Sunday, 6 December 2020

મારી નાની પણ ખૂ...બ મોટી દર્શન શાળા ના સંસ્મરણો

         

અને અંતે જયારે મેં,10 મી ફેબ્રુઆરી 2017 ના રોજ આ તપોભૂમિ સમાન બહારથી દેખાવે નાની નાની અને અંદરના વ્યક્તિઓ ના વ્યક્તિત્વ ના તેજ થી દીપી ઉઠતી મારી દર્શન સોસાયટી, શાળા નંબર,30, બાકરોલ ની શાળામાં મારા અનેક જન્મોના ઋણી એવાં બાળકોના શિક્ષણકાર્ય અર્થે , આ પવિત્ર અને પોઝિટિવ vibrations થી ભરપૂર એવી ધરા પર પગ મૂક્યો ત્યારે એક અલગ જ પ્રકારની અનુભૂતિ થઈ. જાણે વર્ષોથી પરિચિત હોઉં તેમ! 

        સવારની પાળી, સૌ પ્રથમ પ્રાર્થના, અને થોડીઘણી ઠંડી ના વાતાવરણને શાળાનાં પ્રાર્થના હૉલમાં  શાળાનાં બાળકોએ સમગ્ર વાતાવરણને ચેતનવંતુ બનાવી દીધું. First impression. મને નવાઈ લાગી. આટલી સુંદર પ્રાર્થના! આટલી વહેલી સવારે! મોટાભાગના બાળકો હાજર!  પ્રાર્થના સંમેલન એ પણ સંગીતના સાધનો સાથે. બાળકો ખૂબ જ કુશળતા પૂર્વક ઢોલક અને ખંજરી વગાડતાં. મને ખૂબ જ ગમ્યું. મનમાં થયું કે , આ બાળકો ખૂબ ઊર્જાવાન છે.

           પ્રાર્થના સંમેલનમાં શ્રી હીનાબેને મારો પરિચય બાળકોને કરાવ્યો. મારાં પરિચય બાદ , બાળકોએ તાળીઓ અને તે પણ ઢોલક/ ખંજરી ના તાલ સાથે વગાડી. હું તો ખૂબ જ ખૂશ થઈ ગઈ. કેટલો સુંદર સત્કાર! બાળકોના ચહેરા પર, એક નવા ટિચરને આવકારવાની ખુશી જણાઈ આવી. બાળકોને પણ મેં પ્રથમ દિવસે વાર્તા કહી. બાળકો સાથે પ્રથમ દિવસથી જ વાર્તા કહી અને ભાઈબંધી કરી દીધી. ત્યારબાદ બાળકીને મેં કહ્યું, ' મનુષ્ય તું બડા મહાન હૈ ' કવિતા તમે સાંભળી છે? બાળકોએ તો સંગીત સાથે અને સુંદર રાગ/ ઢાળ સાથે ગાઈ સંભળાવી. પ્રથમ દિવસ ખૂબ જ સુંદર રહ્યો.

         ' well begin is half done'  - સાર્થક.

     શાળાનાં આચાર્ય શ્રી રાજેશભાઈ પરમાર. એક અનોખું વ્યક્તિત્વ - અનોખા જીવ. શાળા માટે ખૂબ જ ચિંતિત. સાથે સાથે શાળાનાં બાળકો અને શિક્ષકો માટે પણ હંમેશા તૈયાર. બાળકોને અને શિક્ષકોને કદી ક્યાંય તકલીફ ના પડવા દે. મોટાભાગના કામ જાતે જ કરે. કામ કરીને સૌના દિલ જીતી લીધાં. કદી કામ નું ભારણ તેમના ચહેરા પર જણાય નહીં. સૌનો મદદ કરે. સૌનાં હિતેચ્છુ. શાળાનાં તમામ બાળકોના ઘરે રૂબરૂ મુલાકાતે જાય. કોઈનું ઘર બાકી નહીં. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને તેમાંય સવારની શાળામાં  ૧૦૦% હાજરી , તે અમારા આચાર્યશ્રી ના પ્રતાપે. એકદમ સરળ અને સહજ પ્રકૃત્તિ ધરાવતા  અમારા શ્રી રાજેશસર  ' તોત્તોચાન ના કોબાયાસી સર ની યાદ અપાવી દે તેવાં. સ્વચ્છતાના  આગ્રહી અને ખૂબ જ ચોકસાઈ પૂર્વકનું  કામ. તેમના માંથી ઘણું બધું શીખી. ખૂબ જ પોઝિટિવ અને દયાળુ. હંમેશા શાળા માટે તૈયાર. બાળકોના પ્રિય. તેમની વાતો કરતા આખો બ્લૉગ પૂરો થાય પણ અમારાં રાજેશસરની વાત પૂરી ના થાય!

