Wednesday, 19 September 2018

Om namah shivay

શિવલિંગ એ સામાન્ય પત્થરથી કઈ રીતે જુદો પડે છે.
    શું માત્ર પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી જ એ પત્થર પત્થર ન રહેતા એક દેહધારી બની જાય છે. શું તે શિવલિંગમાં એવું કોઈ તત્ત્વ હોય છે કે જે તમારી પ્રાર્થનાને અનંત બ્રહ્માંડમાં પહોંચાડી તમને તેની પ્રતિક્રિયા રૂપે વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. આવા પ્રશ્નો સહેજે થાય છે. અહિં આ મુદ્દે જ વિશેષ છણાવટ આપવામાં આવી છે.

શું છે આખરે શિવ તત્ત્વ શિવલિંગમાં….

ભૌતિક કારણોમાં એવું જણાવવામાં આવે છે કે શિવજીએ વિષપાન કર્યું  હોવાથી તેમનાં શરીરમાં દાહ થતો હોવાથી જળાભિષેક કરવો જોઈએ. તો વિવિધ પ્રકારે અભિષેક કરવાથી વિવિધ ફળની પ્રાપ્તિ પાછળ  જે તે ક્ષેત્રમાં નકારાત્મક ઉર્જાને હણીને સકારાત્મક ઉર્જા ફેલાય છે તેવું આપવામાં આવે છે. જ્યારે અધ્યાત્મિક રીતે એવું જણાવવામાં આવે છે કે માથા આજ્ઞા ચક્ર હોય છે. જેમાં શરીરમાં રહેલી નાડીઓ જેવી કે ઈડા અને પિંગળા મળતી હોવાથી તેમાંથી ઉર્જાનું વહન થાય છે. જે તમારી સમજવાની અને વિચારવાની ક્ષમતાને સંચાલિત કરે છે. જેને શિવસ્થાન કહે છે. તેથી મન શાંત રહે તે માટે શિવને અભિષેક કરવામાં આવે છે.

આ વાત વિજ્ઞાનની મદદથી જાણવા કોશિશ કરવામાં આવી. જેમાં ભારતભરમાં રેડિયો એક્ટિવ સ્થળોનો મેપ તૈયાર કરવામાં આવ્યો ત્યારે આશ્રર્ય વચ્ચે જ્યાં જ્યાં શિવાલયો હતાં ત્યાં ત્યાં રેડિયો એક્ટિવ તત્ત્વો હોવાનું જાણવા મળ્યું.

આથી એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે શિવલિંગ અનેક વિશેષ એનર્જીનો ભંડાર છે. શિવલિંગ અન્ય કઈં નહિં પણ ન્યૂક્લિયર રિએક્ટર્સ જ છે. તેથી જ તો તેના પર જળ ચઢાવવામાં આવે છે જેથી તે શાંત રહે. મહાદેવના તમામ પ્રિય પદાર્થો જેવા કે બિલિપત્ર, આંકડો, ધતૂરો, ભાંગ, જાસુદ વિગેરે તમામ ન્યૂક્લિયર એનર્જી શોષનારા તત્ત્વો છે. આ વસ્તુ જ બતાવે છે કે હિંદૂ ધર્મ કેટલો આગળ છે. તેમાં કેટલી હદે વિજ્ઞાન સમાવિષ્ટ છે. શા માટે શિવલિંગને અપૂજ ન રખાય તે વાત આમાંથી જાણવા મળે છે. સાથોસાથ શિવને ચઢાવેલું કેમ સામાન્ય માનવી એ ન ખાવું જોઈએ તે વાત પણ સમજી શકાય છે. કારણ કે તે રેડિયો એક્ટિવ તત્ત્વો ધરાવતું હોય છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે શિવને ચઢાવેલું એ શિવનિર્માલ્ય થઈ જાય છે. તે પછી સામાન્ય માનવીથી લઈ શકાય નહિં..

શિવલિંગને ચઢાવેલું પાણી પણ રિએક્ટિવ થઈ જાય છે. તેથી જ જળ નિકળતી નાળને લાંધવામાં આવતી નથી. ભાભા એટમિક રિએક્ટરની ડિઝાઈન પણ શિવલિંગ જેવી જ છે. શિવલિંગ પર ચઢાવેલું જળ નદીના વહેતા પાણીમાં સાથે વહીને ઔષધીનું રૂપ લે છે. શિવ પર ચઢતી વસ્તુઓએ એવા એવા વિચિત્ર અને કદાચ હજી વિજ્ઞાન શોધી પણ શક્યું નથી. તેવા રોગોનો મૂળમાંથી ઈલાજ કરે છે. તેથી જ તે અલભ્ય હોવાથી તે શિવ પર ચડાવીને તેનું આ રીતે પેઢી દર પેઢી સંવર્ધન કરવામાં આવે છે. આપણી પરંપરાઓની પાછળ કેટલું ઉંડું વિજ્ઞાન છૂપાયેલું છે, જેને ઘર્મનો આંચળો ઓઢાળવામાં આવ્યો છે. જેથી આવનારી માનવપેઢીઓ અનંત વર્ષો સુધી સુખી રહે તે ભાવના ઉજાગર થયા વગર રહેતી નથી.

શિવની પૂજામાં સાચે જ કહેવામાં આવ્યું છે કે

તં તત્ત્વમ્ ન જાનામિ, શિવ દર્શનમ્ ભવામિ યુગે યુગે.

