તમારો જૈનું દીકરો 😘
દિવસ ની શરૂઆત થી લઈને રાતના વિચારો સુધી બસ તમે જ છો.... મારી જરૂરિયાતો ના સમય માં માત્ર તમારા આશીર્વાદ નથી જોઈતા પરંતુ તમારી સાક્ષી પણ જોઈએ છે... હા હું સ્વાર્થી છું કારણકે મારે હજુ પણ તમારી જરૂર છે પણ આ જરૂરિયાત બનાવવા વાળા પણ તમે જ છો ને.. દાદા કહેતાની સાથે જ સામેથી જે અવાજ આવે ને એ સાંભળવો છે મારે ....મારા માટે આ અવાજ નો જુસ્સો ને પ્રેમ બંનેની ક્યાંક ઉણપ છે...... બસ હજુ ક્યાંક એવો અહેસાસ છે કે માત્ર ને માત્ર તમારી હાજરી થી જ બધું સરખું થઈ જતું ને એ હાજરી ની આજે ઉણપ છે દાદા....તમારા જેટલા સમજુ બનવું છે તમારા જેટલા મજબૂત બનવું છે તમારા જેટલા નીડર બનવું છે.... તમારા સંસ્કારો અને લોહીના ગુણો હજુ પણ અમારામાં છે અને રહેશે જ....બસ તમારી જેમ જ પોતાનામાં રચ્યાપચ્યા રહીને દરેક સમસ્યાનો સામનો કરવો છે. છેલ્લે એક ક્રાંતિકારીની દીકરી બનવુ છે..love you & miss you dada🥺♥️♾️
તમારો જૈનું દીકરો 😘
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
તમારી જ્યેષ્ઠ પુત્રવધુ ભાવના પંડયા.
દાદાની પ્રથમ પુણ્ય તિથિ નો છોડ 🙏🙏💐💐
દાદાની દ્વિતીય પુણ્ય તિથિ નો છોડ 🙏🙏💐💐
તમારો જ્યેષ્ઠ પુત્ર: યોગેશ નરેન્દ્રભાઈ પંડયા
Miss you pappa...... LOVE YOU 🙏🙏🙏🙏🙏
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
જાગૃતિ નરેન્દ્રભાઈ પંડયા.
મારા વ્હાલાં પપ્પા,
Miss you, Love you.
અમારાં કેવાં ધન ભાગ્ય! અમે તમને શોધીને તમારાં ઘરે જન્મ લીધો. અમારાં જન્મદાતા, તમારાં સંસ્કારોની ધરોહર અખંડ રહેશે. તમારું આઘ્યાત્મિક જ્ઞાન અને વારસો જાળવી રાખીશું. તમે અમારી વચ્ચે નથી પરંતું તમારાં આશિર્વાદ અમને મળતાં રહેશે. માતૃછાયા પરિવાર તમને બહુ જ બહુ યાદ કરે છે. આ કોરોના!!!! કાયમ યાદ રહેશે. કોરોના ન હોત તો તમે અત્યારે અમારી સાથે હોત.
નિયમીત પ્રાણાયામ, કસરત કરવી, સ્પષ્ટ વક્તા, વેદમાતા ગાયત્રીના પરમ ઉપાસક, વેદોક્ત મંત્રોના જાણકાર. તમે મોટેથી વેદોક્ત મંત્રોચ્ચાર કરતાં અને એ સાંભળીને અમને આવડી ગયાં છે. શિવમહિમ્ન સ્તોત્રનુ ગાન અને તેનાં પ્રત્યેની શ્રદ્ધા તમારાં જ થકી છે. પપ્પા હમણાંનું નિયમીત ઘ્યાન, પ્રાણાયામ અને મંત્ર જાપ નથી થતાં. આજે તમારી દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથીના દિવસથી નિયમીત કરવાનો સંકલ્પ લઉં છું, મારો સંકલ્પ પૂર્ણ કરવામાં શક્તિ અને સામર્થ્ય આપજો.
પપ્પા તમે જ્યાં હોવ ત્યાં શાંતિ અને આનંદમાં હશો. ઘણી વખત એ જાણવાની ઈચ્છા થાય છે કે તમે કયાં હશો ? શું કરતાં હશો? મને તો એવું જ લાગે છે કે, તમે માતૃછાયામાં જ છો.
એવું કહેવાય છે કે, માતા - પિતાની પસંદગી સંતાનો જાતે કરે છે અને એ જ રીતે અમે ત્રણેય તમારાં ઘરે જન્મ્યા અને ઉત્તમ પ્રકારનાં સંસ્કારો, શિક્ષણ અને પ્રેમ પામ્યાં. તો મારી પણ એ જ ઈચ્છા છે કે, તમે પણ આપણાં માતૃછાયા પરિવારમાં પાછા આવો.
અને અંતે,,,,, માતૃછાયા પરિવાર જ્યારે જ્યારે કોઈ સંકટમાં મૂકાય કે નાની મોટી મુશ્કેલીઓ આવે તો, તમે અમારી સાથે રહીને અમારી રક્ષા કરજો, શક્તિ આપજો, સદ્બુદ્ધિ આપજો, પ્રેરણા અને માર્ગદર્શન આપજો. માતૃછાયાની લાજ સંભાળજો. અત્યાર સુધીમાં જેમ માતૃછાયા પરિવારનાં માન સમ્માન રહ્યાં છે તેવાં કાયમ જળવાઈ રહે. તમારાં બાળકો તમારું નામ રોશન કરે. એવાં સૌને આશિર્વાદ આપજો.
ઓમ નમઃ શિવાય પપ્પા 🙏🌺🙏
એજ લિ.
તમારી પાયલોટ દીકરી,
જાગૃતિ નરેન્દ્રભાઈ પંડયા.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
તમારી નાની પુત્રવધુ : રૂપલ પંડ્યા.
'ઓમ નમઃ શિવાય' કહ્યાં છે.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
તમારી હરેશ!!
ચૈત્ર..સુદ તેરસ
તા..૨૫.૪.૨૦૨૧
સ્વગૅસ્થ પંડ્યાજી ને દ્વીતીય વાર્ષિક પુણ્યતિથિ એ શ્રધ્ધાંજલિ અર્પણ 🙏🏻🙏🏻😭😭
જન્મો જન્મ માત્રુછાયા પરિવાર ના પિતાબની રહો તેજ યાચના સહ પ્રાર્થના
ૐ શાંતિ.નમઃશિવાય🌹🌹❤❤🙏🏻🙏🏻
No comments:
Post a Comment