         શરૂઆતમાં મને તો એમ જ કે આ શાળામાં કેવી રીતે કામ કરીશ? સવારની પાળી અને ઝૂંપડપટ્ટી વિસ્તાર ના બાળકો. કેમનું મારું કામ અને તે પણ મારું ધાર્યું કામ કરી શકાશે? ધીરે ધીરે જેમ જેમ પ્રસંગો ઉપસ્થિત થતાં ગયાં તેમ સમજાઈ ગયું કે, આ બાળકો તો ખરેખર ખૂબ જ એક્ટિવ છે! બાળસહજ તમામ વૃત્તિઓથી  ભરપૂર છે! આવાં વિસ્તારમાંથી આવેલાં બાળકો આવી બધી જ રીતે કેળવાયેલા હશે! તે  નો'તી ખબર. તો આ તમામ પ્રકારની કેળવણી , જેમકે,,, સફાઈ, સંગીત, પ્રાર્થના, શિક્ષણ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, ગણિત/ વિજ્ઞાન મેળો, ઉત્સવો ની ઉજવણી, વિવિધ સ્પર્ધાઓમાં ભાગીદારી અને ક્યારેક ઉત્તમ પ્રદર્શન!!!! આ બધું ક્યાંથી!!! આ શાળાનાં આચાર્યશ્રી અને તમામ શિક્ષકોના સાથ અને સહકારથી આ બાળકો નું યોગ્ય ઘડતર થયું હતું. 

            મેદાન વિનાની નાની શાળા , રિસેશમાં  બાળકો, ,,, ની પ્રવૃત્તિઓ જોઈ નવાઈ પામી. પ્રથમ તો બાળકો ચેસ રમતા. ચેસ રમતાં બાળકીને જોઇને થયું કે, બાળકો સાચી રીતે રમતાં હશે? કે પછી એમ જ નિયમો અને રમવાની રીત જાણ્યા વિના રમતાં હશે? બાળકોની પાસે જઈને જોયું અને જાણ્યું કે બાળકો સાચી રિતે ચેસ રમતાં હતાં. મારી પણ પ્રિય રમત હોઈ શરૂઆત માં એકવાર બાળકો સાથે રમી અને જીતી પણ ગઇ. બાળકોને ખૂબ મઝા આવી. બાળકોએ રોજ રમવાનું આમંત્રણ આપી દીધું પણ પછી કદી રમવા ગઈ નથી. બાળકોની વિવિધ રમતો જોઇ મને એ તમામ રમતોને શિક્ષણ સાથે જોડી અને શિક્ષણકાર્ય કેવી રીતે આપી શકાય? તે આયોજન મગજમાં ગોઠવતી ગઈ. 
  આમ, શાળાનાં બાળકો ખૂબ જ તરવરાટ વાળા અને જિજ્ઞાસુ હતાં.  આપણે જે ઈચ્છીએ તે ધારેલું કામ પાર પાડી શકીએ તેવો સહકાર મળે તેવા બાળકો! 

🥰  Miss you all my lovely students  🥰

       સાથે સાથે શાળામાં જે ઉષ્મા ભર્યું અને પરિવાર જેવું લાગે તેવા વાતાવરણનું  નિર્માણ કરનાર ત મામ શિક્ષકો ની ઊંચી સૂઝ અને સમજ ને દાદ આપવી ઘટે!👌 દરેકમાં કંઇકને કંઇક, આપણને ઉપયોગી અને જીવનમાં શીખવા મળે તેવાં શિક્ષકો! સૌને ઘર જેટલી જ શાળા વહાલી. ઘર જેટલી જ સારસંભાળ રાખે. સૌ બાળકોને ખૂબ સાચવે. પ્રાર્થના સંમેલનમાં બાળકો માટે કંઇક નવું નવું લઈને આવે જે  નાના - મોટા સૌને ગમે.

         ખરેખર હું આ શાળામાં આમતો , ત્રણ વર્ષ અને દશ માસ રહી. 
    એમાં હું ચૌદ માસ ધોળાકૂવા શાળામાં રહી. ( ધોળાકૂવા શાળાની વાત અલગ થી કરીશ. ત્યાં પણ ખૂબ જ સરસ બાળકો અને સ્ટાફ છે. જે આ અગાઉ વાત કરવાની હતી પણ આળસમાં!! )  
    આમ, ટોટલ તો બે વર્ષ અને આઠ માસ નો સમયગાળો આ શાળામાં ગળ્યો. 