એટલે કે હે શિવ, તમારા તત્ત્વોનો પાર અમે પામી શકતા નથી. ભવોભવ અમે શિવ દર્શન કરતાં રહીએ.

જ્યાં સુધી શિવ દર્શન અને શિવ પૂજન થતું રહેશે ત્યાં સુધી માનવ કલ્યાણનો માર્ગ પ્રશસ્ત થતો રહેશે.🙏🌺

Monday, 3 September 2018

કાન્હા, હેપ્પી બર્થડે 🌹🎂🌹

विश्वके सबसे बड़े राजनीतिज्ञ , युद्ध विशेषज्ञ , कानून विशेषज्ञ , प्रेम विशेषज्ञ, परिवार विशेषज्ञ , खेल विशेषज्ञ श्री कृष्ण जी को जन्म तिथी जन्माष्टमी की खूब खूब शुभकामनाए |

उनके आशीर्वाद भारत के तमाम लोगो पर बने रहे सबको मार्गदर्शित करे |
जय श्री कृष्णा |

सच्चिदानन्द रूपाय विश्वोत्पत्यादि हेतवे
तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नुमः

जिसका स्वरूप सच्चिदानन्द है, जो इस समस्त विश्वकी उत्पत्ति, पालन एवं संहार करते है, जो उसके भक्तो के लिए तीनो ताप का विनाश करते है, हम सभी वोह श्री राधा कृष्णको नमन करते है,

पद्म पुराण में इस श्लोक से श्रीमद भागवत महात्म्य का प्रारंभ होता है. मेने मेरे गुरदेव एवं अन्य संतोके श्रीमुख से इस श्लोक का विस्तारपूर्वक विवेचन सुना है. मेने मेरी मति अनुसार जो सुना है में वह प्रस्तुत करताहू.

सत – नित्य एवं शास्वत. प्रश्न: सत एवं असत में क्या अंतर है? उत्तर: सत वोह है जिसमे परिवर्तन नहीं होता है. वेदांत दर्शन में सत्य की व्याख्या यही है की जो तत्त्व परिवर्तनशील है वोह नाशवंत है अपितु सत्य नहीं, परन्तु जो प्राकृतिक बंधनों से पर है एवं परिवर्तनशील नहीं है, वोह ही सत्य हो सकता है. भगवद गीता में भी भगवान श्री कृष्ण कहते है की ‘नासतो विद्यते भावो नाभावो विद्यते सतः’, जो असत है उसका अस्तित्व नहीं है एवं जो सत है उसका नाश नहीं होता, क्यूंकि वो नित्य है.

चित – शुद्ध चैतन्य,

आनंद – परम विलास. प्रश्न: सुख एवं आनंद में भेद है? उत्तर: जी है, सुख इस संसार जगत के साथ द्वंद बंधनों से पर नहीं है, क्यूंकि सुख, दुःख के साथ बंधा हुआ है, जेसे हर्ष और शोक, ठंड और गर्मी, ऐसा ही इस संसार माया में द्वंद है परन्तु जो वेदिक शास्त्र जब आनंद की व्याख्या देते हे वोह इस संसार की अनुभूतियो के पर है जिसमे द्वन्द कदापि नहीं है.

रूपाय – जिसका स्वरूप हे,

विश्व – इस सकल संसार जिसमे सभी जल, पृथ्वी, वायु, तेज, अग्निसे बनाया गया है और सर्व सांख्य दर्शन के तत्त्वों जिसका उल्लेख श्रीमद भागवत महापुराण में विस्तारपूर्वक रचना हुई है महाऋषि कपिल और माता देवहुति के संवाद में.

उत्पति – प्रारम्भा, निर्माण. प्रश्न: कृष्ण के पहले और कुछ था? उत्तर: नहीं, श्रीमद भागवतमें भगवान कहते है की ‘अहमेवा समेवाग्रे नान्यद यत सदसत परम’ – ‘मेरे सिवा और कुछ नहीं था, नहीं इस सृष्टि के तत्त्व थे नहीं इस सृष्टि’, यह प्रमाण हे के भगवान कृष्ण के अलावा कुछ नहीं था. वोही इस इस सकल संसार के रचेता है.

आदि – वगेरे, का पोषण एवं संहार, इस शब्द जब हम श्लोक के स्थूल रूप में लिया तो शब्दार्थ होता है ‘वगेरे’, परन्तु जब हम उसके भावार्थ को समजे तो लिखा हुआ है ‘पोषण एवं संहार’. क्यूंकि उत्पति की पहले व्याख्याकी है तो सरल है की पोषण एवं संहार ही होना चाहिए. प्रश्न: पोषण एवं संहार कौन करता है? उत्तर: मूल तत्त्व केवल भगवान कृष्ण है परन्तु इस सकल संसार के लिया अन्य देवी देवता भगवान की आज्ञा से सृष्टि सेवा में व्यस्त है.

हेतवे – जिसका हेतु, निर्माता, बिज, करता,

त्रय – तीनों,

ताप – दुःख का विभाजन: अध्यात्मिक, अधिदैविक एवं अधिभौतिक,

विनाशाय – संपूर्ण नष्ट करता है,

श्री – श्री राधा. प्रश्न: यह राधा का नाम क्युं? उत्तर: वेदिक धर्मं अनुसार, जब हम प्रभु के नाम लहते है, उसके पहले हम उसके देविशक्ति का आवाहन एवं स्मरण करते है. श्रीमती राधारानी, श्री कृष्ण की अविछिन ह्लादिनी शक्ति है. श्री राधाजिकी कृपा से ही जीव श्री कृष्ण प्रेम को अनुभव कर सकते है. ,

कृष्णाय – उस कृष्णको जो पूर्ण पुरुषोत्तम भगवान है,

वयम – हम सब जीव,

नुमः – नमन करते है

हम जब इस श्लोक की विभाजन करते है तो श्री कृष्ण के तिन लक्षणों के दर्शन होते है, वोह है स्वरूप, कार्य और स्वभाव. सत, चित और आनंद, श्री कृष्णकी स्वरूप दर्शन है. श्री कृष्ण का कार्य दर्शन है इस सकल संसारकी उत्पत्ति, पालन एवं अंत में संहार, एवं तीसरा दर्शन है भगवान का स्वभाव, जो संतो, भक्तो एवं साधको के तीनों दुःख को मूल से विनाश करदेते है

                                 🙏 જય શ્રી કૃષ્ણ 🙏

Friday, 31 August 2018

Man

*' જો ઉપયોગ લેતાં આવડે તો મનુષ્યનું મન જ અદ્ભૂત બળનો ભંડાર છે.અનુકૂળ મન એટલે જ સુખ અને પ્રતિકૂળ મન એટલે જ દુઃખ.જો કે સુખ,દુઃખ અને મન-આ બધુંય દૃશ્ય પદાર્થો જ છે.પણ સગુણ બ્રહ્મક્ષેત્રે તેનું મહત્વ ઘણું જ છે.પ્રકૃતિ તત્ત્વનું યથાર્થ રહસ્ય જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી પ્રકૃતિનો અતિક્રમ કરી,પ્રકૃતિથી પર પુરુષતત્ત્વમાં સ્થિતિ પમાય નહીં.જો કે પરમાત્મા સર્વનો આધાર છે.તે કોઈનેય ભુલ્યો નથી. ભૂલે તેમ છે પણ નહીં,કેમ કે તે સર્વનો અંતરાત્મા બનીને રહેલો છે.તેની તરફ નજર જવી જોઈએ. પરમાત્મા ખોયો નથી પણ ભુલાયો છે.સર્વની ચિંતા તેને છે કારણ કે તે વિશ્વંભરનાથ છે.તે સર્વનો છે અને સર્વમાં સમાયો છે.તે સર્વ વ્યાપક છે.બધે તે જ છે.તે સ્વયં અમર અસ્તિત્વ છે.આપણે ક્યાં છીએ ?'-પ.પૂ.દયાળુ ભગવાન*

Hari om

"...સાધનાની દ્રષ્ટીએ દેહ એ સાધન છે. દેહની અંદર ઇન્દ્રીયો છે. આ ઇન્દ્રીયોની અંદર જે શક્તિ, જે તત્વ વ્યાપેલુ છે એ પ્રાણતત્વ છે અને ઇન્દ્રીયોના વિષયમા જે તત્વ ફેલાય છે એ જીવતત્વ છે. ઇન્દ્રીય છે એ સ્વાદ લે ત્યા સુધી વાંધો નથી. પણ સ્વાદમા ફસાઇ જાય ત્યાં વાંધો છે. એ રીતે જીવ રુપમાં ફસાઇ જાય છે. પ્રાણ તો ત્યાં ને ત્યાં જ રહે છે. આ પ્રાણ અને જીવનો સંબંધ ક્યાં અને કેવો છે? પ્રાણ અને જીવનો સંબંધ અને કામગીરી છે એ શ્વાસોચ્છવાસના માધ્યમથી ઓળખાય છે.

શ્વાસોચ્છવાસમા ભીતરનુ જે બિંદુ છે ત્યા પ્રાણનુ રુપાંતર થાય છે, જીવનુ પ્રાણમા રુપાંતર થાય છે. બહારનુ જે બિંદુ છે ત્યા પણ એ રીતે રુપાંતર થાય છે. પણ આ બે બિંદુને ઓળખીને જો એકસાથે પકડવામા આવે ત્યારે જે અવસ્થા પ્રગટ થાય છે એ છે ભૈરવ અવસ્થા. અગાઉ આ વિધિ બતાવી. હવે એ વિધિની ગહેરાઇમા ઉતરવાની વિધિ બતાવે છે.

'વિષદ યુગ્મ' - વિષદ એટલે આકાશ, ખાલી જગ્યા. શ્વાસોચ્છવાસ ચાલે છે ત્યારે શ્વાસ અંદર જાય છે અને બહાર આવે છે. અંદર એક સ્પેસમાં - આકાશમા જાય છે અને બહાર પણ એક આકાશમા જાય છે. અંદરના આકાશને અંતરાકાશ કહે છે, બહારના આકાશને બહિરાકાશ કહે છે. આ બન્ને આકાશ પ્રત્યે ધ્યાન દેવાનુ છે અને જ્યારે આ ધ્યાન દેવામા આવે છે ત્યારે ભૈરવી અવસ્થા પ્રગટ થાય છે. ભૈરવી સત્તા વડે ભૈરવ અવસ્થા પ્રગટ થાય છે. આપણે શ્વાસ લઈએ પણ આપણને ખબર જ નથી કે બે આકાશ છે. જ્યારે સભાનતાથી જોવામા આવે ત્યારે આ અંદર અને બહાર એ બન્ને આકાશ પકડાય.

હવે પ્રાણમાથી જીવ ક્યારે બને છે અને જીવમાથી પ્રાણ ક્યારે બને છે? શાસ્ત્રીય પરિભાષામા જીવને અપાન કહે છે. ઉર્ધ્વ પ્રાણ, અધઃજીવ. પ્રાણ-અપાનની જે ગતિ છે એને બૌદ્ધ પરંપરામા અનાપાનસત્તિ યોગ કહ્યો છે. શ્વાસને જોવામા આવે એને વિપશ્યના કહી છે. પણ જોવુ શું? જોવાનુ એ છે કે પ્રાણમાથી અપાન અને અપાનમાથી પ્રાણ, અથવા તો પ્રાણમાથી જીવ અને જીવમાથી પ્રાણનુ રુપાંતર કઈ રીતે થાય છે, અને આ બેની વચ્ચે ભૈરવી અવસ્થા ક્યાં આવી.

આ શરીર છે, દેહ છે એ એક કારખાનુ છે, એક સાધન છે. આ સાધન બહુ રહસ્યમય છે. દેહનુ મુખ્ય લક્ષણ છે રુપાંતર કરવાનુ. તે દ્રવ્યનુ ઉર્જામા રુપાંતર કરે છે, અને એક ઉર્જાનુ બીજી ઉર્જામા રુપાંતર કરે છે. આપણે સ્થુળ ખોરાક લઈએ છીએ એમાથી શક્તિ આવે છે અને એ શક્તિનુ બીજી શક્તિમાં રુપાંતર થાય છે. પ્રાણનુ જીવમા અને જીવનુ પ્રાણમા રુપાંતર થાય છે. આ રુપાંતર ક્યાં અને કઈ રીતે થાય છે અને રુપાંતરની પ્રક્રિયાને આપણે વધારી કે ઘટાડી શકીએ કે કેમ? તંત્ર આ માટેની વિધિ આપે છે.

બહાર ભાણામા ખોરાક પડ્યો છે. બહાર પડ્યો છે ત્યા સુધી એમા કાંઇ નથી થતુ. પણ જેવો એ ખોરાક પેટમા ગયો એટલે એમાથી રસ, રસમાથી રક્ત બનશે. પછી એમાથી માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને વિર્ય બનશે, આ ખોરાકને મોઢામા મુક્યા પછીની પ્રક્રિયા. એવી રીતે શ્વાસની જે ક્રિયા છે એમા રુપાંતર થાય છે. આ રુપાંતર અમુક સ્પેસમાં, આકાશમા થાય છે. અગાઉ કહ્યુ એમ અંદર અને બહાર એમ બે આકાશ છે, જ્યાં શ્વાસની અંદર જતી ઉર્જાનુ રુપાંતર થાય છે. બહાર અને અંદર, એ બન્ને આકાશમા પ્રાણનુ જીવમા અને જીવનુ પ્રાણમા રુપાંતર થયા કરે છે.

જે સત્તાથી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે એ સત્તા સુષુપ્ત પડી છે. એ ભૈરવી સત્તા છે..."

🌹 *સ્વામી બ્રહ્મવેદાંતજી*  🌹

Jay Bhagvan

*'આપ સ્વયં 'પોતાને જ' સમજવા પ્રયત્નશીલ બનો,અભ્યાસી બનો.જેને તમે 'હું છું' કહો છો તે 'હું' શું છે? અગર જો આપણે આપણી અંદરની અંતઃચેતનાને જાગૃત કરવી હોય,એક શાંત રચનાત્મક,ઉચ્ચ ભાવનાત્મક અને દિવ્ય ક્રિયાત્મક ભૂમિકા રચવી હોય તો તે ત્યારે જ બને કે જ્યારે આપણે જાણીએ કે વાસ્તવમાં 'હું કોણ છું'...આ જે હું છે તે સ્ત્રી અને પુરુષ બંનેથી નિરપેક્ષ તત્ત્વ છે,તે દેહ નિરપેક્ષ તત્ત્વ છે.કોઈ પણ પ્રશ્નની નિષેધાત્મક બાજુ ત્યારે જ જોર પકડે કે જ્યારે તેની વિધેયાત્મક બાજુની ઉપેક્ષા કરવામાં આવે.આમ થતાં તેની રચનાત્મક શક્તિ શૂન્ય બની જાય છે.પરંતુ જો રચનાત્મક શક્તિનું અંતસ્તત્ત્વ જાગૃત થઈ જાય છે તો નિષેધાત્મક શક્તિની પોકળતા આપોઆપ ખુલ્લી પડી જાય છે.અગર જો અંતસ્ ચેતના જાગૃત થઈ જાય તો મામુલી માધ્યમ દ્વારા પણ પ્રચંડ કાર્ય થઈ શકે છે.'-પ.પૂ.દયાળુ ભગવાન*

Be your self

ताओ उपनिषाद (प्रवचन-10)
भरे पेट और खाली मन का राज....

एक बहुत प्रसिद्ध कथा है जूडो की। एक बहुत बड़ा तलवारबाज/ सोर्ड्समैन है। वह इतना बड़ा तलवारबाज है कि जापान में उसका कोई मुकाबला नहीं है। एक रात वह दो बजे अपने घर लौटा है। जब वह अपने बिस्तर पर लेटने लगा, तो उसने देखा, एक दीवार से बड़ा चूहा निकला है। उसे बड़ा क्रोध आया। उसने चूहे को डराने-धमकाने की कोशिश की अपने बिस्तर पर से ही, लेकिन चूहा अपनी जगह पर बैठा रहा। उसे बड़ी हैरानी हुई। वह बड़े-बड़े लोगों को धमका दे, तो भाग खड़े होते हैं! चूहा! उसको इतना क्रोध आ गया कि उसके पास में ही सीखने के लिए रखी लकड़ीे की तलवार उठा ली और जोर से चूहे पर हमला किया। हमला उसने इतने क्रोध में किया, चूहा जरा इंच भर सरक गया। उसकी तलवार जमीन पर पड़ी और टुकड़े-टुकड़े हो गई और चूहा अपनी जगह बैठा रहा। तब जरा उसे घबराहट पैदा हो गई। चूहा कोई साधारण नहीं मालूम होता। उसके वार को चूक जाना, इसकी कल्पना भी नहीं थी।

वह अपनी असली तलवार लेकर आ गया। लेकिन जब चूहे को मारने के लिए कोई असली तलवार लेकर आता है, तो उसकी हार निश्चित है। चूहे से डर तो गया वह बहुत और चूहा असाधारण है। हाथ उसका कंपने लगा। और उसे लगा कि अगर असली तलवार टूट गई, तो फिर इस अपमान को सुधारने का कोई उपाय न रह जाएगा। उसने बहुत सम्हल कर मारा। और जो जानते हैं, वे कहते हैं, जितना सम्हल कर आप निशाना लगाएंगे, उतना ही चूक जाएगा। क्योंकि सम्हलने का मतलब है कि भीतर डर है, भीतर घबड़ाहट है, कंपन है। अगर भीतर कोई डर या घबड़ाहट न हो तो आदमी सम्हल कर काम नहीं करता। काम करता और है, हो और जाता है। उसने तलवार मारी उसे। एक क्षण उसका हाथ बीच में कंपा और जब तलवार नीचे पड़ी, तो टुकड़े-टुकड़े हो गई। चूहा फिर जरा सा हट गया था।

उस तलवारबाज की समझ के बाहर हो गई बात। उसने होश खो दिया। उसने गांव में खबर की कि किसी के पास बिल्ली हो, तो ले आओ। दूसरे दिन गांव के एक धनपति ने अपनी बिल्ली भेजी। वह कई चूहों को मार चुकी थी। लेकिन तलवारबाज डरा हुआ था और जिस धनपति ने बिल्ली भेजी थी, वह भी डरा हुआ था। क्योंकि जब तलवारबाज की तलवार टूट गई हो, तो बिल्ली कहां तक सफल होगी?उधर बिल्ली को भी खबर मिल गई थी। बिल्ली ने बहुत चूहे मारे थे, लेकिन इस चूहे से आतंकित हो गई थी। रात भर सो न पाई। सुबह जब चली, तो पूरी तैयारी से चली। रास्ते में पच्चीस योजनाएं बनाईं। कभी-कभी उसके मन को भी हुआ, मैं यह क्या कर रही हूं! चूहे तो मुझे देखते ही भाग जाते हैं और मैं योजना कर रही हूं? लेकिन योजना कर लेनी उचित थी, चूहा असाधारण मालूम होता था।

बिल्ली दरवाजे पर आई। उसने भीतर देखा तो चूहे को देखकर कंप गई। चूहा बैठा था। तलवार टुकड़े-टुकड़े पड़ोस में पड़ी थी। इसके पहले कि बिल्ली आगे बढ़े, चूहा आगे बढ़ा। बिल्ली ने बहुत चूहे देखे थे। लेकिन कोई चूहा बिल्ली को देख कर आगे बढ़ेगा! बिल्ली एकदम बाहर हो गई।

तलवारबाज की हिम्मत बिलकुल टूट गई कि अब क्या होगा! सम्राट को खबर की गई कि आपके राजमहल की बिल्ली भेज दी जाए, अब कोई और उपाय नहीं है। सम्राट के पास जो बिल्ली थी, वह निश्चित ही देश की श्रेष्ठतम, कुशल बिल्ली थी। लेकिन वही हुआ जो होना था। सम्राट की बिल्ली ने चलते वक्त सम्राट से कहा, आपको शर्म आनी चाहिए, ऐसे छोटे-मोटे चूहों को मारने को मुझे भेजते हैं। मैं कोई साधारण बिल्ली नहीं हूं!

लेकिन उसने भी यह अपनी रक्षा के लिए कहा था। खबर पहुंच गई कि चूहा आगे बढ़ा और बिल्ली वापस लौट गई, कि तलवार टूट गई, योद्धा हार गया है, कि चूहे का आतंक पूरे गांव पर छाया हुआ है, चूहा साधारण नहीं है। लेकिन बचाव के लिए उसने राजा से कहा कि इस साधारण से चूहे के लिए आप मुझे भेजते हैं? सम्राट ने कहा, चूहा साधारण नहीं है। और आतंकित मैं भी हूं कि तू लौट तो न आएगी!

और जो होना था, वही हुआ। बिल्ली गई और उसने जोर से झपट्टा मारा। लेकिन चूक गई। दीवार से उसका मुंह टकराया, लहूलुहान होकर वापस लौट गई। चूहा अपनी जगह था

गांव में एक फकीर के पास भी एक बिल्ली थी। सम्राट की बिल्ली ने कहा कि अब और कुछ रास्ता नहीं है, उस फकीर के पास जो बिल्ली है, वो हम सब की गुरु है और जिससे हमने कला सीखी है। वह मास्टर कैट थी। उस बिल्ली को बुलाया गया। सारे गांव की बिल्लियां इकट्ठी हो गईं, क्योंकि यह चमत्कार का मामला था। अगर फकीर की बिल्ली हार ती है, तो फिर बिल्ली सदा के लिए चूहों से हार जाएगी।

चूहा अपनी जगह बैठा था। फकीर की बिल्ली जब भीतर जाने लगी, तो सभी बिल्लियों ने सलाह दी कि देखो ऐसा करना, कि वैसा करना। फकीर की बिल्ली ने कहा, मूर्खो, अगर योजना बनाओगी चूहे को पकड़ने की, तो चूहे को कभी न पकड़ पाओगी। क्योंकि जिस बिल्ली ने योजना बनाई, वह हार गई। योजना बनाने का मतलब ही यह है कि चूहे से डर गए तुम। चूहा ही है न! पकड़ लेंगे। पकड़ ने में किसी कला की जरूरत नहीं है, बिल्ली होना ही हमारी कला है। हम पकड़ लेंगे।

योद्धा ने भी कहा कि थोड़ा सोच लो, अगर तू भी लौट गई, तो मुझे घर छोड़ कर भागना पड़ेगा। क्योंकि इस कमरे के भीतर मैं अब नहीं जा सकता। उस चूहे को देखना भी ठीक नहीं है अब। वह वहीं बैठा है अपनी जगह पर। उस बिल्ली ने कहा, ये भी कोई बात हैं! सब शांत रहें।

वह बिल्ली भीतर गई और चूहे को पकड़ कर बाहर आ गई। बिल्लियों की भीड़ लग गई। उन सब ने पूछा कि चूहे को तुमने पकड़ा कैसे? क्या है तरकीब? उस बिल्ली ने कहा, मेरा बिल्ली होना काफी है। मैं बिल्ली हूं और यह चूहा है। चूहे सदा कोआपरेट/ सहयोग करते रहे। बिल्लियां सदा पकड़ती रहीं। यह हम दोनों का स्वभाव है, यह पकड़ा जाए गा और मैं पकड़ लूंगी। तुमने योजना बनाई, इसी से भूल हो गई। तुम बुद्धि को बीच में लाए,
इसी से परेशान हुए।

झेन फकीर इस कहानी को सैकड़ों साल से कहते रहे हैं। यह बिल्ली गरीब फकीर की बिल्ली थी। सम्राट की बिल्ली के बराबर न इसके पास शरीर था, न ताकत थी। इसके हाथ में तलवार भी न थी। यह साधारण बिल्ली थी। पर उस बिल्ली ने कहा कि मेरा स्वभाव, यह चूहे का स्वभाव, इसमें कोई अनहोना नहीं हुआ है।

Monday, 7 May 2018

✍️ મારો માગૅદશૅક 💫 મિત્ર 🤝 ભાઈલો 😘

       


  Happy birthday 🎂 dear 😘

🌺 તારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય.🙏

* સતત તારા જ માર્ગદર્શનથી તારી ધાકમાં  કામ કરતાં કરતાં,  કેવી રીતે કામ કરવું! ,બાળકોને કેવો વ્હાલ કરવો! , કાર્યમાં નવીનતા કેવી રીતે લાવવી ! અસરકારક શિક્ષણકાર્ય કેવી રીતે કરવું ! સમયપાલન! કર્તવ્ય નિષ્ઠા! લેખન કૌશલ્ય ,,, વગેરે જેવા સદગુણો વિકસાવનાર. 


         એકદમ સ્પષ્ટ વક્તા ! નીડર ! બાહોશ ! ખૂબ જ મહેનતુ ! ખૂબ મહત્ત્વકાંક્ષી ! પરોપકારી ! સૌને મદદ કરનાર ! 

   * અત્યંત કઠોર છતાં પણ એથી વિશેષ નરમ !!!!

   * મારી સાથે સૌથી વધુ ગુસ્સો કરનાર !!!!!!!!

     * મારા પ્રથમ ઈનોવેશન વખતે મારી આંખોમાં આંસુ લાવી દીધેલાં. કંઈ જ ચલાવી ન લે. બઘું જ પરફેક્ટ જ કરવું પડે. જ્યારે પ્રથમ વખત GCERT માં મારું presentation હતું ત્યારે અમે સવારે આવવામાં લેટ પડ્યાં. એ વખતે તો તુ  મને કંઈ જ ન બોલ્યો, મારી હાજરી લઈને કામ આગળ કર્યુ. બધો જ કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ , મારું આવી બન્યુ. મેં મારી સાચી રજૂઆત કરીને , તુ જે બોલ્યો તે ચૂપચાપ સાંભળી લીધું. 


   *  "શિક્ષક થયાં છો તો ; શૈક્ષણિક લેખો , બાળ ઊપયોગી સાહિત્યો લખો , યોગ વશિષ્ઠ કેમ ? લેખો અલગ અને કામ અલગ !!! " આમ મને સ્પષ્ટ જણાવી દીધું. એ પછી મેં વાર્તાઓ લખવાની શરૂ કરી. મારા પ્રથમ પુસ્તકની આતુરતાથી રાહ જોનાર અને હજુ સુધી પ્રકાશીત નથી થયું તે બદલ આકરો ઠપકો આપનાર. " તારાથી કંઈ જ નહીં થાય ! તુ કેટલાં વર્ષોથી કહે છે , હજુ સુધી કંઈ જ નથી કર્યુ !!"  તારા આવાં આકરાં વાક્યો ફરી મને જગાડી, ઉત્સાહ વધારે અને હું મારી આળસ ખંખેરી કામે લાગી જાઉં. 

   * ગયાં વર્ષે પપ્પાનું તેરમું હતુ, તારા જન્મ દિવસે. તુ એવુ કહેતો હતો કે, " આજ પછી કદી મારી બર્થડે પર કેક નહીં કપાય! " મમ્મીએ તને તારી દીકરીઓની ખૂશી માટે જન્મ દિવસની ઉજવણી  કાયમ કરવા જણાવ્યું હતું.


ભગવાન તમને તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે.

💐જન્મદિવસ ની શુભકામના💐


સફળતા તમને ચૂમે.

સુખ તમને ગળે લગાવે.

તક તમને પસંદ કરે.

સમૃદ્ધિ તમારો પીછો કરે.

પ્રેમ તમને ભેટી પડે.

શ્રેષ્ઠ મિત્રો તમારી આસપાસ રહે… જન્મદિવસ મુબારક !!!

   

🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺


Last year.......

    😊 તારી સાથે, માણ્યુ છે મસ્ત બાળપણ !!! 😘

  🌺 જન્મ દિવસની ઘણી ઘણી મંગલકામનાઓ🌷

         ભાવ્લા માંથી ડૉ.ભાવેશ પંડ્યા બનેલ, ખાસ તો  તારુ  જ બાળપણ આજે વાગોળવાનું મન છે.પણ તારી સાથે મને પણ જે મજા આવી છે તે પણ મજાનું છે.😄

        " બળતા બપોરમાં વાતા વંટોળમાં,રાયણની કોકડી લઈ હા,હા રે અમે વનમાં ભટકતા ભઈ"
            આ અને આવા કંઈક બાળગીતો આપણને ગાવાની જે મજા આવે છે, તે તો અમે માણ્યા છે,જીવ્યા છીએ આ ગીતો.કેટલી મજા આવી હશે? વિચારો.

              પ્રથમ તો આખા વર્ષની લખેલી ભરાએલી પાકા પૂંઠા વાળી નોટબુકો,વર્ષના અંતે પસ્તી માં આપતા પહેલા પાકાપૂંઠા કાઢી લેવાના.ઘર બનાવવા માટે.ભાવેશ તારુ,મારુ અને પરિમલ નું ત્રણેયનુ અલગ અલગ ડિઝાઈનો માં બનાવેલું ધર,આપણી અને કાકાની સહિયારી ઓસરીમાં બનતુ.મોટોભાઈ યોગેશ તેને ક્રિકેટ મેચમાં વધુ રસ,તે આવે અમારુ બનાવેલુ ઘર જુવે ને હળવું સ્મિત આપી જતો રહે,ને આશિષ નું કામ વેરવિખેર કરી આપવાનું.આશિષ તેનું કામ પતાવી દોટ કાઢી જતો રહેવા ઈચ્છે પણ પરિમલની બાજ નજર માંથી છટકે શાનો? પછી બંન્ને ભાઈઓ બથ્થંબથ્થા.😱

           ભાવેશ ! ઉનાળુ વેકેશન આપણે રાત્રે બહાર ખુલ્લા આકાશ નીચે સૂતા' તા ને તેં મને ભર ઊંઘમાંથી ઊઠાડી ને આકાશ તરફ આંગળી ચીંધી , " જો જાગુ, કૃષ્ણ ! "    તને કૃષ્ણ દેખાય મને નહીં!

     
  ને આજદિન સુધી કૃષ્ણ દર્શન માટે તડપુ છુ.🙏

          ઓસરી આખી જ તે કલર કામ કરી ચીતરી કાઢેલી.અક્ષરો,વાક્યો,ચિત્રો અને કાર્ટુનો થી.તારુ જ કામ આ.મને તો અડવા જ ન દે ! એકવાર તારી ગેરહાજરીમાં કલર ને પીંછી લઈને શરુઆત કરી' તી તે એ જ દિવસે તારી થપ્પડ ખાઈ ને અંત.કદી તારી પીંછી ને અડી નથી.હા, પણ તુ કામ કરતો તે જોતી,અને1988-'89 માં  જોયેલું 2012-'13 માં મારા ઈનોવેશન વખતે કામમાં લાગ્યુ.
           થપ્પડ ખાધા પછી સીધી 2013 માં પીંછી પકડી.😛
          જો તેં મને તે વખતે કામ કરવા દીધું હોત તો મારું ઈનોવેશનનું કલર કામ કેટલુ સારુ હોત ! 🤔

        આજે તુ લેખક બની ગયો છે. પણ તને યાદ હશે, S. S. C. બોર્ડની ઍક્ઝામને આગલે દિવસે જ મેં તને છંદ,સમાસ,અલંકાર,જોડણીદોષ અને સમગ્ર ગુજરાતી વ્યાકરણ શીખવેલું. હા મિત્રો આ નગ્ન સત્ય છે.બોર્ડની પરીક્ષાનો આગલો દિવસ.તુ ભણવામાં પહેલેથી જ સામાન્ય,તો મને ચિંતા કે લાવ જોઈ લઉ, કેવી તૈયારી.જોયું તો,ગુજરાતી વ્યાકરણમાં ધમ્મમેંડું. 😂તરત જ મમ્મી ને વાત કરી, મેં શીખવવું શરુ કર્યુ બાકીનું મમ્મી એ પુરુ કર્યું.

                  નાથાવાસ પ્રા.શાળા.મેઘરજ - મોડાસા રોડ પર.પપ્પા આચાર્ય.પ્રાર્થના સંમેલન જબરજસ્ત.મને યાદ છે,રોડ પરની શાળા હોઈ પ્રાર્થના સંમેલન દરમ્યાન રોડ પરથી પસાર થતી બસો થંભી જતી,પ્રાર્થના પૂર્ણ થાય ત્યાં સુધી. પપ્પા ઢોલક,બેન્જો તથા સંગીતના અન્ય સાધનો વગાડવામાં માહેર ને મમ્મી આકાશવાણી કલાકાર! કોઈની તાકાત છે, આ પ્રાર્થના પૂરી થયા વિના ખસવાની? પ્રકૃતિ નો પણ સાથ હોય પછી જોવુ જ ક્યાં પડે?
                 સફાઈપણ કરવી પડે,પપ્પા તો 11 થી 5 ના નહિ.કડવા લીમડાની સૂકી સળીઓ ભેગી કરી, દોરી બાંધી નાની સાવરણી બનાવવાની,ને તે મેદાન સફાઈ માટે.મેદાનમાં ઘણાં બધાં ઝાડ એટલે કચરો પડે.સફાઈ કરવી પડે.ક્યારેક ગૂંદાની સીઝન માં શાળાના મેદાનની સફાઈ કરતાં કરતાં , ગૂંદા ખાવાનુ મન થાય તો ભાવેશ નાનુ ઝાડ ( કેસરી કલર ના ગૂંદાનું- નહી છોડ નહીં ઝાડ- કદાચ ક્ષૂપ વર્ગમાં આવે) તેના પર ચઢે  ને ગૂંદા તોડી લાવે.ક્યારેક ઝાડ પર ચઢ્યો હોય ને પપ્પા સોટી લઈને આવી જાય ને સોટીનો માર બંન્ને ને ખાવો પડે.

                  મારા કબાટમાંથી તું કંઈપણ સ્ટેશનરી વસ્તુ મને પૂછ્યા વિના લઈ લે, હું જાણું પછી ઝગડો થાય ને માર તો પાછો તારા હાથનો મને પડે. મમ્મી સમજાવે: " બેટા,બેનને ના મરાય.પાપ લાગે." પણ તને કાંઈ પડેલી નહી.તારી અસ્તવ્યસ્ત વસ્તુઓમાં તને કાંઈ જડે નહિ,માટે તુ શોધવાની તસ્દી ન લેતો કે વસ્તુ ઠેકાણે ન રાખતો.મારી જ લઈ લે. પછી હું તેનું કબાટ સાફ કરું- ખાનુ ગોઠવું.
             
              એક પણ ફૂલોના રસ ચૂસવાનું કે એકપણ ઝાડના પાન ખાધા વિના ના નથી રાખ્યા.

              અને આપણી શનૂડી!  પપ્પા કદી બધું દૂધ દોહી ન લે.શનૂડી( વાછરડી) માટે જ બધું રે'વા દે.
                  અરે! પપ્પાએ ગાયના આંચળથી સીધી જ દૂધની શેર આપણા મોં મા કરી હતી યાદ છે!

               આ ગાય પપ્પાએ 1 વર્ષ રાખી હતી.પછી બહેડજ ગામમાં આપણે બધા જ ગાય અને શનુ ને મુકવા ગયેલા ત્યારે આપણે બંન્ને ધ્રુસકે ધ્રુસકે રડેલા.😧

          ઘણી બધી વાતો છે જે જો વિસ્તારથી વર્ણન કરાય તો એક પુસ્તક તૈયાર થાય.
            પણ આ બધો જ શ્રેય મમ્મી પપ્પા ને જાય છે.બંન્ને એક આદર્શ શિક્ષક અને બાળકેળવણી કાર પણ ખરા.મમ્મી એ તો સંગીત દ્વારા જ શિક્ષણ આપ્યું છે.
      ખરેખર, બાળપણ માણ્યુ છે અમે એક આદર્શ ગુરુ મા બાપ ની ઓથે!

                એ દિવસો પાછા નથી મળવાના,પણ અમારા બાળકોની આગળ એ વાતો કરવાની મજા આવે છે. અને હા, એ જ રીતે અમારા બાળકો , શાળાના બાળકો પણ આ રીતે બાળપણ માણવામાંથી રહી ન જાય અને અમારી પણ ક્યાંય કચાશ રહી ન જાય એ બાબતની અમે બાળકો માટે ખૂબ કાળજી લઈએ છીએ,અને આ એટલે જ શક્ય બન્યું છે કે બનશે કેમકે અમે જોયું છે અનુભવ્યું છે.
  
                આજના મંગલદિને અમારા ગુરુ મા- બાપ ને એટલી પ્રાર્થના કે અમને આશીર્વાદ આપો કે અમે પણ ક્યાંય અમારા બાળકોની કેળવણીમાં ઊણા ન ઉતરીએ.

ફરી એકવાર ...... ભાવેશ તને હેપ્પી બર્થડે. તુ પણ તારાં કાર્યક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિનાં શિખરો સર કરે તેવી અભ્યર્થના.તારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય.🌷

મંગલ હો
મંગલ હો
તેરા
મંગલ હો.🌹🙏