Thursday, 29 June 2023

બાળસંસદ ઊજવણી પ્રક્રિયા - નગર પ્રાથમિક શાળા નંબર. 31, ધોળાકૂવા, બાકરોલ, આણંદ.

બાળ સંસદ 

ઉદ્દેશ્ય :- બાળકો લોકશાહી એટલે શું ? તે જાણે છે, ચૂંટણી પ્રક્રિયા વિશે જાણે છે અને લોકશાહી પદ્ધતિથી કાર્ય કેવી રીતે કરવામાં આવે છે તે જાણે છે.

   બાળકોમાં સુટેવોનું ઘડતર નાનપણથી જ કરવામાં આવે તો ઉત્તમ. બાળપણમાં કેળવાયેલી સુટેવોમાં મનુષ્યનું ઉત્તમ રીતે ઘડતર કરે છે તેથી જ પ્રાથમિક શાળા કક્ષાએ શિક્ષણની સાથે સાથે બાળકમાં ઉત્તમ ગુણો વિકસે તે દિશામાં કાર્ય કરવું જરૂરી બને છે.

   બાળ સંસદ એટલે બાળકોની, બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં વિકાસમાં સુધારણામાં અને નિર્ણયોમાં ભાગીદાર થાય.

    પ્રાથમિક શાળાઓમાં બાળકોનું ભાવિ ઘડાય છે. વળી વયસ્તવ્યક્તિઓ કરતા બાળકોની શીખવાની ઝડપ વધુ હોય છે એમાં એ વર્તનની ટેવોને તો તરત જ આત્મસાત કરે છે. શાળાઓ બાળકોને જ્ઞાન આપવાની સાથે સાથે પરોક્ષ રીતે માતા પિતા તથા સમુદાયની પણ સામેલ થવાની તક પૂરી પાડે છે સાથે સાથે બાળકો અસરકારક રોલ મોડલ પણ હોય છે. તેઓ શાળામાં જે કંઈ નવી સારી વર્તણુક શીખે છે તે અન્ય બાળકો તેમજ ભાઈ બહેનને પણ શીખવે છે એટલું જ નહીં ભવિષ્યમાં એ પોતે જ્યારે માતા પિતા બને છે ત્યારે પોતાના સંતાનોને પણ શીખવે એવી પૂરી શક્યતા રહે છે. 


     બાળ સંસદની રચના લોકશાહી પદ્ધતિથી કરવામાં આવે છે. જેમાં શાળાના બધા વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચૂંટણીની પ્રક્રિયા દ્વારા મહામંત્રી, શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, પાણી મંત્રી ,સફાઈ મંત્રી, પ્રવાસ મંત્રી અને રમતગમત મંત્રી વગેરેની પસંદગી કરવામાં આવે છે.શાળામાં સક્રિય અને સફળતા 'બાળસંસદ' વિદ્યાર્થીઓને શિક્ષણ, સ્વાસ્થ્યઅને વ્યક્તિગત વિકાસના એક સંદર્ભે એક મહત્વની શરૂઆત થાય છે. જેનાથી બાળકોને શીખવા માટેનું એક વાતાવરણ તૈયાર થાય છે બાળકોમાં નેતૃત્વ, સમુહભાવના, સમયસર નિર્ણય લેવાની ક્ષમતા તેમજ સ્વયંમ શિસ્ત જેવા ગુણો વિકસાવવાની સાથે સાથે રાજનીતિશાસ્ત્ર જેવા વિષયની સમજવામાં પણ મદદ મળી રહે છે. આમ બાળ સંસદ શિક્ષણમાં તેમજ જીવન ઘડતરમાં પણ ઉપકારક બને છે.


બાળકો લો કશાહી પ્રક્રિયા અને લોકશાહી શાસન વિશે સમજે  તે માટે અમારી શાળામાં આજરોજ તારીખ 28 જૂન 2023ને બુધવારના રોજ, બાળસંસદની પ્રક્રિયા હાથ ધરવામાં આવી.


બાળકોમાં નેતૃત્વના ગુણો વિકસે અને પોતાની શાળા માટે સજાગ બને તેમ જ શાળામાં શિક્ષકોની મદદરૂપ બને તે માટેનો આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ હોય છે. બાળકો સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિશાસ્ત્ર થી વાકેફ થાય તેમ જ ચૂંટણી પ્રક્રિયા વિશે જ્ઞાન મેળવે તે  હેતુસર શાળામાં બાળ સંસદનું નિર્માણ કરવામાં આવે છે. 