ઘણું શીખી. 
ઘણો સાથ- સહકાર મળ્યો.
ઘણાં સારાં મીત્રો મળ્યા.
એક આદર્શ આચાર્ય કેવા હોય! તે જાણ્યું, જોયું, શીખી!
ખૂબ શાંતિ અને પ્રેમ મેળવ્યો. 
ખૂબ પ્રેમાળ બાળકો મળ્યા! 
મારી Lucky School! 
ઘણાં સન્માન પ્રાપ્ત થયાં. 
ખૂબ આનંદ થયો! 
બાળકોએ ઘણું શીખવ્યું. 

    " આપણને પ્રાપ્ત થતી સારી વસ્તુ, વ્યક્તિ અને સ્થળ ખૂબ ઓછા સમય માટે મળે છે. " 
        *Miss you* 
My Lucky School,
My students,
My sir , 
And 
My friends.🙏





Saturday, 14 November 2020

🎇૧૪ મી નવેમ્બર, બાળદિન 🥰


બાળક એ વાસણ નથી.
 કે એમા બધું ભરી દઈએ
બાળક એ દીપક છે
એને કેવળ પ્રગટાવવાનો છે.

મેડમ મોન્ટેસરી
***

હું બાળક છું.

ભવિષ્ય મારું તમારા હાથમાં

સફળતા-વિફળતા મારી

નક્કી કરનાર છો તમે

નિર્દોષ-મૂક આખોની વિનંતી

સુખી થાવ તેવો મને બનાવો

વિશ્વ આશીર્વાદરૂપ બની જશે.

હે મારા પ્રિય બાળક ! તારું એકાદ સ્મિત નિરખવા માટે હું તને પ્રેમભર્યું ચુંબન આપું છું. ત્યારે જ મને સમજાયું કે પ્રભાતનું પહેલું કિરણ હિમાદ્રિના શિખરની ટોચને સ્પર્શતા સૌમ્ય મહાસાગરના કલ્પના શિશુ જેવું કેમ બની જાય છે ! નિત નિત આવતા સૂર્યકિરણને નિરખીને પૃથ્વીની કાયાને કેમ આનંદ આપે છે !

સ્વતંત્ર ભારતના વડા પ્રધાન અને પંચશીલ દ્વારા વિશ્વ બંધુત્વની ભાવના જગાડનાર ભારત રત્ન પંડિત જવાહરલાલ નેહરુંનો ૧૪ નવેમ્બર જન્મદિવસ છે. જે બાલદિન તરીકે ઉજવાય છે. વિશિષ્ટ ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નેહરુંમાં હંમેશાં બાળકો સાથે ભળી જવાનો સ્વભાવ હતો. તેમને બાળકો ખૂબ વહાલાં હતા. બાળકો પણ તેમને પ્રેમથી નહેરુચાચા કહેતાં હતા.

એકવાર એક બાળકે નહેરુ ચાચાને પ્રશ્ન પૂછયો કે આપની કઈ કઈ ઇચ્છાઓ હજુ અધૂરી છે ? નહેરુ ચાચાએ જવાબમાં લખ્યું (૧) મારા મનમાં એમ થાય છે કે હું છાનોમાનો કોઈ શેરડીના ખેતરમાં ઘૂસી જાઉં અને શેરડીના સાંઠા તોડીને ચૂસ્યા કરું (૨) ટાંગામાં બેસીને દિલ્હીના ચાંદની ચોકના દૃશ્યો નિહાળું. (૩) કોઈ ચાની હોટેલ પાસે ઊભા રહીને ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળ્યા જ કરું. (૪) રાત્રે છાનોમાનો ઘરમાંથી નીકળી જઈને કોઈક બગીચામાં બેઠો બેઠો કવિતા લખું (૫) એક મજાનું મસિક કાઢું જેના ઉપર લખેલું હોય સંપાદક-જવાહરલાલ નહેરુ.

બાળકોને કલ્પ અને કુમળા છોડ સમાન ગણવામાં આવે છે. જે રીતે કોઈપણ છોડને પૂરતાં પ્રમાણમાં ખાતર, પાણી અને પોષક દ્રવ્યો ન મળે ત્યારે તે અકાળે કરમાઈ જાય છે. તેવી જ રીતે કુમળી વયનાં બાળકોને મા-બાપ અને સમાજ તરફથી પૂરતો પ્રેમ અને હૂંફ પ્રોત્સાહન, તેમજ સમતોલ પોષણ મળતા નથી ત્યારે તેમનો વિકાસ રૃંધાઈ જાય છે.

પંડિત નહેરું ના મતે ‘ભારતનું ભાવિ ઘડાય છે આપણાં ઘરોમાં અને શાળાઓમાં’ ભારતના આ ભાવિ ઘડવૈયાઓ એવાં બાળકોને રમવા-કૂદવાની, કુદરતનો આનંદ માણવાની અને કુદરતને ઓળખવાની પૂરતી તકો આપવાથી જ તેની માનસિક અને શારીરિક શક્તિઓનો વિકાસ થાય છે.

બાળકોના શિક્ષણ, પોષણ, શારીરિક, તંદુરસ્તી તેમજ સર્વાંગી વિકાસ પ્રત્યે કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. સમગ્ર ભારત વર્ષમાંથી બાળ લકવા નાબૂદી માટે સને ૧૯૯૫થી સમાજના સહયોગથી સરકારે બાળ લકવા વિરોધી ઝુંબેશ ઉપાડી છે. ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના આરોગ્યની તપાસણી માટેનો રાજ્યવ્યાપી કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં બાળકોના આરોગ્યની જરૂરી તપાસણી કરી બાળકોને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે.

દેશની સર્વોચ્ચ અદાલતે ભારતમાંથી બાળમજૂરીની સમસ્યાના નિરાકરણ માટે કાયદાકીય અમલને અગ્રતા આપી હતી. આપણા સમાજ માટે બાળમજૂરી પ્રથા કલંકરૂપ છે. તે પ્રથા નાબૂદ થાય તે માટે દેશભરમાં જુદા જુદા વ્યવસાયોમાં કામ કરતા બાળમજૂરોને શોધી કાઢી તેમના પુનઃ વસવાટ અને કલ્યાણ માટેના પ્રયાસો આદરવામાં આવેલ છે. વિશ્વ વ્યાપી યુનેસ્કો સંસ્થા દ્વારા પણ બાળ-કલ્યાણની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે.

બાળકો માટે અનહદ પ્રેમની લાગણી ધરાવતા ભારતના નવયુવાનોના પ્રેરણામૂર્તિ સમાન પંડિત જવાહરલાલ નેહરું બાળકોને મળવાની રમાડવાની, એમની સાથે વાતો કરવાની એકેય તક જવા દેતા નહોતા. આવા બાળકોના વાત્સલ્યમૂર્તિ નેહરુ ચાચાના જન્મદિનને બાળદિન તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે ‘બાળકો દેશના પાયાની ઇંટ છે.. તેમને બાળપણથી જ દેશ માટે એવી રીતે ઘડવા અને પકવવા જોઈએ કે જેથી રાષ્ટ્રની ઇમારત આલીશાન બને.’ ચાચા નહેરુના આ ઉચ્ચારણો સાર્થક બનાવવા ચાલો આપણે સૌ બાળકો પ્રત્યે સદ્ભાવ, પ્રેમ અને હૂંફની વિકાસ પ્રત્યે સભાનતા કેળવીએ.

‘આજનાં બાળકો જેવું જ આવતી કાલનું હિંદ બનશે, તેમની સાર સંભાળ રાખવામાં આવે તો આવતી કાલનું ભારત ઉત્તમ બનશે. જવાહરલાલ નહેરુના આ ઉચ્ચારણો સાંપ્રત સમયમાં એટલા જ યથાર્થ બની રહ્યાં છે.’

🪔" દિવાળી ક્યારે છે? "😘


અઘરો છે પ્રેમ;
અને,
અઘરા છે આશિષ.

 * રોડ પર થી સળગી ગયેલાં ફટાકડાં વીણતાં વીણતાં આ માસુમ બાળકો, કોઈકે આપેલા રૂપિયા માંથી દુકાને ખાવા માટે પડીકાં લેવાં જતાં હતાં. 

* ગયા વર્ષે વેણુ અને અંકુરે , બેંગ્લોર માં આવાં ગરીબ બાળકોની સાથે , તેઓને ફટાકડા ફોડવા આપી અને તેઓની સાથે જ ફટાકડાં ફોડીને  દીવાળી ઉજવી હતી. આવાં બાળકોના ચહેરાં પરની ખુશી એજ સાચી દિવાળી. 

* ઘણાં સમયથી વેણુંની ઈચ્છા આવા બાળકોને કંઇક આપવાની હતી. 

* ધનતેરસને  દિવસે  વેણુએ આ બાળકોને બોલાવ્યા અને સૌનો વાટકામાં નાસ્તો ભરી આપ્યો. બાળકો ખુશ ખુશ થઈ ગયા. બાળકોને ચોકલેટ અને મીઠાઈ પણ આપવી હતી. પરંતુ ઓચિંતા આવેલાં આ  બાલદેવો માટે થોડાં ઘણાં નાસ્તા સિવાય કાંઈ નહોતું. મનમાં દિવાળીના દિવસે આ બાળકોને મીઠાઈ અને નાસ્તો વહેચવાનું વિચારી ને બાળકોને વિદાઈ આપી અને ફરીથી દિવાળીના દિવસે આવવા જણાવ્યું. 

* દિવાળી  ક્યારે છે ! એ જ ખબર ના હોઈ, બાળકોએ પૂછ્યું,  

 "  દિવાળી ક્યારે છે ? "  

આ સાંભળી ખૂબ જ દયા આવી કે અરે રે!!!!! 
દિવાળી ક્યારે છે? તે પણ ખબર નથી!!!!!!!

* આજે દિવાળીના દિવસે આ બાળકો , ઘર આગળથી ફૂટેલા ફટાકડાં વીણતાં વીણતાં મસ્તીમાં જતા હતાં. બે દિવસ પહેલાંની  વાત પણ ભૂલી ગયા હતા. 

*  કેવાં નિજાનંદમાં મસ્ત બાળકો! 
 કે જેમને કંઇજ પરવા નથી. 
નથી , 
ભૂત, ભવિષ્યની ચિંતા કે નથી
આપેલા વાયદા ની ચિંતા.

ખરેખર બાળકો ભૂલી ગયા હતા,,,, કે બે દિવસ પછી દિવાળી છે અને અમને  અહીં થી કઈક મળવાનું છે.

* આપવાનુ હોય  તેને ચિંતા, અમે તો અમારી મસ્તીમાં મસ્ત.

* અને,,,,
     આજ સવારથી જ નજર થોડીથોડી વારે  બારીમાં ડોકાતી, આ બાળકોને જોવા,,, 
         બરાબર બાર વાગ્યાની આસપાસ ,,, 

કદાચ આ બાળકોને ભૂખ લાગવાના સમયે જ,,,

આશરે પંદરેક ( તે દિવસ કરતાં વધારે સંખ્યામાં) બાળકો ,,, દિવાળી પર કોઈકે આપેલા રૂપિયા માંથી મનપસંદ પડીકાં ખરીદવાં દુકાને જતાં હતાં. 

અમને આપેલો વાયદો ,,, અને અમને પણ ભૂલીને.

* આખું ટોળું જતું હતું,,, સૌનો બોલાવ્યા અને તેમની સાથે જ , ઉપાઘ્યાય સાહેબ દુકાને ગયા. બાળકોની મનપસંદ વસ્તુઓ , બિસ્કીટ અને પસદગીની  ચોકલેટ્સ ખરીદી અને ,,,, જેમ વાંસળી વાળાની પાછળ ઉંદરો નું ટોળું હતું , તેમ જ સાહેબની પાછળ આખું લંગર.

* વેણું ને આજે દિવાળીને દિવસે પણ રજા નથી,, ચાલુ કામ માં દસેક મિનિટનો બ્રેક લઈ ને બાળકોને મિજબાની આપી. 

* આજ સૌના ચહેરા પર એક અનોખી ખુશી હતી. 

* જેને ,,
દિવાળી ક્યારે છે? 
ફટાકડા કદી ફોડ્યા નથી,
મીઠાઈ કદી ખાધી નથી, 
નવા કપડાં પહેર્યા નથી,

આવાં ,,, અને આવાં જ,,

બાળકોને દિવાળીની  ખુશી આપી, અમે સાચા અર્થમાં ઉજવણી કર્યાની અનંતગણી ખુશી પામ્યા.

🙏 Thanks God !🙏
 હે પ્રભુ! 
આવાં ને આવાં ,, પુણ્ય કાર્યો કરાવજો, 
સૌની ઝોળી ખુશીઓ થી ભરજો. 🙏



     

Friday, 23 October 2020

🙏 शतम जीव शरद: 🌺,,, मा 😘



Happy Birthday Mummy.🎈💐🎂

😘" મારી મા  સૌથી ન્યારી,

મને તો છે એ સૌથી પ્યારી." 😘

🙏 મા તુજ મારી મા. આજે દુર્ગાષ્મી ને દિવસે તારો જન્મ દિવસ છે, તો તું જ મારી જગત જનની છે.🙏

સર્વે જનો દેવી / દેવતાની પ્રાર્થના કરતાં કહે છે; 

જે આજે હું તારા માટે કહું છું. 

* તારાં ગુણગાન ગાવા હું શકિતમાન નથી.🙏

"असितगिरी सम्म स्यात  कज्जलं सिंधु पात्रे ;

सुरतरूवर शाखा लेखनी पत्र मुर्वी, 

लिखती यदि गृहित्वा शारदा सर्व कालं,

तद ड पि गुणाना मिश पा रं न या ति ।" 

 🌺 * મારી મા * મારી ગુરુ * મારાં શિક્ષક* મારી માર્ગદર્શક * મારી પથદર્શક * મારી શક્તિ * મારી ભકિત * મારી મિત્ર * મારી તમામ ઈચ્છાપૂર્તિ કરનાર સાક્ષાત્ મા * મારું જીવન મંગલમય બનાવનાર* મારી જન્મદાતા * અતિ પ્રેમાળ 🌺

* 🌺 મને  દુનિયામાં સૌથી વધુ પ્રેમ આપનાર 🌺

 * * સંગીત તારી રગો માં, જેના વિના તારો અને અમારો સૌનો દિવસ શરૂ થાય અને પુરો થાય. દરેક વસ્તુને ગાઈને શીખવે. સવારે જો આંખ ખુલી જાય તો પણ, તારા  ગીત થી જ ઉઠવા ટેવાયેલા અમે પથારી માં પડી રહેતાં. તું આવે ગીત ગાય પછી જ ઉઠીએ. 

જે ગીત છે:

 " ઉઠો છોલાં , છવાન પન્યું, કુકલો બોલ્યો ને મારી જાગુ જાગી." 

આમ , દરેક વાતો સંગીતમય રહેતી. અને એ સંગીતનો વારસો અમે ત્રણેય ભાઈ- બહેન ને આપ્યો.

* ગણિત અને સમાજવિદ્યા તો તારા પસંદગી ના વિષયો હોય તો અમારા ક્યાંથી નબળા હોય?

* એક આદર્શ શિક્ષક. જે ખૂબ જ પ્રેમાળ. અને હા, જો કોઈ પ્રશ્ન કે  અંગ્રેજીનો  Spelling ના આવડે તો 100 વખત લખવો પડે. 100 વખત લખીએ એટલે આવડે આવડે ને આવડે જ. 

🙏* મમ્મી / પપ્પા ના આદર્શો અને સંસ્કારોથી  આપ બંનેના સહિયારા પ્રયાસોથી  એક આદર્શ શાળા અને આદર્શ શિક્ષક બન્યા, બની રહ્યાં.🙏

🙏* ખૂબ જ કર્તવ્ય નિષ્ઠ શિક્ષક , અને હા, આજે તમારાં કાર્યો ને અમે જોયા છે. જાણ્યા છે અને સાંભળ્યા છે. અને  આજે  અમે પણ તે રીતે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. છતાં પણ તમારાં કામની તોલે અમે નથી તે વાત ચોક્કસ છે.🙏

😘* બાળકની સાથે બાળક બની રહેનાર તુ , આટલી ઉંમરે પણ બાળક બની રહે છે. બધાં જ બાળકોને પ્રેમ ખૂબ જ કરે છે. બધાં ને જ તું જોઈએ છે. તારાં બાળકો તો ખરાં જ , પણ તારા બાળકો ના બાળકો પણ તારી કંપની માગે. દરેક ઉંમરની વ્યક્તિ સાથે તુ તેટલી જ ઉંમરની બની સૌની મિત્ર બની રહે છે, તે તારો વિશિષ્ઠ ગુણ છે. તારાં બધાં જ ગુણો વિશિષ્ઠ જ છે.  સૌને એમ લાગે કે ,"  મમ્મી (બેન) મને જ વધુ પ્રેમ કરે છે. " એટલી લાગણી અને પ્રેમ સૌના પ્રત્યે દાખવનાર. 

* મમ્મીનાં મિત્રો 5 વર્ષ થી લઈને 70 વર્ષ સુધીના છે.

🌺* માતૃપ્રેમ થી ભરેલાં કાવ્યો માં મા ની મમતા વર્ણવેલી છે , તેથી વધુ અમે અનુભવેલી છે.😘

* એક બાળ કેળવણ કાર. હું જયારે ટીચર ટ્રેનિંગ કોર્સ માં અનેરા ભણતી હતી, તે સમયે રાજકોટ- સિસ્ટર નીવોદીતા સ્કૂલ માંથી ગુલાબચંદ જાની અને અન્ય બાળ કેળવણી કારો આવ્યા હતાં. તેમણ જે બાળ કેળવણી ની વાતો કરી હતી,  તે સર્વે મારી મમ્મી માં હતું અને તે બધું જ મેં છેલ્લા દિવસના આભાર દર્શનમાં  વાત કરી એ પછી પણ મારી સાથે મમ્મી એ આપેલ કેળવણી અને તેની રીતો વિશે ચર્ચા ચાલી. ખૂબ ખૂબ ખુશ હતાં. અને હું પણ ખુશ હતી કે મારી મમ્મી એ તો ક્યાંથી પણ આવું શિક્ષણ નથી લીધું છતાં પણ અમારું ઘડતર એક આદર્શ કેળવણીકાર થી કમ નહોતું. હું ખૂબ ખુશ થઈ.

 🌺*દરેક પરિસ્થતિમાં સમભાવ કેળવનાર. એકદમ 

ફ્લેક્ષીબલ સ્વભાવ. 

*  ' ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે' એ એનો જીવન મંત્ર.

* બધાની જ સૌથી વધુ ચિંતા કરનાર.

* બધાની જ માર્ગદર્શક

* બધાં ની જ મિત્ર. 

🌺 તારાં બાળપણ અને સંઘર્ષ ની વાત આ જે મારે નથી કરવી કેમકે તે આખી વાત જ જુદી છે. તેમાંથી ઘણું ઘણું શીખી શકાય અને એ વાત  કરવાની પણ મારી હિંમત નથી. પણ તારું બાળપણ નું વર્ણન સાંભળ્યા પછી ટુંકમાં એટલું જ કહીશ કે , કદાચ એ તારો સંઘર્ષ એ જ અમારી કેળવણી નો આધાર છે.

અને માટે જ તારા જન્મ દિને હું વધુ નહિ વર્ણવું.🙏

બસ, આજે દુર્ગાષ્ટમી ને દિવસે ,

જગત જનની જગદંબા મા દુર્ગા ને એ જ પ્રાર્થના કે 🙏

મારી મા ને દીર્ઘાયુષ્ય અને આરોગ્ય બક્ષે,

તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય, 

🌺 મંગલ હો, ખૂબ મંગલ હો 🌺


ઘણું લખવું છે, મમ્મી પણ,,,, અત્યારે હવે તને 🎂 happy Birthday 🎉 કહેવાનો સમય થઇ ગયો છે. 


ફરી ક્યારેય લખીશ.

અંતે,, આ મારી મનપસંદ કવિતા સાથે મારી વાત પૂર્ણ કરું છું.

 😘Love you much,,, Mummy 😘


🌺તુજ જીવનના અજવાળે

મુજ જીવનને અજવાળું

નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા
રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા
છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા
આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી
રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી
હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી
મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

બર્થ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું
અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું
એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ
પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું

મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું

– ડો. દિનેશ શાહ        

Thursday, 15 October 2020

💫કિમતી રત્નો 💫


આપ  સર્વે ને હું સાત કિંમતી રત્નોની ભેટ મોકલુ છું:-

*(૧) પહેલું રત્ન માફી:-* 
તમારા વિષે કોઈ ગમેં એમ બોલે પણ એને મનમાં ન લાવતા મોટા મનથી એને માફ કરો

*(૨) બીજું રત્ન ઉપકાર:-*
બીજાને કરેલો ઉપકાર ભૂલી જાઓ, ફળની આશા રાખો નહિ.  નિ:સ્વાર્થ ભાવ રાખો.

*(૩)ત્રીજું રત્ન વિશ્વાસ:-* 
તમારી પોતાની મહેનત અને કર્મ પર અતૂટ વિશ્વાસ રાખો, બીજાના આધાર ની અપેક્ષા ન રાખો.

*(૪) ચોથું રત્ન સબંધો:-*
સામેના માણસની કાળજી આપણા કરાતાં વધારે રાખો જેથી સારા સબંધો બનશે અને એ સબન્ધો જાળવી રાખો.

*(૫) પાંચમું રત્ન દાન:-* 
સારા અને ઉત્તમ કાર્ય માટે સરળ હાથે દાન કરો. યોગ્ય પાત્રને દાન કરવાથી ધનની કમી થતી નથી અને મનને સમાધાન મળે છે.

*(૬) છઠું રત્ન આરોગ્ય:-* 
દરરોજ વ્યાયામ-યોગાસન કરો.નિયમિત ચાલવાની ટેવ પાડો અને નિરોગી રહો.

*(૭)  સાતમુ રત્ન વૈરાગ્ય:-* 
હમેશાં યાદ રાખો કે જન્મ અને મૃત્યુ અટલ છે એટલે ભુતકાળ કે ભવિષ્યકાળ માં ન જીવતાં વર્તમાનમાં જીવો. કોઈપણ વાતના દુઃખને મનમાં રાખશો નહિ. ભક્તિમય જીવન જીવો. સ્થિતપજ્ઞ બનો.
એકંદરે જીવન ખુબજ સુંદર છે, એને ભરપૂર મઝાથી જીવો.
માણસ જેમ બદલાય છે તેમ નિસર્ગ- કુદરત પણ બદલાતી હોય એમ લાગે છે. નિસર્ગ ની કેટલી તાકાત છે એ આપણે જોઈ રહ્યા છીએ. 
કુદરતના એક જીવાણુ એ આપણને બતાવી દીઘું છે કે પૈસા, સંપત્તિ, ગાડી, બંગલા, સોનુ કે શ્રીમંતાઈ કરતાંયે આપણું જીવન મહત્વનું છે- જીવ મહત્વનો છે.
 

Friday, 2 October 2020

ગાંધી 2020

 

નામ: મોહનદાસ કરમચંદ ગાંધી
જન્મ: 2 ઓક્ટોબર 1869
મૃત્યુ: 30 જાન્યુઆરી 1948
જન્મસ્થાળ: પોરબંદર (ગુજરાત)
પિતાનું નામ: કરમચંદ ગાંધી
માતાનું નામ: પૂતળીબાઇ
પત્નિનું નામ: કસ્તુરબા

આજે 2 ઓક્ટોબર, ત્યારે આ દિવસને ગાંધી જંયતી તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે ભારતના રાષ્ટ્રપિતા

મહાત્મા ગાંધીનો જન્મ થયો જતો. આ સાથે જ સમગ્ર દેશમાં આ દિવસને અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ

મનાવવામાં આવે છે. લોકો તેમને પ્યારથી બાપુ કહેતા હતા. ભારતને સ્વતંત્રતા અપાવનારા ગાંધીજીને

‘ફાધર ઓફ ધ નેશન’ના નામથી પણ ઓળખવામાં આવે છે. 

૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા

પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ

વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ

ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને

સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં

તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું

સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી.

૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી.

પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો.

૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી.

‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે

સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો,

પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને

ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું

સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની

પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા

ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની

હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના

ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી

છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.

ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને

પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ

અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં

ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત

સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે.


એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં,

વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી

આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી

નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને

નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના

મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે,

એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા

પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે.

અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે.

ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.

 

‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી

પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો,

સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ,

રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે.

એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.

 

‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને

એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી,

સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે.

લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના

કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.

 

‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં

એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં

સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.

 

‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે

કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય,

પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી,

સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો

પણ પ્રયત્ન છે.

 

આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫),

‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨),

‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭),

‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮)

વગેરે એમના અનેક પુસ્તકો છે.

 

એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો

પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે.

આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦),

‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક

મરણોત્તર પ્રકાશનો થયાં છે.


ગાંધીજી 21 વર્ષ સુધી દક્ષિણ આફ્રીકામાં રહ્યા, આ દરમિયાન તે 4 વાર જેલમાં ગયા હતા.
ઉપરાંત તેમણે ફિનિક્સ
અને ટોલ્સટોય આશ્રમ સ્થાપ્યાં.

ગાંધીજી ભારતમાં 7 વાર જેલમાં ગયા હતા.

ગાંધીજી 17 વાર ઉપવાસ પર બેઠા હતા.

ગાંધીજીનું નામ 5વાર નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યું પણ અત્યાર સુધી તેમને નોબેલ પુરસ્કાર
આપવામાં આવ્યો નથી.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 15 જૂન,2007ના દિવસે જાહેરાત કરી હતી કે દર વર્ષે

2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવવામાં આવશે.


ગાંધી શાંતિ પુરસ્કાર

મહાત્મા ગાંધીના નામ પરથી આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર ભારત સરકાર દ્વારા દર વર્ષે

આપવામાં આવે છે. ૧૯૯૫ માં તેમના જન્મની ૧૨૫ મી વર્ષગાંઠ નિમિત્તે

ગાંધીજી દ્વારા પૂરા

પાડવામાં આવેલા આદર્શોને શ્રદ્ધાંજલિ રૂપે શરૂ કરાઈ હતી.

અહિંસા અને અન્ય

ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને

રાજકીય પરિવર્તન તરફના યોગદાન માટે

વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવેલો આ વાર્ષિક પુરસ્કાર છે.

આ એવોર્ડ રૂ. ૧કરોડ રોકડ, એક તકતી અને પ્રશંસાપત્ર દ્વારા અપાય છે.

તે રાષ્ટ્રીયતા, નસ્લ, લિંગ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો

માટે ખુલ્લું છે.

લાલ બહાદુર શાસ્ત્રી

લાલ બહાદુરશાસ્ત્રી જીવન પરિચય

 નામ: લાલ બહાદુરશાસ્ત્રી

જન્મ: 2 ઓક્ટોબર 1904

જન્મસ્થળ: મુગલસરાય, (ઉત્તર પ્રદેશ)

મૃત્યુ: 11 જાન્યુઆરી 1966

પિતાનું નામ: શારદા પ્રસાદ

માતાનું નામ: રામદુલારી દેવી

પત્નિનં નામ: લલિતા શાસ્ત્રી

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.  એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા. 

લાલ બહાદુર શાસ્ત્રી ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાન હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા.