશે, ત્યાં સુધી સંશોધનની પ્રક્રિયા ચાલુ રહેશે અને દુનિયામાં નવા-નવા આવિષ્કારો થતા રહેશે. જરૂરિયાત જ આપણને ભૂતકાળમાંથી શીખીને ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવાની પ્રેરણા આપે છે.

Saturday, 23 August 2025

મારી શાળા, મારી કર્મભુમિ એ જ મારું બદ્રીનાથ - કેદારનાથધામ 🌹🙏🌹



23/8/2024 ને શુક્રવાર થી 23/8/25 ને શનિવાર સુધીની એક વર્ષની સફર આ શાળામાં. 

ન. પ્રા. શાળા નંબર 33, ભાઈકાકા નગર, બાકરોલ આણંદ.

આજરોજ 23/8/2025 ને શનિવારે આ શાળામાં એક વર્ષ પૂર્ણ થયું.

    શ્રાવણ માસ, પુષ્કળ વરસાદ. ઓર્ડર મળ્યા પછી ઘણાં દિવસ પછી હાજર થઈ. મારી સાથે ગાયત્રીબેન, નિશા, દેવાંશી હતાં. હું હાજર થઈ, સહી કરી તરત જ પાછી ધોળાકુવા ગઈ. ત્યાં બધાં સાથે જમવાનો છેલ્લો દિવસ હતો. ધોળાકુવા માં બધાં જ ઉદાસ હતા. હું પણ. કારણકે પહેલા મારે 33 નંબરમાં આવવું હતું પણ પછી, ઈચ્છા ઓછી હતી.

   માગેલું મોડું મોડું મળ્યું તો ખરું જ. એક બાજુ આનંદ તો હતો જ. બીજી તરફ મનમાં કંઈ ગોઠતું ન હતું. 

    બીજો દિવસ એટલે શનિવાર. ખૂબ જ વરસાદ. સી. આર. સી. બ્રિજપાલભાઈ મારા વર્ગની મુલાકાતે આવ્યા. ખૂબ અંધારેલો વરસાદ. અંધારિયો રૂમ. વર્ગખંડમાં બાળકોથી અપરિચિત. શ્રીબ્રિજપાલભાઈ સાથે, 
શાબ્દિક મૌન છતાં ભાવોની ઘણી આપલે થઈ. મારું પોતાનું સ્વજન આવ્યાની લાગણી અનુભવી.. વધુ કંઈ બોલી શકાય તેમ ન હતું કારણકે આંખો અને હૃદય આંસુઓથી ભરપૂર હતાં. છલકાતાં વાર લાગે તેમ ન હતી. થોડીવાર પછી મારાથી આટલું જ બોલી શકાયું, “ ગઈકાલે હાજર થઈ. “ શ્રી બ્રિજપાલભાઈએ બાળકો સાથે થોડીઘણી વાતો કરી. વર્ગખંડ બહાર નીકળતાં નીકળતાં બોલ્યા, ' સામેના બિલ્ડિંગમાં ઉપરના માળે બે રૂમો ખાલી છે, તેમાંથી એક તમે લઈ લેજો. ' મેં હકારમાં ફક્ત ડોકું ધુણાવ્યું. 

    સ્ટાફમાં શ્રી નીલાબેન સાથે થોડો વધારે પરિચય. તાલીમોમાં મળવાને કારણે. થોડુંઘણું આચાર્યશ્રી રજનીકાંત સાહેબને ઓળખુ. ભાર્ગવભાઈને અને મહેજબીનને નામથી ઓળખું, ઝાઝો પરિચય નહીં. બાકી આખો સ્ટાફ મારા માટે બિલકુલ નવો. 

  વર્ગખંડમા શ્રીનીલાબેન સાથે. શરૂઆતમાં બધું જ નવું. વારંવારની બદલાતી શાળાઓમાં સેટ થઈને રહેવુ એ જ મારા માટે કપરું કામ. આકરી કસોટી. એ જ રીતે આ શાળામાં પણ સ્ટાફ, શાળા, બાળકો અને અન્ય બધી રીતે બધાં સાથે સેટ થઈને રહેવા માટે ખૂબ પ્રયત્ન કર્યો. ખાસ કરીને બાળકો સાથે કામ કરવું ખૂબ અઘરું લાગ્યું. બાળકો હોશિયાર ઘણાં પણ ખૂબ જ ચંચળ. વધારે પડતાં ચંચળ. મારાથી મોટેથી બોલી શકાય નહીં વર્ગમાં શાંતિ રાખે નહીં. કાનની તકલીફ એટલે અવાજ સહન થાય નહીં. ધીરે ધીરે અકળામણ વધતી ગઈ. ગુસ્સો વધતો ગયો. ઘણી વખત બધી અકળામણ નીકળી જાય. 

 બાળકો, શાળા પરિવાર અને બીજી અન્ય રીતે અનુકૂળ થવાનો ખૂબ પ્રયત્ન કર્યો. ખાસ બાળકોને કઈ રીતે સમજાવવા? શું કરવું? શું કરું તો બાળકો મારા બાળકો આદર્શ બાળકો બને.

     હવે મારી કસોટી શરૂ થઈ. દીવા સ્વપ્ન, તોત્તોચાન, પોલીએના, સમરહીલ જેવાં અનેક બાળ માનસને ઉપયોગી એવાં ઘણાં પુસ્તકો વાંચેલા જેનો ઉપયોગ હવે કરવાનો સમય આવ્યો. 

     મનમાં થયું, “ પીપુડાં તો સૌ કોઈ વગાડે, સાંબેલા વગાડે તે ખરું!!! ' 

   હવે ખરા ખરીને સમય આવી ગયો છે. આમાંથી પાર ઉતરવું જ રહ્યું. 

 એમ પણ હું ક્યાં હાર માનું એમ છું ? થોડાક જ વર્ષોની મહેનત ને ? પછી કાયમ શાંતિ!!! એવું વિચારી……
મન મનાવી લીધું. 

   વાર્ષિક પરીક્ષા બાદ પેપર તપાસવા વિમલભાઈના રૂમમાં બેઠેલી. હું, ભાર્ગવભાઈ, વિમલભાઈ, મહેજબીન અને વચ્ચે વચ્ચે દક્ષાબેન અને પિનલબેન આવીને મળી ગયા. ભાર્ગવભાઈ સાથે મારે કુંડલીની વાત થઈ. ભાર્ગવભાઈ જ્યોતિષ જાણે છે તે જાણી આનંદ થયો. ભાર્ગવભાઈની વાતોમાં ઘણો રસ પડે. જાણકારી મળી. 

  ધીરે ધીરે નીલાબેન અને ભાર્ગવભાઈ સાથે વધુ ને વધુ પરિચય થયો. બંને સાથે ઘણું સારું લાગ્યું. બંને શિવ ભક્તો. અમે સૌ એક પંથના પ્રવાસી!!!

  આમ તો, અંતે આ ઉત્તમ માર્ગે બધાએ આવવાનું જ હોય છે. દરેકનો સમય નક્કી હોય છે. 

     આખો સ્ટાફ સરસ. ખૂબ મળતાવડો અને પ્રેમાળ. એકમેકને હંમેશા પરસ્પર સહયોગ કરે. ખૂબ ખેલદિલી સાથે રહે. 

આચાર્યશ્રી રજનીકાંત સાહેબ ખૂબ ઉત્સાહી અને હોંશિયાર. સ્ટાફને એક સુત્રતાના તાંતણે બાંધીને સૌને સૌ સૌની યોગ્યતા અને રસ મુજબનું કામ આપે. દરેકને સરખી રીતે સાચવી સૌના મન સાચવવામાં માહેર. બાળકોના અભ્યાસ માટે સતત ચિંતિત. શાળા અને શાળા વિકાસ માટે તત્પર. શાળા અને શાળાના બાળકો આગળ વધે પ્રગતિ કરે તે જ ઝંખના. 

શાળા પરિસર, આસપાસનું પર્યાવરણ રમણીય. વાલીગણ ખૂબ સહયોગી. 

  મારી શાળાની ભૂમિ અતિશય પવિત્ર. ખૂબ જ ઉર્જાવાન અને હકારાત્મક તરંગો જો ઝીલી શકાય તો આ ભૂમિ એક તીર્થભૂમિ, તપોભૂમિ અને ગુરુકુળથી કમ નથી. સવાર સવારમાં દિવ્ય વાતાવરણથી આ ગુરુકુળ મહેંકી ઉઠે. ઠંડો ઠંડો પવન, આદિત્ય રશ્મિઓથી વીંટળાયેલું શાળા પરિસર, પંખીઓના મીઠાં ગાન, ખીલેલા પુષ્પો અને લીલાછમ વૃક્ષો જાણે બ્રહ્મ વેળાની સ્તુતિ કરતાં હોય તેવાં જણાય!!!! આ ઉર્જા ખૂબ અનુભવાઈ ત્યારથી આ શાળા પ્રત્યેનો લગાવ વધ્યો. હવે થોડુંઘણું સમજાવવા લાગ્યું કે હું અહીં શા માટે ? 

    શા માટે બદ્રીનાથ ધામ કહ્યું? 

 ખૂબ જ પાવરફુલ ઉર્જા. અહીં લીધેલા સંકલ્પો તરત સિદ્ધ થાય. ઓછી સુવિધાઓ અને વધુ ઉર્જાવાન ભૂમિ એટલે બદ્રીનાથ ધામ. તમામ દાન અને રૂપિયા શાળાના બાળકોના અભ્યાસ અર્થે વપરાય. કદાચ ભૌતિક સુવિધાઓ ઓછી હોય તો ચાલે પણ વિધાભ્યાસમાં કચાસ ન રહેવી જોઈએ તેવી બળવત્તર 
ભાવના સાથે કામ કરી રહેલા શાળાના આચાર્યશ્રી.

  શાળાના આચાર્યશ્રી બાળકો માટે જ દાન એકઠું કરે. તેઓશ્રીના અથાક પ્રયાસોથી એક અનોખુ કાર્ય હાથ ધરાયું છે જે એ કે, દર વર્ષે ધોરણ 8 માં પ્રથમ નંબર મેળવનાર વિધાર્થીને 51000/- રૂપિયા રોકડા અને ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીને ચાંદીના સિક્કા વાળો મેડલ!!!!! 🥇 🏅 

    
        દરેક શાળા અને શાળા પરિવાર કોઈને કોઈ રીતે વિશિષ્ટ હોય છે. દરેકની કામ કરવાની આવડત અને સૂઝ અલગ અલગ હોય છે. ઘણું બધું શીખવા મળ્યું. ઘણાં સારા મિત્રો મેળવ્યા. એક એક વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ આપણને કંઈકને કંઈક શીખવી જાય છે. એમ અહીં પણ છે. 

  આજે એક વર્ષ ખૂબ આનંદ સાથે પૂર્ણ થયું. 


જે મળ્યું છે તે બહેતર છે.
જે છે તે મારા માટે સારુ છે. 
जो प्राप्त हे, वह पर्याप्त है। 

ઈશ્વરે અહીં કેવો રોલ ભજવવા માટે મોકલી છે તે તો તે જ જાણે. ઈશ્વરના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી હંમેશની જેમ કાર્ય કરતી રહું એ જ અભ્યર્થના. 








 

  

  




Wednesday, 13 August 2025

દુર્વા




દુર્વા પરણીને સાસરે આવી. સાસરિયા ખૂબ રૂઢિચુસ્ત વિચારો ધરાવે. દુર્વા હજુ માંડ અઢાર વર્ષની થઈ હતી. કાલ સુધી તો ઢીંગલીને પોતિયા પહેરાવતી હતી. હજુ બાળપણનો થનગનાટ દુર્વામાં હતો. પિયરમાં લાડ કોડમાં ઉછરેલી દુર્વા અહીં ઘરના કામ અને સાસરિયાની સેવામાં ગૂંથાયેલી રહેતી. કદી ન કરેલાં કામો ધીરે ધીરે દુર્વાને આવડી ગયાં. 

 એકાદ વર્ષમાં દુર્વાના પતિ શુભમને પાસેના જિલ્લામાં સરકારી નોકરી મળતાં , દુર્વા અને શુભમ ગામડે રહેવા ગયા.  શુભમ આખો દિવસ નોકરીએ જાય ત્યારે દુર્વા રસોઈ પાણી પરવારીને વાંચવાં બેસે. એક જ રૂમનું ઘર. ઘરમાં પ્રવેશ દ્વારની એક બાજુએ નાનું રસોડું. એક રૂમમાં ટી. વી., કબાટ, અને પલંગ. પલંગ બારી પાસે ગોઠવેલો હતો. દુર્વા આખો દિવસ પલંગ પર નાની બારીના પ્રકાશમાં પુસ્તકો વાંચ્યા કરે. તેના ઘરની આજુબાજુ ઢોર ઢાંખર વાળા ઘરો. બધાં આખો દિવસ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. થોડા સમય પછી ધીરે ધીરે પડોશીઓ સાથે પરિચય કેળવાયો. દુર્વા ક્યારેક ક્યારેક પડોશીઓ જોડે બેસતી. દુર્વાનો સ્વભાવ જ એવો કે બધાંને દુર્વા ગમે અને દુર્વાને પણ બધાં ગમે. આ ગામડામાં સ્ત્રીઓ તમાકુનું વ્યસન કરે. તમાકુ વાળી સોપારી ખાય અને એકબીજાને પણ ખવડાવે. દુર્વાને પણ આ લોકોએ ખૂબ આગ્રહ કરી કરીને તમાકુ વાળી સોપારી ખાવાની ટેવ પાડી દીધી. ઘણાં સમય સુધી આમ ચાલ્યું. શુભમ આ વાતથી બિલકુલ અજાણ હતો. ડરની મારી દુર્વા શુભમને કંઈ કહેતી નહીં. થોડાં વર્ષો પછી શુભમની બદલી પાસેના શહેરમાં થઈ ગઈ. દુર્વા અને શુભમ શહેરમાં રહેવા ગયા. દુર્વાની સખીઓ છૂટી પણ વ્યસન ન છૂટ્યું. હવે દુર્વાને તમાકુ વિના ચાલે જ નહીં. સવારે ઊઠીને તમાકુ વાળી સોપારી લે તો જ પેટ સાફ થાય. દુર્વા હવે છાનીમાની શુભમના તમાકુ વાળા મસાલા માંથી થોડી સોપારી લે. ઘણીવાર શુભમ ખાતો હોય તો માંગી ને પણ લે. શુભમને દુર્વાની લત વિશે જાણ થઈ ગઈ. હવે શુભમને મન ન હોવા છતાં, ડબલ તમાકુ વાળા માવા મસાલા ખરીદવા પડે. બહુ પ્રયત્નો અને સમજાવટ છતાં પણ દુર્વાની લત ન છૂટી. 

    દુર્વા એક સંસ્કારી બ્રાહ્મણ પરિવારની દિકરી હતી . તેના પપ્પા વેદોક્ત પંડિત. તેની માતા પણ ધાર્મિક વૃત્તિ ધરાવે. દુર્વા ગર્ભમાંથી જ સંસ્કાર શ્રીમંત હતી. આધ્યાત્મિક વાતો, વિચારો અને વાંચન દુર્વાના રસના વિષયો હતાં. ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન ધરાવતી દુર્વાનું ચુંબકીય વ્યક્તિત્વ હતું. દુર્વા દરેક જ્ઞાની વ્યક્તિ સાથે ખૂબ ઊંડાણ પૂર્વકની ચર્ચા કરી શકે. દુર્વા આધ્યાત્મિક વાતો અને મનની શક્તિ  વિશે ખૂબ જાણે. એવાં પુસ્તકો વાંચે, વિડિયો સાંભળે અને મિત્રો સાથે ચર્ચામાંથી જ્ઞાન પ્રાપ્ત કરે. દુર્વાનો સ્વભાવ ખૂબ જ સરળ અને મળતાવડો હતો. દરેકની સાથે પ્રેમથી વાતો કરે અને સૌને મદદ કરે. 

   શુભમ અને દુર્વા બંનેએ ખૂબ પ્રયત્નો કર્યા પણ કેમેય કરીને દુર્વાનું વ્યસન ન છૂટે. શુભમ ખૂબ સમજાવે. દુર્વા સમજે પણ ખરી, નક્કી કરે કે નવરાત્રીથી છોડી દઈશ, શ્રાવણ માસમાં છોડી દઈશ કે પછી તેની દીકરીના જન્મ દિવસથી છોડી દઈશ કે પછી તેઓની લગ્ન તારીખથી છોડી દઈશ. દુર્વા પોતે પ્રયત્નશીલ પણ એકાદ બે દિવસ જ રહી શકે. ઘણી વખત મન મક્કમ રાખીને નવરાત્રીના નવ દિવસ વ્યસન ન કરે પાછું હતું એમનું એમ. દુર્વાને ન ગમે પણ શું થાય? દુર્વા કોઈ એવો ઉપાય શોધતી ફરે કે કાયમ માટે વ્યસન મુક્ત થઈ જવાય. શુભમ પણ કહે, “ દુર્વા આ એક વ્યસન તારા માટે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો છે. તારા જેવી સ્ત્રી આવું વ્યસન કરે તે કેવું લાગે? તને ખબર છે ? મારી સાઇટ પર કામ કરતી સ્ત્રીઓ તમાકુ વાળી સોપારી ખાય છે ! મજૂર વર્ગની સ્ત્રીઓ વ્યસની હોય છે. આ એક વ્યસન ન હોય તો તુ સર્વગુણ સંપન્ન છે. તારા જેવી જ્ઞાની સ્ત્રીઓને આ ન શોભે. “ આમ ઘણું ઘણું સમજાવે. પણ બધું જ નિરર્થક. દુર્વા કહે, ‘ સ્વામિ, હું પણ ચિંતિત છું. ( દુર્વા તેના પતિને સ્વામિ કહીને સંબોધે.) એક સમય તો એવો આવશે જ કે હું નિર્વ્યસની હોઈશ. મને વિશ્વાસ છે.’ 

   B દુર્વાની બાળપણની સખી ગાર્ગી ધ્યાન શિબિર કરવા જાય. વારંવાર દુર્વાને શિબિર કરવા આમંત્રણ આપે. દુર્વાને જવું હોય પણ ત્યાં અઠવાડિયું રહેવું પડે. ઘરે આવી ન શકાય. મૌન રાખવું પડે એટલે ફોન પર પણ વાત ન કરી શકાય. ઘરમાં નાની દીકરી શ્રેષ્ઠીને એકલી મૂકીને દુર્વાને જવું ન ગમે. દુર્વાના મમ્મી રાધાબેને પણ કહ્યું કે, ‘તારે વેકેશનમાં શિબિર કરવા જવું હોય તો જા. શ્રેષ્ઠીનીચિંતાનકરીશ.હુંબધુંસંભાળીલઈશ.’ પણ દુર્વાનો જીવ તેની દિકરી શ્રેષ્ઠીમાં વધારે. શ્રેષ્ઠી પણ મમ્મી વિના ન રહે. શુભમ તો એક અઠવાડિયાની વાત સાંભળીને જ ના પાડે. શુભમ કહે, ‘ એકાદ બે દિવસ હોય તો બરાબર છે. આટલા બધા દિવસ ન જવાય. અને હા, સાથે સાથે શુભમ એમ પણ કહે કે, ‘ વ્યસન છોડીને જા. વ્યસન સાથે કેવી રીતે સાધના કરી શકાય ?’ આમ, ઘણી બધી ઈચ્છા હોવા છતાં દુર્વા સાધના કરવા ન જઈ શકે. ઘરે રહી દુર્વા ભગવાનની ભક્તિ, પૂજા- પાઠ, ભજન અને ધ્યાન કરે. દુર્વાને ધ્યાન અને પ્રાણાયામમાં ખૂબ જ રસ રુચિ. મનની મક્કમતા સાથે દુર્વા ઘણી વખત મહિના સુધી વ્યસન ન કરે. પણ ફરી પાછુ  ચાલુ થઈ જાય. એમ કરતાં કરતાં તેની દિકરી શ્રેષ્ઠી કોલેજમાં આવી. શ્રેષ્ઠી મોટી થઈ ગઈ. શ્રેષ્ઠી સમજણી થઈ ગઈ. ઘરકામ કરતાં અને સારી રીતે ઘર સંભાળતી થઈ ગઈ. વેકેશન પડતા પહેલા સાધનાનું સમય પત્રક તૈયાર થઈને આવી જાય. આ વખતે દુર્વાએ શુભમને સાધના કરવા માટે રજા માંગી. શુભમે કહ્યું, “ વ્યસન છોડ પછી જા.’  દુર્વાએ શુભમને વચન આપ્યું કે, “ શિબિર કર્યા પછી હું આજીવન વ્યસન નહીં કરું. બસ મને જવા દો. “ દુર્વાની અતિશય ઈચ્છા હોઈ દિકરી શ્રેષ્ઠીએ પપ્પાને સમજાવ્યા. શુભમ દુર્વાને સાધના કરવા જવા દેવા તૈયાર થયા. 

    શુભમે દુર્વાની મિત્ર ગાર્ગીને ફોન કરીને કહ્યું કે, ‘ ગાર્ગી, દુર્વા આ વખતે સાધના કરવા જાય છે. મને બહુ ડર લાગે છે. દુર્વાને કંઈ થશે તો નહીં ને? દુર્વા આવી બધી બાબતોમાં ખૂબ ઊંડી ઊતરી જાય છે માટે મને તેની ચિંતા થાય છે. ‘ 

   ગાર્ગીએ કહ્યું, “ આ સાધનામાં  ઊંડા ઉતરવા જેવું કંઈ નથી. આ એક વૈજ્ઞાનિક સાધના પદ્ધતિ છે જે આપણા મનને કેળવે છે. મનુષ્યને મનનો માલિક બનાવે છે. દુર્વા પહેલેથી જ અલગ વ્યક્તિત્વ ધરાવે છે. આ સાધના તેને ખૂબ જ ઉપયોગી બની રહેશે. તમે ચિંતા ન કરો. દુર્વાને કંઈ જ નહીં થાય. ‘ 

    આજે દુર્વા ખૂબ ખુશ હતી. ઘરમાં એક અઠવાડિયું કોઈને કંઈ તકલીફ ન પડે તે મુજબનું કરિયાણું અને જરૂરી સામાન ભરી દીધો. શુભમને અને શ્રેષ્ઠીને બધું જ સમજાવી દીધું. દુર્વાને સેન્ટર પર મૂકવા બાપ દિકરી ગયા. જતાં જતાં દુર્વાએ શુભમને છેલ્લી વખત તમાકુ વાળી સોપારી ખાવાની ઈચ્છા દર્શાવી. શુભમે ના પાડી. દુર્વાએ કહ્યું, “  સ્વામિ, છેલ્લી વખત આપી દો. ફરી કદી નહીં માંગું.” શુભમે ખૂબ દુઃખ સાથે આપી. શ્રેષ્ઠી અને શુભમ દુર્વાને ઉતારીને, તેની બેગ અને સામાન દુર્વાને ફાળવેલ રૂમ પર મૂકીને થોડો સમય ત્યાં પસાર કર્યો. દુર્વાને પોતાનુ ધ્યાન રાખવા જણાવી શુભમ કઠણ હૃદયે ઘરે જવા નીકળ્યો. લગ્નના ઘણાં વર્ષો પછી આ રીતે બંને જણાં છૂટા પડ્યા. દુર્વા પણ ભારે હૃદયે સજળ નેત્રો સાથે પાછળ ફરી અને પોતાના રૂમ પર ગઈ.

    એક નાનો રૂમ. રૂમમાં એક જ વ્યક્તિ રહી શકે. રૂમમાં એક પલંગ. એક ટોયલેટ બાથરૂમ. સાથે લઈને આવેલો જરૂર પૂરતો સામાન. દુર્વાએ જોયુ અને વિચાર્યુ કે, આથી વિશેષ કંઈ જ જરૂરી નથી. નાહકનું લોકો વધારાનો સામાન ભેગો કરીને પોતાના રૂપિયા અને સમય ગુમાવે છે. દુર્વા ખુશ હતી. સાંજે છ વાગ્યે ચા નાસ્તો આપ્યો ત્યારે શ્રેષ્ઠી યાદ આવી ગઈ. ચા નાસ્તા પછી ગુરુજીનું પ્રવચન હતું. આઠ વાગ્યાથી મૌન શરૂ થવાનું હતું. મૌન પહેલા દુર્વાએ સેવિકા બહેનને મૂંઝવતા પ્રશ્નો પૂછી લીધા. 

    બીજા દિવસે સવારે ચાર વાગે ઉઠવાનો બેલ પડે. બધાં જાગી જાય છતાં પણ સેવિકા બહેન નાની ઘંટડી લઈને આવે. સવારે સાત વાગ્યા સુધી ધ્યાન કરવાનું હોય. ગુરુજીની સૂચના મુજબ ધ્યાન કરવાનું. વચ્ચે કલાકે કલાકે બેલ પડે એટલે બધાં પેશાબ પાણી કરી બેસી જાય. કેટલાક સાધકો પગ છૂટો કરવા ઊભા થાય. કેટલાક સાધકો કલાકો સુધી ઊભા જ ન થાય. 

 દુર્વા માટે બધું જ આશ્ચર્યજનક હતું પણ પૂછાય કોને? પોતાની વ્યક્તિગત મુશ્કેલીઓ સેવિકા બહેનને અને ગુરુજીને કહી શકાય. પણ નાની અને નિરર્થક વાતો માટે મૌન ન ખોલાય. 

   ચા નાસ્તો કર્યા પછી સાડા નવ વાગ્યા સુધી સ્નાન કરી કપડાં ધોઈને રૂમ સફાઈ કરીને ફરી પાછું ધ્યાનમાં બેસી જવાનું. બપોરે જમવાનો કલાક બ્રેક પડે. સાંજે ફરી ચા નાસ્તો. પણ આખા દિવસ દરમિયાન સંપૂર્ણ મૌન રાખવાનું. દુર્વાને આમ પણ ઓછું બોલવા જોઈએ એટલે મૌન દુર્વાને ગમે. રાત્રે નવ વાગે એટલે સુવા જઈ શકાય. બધાં સાધકો થોડું ચાલે અને પ્રકૃતિ માણે. દસ પછી બધાં સુવા જાય. બીજો આખો દિવસ પસાર થયો. બધાં સુઈ ગયાં. દુર્વા હજુ આંટા મારતી હતી. દુર્વાને શ્રેષ્ઠી યાદ આવી ગઈ . શુભમ યાદ આવ્યો. દુર્વા રડી પડી. મનોમન વિચારવા લાગી કે, અહીં શું કામ આવી? મેં હાથે કરીને આ સજા ભોગવી. શાંતિથી પરિવાર સાથે વેકેશન માણવાનું મૂકીને આ શું? મોડા સુધી દુર્વાને ઊંઘ ન આવી. 

     ત્રીજા દિવસે સવારે ચાર વાગે ઉઠવામાં મુશ્કેલી પડી. દુર્વાને બહુ જ ઊંઘ આવતી હતી. ઊઠીને દુર્વા ધ્યાન હૉલમાં ગઈ. ધ્યાન કરતાં કરતાં દુર્વા ઊંઘી ગઈ તે જ ખ્યાલ ન રહ્યો. થોડીવાર પછી ખબર પડી અને ફરીથી ધ્યાન શરૂ કર્યુ. આજે દુર્વાને સવારે તમાકુ વિના પેટ સાફ ન થયું.  દુર્વા ખૂબ જ અકળાઈ ગઈ. સેવિકા બહેનને ચિઠ્ઠી લખી અને ત્રિફળા ચૂર્ણ મંગાવી આપવા કહ્યું.આખો દિવસ દુર્વાએ ધ્યાન તો કર્યુ પણ મન વિનાનું ધ્યાન કર્યુ. 

 ચોથા દિવસે દુર્વાને પેટ સાફ થઈ ગયું. એમ તો આજે દુર્વા સ્વસ્થ હતી પણ મન ખૂબ ભારે લાગતું હતું. નિર્વ્યસની સાધકોને પણ તકલીફ પડે, તો દુર્વાને ખૂબ તકલીફ પડે જ એવું ગુરુજી કહેતા હતા. સળંગ બે ત્રણ દિવસ સુધી દુર્વાને પેશાબ પીળો પીળો આવવા લાગ્યો. મોં કડવું થઈ ગયું. કશું ખાવાનું ભાવે જ નહીં કે કંઈ ગમે નહીં. દુર્વાને ક્યાંય ચેન ન પડે. દુર્વા ઘરે જવાના દિવસો ગણતી હતી. દુર્વાને તમાકુ વાળી સોપારી ખાવાની તીવ્ર ઈચ્છા થતી ત્યારે તે પોતાના મનને કહેતી કે, ઘરે જઈને પહેલાં જ તમાકુ ખાઈશ. છઠ્ઠા દિવસે દુર્વાને તાવ આવી ગયો. આખું શરીર ગરમ અને માથે તાળવુ તો શરીર કરતાંય વધારે ગરમ. દુર્વાને ડર લાગી ગયો. સાંજે ગુરુજીને મળવા જવાનું વિચાર્યું. બધાં સાધકો સાધના દરમ્યાન પોતપોતાની મુશ્કેલીઓ નક્કી કરેલા સમયે ગુરુજીને જણાવે. દુર્વા સાંજે ચા નાસ્તો કર્યા પછી ગુરુજીને મળવા ગઈ. 

   દુર્વાને જોતાં જ ગુરુજીએ કહ્યું, “ બહુ કષ્ટ વેઠ્યું બેટા નહીં? “ દુર્વા રડવા જેવી થઈ ગઈ. રડમસ અવાજે દુર્વાએ કહ્યું, ‘ ગુરુજી મને તાવ છે અને માથા ઉપર તાળવુ તો પુષ્કળ ગરમ છે. મને બહુ ડર લાગે છે. મને કશું થશે તો નહીં ને ? ‘ 

   ગુરુજીએ કહ્યુ, “ નિશ્ચિંત રહો. તમને કશું જ નહીં થાય. તમે સાચી રીતે મન લગાવીને સાધના કરો છો. તાળવુ ગરમ છે તેથી ગભરાવાની જરૂર નથી. સાધનાની પ્રગતિનું સારુ લક્ષણ છે.“ 

    સાધનાની પ્રગતિ જાણી દુર્વા ખુશ થઈ ગઈ. આખી રાત ઊંઘ ન આવી. આમ પણ દુર્વા અહીં રાત્રે બરાબર ઊંઘી શકતી નહીં. બીજા દિવસે સવારે વહેલા ઊઠીને ધ્યાન કરવા ગઈ. ખૂબ સરસ ધ્યાન થયું. ચા નાસ્તા પછી અચાનક જ દુર્વાને પેટમાં અસહ્ય દુઃખાવો થયો. દુર્વા બીજા સેશનમાં ધ્યાન કરવા જઈ શકી નહીં. સેવિકા બહેન બોલાવવા આવ્યા અને કહ્યું કે, ‘ ગુરુજી બોલાવે છે. ‘ હોલમાં સાધકો ધ્યાન કરતાં હતાં. ગુરુજી પણ હોલમાં હતા. દુર્વાને બોલાવીને ગુરુજીએ પૂછ્યું, શું થાય છે ? ‘ દુર્વાને ડાયેરિયા થઈ ગયા હતા. ગુરુજીએ આજે આખો દિવસ આરામ કરવા જણાવ્યું અને સેવિકા બહેનને કલાકે કલાકે લીંબુ પાણી આપવા કહ્યું. સાંજ સુધીમાં દુર્વા એક અનોખી ચેતના અને તાજગી સાથે ધ્યાન કરવા ગઈ. ગુરુજીએ તેની હાજરી અને સ્વસ્થતાની નોંધ લીધી. આટલાં દિવસોમાં ધ્યાન થયું હતું તે કરતાં આજે દુર્વાએ ખૂબ સારી રીતે ધ્યાન કર્યુ. રાત્રે પથારીમાં પડતાં જ ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આખા અઠવાડિયાની ઊંઘ જાણે આજે પૂરી થઈ હોય તેમ લાગ્યું. છેલ્લા દિવસે મૌન ખોલવાનું હતું. દુર્વાને ઘરે જવાનો સમય આવી ગયો. દુર્વાને હજુ થોડા દિવસ રહી ધ્યાન કરવુ હતું. ગુરુજીએ જણાવ્યું કે, દુર્વા હમણાં સળંગ ધ્યાન કરી શકશે નહીં,  પણ ફરી આવે ત્યારે  સાધના કરી શકશે. દુર્વા આનંદિત હતી. દુર્વાની અંદર એક અદ્ભુત શક્તિનો સંચાર થઈ ગયો હતો. તેના તન- મનમાં થયેલ પરિવર્તનનો અહેસાસ અનુભવતી હતી. દુર્વા એકદમ ખુશ અને  તાજગીસભર હતી. છેલ્લા દિવસે બે કલાકનું ધ્યાન અને કલાક ગુરુજીનું પ્રવચન હતું. ધ્યાન બાદ ગુરુજીનું પ્રવચન, આ કલ્યાણકારી સાધના વિશે અને સાધના કાયમ ટકાવી રાખવાની ટેવ વિશેનું હતું. આ સાધના સમગ્ર સજીવ સૃષ્ટિનું મંગલ કેવી રીતે કરી શકે, તે બાબત ગુરુજીએ અદ્ભુત રીતે વર્ણવી હતી.  ગુરુજીના પ્રવચનના કિંમતી વાક્યો  સાંભળી દુર્વા આખા પ્રવચનમાં અર્ધખુલ્લી આંખે ચોધાર આંસુડે હતી. સાધનાથી તપીને દિવ્ય બનેલું દુર્વાનું તામ્રવર્ણી શરીર , ગંગા જમુનાના નીર સમા આંસુડાઓથી પવિત્ર અને મુક્ત બની ગયું હતું. એના ચહેરા ઉપર તપનું તેજ જણાઈ આવતું હતું. દુર્વા એકદમ શાંત, સ્વસ્થ, નિર્ભય અને મનની માલિક બની ગઈ હતી. દુર્વાને નવો જન્મ પ્રાપ્ત થયો હતો. જન્મ જન્માંતરના કર્મોની નિર્જરા થઈ ગઈ હતી. ગુરુજી પણ ખુશ હતા. પહેલી જ સાધના દુર્વાએ દિલથી,એક લગનથી અને કંઈક પામવાની ધગશથી કરી. બધાં જ સાધકો દુર્વાના સાધના દરમ્યાનના અનુભવો સંભાળવામાં મશગૂલ હતાં. 


Wednesday, 23 July 2025

દ્રષ્ટાભાવ અને સાક્ષીભાવસાક્ષીભાવમાં મન ઘણું શુદ્ધ થાય છે.🧘🌹🙏



દ્રષ્ટાભાવ અને સાક્ષીભાવ

સાક્ષીભાવમાં મન ઘણું શુદ્ધ થાય છે.

      સદગુરુ હાઉસિંગ નામની સોસાયટીમાં, સત્યવાન નામે એક શિસ્તબદ્ધ, સમજુ સેક્રેટરી હતા. સોસાયટીમાં વધારાના વોચમેનની જરૂર હોવાથી, કામમાં દક્ષ, એવો એક પ્રામાણિક વોચમેન તેણે નોકરીમાં રાખ્યો.

થોડા દિવસ એનું કામ જોયું પછી સત્યવાને એ વોચમેનને બીલ્ડીંગમાં આવતા-જતા માણસોની તથા આસપાસ બીજી બધી દેખરેખ રાખવાનો 'દ્રષ્ટા' તરીકેનો હોદો આપ્યો!! વોચમેન દ્રષ્ટાભાઈ તો બધુંય ધ્યાન રાખતો, આવતા-જતા માણસોની ઈનક્વાયરી તત્પરતાથી કરતો. તેનું આ દેખરેખનું કામ સોસાયટીના બધા મેમ્બરોની નજરમાં વસી ગયું!!

આમ બે વરસ થયા. એક દિવસે, સત્યવાને સોસયટીના મેમ્બરોની મિટીંગ બોલાવી, સદગુરુ સોસાયટી તરફથી તેની સારી કામગીરી બદલ, શાલ ઓઢાડી સન્માન કર્યું, પગાર વધાર્યો અને સુપરવાઈઝર તરીકે પ્રમોશન આપ્યું!!! હવે તેનું કામ બીજા આઠ વોચમેનો શું કરે છે તેનું ફક્ત સાક્ષીભાવે નિરીક્ષણ કરવાનું. એમને કશું કહેવાનું નહીં કે કશી પ્રતિક્રિયા કરવાની નહીં. આ આઠ વોચમેનોના નામ હતા; ૧) આંખ ૨) કાન ૩) નાક ૪) જીભ ૫) ચામડી ૬) હાથ ૭) પગ અને ૮) મન. એ બધા શું કરે છે તે માત્ર સાક્ષીભાવે જોવાનું. કોઈને કશું ય કહેવાનું નહી ! સારૂં-ખરાબ, ભૂલ-ચૂક, સાચું-ખોટું એવું કશું મૂલવવું નહીં અને કોઈને કશું કહેવું પણ નહીં!

થોડા વરસો પછી, સુપરવાઈઝર બનેલા તે સાક્ષીભાઈ વોચમેનને વળી એક વધારે પ્રમોશન મલ્યું. એને સદગુરુ સોસાયટીમાં જ એક ફ્લેટનો માલિક બનાવવામાં આવ્યો.

એ ચોકીદાર બીજું કોઈ નહીં પણ આપણું રાગ-દ્વેષથી રસાયેલું અશુદ્ધ મન છે. એ અશુદ્ધ મન, સદાચરણના અભ્યાસ વડે શુદ્ધ થતું થતું, ધીરે ધીરે દ્રષ્ટાભાવમાં આવે છે. પહેલાં તો ઘટમાં સાવ અંધારું હતું, ત્યાં દ્રષ્ટા આવે છે. પછી દ્રષ્ટા રોજના અભ્યાસથી એના કર્મમાં સાવધ અને પાવરધો બને છે એટલે એને સાક્ષીભાવનું પ્રમોશન મળે છે. સાક્ષીભાવમાં માત્ર જાણે, બીજું કશું કરે નહીં, આ સાચું, આ ખોટું એમ પણ બોલે નહીં, એવો મનમાં વિચાર શુદ્ધાં કરે નહીં. સૂર્ય માત્ર પ્રકાશે એની જેમ સાક્ષી. સાક્ષીભાવમાં મન ઘણું શુદ્ધ થાય છે.

પછી આગળ અભ્યાસ ચાલતો રહે છે ને અંતે સાક્ષીભાવમાં હુશિયાર, સચેત, અને સાવધ બનેલું મન ધીરે ધીરે પૂર્ણરૂપે શુદ્ધ થાય છે. આ સંપૂર્ણપણે શુદ્ધ થયેલું મન એ જ, પરમ સત્ય, આત્મા કે પછી ગમે તે નામ આપો.

આપણી કોશિશ સદાચરણના સહારે જાગી જવાની છે. રોજનો અભ્યાસ અને સદશિષ્યપણું એ આપણું કામ છે.આપણે ભાગે જમીનમાં બીજ વાવવાનું છે, અભ્યાસ રૂપે થોડી સંભાળ લેવાની છે. બાકીનું કશું જ આપણા હાથમાં નથી, બીજ આપોઆપ ઉગે છે,વધે છે, વૃક્ષ બને છે, ફૂલ, ફળ આવે છે, બધું સમયે સમયે સહજ થાય છે અને થતું આવે છે.

સૌનું મંગલ થાય. સૌનું કલ્યાણ થાય.
   
ૐ નમો નારાયણ
નટુભાઈ વાઢેર
૩.૫.૨૦૨૦