  શાળામાં બાળકોને બાળ સંસદની ચૂંટણીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને જાહેર ચૂંટણી પ્રક્રિયાની  રૂપરેખા તૈયાર કરવામાં આવી.  તે મુજબ જાહેરનામું , ઉમેદવારનું ફોર્મ ભરવાની,  પાછું ખેંચવાની તારીખ તેમજ ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી. આ માટે ઉમેદવાર બાળકોને જરૂરી પ્રચાર - પ્રસારનો પણ સમય આપવામાં આવ્યો ચૂંટણીના દિવસે જરૂરી સ્ટાફ જેમ કે પ્રિસાઈન્ડિંગ ઓફિસર, આસિ.પ્રિસાઈન્ડિંગ ઓફિસર ,સુરક્ષા કર્મચારી, એજન્ટ  તથા ચૂંટણી કમિશનર વગેરેની નિમણૂક કરવામાં આવી .  તે માટે જરૂરી વર્ગ વ્યવસ્થા પણ કરવામાં આવી.   મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું. જેમાં મતપેટી,  મત કુટીર અને બેઠક વ્યવસ્થાને ખાસ મહત્વમાં આપવામાં આવ્યું . કુમાર - કન્યાની અલગ અલગ હરોળમાં રાખીને શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી.  તેમજ મતદાન પેટી મતદાનના અંગે મતપેટીને સુરક્ષિત મૂકવામાં આવી સમગ્ર પ્રક્રિયામાં બાળકોને શિક્ષકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. 

 શાળામાં ડિજિટલ વોટિંગ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ સ્માર્ટ ટી.વી.માં આપેલ લિંક દ્વારા વોટ આપ્યા. બાળકોને ખૂબ આનંદ આવ્યો.આમાં સ્માર્ટ બોર્ડ પર વોટ આપવાના હતાં.  લોકશાહી પ્રક્રિયા મુજબ પણ શાળામાં મતદાન કરવામાં આવેલ. બાળકો આ રીતે અલગ અલગ જરૂરિયાતો મૂજબ આવી લિંક્સ નો ઉપયોગ કરી શકે તે હેતુસર આ લિંક બનાવવામાં આવેલ છે. નીચે આપેલ નામ માંથી તમારે જેને વોટ આપવો હોય તેને વોટ આપો. કોઈને પણ ન આપવો હોય તો છેલ્લે NOTA બટન પર ક્લિક કરો. આ સમગ્ર પ્રક્રિયા ગુપ્ત હોવાથી સ્માર્ટ બોર્ડ પર ક્લિક કરી ( વોટ આપી ) બહાર નીકળી જવું. આ મુજબ સૂચના અને સમજ આપવામા આવી.

   શાળાનાં શિક્ષકો દ્વારા મત ગણતરી કરવામાં આવી. બીજા દિવસે બાળકોને પરિણામ જાહેર કરવામાં આવશે તથા વિજેતા ટીમનું શાળાનાં પ્રાંગણમાં નાનું સરખું સરઘસ કાઢવામાં આવશે અંતે ફૂલહારથી સ્વાગત - સન્માન કરીને બાળકોને ખાતાં ફાળવાશે. કામગીરી સોંપવામાં આવશે. 

  આ રીતે શાળામાં ખૂબ સુંદર રીતે બાળસંસદનું આયોજન કરવામાં આવ્યું.



મતદાન પ્રક્રિયા

સ્માર્ટ બોર્ડ દ્વારાવોટિંગ

Wednesday, 21 June 2023

વિશ્વ યોગ દિવસ - 21 જૂન 2023, નગર પ્રાથમિક શાળા નંબર. 31, ધોળાકૂવા બાકરોલ આણંદ. ઊજવણી અહેવાલ.


KNOW YOGA, KNOW PEACE,
NO YOGA , NO PEACE

      આજે વિશ્વ યોગ દિવસ (World Yoga Day) તરીકે ઉજવવામાં આવે છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદી દ્વારા સૌ પ્રથમ વાર 21 મી જૂન 2015 ના રોજ ઉજવવા માં આવ્યો હતો આજે 2023 ના રોજ આ આઠમો યોગદિવસની ઉજવણી કરવા માં આવી રહી છે.

   અમારી શાળા નંબર 31, ધોળાકૂવા, બાકરોલ આણંદમાં પણ આજે શાળામાં બાળકો સાથે યોગ દિવસ ઉજવવામાં આવ્યો. વહેલી સવારથી જ બાળકોમાં યોગ કરવાનો ઉત્સાહ હતો. અમારી શાળામાં તમામ બાળકોને શાળાના શિક્ષક શ્રીજાગૃતીબેન પંડ્યા દ્વારા યોગથી થતા ફાયદા અને યોગ વિશે માર્ગદર્શન આપી યોગની દર્શન કરાવવામાં આવ્યું. ત્યારબાદ બાળકોને પણ યોગ કરાવવામાં આવ્યા હતા. સદર શાળાના બાળકો અને શિક્ષકોના માધ્યમ દ્વારા આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. શાળાનો તમામ સ્ટાફ, આચાર્યશ્રીગાયત્રીબેન મહીડા તથા મઘ્યાહ્ન ભોજનનો સ્ટાફ સૌએ સાથે મળીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 

    કાર્યક્રમની રૂપરેખા મુજબ યોગ દિવસ ઉજવણી પ્રાર્થના અને શ્લોકથી કરવામાં આવી. ત્યારબાદ હળવી કસરત જેવી કે , ગરદનનું પરિભ્રમણ અને ખભાનું પરિભ્રમણ કરાવવામાં આવ્યું જેના દ્વારા કાર્યક્રમની વેગ મળ્યો. કાર્યક્રમના ત્રીજા ભાગમાં 15 મિનિટ સુધી યોગાસન કરાવવામાં આવ્યા . જેમાં તાડાસન, વૃક્ષાસન, અર્ધ ચક્રાસન,ત્રિકોણાસન વગેરે કરાવવામાં આવ્યા. ત્યારબાદ બેઠા બેઠા આસનોમાં શ્વજ્રાસન, વક્રાસન , હલાસન, પશ્ચિમોતાનાસન વગેરે આસનો યોગ શિક્ષકના માર્ગદર્શન હેઠળ કરાવવામાં આવ્યા. સૌ સાથે મળીને સુંદર મજાના આસનો કર્યા. ત્યારબાદ ત્રણવાર કપાલભાતિ, અનુલોમવિલોમ પ્રાણાયામ, ૐ કાર પ્રાણાયામ તથા ભ્રામરી પ્રાણાયામ કરાવવામાં આવ્યા સાથે સાથે બાળકોને તેના લાભો વિશેની જાણકારી આપવામાં આવી. છેલ્લે બાળકોને, શ્રીદેવાંશીબેન દ્વારા સિંહાસન અને હાસ્યાસન કરાવવામાં આવ્યું. અંતે બાળકોને દસ મિનીટનું ધ્યાન કરાવવામાં આવ્યું. અંતે સૌએ સાથે મળીને, સમગ્ર વિશ્વમાં એકતા જળવાય, દરેક મનુષ્ય સ્વસ્થ બને, શાંત બને તથા દીર્ઘાયુષ્ય અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવો સંકલ્પ લેવામાં આવ્યો.

     અંતે બાળકોને લાઈનબદ્ધ વર્ગમાં જવા સૂચના આપી, બાળકો અને અમે સૌ છૂટા પડ્યા. આ રીતે અમારી શાળામાં વિશ્વ યોગ દિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી.


Tuesday, 25 April 2023

દાદાની દ્વિતીય પુણ્યતિથી નિમિત્તે માતૃછાયા પરિવાર તરફથી શ્રધ્ધાંજલિ.🙏🌺🙏 ઓમ નમઃ શિવાય.


તમારો જૈનું દીકરો 😘

દિવસ ની શરૂઆત થી લઈને રાતના વિચારો સુધી બસ તમે જ છો.... મારી જરૂરિયાતો ના સમય માં માત્ર તમારા આશીર્વાદ નથી જોઈતા પરંતુ તમારી સાક્ષી પણ જોઈએ છે... હા હું સ્વાર્થી છું કારણકે મારે હજુ પણ તમારી જરૂર છે પણ આ જરૂરિયાત બનાવવા વાળા પણ તમે જ છો ને.. દાદા કહેતાની સાથે જ સામેથી જે અવાજ આવે ને એ સાંભળવો છે મારે ....મારા માટે આ અવાજ નો જુસ્સો ને પ્રેમ બંનેની ક્યાંક ઉણપ છે...... બસ હજુ ક્યાંક એવો અહેસાસ છે કે માત્ર ને માત્ર તમારી હાજરી થી જ બધું સરખું થઈ જતું ને એ હાજરી ની આજે ઉણપ છે દાદા....તમારા જેટલા સમજુ બનવું છે તમારા જેટલા મજબૂત બનવું છે તમારા જેટલા નીડર બનવું છે.... તમારા સંસ્કારો અને લોહીના ગુણો હજુ પણ અમારામાં છે અને રહેશે જ....બસ તમારી જેમ જ પોતાનામાં રચ્યાપચ્યા રહીને દરેક સમસ્યાનો સામનો કરવો છે. છેલ્લે એક ક્રાંતિકારીની દીકરી બનવુ છે..love you & miss you dada🥺♥️♾️


તમારો જૈનું દીકરો 😘

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



 તમારી જ્યેષ્ઠ પુત્રવધુ ભાવના પંડયા.



દાદાની પ્રથમ પુણ્ય તિથિ નો છોડ 🙏🙏💐💐


દાદાની દ્વિતીય પુણ્ય તિથિ નો છોડ 🙏🙏💐💐


 તમારો  જ્યેષ્ઠ પુત્ર: યોગેશ નરેન્દ્રભાઈ પંડયા 



Miss you pappa...... LOVE YOU 🙏🙏🙏🙏🙏


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

જાગૃતિ નરેન્દ્રભાઈ પંડયા.

મારા વ્હાલાં પપ્પા, 

Miss you, Love you.

અમારાં કેવાં ધન ભાગ્ય! અમે તમને શોધીને તમારાં ઘરે જન્મ લીધો. અમારાં જન્મદાતા, તમારાં સંસ્કારોની ધરોહર અખંડ રહેશે. તમારું આઘ્યાત્મિક જ્ઞાન અને વારસો જાળવી રાખીશું. તમે અમારી વચ્ચે નથી પરંતું તમારાં આશિર્વાદ અમને મળતાં રહેશે. માતૃછાયા પરિવાર તમને બહુ જ બહુ યાદ કરે છે. આ કોરોના!!!! કાયમ યાદ રહેશે. કોરોના ન હોત તો તમે અત્યારે અમારી સાથે હોત. 


   નિયમીત પ્રાણાયામ, કસરત કરવી, સ્પષ્ટ વક્તા,  વેદમાતા ગાયત્રીના પરમ ઉપાસક, વેદોક્ત મંત્રોના જાણકાર. તમે મોટેથી વેદોક્ત મંત્રોચ્ચાર કરતાં અને એ સાંભળીને અમને આવડી ગયાં છે. શિવમહિમ્ન સ્તોત્રનુ ગાન અને તેનાં પ્રત્યેની શ્રદ્ધા તમારાં જ થકી છે. પપ્પા હમણાંનું નિયમીત ઘ્યાન, પ્રાણાયામ અને મંત્ર જાપ નથી થતાં. આજે તમારી દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથીના દિવસથી નિયમીત કરવાનો સંકલ્પ લઉં છું, મારો સંકલ્પ પૂર્ણ કરવામાં શક્તિ અને સામર્થ્ય આપજો. 


 પપ્પા તમે જ્યાં હોવ ત્યાં શાંતિ અને આનંદમાં હશો. ઘણી વખત એ જાણવાની ઈચ્છા થાય છે કે તમે કયાં હશો ? શું કરતાં હશો? મને તો એવું જ લાગે છે કે, તમે માતૃછાયામાં જ છો. 


    એવું કહેવાય છે કે, માતા - પિતાની પસંદગી સંતાનો જાતે કરે છે અને એ જ રીતે અમે ત્રણેય તમારાં ઘરે જન્મ્યા અને ઉત્તમ પ્રકારનાં સંસ્કારો, શિક્ષણ અને પ્રેમ પામ્યાં. તો મારી પણ એ જ ઈચ્છા છે કે, તમે પણ આપણાં માતૃછાયા પરિવારમાં પાછા આવો.


  અને અંતે,,,,, માતૃછાયા પરિવાર જ્યારે જ્યારે કોઈ સંકટમાં મૂકાય કે નાની મોટી મુશ્કેલીઓ આવે તો, તમે અમારી સાથે રહીને અમારી રક્ષા કરજો, શક્તિ આપજો, સદ્બુદ્ધિ આપજો, પ્રેરણા અને માર્ગદર્શન આપજો. માતૃછાયાની લાજ સંભાળજો. અત્યાર સુધીમાં જેમ માતૃછાયા પરિવારનાં માન સમ્માન રહ્યાં છે તેવાં કાયમ જળવાઈ રહે. તમારાં બાળકો તમારું નામ રોશન કરે. એવાં સૌને આશિર્વાદ આપજો. 


ઓમ નમઃ શિવાય પપ્પા 🙏🌺🙏


 એજ લિ. 

તમારી પાયલોટ દીકરી,

જાગૃતિ નરેન્દ્રભાઈ પંડયા. 


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


તમારી નાની પુત્રવધુ : રૂપલ પંડ્યા. 

   'ઓમ નમઃ શિવાય' કહ્યાં છે.


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

તમારી હરેશ!!

ચૈત્ર..સુદ તેરસ   

તા..૨૫.૪.૨૦૨૧ 

સ્વગૅસ્થ પંડ્યાજી ને દ્વીતીય વાર્ષિક પુણ્યતિથિ એ શ્રધ્ધાંજલિ અર્પણ 🙏🏻🙏🏻😭😭

જન્મો જન્મ માત્રુછાયા પરિવાર ના પિતાબની રહો તેજ યાચના સહ પ્રાર્થના

ૐ શાંતિ.નમઃશિવાય🌹🌹❤❤🙏🏻🙏🏻



Friday, 7 April 2023

ધોરણ 6, એકમ 5 /અગત્યના મુદ્દા.

1. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ગૌતમ બુદ્ધ સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?
A. બોધિગયા
B. સારનાથ
C. કુશીનારા
D. કપિલવસ્તુ
ઉત્તર:
B. સારનાથ

પ્રશ્ન 2.
ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?
A. લુમ્બિની
B. કપિલવસ્તુ
C. કુશીનારા
D. સારનાથ
ઉત્તર:
C. કુશીનારા

પ્રશ્ન 3.
મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું?
A. ત્રિશલાદેવી
B. માયાદેવી
C. યશોદા
D. યશોધરા
ઉત્તર:
A. ત્રિશલાદેવી

પ્રશ્ન 4.
મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?
A. કપિલવસ્તુ
B. કુંડગ્રામ
C. સારનાથ
D. પાવાપુરી
ઉત્તર:
B. કુંડગ્રામ

પ્રશ્ન 5.
મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?
A. પાલિ
B. પ્રાકૃત અને અર્ધમાગ્ધી
C. પ્રાકૃત અને પાલિ
D. પાલિ અને અર્ધમાગ્ધી
ઉત્તર:
B. પ્રાકૃત અને અર્ધમાગ્ધી

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તરઃ
ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે હતોઃ

આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદ્વિચારયુક્ત જીવન જીવવું જોઈએ.
તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે.
ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય મહાન બનતો નથી, પણ પોતાનાં કર્મથી મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહિ.
સ્ત્રીઓને સમાજમાં પુરુષો જેટલાં જ સમ્માન અને અધિકાર આપવાં જોઈએ.
પ્રાણીમાત્ર પર દયા રાખવી.

પ્રશ્ન 2.
મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શો હતો?
ઉત્તર:
મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન(રત્નત્રયી)ના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબ પાંચવ્રતોનો ઉપદેશ આપ્યો હતો:

કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણીમાત્રની રક્ષા { કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.
હંમેશાં સત્યનું પાલન કરવું, એ માટે ક્રોધનો ત્યાગ કરવો.
ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી.
જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો.
જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
પ્રશ્ન 3.
જૈનધર્મે કયાં પાંચ મહાવ્રતો આપ્યાં?
ઉત્તર:
જૈનધર્મના ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યાં હતાં

અહિંસા,
સત્ય,
બ્રહ્મચર્ય (ઇન્દ્રિયોને સંયમમાં રાખવી),
અસ્તેય (ચોરી ન કરવી) અને
અપરિગ્રહ (સંગ્રહ ન કરવો).
3. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. બુદ્ધ અને જૈન બંને ધર્મે લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.
2. બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવેલ.
3. બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
ઉત્તર:
1. ખરું
2. ખોટું
૩. ખોટું

4. નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી?
ઉત્તર:
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં આ પ્રકારની સમાનતા હતીઃ

બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઈન્કાર કરે છે અને કર્મવાદને મહત્ત્વ આપે છે.
તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ.
બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ-નીચના ભેદભાવ ન હોવા જોઈએ.
સ્ત્રીઓને પુરુષોની જેમ સમ્માન અને અધિકાર આપવા જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.



Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:


પ્રશ્ન 1.
ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું?
ઉત્તર:
ગોપાલકૃષ્ણ ગોખલેએ (ઈ. સ. 1912માં) અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.

પ્રશ્ન 2.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો?
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.


પ્રશ્ન 3.
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
ઉત્તર:
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 (સાત) વર્ષનો રાખવો જોઈએ.

પ્રશ્ન 4.
દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?
ઉત્તર:
દુર્ગારામ મહેતાએ (ઈ. સ. 1844માં) સુરતમાં માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શાં પગલાં ભરવામાં આવ્યાં?
ઉત્તરઃ
સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ. સ. 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિવર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી.

સર સયાજીરાવ ગાયકવાડનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો.

પ્રશ્ન 2.
ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું?
ઉત્તર:
ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.


Skip to content
Above Header

GSEB Solutions
Main Menu
GSEB Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
January 5, 2022 / By Bhagya
Gujarat Board GSEB Textbook Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Textbook Exercise and Answers.

અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Class 8 GSEB Solutions Social Science Chapter 3
GSEB Class 8 Social Science અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા Textbook Questions and Answers
1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો:

પ્રશ્ન 1.
ગોપાલકૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું?
ઉત્તર:
ગોપાલકૃષ્ણ ગોખલેએ (ઈ. સ. 1912માં) અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું.

પ્રશ્ન 2.
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો?
ઉત્તર:
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિંદુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો.


પ્રશ્ન 3.
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલાં વર્ષનો રાખવો જોઈએ?
ઉત્તર:
ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 (સાત) વર્ષનો રાખવો જોઈએ.

પ્રશ્ન 4.
દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી?
ઉત્તર:
દુર્ગારામ મહેતાએ (ઈ. સ. 1844માં) સુરતમાં માનવધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
સર સયાજીરાવ ગાયકવાડ અને તેમનાં પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શાં પગલાં ભરવામાં આવ્યાં?
ઉત્તરઃ
સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈ. સ. 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિવર્ષે બે વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી.

સર સયાજીરાવ ગાયકવાડનાં પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પ્રતિવર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જવા માટે શિષ્યવૃત્તિ આપવાનો કાયદો બનાવ્યો.

પ્રશ્ન 2.
ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું?
ઉત્તર:
ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી.

GSEB Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા

પ્રશ્ન 3.
વુડના ખરતામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી?
ઉત્તર:
ભારતમાં શિક્ષણ ક્ષેત્રની ‘મેગ્નાકાટ’ કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈ. સ. 1854ના વુડના ખરીતા(વર્ડ્સ ડિસ્પેચ)થી થયો. વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણે ભલામણો કરવામાં આવી હતી:

દરેક પ્રાંતમાં યુનિવર્સિટી સ્થાપવા સ્વતંત્ર શિક્ષણખાતાની રચના કરવી.
સરકારી કૉલેજો અને શાળાઓની જાળવણી કરવી.
ખાનગી શાળાઓને સરકારી અનુદાન (ગ્રાન્ટ્સ) આપવું.
શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી.
ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો.
દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી.
સ્ત્રી-શિક્ષણને ઉત્તેજન આપવું.
શિષ્યવૃત્તિઓ આપવી.
આ ઉપરાંત, વુડના ખરીતામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું હતું.

પ્રશ્ન 4.
મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા?
ઉત્તર:
મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યાશિક્ષણ માટે નીચે પ્રમાણે પ્રયત્નો કરવામાં આવ્યા:

મહાદેવ ગોવિંદ રાનડે અને તેમનાં પત્ની રમાબાઈ રાનડેએ કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી.
જ્યોતિરાવ ફૂલે અને તેમનાં પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ કન્યાકેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી.
મહર્ષિ કર્વેએ ઈ. સ. 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે એસ.એન.ડી.ટી. (શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશી) યુનિવર્સિટી તરીકે કાર્યરત છે.
3. ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
ઉત્તર:
બ્રહ્મોસમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી.
ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિક સુધારા કરવા ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે આત્મીય સભા’ નામની સંસ્થા સ્થાપી હતી. એ જ સંસ્થા ઈ. સ. 1828માં બ્રહ્મોસમાજ’ નામે પ્રસિદ્ધ થઈ હતી. બ્રહ્મોસમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી:

ઈ. સ. 1821માં “સંવાદ કૌમુદી’ નામના પત્રથી સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1829માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1939માં ‘નરબલિ પ્રથા’ અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા.
વિધવા પુનર્લગ્ન માટે પુસ્તકો, ચોપાનિયાં (પેમ્ફલેટ્સ) દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા.
ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ.
સ્ત્રી-શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી.
બાળલગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યો.
આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કર્યો

ટૂંક નોંધ 

પ્રશ્ન 1.
બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓ
ઉત્તર:
બ્રહ્મોસમાજની સ્થાપના રાજા રામમોહનરાયે કરી હતી.
ભારતીય સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા તેમજ સામાજિક સુધારા કરવા ઈ. સ. 1815માં રાજા રામમોહનરાયે આત્મીય સભા’ નામની સંસ્થા સ્થાપી હતી. એ જ સંસ્થા ઈ. સ. 1828માં બ્રહ્મોસમાજ’ નામે પ્રસિદ્ધ થઈ હતી. બ્રહ્મોસમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી:

ઈ. સ. 1821માં “સંવાદ કૌમુદી’ નામના પત્રથી સતીપ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવી.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1829માં ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતીપ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ મૂક્યો.
બ્રહ્મોસમાજના પ્રયત્નોથી ઈ. સ. 1939માં ‘નરબલિ પ્રથા’ અને બાળકીને દૂધપીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદા બનાવ્યા.
વિધવા પુનર્લગ્ન માટે પુસ્તકો, ચોપાનિયાં (પેમ્ફલેટ્સ) દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા.
ગવર્નર જનરલ લૉર્ડ વિલિયમ બેન્ટિકને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ.
સ્ત્રી-શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી.
બાળલગ્નો નાબૂદ કરવા પ્રયાસ કર્યો.
આંતરજ્ઞાતીય લગ્નોનો પ્રચાર કર્યો.

પ્રશ્ન 4.
સ્વામી વિવેકાનંદનો ઉપદેશ
ઉત્તર:
સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો:

સ્વામી વિવેકાનંદે સમાજસેવા અને સમાજસુધારણાના ઉપદેશ દ્વારા તે સમયનાં પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો.
તેમના મતે, જે ધર્મ કે ઈશ્વર વિધવાનાં આંસુ લૂછી શકે નહિ કે નિરાધાર બાળકોનાં મોંમાં રે રોટીનો ટુકડો મૂકી શકે નહિ તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી.
તેઓ કહેતા કે, “પહેલાં અન્ન પછી ધર્મ.”
તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરનાં દર્શન કરતા. તેથી તેઓ કહેતા હતા કે, “માનવસેવા એ જ પ્રભુસેવા છે.” (Service to mankind is service to God.)
તેઓ યુવાનોને કહેતા કે,GSEB Solutions Class 8 Social Science Chapter 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા 3 “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો.”
4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહિ કરે?
A. પૂર્ણિમાબહેન પકવાસાનો
B. જુગતરામ દવેનો
C. દુર્ગારામ મહેતાનો
D. ઠક્કરબાપાનો
ઉત્તર:
C. દુર્ગારામ મહેતાનો

પ્રશ્ન 2.
અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે?
A. વિષયવાર પાઠ્યપુસ્તકો
B. મૌખિક શિક્ષણ
C. તાલીમ પામેલ શિક્ષકો
D. દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ
ઉત્તર:
B. મૌખિક શિક્ષણ


ધોરણ. 7 એકમ 17- જાતિગત ભિન્નતા. / અગત્યનાં મુદ્દા.

1. યોગ્ય શબ્દ કે અંક વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરોઃ

1. જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે …………………………………… માં જોવા મળે છે.
ઉત્તર :
ગામડાં.

2. ઈ. સ. 2011માં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ………… હતું.
ઉત્તર :
940

2. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
બાળઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?
ઉત્તરઃ

ભારતીય સમાજમાં દીકરા-દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતમાં, હરવા-ફરવામાં, આચાર-વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ-અસમાનતા જોવા મળે છે.’
દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી.
કન્યાઓને ભણાવવામાં વાલીઓની ઉદાસીનતા જોવા મળે છે.
વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી બહાર શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી.
આજે પણ કેટલાક સમાજોમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક-વિતર્કો પ્રવર્તે છે.
પ્રશ્ન 2.
ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે?
ઉત્તરઃ
સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે. તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરનાં કામો વધારે કરાવવામાં આવે છે. જેમ કે, છોકરીઓ ઘરની રસોઈ બનાવવામાં મદદ કરે છે. તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે. તેઓ ઘરની સાફ-સફાઈ કરે છે, પાણીનાં વાસણોમાં પાણી ભરે છે અને કપડાં ધુએ છે. છોકરાઓ ઘરનાં કામો માટે સાઇકલ કે અન્ય વાહન ચલાવી શકે છે કે શીખી શકે છે; જ્યારે છોકરીઓને આ માટે સક્ષમ માનવામાં આવતી નથી.’

પ્રશ્ન 3.
રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે?
ઉત્તર:
રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા વધારે હોય છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
મહિલા સશક્તીકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે?
ઉત્તર:
મહિલા સશક્તીકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે. દીકરીને જન્મ પહેલાં જ. મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભૃણહત્યા વિરોધી કાયદો બનાવી ગર્ભ-પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે. છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે. વધુમાં, નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે. કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.

પ્રશ્ન 2.
કયાં કયાં કામમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે?
ઉત્તર:
દેશનાં સૈન્યો અને પોલીસતંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે. આ ઉપરાંત, રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં; ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કામ કરતા મૅનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે.


પ્રશ્ન 3.
આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી?
ઉત્તર:
આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારનાં આંદોલનો થયાં. કસ્તૂરબા સાથે ગુજરાત 3 સહિત દેશભરની મહિલાઓ એ આંદોલનમાં જોડાઈ હતી.

4. ટૂંક નોંધ લખોઃ

પ્રશ્ન 1.
નારી સશક્તીકરણ
ઉત્તર:
છેલ્લા બે દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તીકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમો કરવામાં આવ્યાં છે. હાલમાં નારી સશક્તીકરણ માટે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે. ઈ. સ. 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તીકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી. આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા પશુપાલન, ઉદ્યોગો અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે. આ ઉપરાંત, સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદ કરે છે.


મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના કરવામાં આવી છે. ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે દેશમાં નારી અદાલતો અપાઈ છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય અને તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી તેમને સુરક્ષા બક્ષી છે.

પ્રશ્ન 2.
ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા
ઉત્તર:
ભારતના બંધારણે 6થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું : છે. વળી, આજના સમયમાં છોકરા-છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત – કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. આમ છતાં, – રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને – શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠ્ઠી પડે છે. : વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી.

સમાજમાં : પ્રવર્તતો આ ભેદભાવ બાળલગ્ન જેવા કુરિવાજને પ્રોત્સાહન આપે : છે. બાળલગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી – શકતી નથી. ર સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો | આપી રહી છે. આમ છતાં, વાલીઓમાં પોતાની દીકરીઓને શિક્ષણ અપાવવામાં ઉદાસીનતા જોવા મળે છે. છેલ્લા બે દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સઘન પ્રયત્નો કરે છે. છતાં, આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. દીકરીને પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી. નોકરી માટે પણ તેને શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે.