Wednesday, 3 January 2024

school Twining Programme/School No. 31, આણંદ. 3-4/1/2024

 School Twining Programme

4/1/2024 /  ગુરુવાર 


નગર પ્રાથમિક શાળા નંબર 31,,, આણંદ.




અહેવાલ : 

School Twinning અહેવાલ ભાગ - 1


નગર પ્રાથમિક શાળા નંબર 33 માં 31 નંબરનાં બાળકો.

શાળાઓ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ ,પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉંમદા હેતુથી, શાળાઓ વચ્ચે ભાગીદારી ( Twinning of Schools ) કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સરકારી શાળાઓ અને અન્ય વિશિષ્ટ રીતે કાર્યરત ખાનગી શાળાઓ પરસ્પર એકબીજાની શાળાઓની મુલાકાત લઈ , વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના અનુભવો વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોથી અવગત થાય અને તે બાબતોનું પોતાની શાળામાં પણ અમલીકરણ કરે તેવો ઉમદા આશય ધરાવે છે આ કાર્યક્રમ અંતર્ગત એક શાળા ( મુલાકાતી ) બીજી શાળા (યજમાન શાળા ) સાથે જોડી બનાવે છે.

તો ચાલો જાણીએ,,,,,,,, શાળા ભાગીદારી અહેવાલ દ્વારા 


 આજરોજ તારીખ 3/1/24 ને બુધવારના રોજ અમારી શાળા નંબર 31, ધોળાકુવા, બાકરોલ નાં બાળકો School Twinning કાર્યક્રમ અંતર્ગત નગર પ્રાથમિક શાળા નંબર 33, ભાઈકાકા નગર શાળામાં લઈ જવામાં આવ્યા હતાં. 

   શાળાનાં આચાર્ય શ્રી ગાયત્રીબેન મહિડા અને શાળાનાં શિક્ષકો દ્વારા કરવામાં આવેલ આયોજન મુજબ બાળકોને લઈ જવામાં આવ્યા. બાળકોની સાથે બે શિક્ષકો - શ્રીનિશાબેન તથા શ્રીદેવાંશીબેન ગયાં હતાં. ત્યાં ગયાં બાદ પ્રાર્થના સંમેલન યોજાયું. અમારી શાળાના બાળકો તથા શિક્ષકોનું પુષ્પ ગુચ્છ દ્વારા સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું. શાળા નંબર 33ના આચાર્ય શ્રી રજનીભાઈ ગાંધી સાહેબે સૌનું સ્વાગત પ્રવચન કર્યું અને સૌને આવકાર્યા. આ શાળામાં અમારી શાળાનાં પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ વિવિધતા છે અને કઈ રીતે અલગ પડે છે તે તારણ બાળકોએ જાતે જ કાઢ્યું અને આ મુજબ અમારી શાળામાં વધારે સારું પ્રાર્થના સંમેલન થાય તે બાબતે બાળકો દ્વારા ચર્ચા કરવામાં આવી. 

    ત્યારબાદ બાળકોને એક શૈક્ષણિક રમત રમાડવામાં આવી. બાળકોને ત્યાંના શિક્ષકોએ વિજ્ઞાનના પ્રયોગો અને પાઠોનું નિદર્શન કરાવવામાં આવ્યું. 

 શાળા નંબર 33 નાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ખૂબ સરસ કાર્યક્રમ બતાવ્યો. બપોરે બાળકોને જમાડવામાં આવ્યાં. ત્યારબાદ બાળકોને કોમ્પુટર લેબમાં લઈ જઈને ગેમ્સ રમાડવામાં આવી. બાળકોને ખૂબ મજા આવી. ત્યારબાદ બધાં જ ધોરણ 6 થી 8નાં વર્ગો, રસોડું, રમતનું મેદાન, ઔષધીય બાગની મુલાકાતે લઈ જવામાં આવ્યા. અંતે બધાં જ બાળકોને ભેગા કરીને એક જૂથ ચર્ચા કરવામાં આવી. આ શાળામાં અમારી શાળાનાં બાળકોને શું ગમ્યું? કઈ વસ્તુઓ માટેનો ફેરફાર પોતાની શાળામાં કરશો ? આવી અનેક બાબતોની ચર્ચા કરવામાં આવી. અંતે શાળા નંબર 33 ના શ્રી નીલાબેને સૌનો આભાર માન્યો. આ રીતે અમારી શાળાનો શાળા નંબર 33 માં થયેલો Twinning કાર્યક્રમ સરસ રીતે થયો.



****************************************


School Twinning અહેવાલ ભાગ - 2


નગર પ્રાથમિક શાળા નંબર 31 માં 33 નંબરનાં બાળકો.

શાળાઓ એકબીજા પાસેથી શ્રેષ્ઠ પદ્ધતિ ,પ્રયુક્તિ અને પ્રવિધિઓ શીખી શકે તેવા ઉંમદા હેતુથી, શાળાઓ વચ્ચે ભાગીદારી ( Twinning of Schools ) કાર્યક્રમ અમલીકૃત કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ સરકારી શાળાઓ અને અન્ય વિશિષ્ટ રીતે કાર્યરત ખાનગી શાળાઓ પરસ્પર એકબીજાની શાળાઓની મુલાકાત લઈ , વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાના અનુભવો વિચારો અને શ્રેષ્ઠ પ્રયાસોથી અવગત થાય અને તે બાબતોનું પોતાની શાળામાં પણ અમલીકરણ કરે તેવો ઉમદા આશય ધરાવે છે આ કાર્યક્રમ અંતર્ગત એક શાળા ( મુલાકાતી ) બીજી શાળા (યજમાન શાળા ) સાથે જોડી બનાવે છે.

તો ચાલો જાણીએ,,,,,,,, શાળા ભાગીદારી અહેવાલ દ્વારા 


 આજરોજ તારીખ 4/1/2024 ને ગુરુવારના રોજ અમારી શાળા યજમાન શાળા હતી. શાળાના આચાર્યશ્રી ગાયત્રીબેન મહિડા અને શિક્ષકો દ્વારા કરવામાં આવેલ આયોજન મુજબ ‘શાળા ભાગીદારી ‘ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું.

   મુલાકાતી શાળા - શાળા નંબર 33, સમયસર અમારી શાળામાં બાળકો આવી ગયા હતા. શાળામાં બાળકો ખુશ હતાં. બાળકોને અને શિક્ષકોને પ્રાર્થના સંમેલનમાં જોડ્યા. બાળકોએ સરસ મજાની પ્રાર્થના, ભજન, ધૂન રજૂ કર્યા. પ્રાર્થના સંમેલનમાં નિયમિત રજૂ થતાં આજનું પંચાંગ, સમાચાર, સુવિચાર, જાણવાજેવું, ઘડિયાગાન, આજનો દિપક અને આજનું ગુલાબ ક્રમશ: રજૂ થયાં. શાળાનાં આચાર્ય શ્રી ગાયત્રીબેન મહિડા એ મુલાકાતી શાળાનાં શિક્ષકો શ્રી પિનલબેન અને શ્રી અમીષાબેનને Wel Come કાર્ડ આપી આવકાર્યા. મુલાકાતી શાળાનાં બાળકોને પણ શાળાનાં આચાર્ય શ્રી અને શિક્ષકો દ્વારા Wel Come કાર્ડ આપી આવકાર્યા. શાળાના આચાર્યશ્રી ગાયત્રીબેન મહિડાએ પ્રાસંગિક પ્રવચન આપ્યું અને સૌનું શાબ્દિક સ્વાગત કર્યું. 

 ત્યારબાદ અમારી શાળા નંબર 31નાં બાળકોએ ધોરણ 7માં હિન્દી વિષય માં આવેલ પાઠ ‘ सच्चा हीरा ’ પાઠનું નાટયકરણ પદ્ધતિ દ્વારા રજૂ કર્યું. પ્રાર્થના સંમેલન અંતે રાષ્ટ્રગાન કરી બધાં જ બાળકોને પ્રથમ વર્ગખંડમાં બેસાડીને ઓનલાઈન હાજરી પૂર્યા બાદ ફરીથી મેદાનમાં ગોઠવવામાં આવ્યા. ત્યારબાદ બંને શાળાનાં બાળકોને રમત માટે તૈયાર કરવામાં આવ્યા. આ રમત સૌ પ્રથમ અમારી શાળા નંબર 31 નાં બાળકોને રમાડવામાં આવી જેથી કરીને મુલાકાતી શાળા સમજી શકે કે કેવી રીતે આ રમત રમી શકાય. આ એકાગ્રતા, ચપળતા અને ઝડપની રમત હતી. બાળકો રમ્યા બાદ શાળા નંબર 33 નાં બાળકોને આ રમત માટે આમંત્રણ આપવામાં આવ્યું. એક સાથે 30 બાળકો રમી શકે અને ચપળતાથી આગળ વધી શકે તેવી આ રમતમાં મુલાકાતી શાળાનાં બાળકોને પ્રથમ રાઉન્ડ રમાડવામાં આવ્યો. પહેલા રાઉન્ડમાં બાળકોને મઝા પડી પણ સાથે સાથે તકલીફ પણ પડી. બાળકોની ઈચ્છાથી બીજી વખત આ રમત રમાડવામાં આવી. છેલ્લે બાળકો સરસ શીખી ગયા હોઈ ત્રીજી વખત બંને શાળાનાં બાળકોને એક સાથે રમત રમાડી. બાળકોને જમવાનો સમય થતાં બધાં જ બાળકોને જમવા લઈ ગયા. જમ્યા બાદ ફરીથી બાળકોને શૈક્ષણિક શબ્દ સંગીત ખુરસી રમાડવામાં આવી. આ શૈક્ષણિક ખુરસીમાં અઘરા શબ્દો અને ગાણિતિક પ્રક્રિયાઓનાં કાર્ડ દ્વારા સંગીત ખુરસી રમાડવામાં આવી. પ્રથમ શાળા નંબર 31 નાં બાળકોને સંગીત ખુરસી રમાડી. આ શાળાનાં બાળકો અઘરા શબ્દ વાચન રમતમાં 4 રાઉન્ડમાં સાત બાળકો આઉટ થયાં હતાં. ત્યારબાદ મુલાકાતી શાળાનાં બાળકોને આ શૈક્ષણિક સંગીત ખુરસી રમાડવામાં આવી. અહીં પણ બાળકોને રમવામાં ખૂબ મજા પડી. અહીં પણ બાળકોએ ચાર રાઉન્ડ રમ્યા અને સાત બાળકો આઉટ થયાં. બંને શાળાઓના બાળકો વચ્ચે રસાકસી ભરી રમત બની. બંને શાળાઓને જીતીને બીજીને હરાવવા હતાં. આવી હરિફાઈ ન રાખતાં બીજા ગાણિતિક રાઉન્ડમાં કોઈ જ પોઇન્ટ વગર બાળકોને રમાડવામાં આવ્યાં. અહીં ગાણિતિક સંગીત ખુરસીમાં બાળકોને ખૂબ મજા પડી. ત્યારબાદ શાળામાં બાળકોને શ્રી પાયલબેને શાળા બાગની મુલાકાત સમયે બાળકોને વૃક્ષ, પર્ણ, પુષ્પ, ક્ષુપ, છોડ, ફૂલમણી અને મૂળ વિશે સમજ આપી અને ચર્ચા/ પ્રશ્નોત્તરી કરી. બાળકોને ઔષધીય બાગની મુલાકાત કરાવી અને આ ઔષધિઓનો ઉપયોગ કયા કયા રોગોમાં થાય છે, તેનાથી શું ફાયદા થાય અને તેને વાપરવાની રીત જણાવી. તુલસી, અજમો, અરડૂસી, મેંથી, કુંવારપાઠું, શતાવરી જેવાં ઔષધીય છોડ બતાવવામાં આવ્યા. બાળકોને કોમ્પુટર લેબ અને વર્ગખંડોનું નિરીક્ષણ કરાવવામાં આવ્યું. બાળકોને સ્માર્ટબોર્ડ પર એક પ્રવૃત્તિનો વિડિયો બતાવવામાં આવ્યો. ત્યારબાદ બધાં જ બાળકોને ભેગા કરીને શ્રીજાગૃતિ પંડ્યા એ બાળકોને પત્તાનો જાદુ બતાવ્યો. ગંજીફાના પાનનાં ચાર પાંચ જાદુ બતાવવામાં આવ્યા. બાળકોને ખૂબ મજા આવી.

 અંતે મુલાકાતી શાળાનાં બાળકોએ આજનાં દિવસના પોતાના અનુભવો અને આ શાળામાંથી શું શીખ્યા? પોતાની શાળામાં જઈને કયા કયા ફેરફારો લાવીશું? આ ચર્ચાઓ કરી. બંને શાળાનાં બાળકો બે દિવસથી એકબીજાના પરિચયમાં આવ્યા અને સારા મિત્રો બન્યા. 
 અંતે શાળાનાં શિક્ષકશ્રી પાયલબેન પટેલે સૌનો આભાર માન્યો. સૌ બાળકો ફરીથી મળવાના વાયદાઓ સાથે છૂટા પડ્યા. 

  આ રીતે તારીખ 3 અને 4 જાન્યુઆરી 2024 ના રોજ ‘ School Twinning ‘ નું આયોજન કરવામાં આવ્યું જે સફળ રહ્યું. 





 School Twining/ ઉદ્દેશ્યો: 

ભાગીદાર શાળાઓ વચ્ચે શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ પર શ્રેષ્ઠ પ્રયાસોની વહેંચણી
જ્ઞાનની વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ક્ષમતા નિર્માણ.

પીઅર-ટુ-પીઅર અને ગ્રૂપ લર્નિંગ સાથે વિદ્યાર્થીઓને હાથથી શીખવા માટે સક્ષમ બનાવવું.


બંને ભાગીદાર શાળાઓને એકબીજાની શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા સક્ષમ કરો.

પોતાની અને અન્યની શક્તિ અને નબળાઈઓનો સંપર્ક કરે અને સંયુક્ત રીતે શીખે.

શિક્ષણ સમુદાયને વધુ સારી અને વધુ અસરકારક પદ્ધતિઓ અપનાવવાની તકો પ્રદાન કરે.

પોતાના નવા ચરણ તેમજ અન્ય શાળાના નવા ચાર ની જાણી યોગ્ય સંકલન દ્વારા વિદ્યાર્થીઓની પ્રગતિ સાધી શકાય.




બાળકોને આપવાનું કાર્ડ.

શિક્ષકો ને આપવાનું કાર્ડ.

No comments:

Post a Comment