31/05/2024 આદરણીય શ્રી મિનાક્ષીબેન રાઉલજી ને શાળા પરિવાર તરફથી ઍક સંભારણા રૂપે ભેટ.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
બહેનશ્રી અમારું શબ્દો રૂપી આ સંભારણું ,
શાળા પરિવાર વતી મોકલ્યું છે,
ખાલી થઈ ગયું છે શાળાનું આંગણું,
પ્રેમ હંમેશા યાદ રહે તેવો છે.
શત શત નમન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
પૂજય વડીલશ્રી મોટા બેન કહુ કે ખાસ મિત્ર કહું કે ખાસ મારા જીવનની ખાસ વ્યક્તિમાં મારા મા બાપ અને મારા જીવનસાથીના જેટલું સ્થાન મેળવનાર મિનાક્ષીબેન આપ છો..
મારે આણંદમાં આવ્યા ને 25 વર્ષ પૂર્ણ અને નોકરીના 26 વર્ષ અને તમારો સાથ પણ મારે આટલા જ વર્ષથી એક માર્ગદર્શક,એક મોટી બહેન એક મા ને એક ખાસ અંગત મિત્ર તરીકેનો છે ... આપે મને દરેક બાબતમાં ખૂબ જ અંગત રીતે સંભાળી છે.... મારા પરિવારમાં હું સૌથી મોટી બહેન છું અને આપે મારા જીવનમાં આવી મારા મોટા બેન નું સ્થાન મેળવેલ છે.. આપ તો ખરા જ પણ સાથે સાથે કનકસિંહ અને આપનો પરિવાર પણ મને એક મોટા બેન અને જીજાજીની જેમજ મને અને મારા પરિવાર ની સાથે આત્મીય સંબંધ થી બંધાયેલ છે..
આટલા વર્ષથી સતત આપે નોકરી કે ઘર કૌટુંબિક પ્રસંગોમાં આપણે સહજતાથી બંને સાથે રહીને કામ કર્યું છે... અને હજુ આપ ભલે ને નોકરી માંથી વય નિવૃત્તિને કારણે નિવૃત થાવ છો ત્યારે આપનો અને આપના પરિવારનો સંગાથ ના સંબધો મારા માટે ક્યારેય નિવૃત થવાના નથી..
હવે તો નોકરીના સમયની મર્યાદાને અને જવાબદારીઓમાંથી મુક્ત થઈને તમે મારી સાથે વધારે અંગત રહેશો...
આટલા વર્ષોમાં ક્યારે હું શાળામાં એકલી ગઈ નથી.. જ્યાં પણ જઈએ સાથે જ 😂😂😂નિશાળમાં, ઓફિસે, ખરીદીમાં કે પછી શાળાના પ્રવાસમાં હોય કે ઘરેથી કૌટુંબિક પ્રવાસમાં પણ સાથે ને સાથે... શાળામાં ગમે ત્યારે રજા હોય કે શાળા સમય બાદ રોકાવવાનું હોય તો આપે મને ક્યારેય એકલી મૂકી નથી...😂😂 પણ હા ચોક્કસ જરૂર એક કહીશ કે હવે મારે શાળાએ જતા એકલા જવું પડશે... સૌથી મને વધુ દુઃખ લાગે છે.. 😂😂😂 આપ સદાય મારી હિંમત બનીને રહ્યા છો.... અત્યારે જે મુખ્ય શિક્ષકનો ચાર્જ સંભાળ્યો છે તે પણ આપની પ્રેરણા, માર્ગદર્શક અને આપના પ્રેમના બળે જ જ સંભાળેલ છે... ને હજુ પણ આપના અને મારા જીવનસાથીના માર્ગદર્શકની હિંમતથી આ હું કાર્ય કરી રહી છું.... બેન આપના માટે કોઈ ગુણોનું વર્ણન કરી શકાય એમ નથી કેમકે આપતો સર્વગુણ સંપન્ન છો.... આપના જીવનમાંથી ઘણું બધું શીખી છું.. અને હજુ પણ આપના જીવનમાંથી પ્રેરણા લઈને કંઈક નવું નવું શીખતી રહીશ... અને આપ મારા માર્ગદર્શક બનશો... આપનો THANK YOU શબ્દ તો ક્યારેય ભુલાશે નહીં...
આપનો સ્વભાવ એવો કે સગા સંબંધી હોય કે અજાણ્યા વ્યક્તિનું કોઈપણ દુઃખ ની વાત સાંભળી ને સૌની ચિંતા કરવા વાળો... સૌના પ્રત્યે લાગણીશીલ અને પ્રેમ ભર્યો સ્વભાવ... ક્યારેય પણ કોઈને આપે મોટા અવાજથી કાંઈ પણ કીધું નથી... આપનો મોટો અવાજ તો સાંભળ્યો જ નથી... કોઈ ગમે તે વાત કહે પણ આપનો તો એક જ જવાબ હોય... આપણે એમના જેવું નહીં થવાનું...
શાળાના દરેક કાર્યમાં આપ જવાબદારી પૂર્વક અને નિષ્ઠાથી કાર્ય કરનાર છો.. સૌને સાથે રાખી સૌની ચિંતા કરીને કાર્ય કરનાર આપ કુશળ શિક્ષક બન્યા છો....🙏🙏
બહેન આપે મારા માટે હંમેશા સમય અને પૈસાને ક્યારે મહત્વ આપ્યું નથી..
નિવૃત જીવન આપને ખૂબ જ ભક્તિમય બનાવે અને આરોગ્ય સારું રહે તેવી માતાજીને આજના શુભ અને મંગલકારી દિવસે મારી શુભેચ્છા પ્રાર્થના...
બહેન આપ ખુબ જ ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો... બસ એ જ માતાજીના ચર કમલમાં પ્રાર્થના. માં ભગવતી આપની સૌ મનોકામના પૂર્ણ કરે.
લિ.
ગાયત્રીબેન નરેન્દ્રસિંહ મહિડા
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
શ્રીજાગૃતિ પંડ્યા ✍️
વડિલ વ્યક્તિઓની હાજરી આપણને સૌને ઓથ પૂરી પાડતી હોય છે. વડિલોની નીશ્રા એ જ આપણું બળ. આવા જ અમારાં બહેનશ્રીમિનાક્ષીબેન.
બહેનશ્રીએ પોતાનાં જીવનનો મોટોભાગ તેઓના કાર્યક્ષેત્રમાં પસાર કર્યો છે. તેઓનો કાર્યકાળ એટલે 40 વર્ષ પૂરા. આટલું સદભાગ્ય સૌને ક્યાં સાંપડે છે?
“ ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોનાં ચરણકમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે.”
આ પંક્તિ બહેનશ્રીને અને તેમનાં કાર્યોને, ગુણોને જોઉં ઍટલે યાદ આવે અને સાચે જ મારુ હ્રુદય તરબતર થઈ જાણે નૃત્ય કરતુ હોય એવી ભાવના થાય. આવા વ્યક્તિત્વનાં સંપર્કમાં રહેવાથી જીવન હકારાત્મકતાથી ભરાઈ જાય. શરીરમાં નવી ચેતના સાથે ઉત્સાહિત કરી મૂકે તેવા તરંગોનું અને કોષોનું નિર્માણ થાય. આમાં જરાય અતિશયોક્તિ નથી. માટે જ સંતોએ કહ્યું છે કે હંમેશાં સદગુણી માણસોનો સંગ કરવો.
મને મિનાક્ષીબેનનો શાંત સ્વભાવ ખૂબ ગમે. શાંત સ્વભાવની સાથે સાથે તેઓની કાર્યનિષ્ઠા પ્રેરણાદાયી. સૌ પ્રત્યે વાત્સલ્ય ભાવ. દરેક કામ કરવા માટે વધુમાં વધુ સમય શાળાને આપે.
ઉંમર કદી તેમને અને તેમના કામને નડી નથી. જ્યારે જોઈએ ત્યારે કામ કરતાં જ દેખાય. કદી એમ જ બેસી રહેલા મેં જોયાં નથી.
વહીવટી કામગીરીમાં માહેર અને ઉત્તમ માર્ગદર્શક. ઉમ્મરબુકનું કામ હોય, પગારબિલ, અન્ય કોઈપણ શાળાકીય કામગીરી અર્થે કરવામાં આવતી અરજી કે કચેરીની ટપાલો હોય મીનાક્ષીબહેન દરેક કામમાં હાજર અને જરુરી સલાહ સૂચન કરે અને તે મુજબ કામ કરીએ. બધુ જ કામ તેઓને આવડે. 58 વર્ષની ઉંમરે કોમ્પુટર ન આવડે તેનું બહુ દુઃખ. સતત મને કહ્યાં કરે, “ આ કોમ્પુટર આવડતું નથી અને તમને બધાંને હેરાન કરું છું! “
બહેનનું કંઈપણ કામ કરીએ કે આપણે નાસ્તો - આઈસ્ક્રીમ કે અન્ય લાવીએ તરત જ ‘ THANK YOU ‘ બોલે. સતત કૃતજ્ઞતા પ્રગટ કર્યા કરે, એમનાં મુખમાંથી સતત સૌનાં માટે આશિર્વાદનો પ્રવાહ વહે! જાણે જીભે સરસ્વતીનો વાસ! અમારા વડિલ એટલે અમારી બધાંની બર્થડે પાર્ટીમાં આવે ખરાં પણ ખાનગીમાં કવર પણ આપે! દાન કરે! ગુપ્ત દાન કરે! એની કોઈ મોટાઈ નહીં.
બધાંને મનપસંદ એવી એમની બનાવેલી ખીર અને વઘારેલા મમરા!!!! બધાં માટે અનુકૂળતાએ લાવે જ લાવે. એમને તો ખીર ખવડાવવાનું એક બહાનું જ જોઈએ. ખીર ખવડાવી તેઓ ખુશ અને અમે સૌ ખીર ખાઈને ખુશ. અને હા, ખીર ખાઈને બહેનને તેઓનો મનપસંદ શબ્દ ‘THANK YOU ‘ બોલવો ન ભૂલીએ.
આ સ્કૂલમાં મારા આવ્યા પછી આ ત્રીજુ વેકેશન. વેકેશનમાં બહેનનો ફોન આવે જ. સ્ટાફનાં સૌને ખબર લે. વેકેશન સિવાયની રજાઓમાં કે આપણે વધારે રજા પર હોઈએ ત્યારે પણ બહેનનો અચૂક ફોન આવે. એકદમ વ્યવહારુ, બઘી રીતે વ્યવહારુ.
મને એક વાતનો આનંદ છે કે આવા પ્રેમાળ બહેન જોડે કામ કરવાની - રહેવાની તક મળી પણ સાથે સાથે એ દુઃખ પણ થાય કે ફક્ત થોડો જ સમય રહેવા મળ્યું. હજુ વધારે સમય રહી શકાયું હોત તો ઘણું બધું શીખવા મળત. કાર્યક્ષેત્રે તો ખરું જ પણ જીવનના પાઠો બહેન પાસેથી શીખવા જેવા છે.
બહેનશ્રીમિનાક્ષીબેન વિષે હજુ ઘણુ લખાય તેમ છે પણ, હવે મને કંઈ સુઝતું નથી.
બસ, બહેન જેવાં અમે બનીએ, તેઓનાં ગુણો અપનાવીને અમે પણ આદર્શ જીવન જીવીએ એ જ આજનાં દિવસે બહેન માટે કરેલી પ્રસંશા છે!!!
બહેનશ્રી અમને સૌને પણ આશીર્વાદ અને માગૅદશૅન આપજો કે અમો તમારાં માર્ગે ઉત્તમ દેખાવ કરી શકીએ.
આજરોજ 31/05/2024 શ્રી મિનાક્ષીબેનનો નોકરીનો છેલ્લો દિવસ છે ત્યારે હું પરમ કૃપાળુ પરમાત્માને મારા અંત:કરણ પૂર્વક પ્રાર્થના કરું છું કે, “ હે પ્રભુ , અમારા સૌનાં વ્હાલાં શ્રીમિનાક્ષીબહેનને ખૂબ લાંબુ અને નિરામય જીવન આપજે. શ્રીમિનાક્ષીબહેન એક શિક્ષક હોવાને નાતે બાળકોનાં સર્વાંગીણ વિકાસમાં વ્યસ્ત હોવા છતાં પણ કર્મયોગ સાથે સાથે ભક્તિયોગ સાધવાને પ્રયત્નશીલ રહ્યાં છે પણ હવે શેષ જીવન સંપૂર્ણ સમર્પિત ભક્તિ કરે અને કરી શકે તે માટે અંતિમ શ્વાસ સુધી સ્વસ્થ રાખજો. બહેનની હવે પછીની જે કંઈ પણ મનોકામનાઓ હોય તે સર્વે પરિપૂર્ણ કરાવજો. “
Jagruti Pandya.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
તમે અમારી શાળાના એ કલ્પ વૃક્ષ છો જે દરેક બગીચામાં નથી ખીલી શકતા અમે બધા ખુશ નસીબ છીએ કે અમને તમારા જેવા ગુરુ મળ્યા. તમારું આચરણ સહકાર સંમતિ સંયમ, અને સદભાવના થી ભરેલું છે જે અમને હંમેશા યાદ રહેશે. તમારુ આવનારું ભવિષ્ય ખૂબ જ સોનેરી અને ઉજવળ રહે તેવી અમારી ભગવાનને પ્રાર્થના💐💐🙏🙏🙏
શ્રી મીનાબેન પ્રજાપતિ.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
હું રોજ તમને માન આપીને મારી મમ્મી કહેતી એ કેમ ભૂલાય દરરો સવારે સ્કૂલ ખુલે ને મારી આંખોમાં આંખો ભરવીને તમે મને જય શ્રી કૃષ્ણ કહેતા એ કેમ ભુલાય મારી દરેક બનાવેલી વાનગીને ખાઈને સૌથી પહેલા તમે મને થેન્ક્યુ કહેતા એ કેમ ભુલાય હંમેશા લાગણીશભર રહીને મને બરડામાં ધબ્બો મારતા એ કેમ ભુલાય પ્રભુ આવતા વર્ષોમાં હંમેશા તમને સુખી સમૃદ્ધિ અને ખુશ રાખે તેવી પ્રાર્થના.
શ્રી નિશાબેન
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
સદાય હસતા એવા અમારા બેન તમારી સદાય અમને હુંફ મળતી હતી સખત મહેનત કરનારા હંમેશા બીજાને મદદ કરનારા તમને ખૂબ ખૂબ અભિનંદન બાકીના વર્ષો તમારા ખૂબ જ તંદુરસ્તીમાં જાય ઈશ્વર તમારી બાકી રહેલી હર એક મનોકામના પૂરી કરે સદાય ખુશ રહો હસતા રહો.
શ્રીવંદનાબેન
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
શાળામાં સાચા સલાહકાર હતા તમે
વહેતી આ જિંદગીમાં ઘરના સભ્ય જેવા હતા તમે
આટલા વર્ષો સખત મહેનત કર્યા પછી દરેક ઈચ્છાઓ પૂર્ણ કરવાના હક્કદાર છો તમે
જે રીતે પ્રોફેશનલ લાઇફમાં કામને એન્જોય કરીને જીવ્યા તે જ રીતે નિવૃત્તિ પછી દરેક ક્ષણ એન્જોય કરીને જીવો અને સદાય ખુશ રહો🙏🏻🙏🏻
શ્રી દેવાંશીબેન
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