Friday, 8 September 2023

ચંદ્રયાન ૩ પ્રશ્નોત્તરી



ન . પ્રા શાળા નંબર 31, આણંદ.
 Science Project/ ચંદ્રયાન-3 

માર્ગદર્શક શિક્ષક :
 શ્રી જાગૃતિ પંડ્યા/ શ્રી પાયલ પનારા 

14 જુલાઈ, 2023ના રોજ બપોરે 2:35 વાગ્યે ચંદ્ર તરફ ઉડાન ભરશે. લગભગ 45 થી 50 દિવસની મુસાફરી બાદ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે. ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલવા માટે LVM-3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પ્રક્ષેપણ શ્રીહરિકોટા ખાતેના સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ 2 પરથી થશે. ચંદ્રયાન-3 મિશન વિશે બધું જ જાણો માત્ર 10 સવાલોમાં. 

1. ચંદ્રયાન-3 મિશન શું છે ?
ચંદ્રયાન-3 મિશન એ ચંદ્રયાન-2 મિશનનું ફોલો-અપ મિશન છે જે વર્ષ 2019માં ચાલ્યું હતું. જેમાં લેન્ડર અને રોવરનું સોફ્ટ લેન્ડિંગ સપાટી પર ચાલતું જોવા મળશે. 

ચંદ્રયાન-3 ચંદ્રયાન-2થી કેવી રીતે અલગ છે ?
ચંદ્રયાન-2માં લેન્ડર, રોવર અને ઓર્બિટર હતા. જ્યારે ચંદ્રયાન-3માં ઓર્બિટરને બદલે સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે. જરૂર પડશે તો ચંદ્રયાન-2ના ઓર્બિટરની મદદ લેવામાં આવશે. પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રયાન-3ના લેન્ડર-રોવરને ચંદ્રની સપાટી પર રાખશે, જે ચંદ્રની ભ્રમણકક્ષાથી 100 કિલોમીટર ઉપર ચક્કર લગાવશે. આ સંચાર માટે છે.

3. ચંદ્રયાન-3નો હેતુ શું છે ?
ઈસરોના વૈજ્ઞાનિકો વિશ્વને જણાવવા માંગે છે કે, ભારત અન્ય ગ્રહ પર સોફ્ટ લેન્ડિંગ કરી શકે છે. તમે ત્યાં તમારું રોવર ચલાવી શકો છો. ચંદ્રની સપાટી, વાતાવરણ અને જમીનની અંદરની ગતિવિધિઓ શોધવા માટે.

ચંદ્રયાન-3માં કેટલા પેલોડ જઈ રહ્યા છે ?
ચંદ્રયાન-3ના લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલમાં કુલ છ પેલોડ જઈ રહ્યા છે. પેલોડ્સ એટલે એવા સાધનો કે જે કોઈપણ પ્રકારની તપાસ કરે છે. લેન્ડર Rambha-LP, ChaSTE અને ILSAથી સજ્જ છે. રોવર APXS અને LIBS સાથે ફીટ છે. પ્રોપલ્શન મોડ્યુલમાં પેલોડ્સ આકાર (SHAPE) ફીટ કરવામાં આવે છે. 

5. ચંદ્રયાન-3 કેટલા દિવસ કામ કરશે ?
ઈસરોના વૈજ્ઞાનિકોને આશા છે કે, લેન્ડર-રોવર એક દિવસ ચંદ્ર પર કામ કરશે. એટલે પૃથ્વીના 14 દિવસ. જ્યાં સુધી પ્રોપલ્શન મોડ્યુલનો સંબંધ છે, તે ત્રણથી છ મહિના સુધી કામ કરી શકે છે. શક્ય છે કે, આ ત્રણ આનાથી વધુ કરી શકે. કારણ કે ઈસરોના મોટાભાગના ઉપગ્રહો અપેક્ષા કરતા વધુ દોડ્યા છે.

કયું રોકેટ ચંદ્રયાનને વહન કરશે ?
ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ માટે ISRO LVM-3 લોન્ચર એટલે કે રોકેટનો ઉપયોગ કરી રહ્યું છે. તે ભારે ઉપગ્રહોને અવકાશમાં છોડી શકે છે. તે 43.5 મીટર એટલે કે લગભગ 143 ફૂટ ઉંચી છે. જેનું વજન 642 ટન છે. LVM-3 રોકેટની આ ચોથી ઉડાન હશે. આ ચંદ્રયાન-3ને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં છોડશે. એટલે કે 170x36500 કિલોમીટરની લંબગોળ ભ્રમણકક્ષા. અગાઉ તેને GSLV-MK3 કહેવામાં આવતું હતું. જેના છ સફળ પ્રક્ષેપણ થયા છે.

આ મિશનનો સૌથી મુશ્કેલ ભાગ કયો છે ?
લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવું એ સૌથી મુશ્કેલ કામ છે. 2019માં ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના હાર્ડ લેન્ડિંગને કારણે મિશન બગડી ગયું હતું. ચંદ્રયાન-3ના લેન્ડરના થ્રસ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સેન્સર વધુ સંવેદનશીલ સ્થાપિત કરવામાં આવ્યા છે. 

8. લેન્ડર-રોવર કેટલા દિવસ પછી ચંદ્ર પર ઉતરશે ?
14 જુલાઈ 2023ના રોજ લોન્ચ થયા પછી, ચંદ્રયાન-3નું લેન્ડર-રોવર 45 થી 50 દિવસમાં સોફ્ટ લેન્ડિંગ કરશે. આ દરમિયાન મિશન 10 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

9. વિશ્વના કેટલા દેશોએ ચંદ્ર પર ઉતરાણ કર્યું છે ?
આ પહેલા દુનિયાના ચાર દેશો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરી ચૂક્યા છે. કુલ મળીને 38 વખત સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરંતુ બધા સફળ થયા ન હતા.

10. ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો સફળતા દર કેટલો છે ?
ચાર દેશો દ્વારા કરવામાં આવેલા પ્રયાસમાં સોફ્ટ લેન્ડિંગનો સફળતા દર માત્ર 52 ટકા છે. એટલે કે સફળતાની અપેક્ષા માત્ર 50 ટકા હોવી જોઈએ.

**-****/*

ચંદ્રયાન 3ના લોન્ચિંગ દિવસ (14 જુલાઈ, 2023)ને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. વર્ષ 2019માં ચંદ્રયાન 2ના ક્રેશ લેન્ડિંગ બાદ ISROની ટીમે ચંદ્રયાન 3 માટે કામગીરી શરૂ કરી દીધી હતી. ચંદ્રયાન 2માં રહી ગયેલી ત્રુટિયો શોધીને ચંદ્રયાન 3માં અંદાજે 21 ફેરફારો કરાયા છે જેમાં અલ્ગોરિધમ પ્રોસેસિંગ, સેન્સર અને હાર્ડવેરમાં કરાયેલાં ફેરફારો સામેલ છે. ચંદ્રયાન 3નું ઘણું કામ અમદાવાદ સ્થિત અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (એટલે કે, SAC-સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર, ઇસરો)માં કરવામાં આવ્યું છે. જે અંગે નિલેશ એમ. દેસાઈ (ડાયરેક્ટર-SAC-ISRO, અમદાવાદ)એ ગુજરાતી જાગરણ સાથે ખાસ વાતચીત કરી રસપ્રદ માહિતી આપી હતી, જેને શબ્દશઃ અહીં અમે રજૂ કરીએ છીએ.


સવાલઃ ચંદ્રયાન 2 વખતે ઇતિહાસ રચવામાં અસફળ રહ્યા તો ચંદ્રયાન 3માં શું ફેરફાર કર્યા અને તેની વિશેષતા શું છે?
જવાબઃ વર્ષ 2019માં ચંદ્રયાન 2નું ક્રેશ લેન્ડિંગ થયા બાદ તરત જ ISROમાં ચંદ્રયાન 3 પર કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. સૌ પહેલાં ચંદ્રયાન 2માં રહી ગયેલી ત્રુટિ આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી. આ પછી ચંદ્રયાન 3 માટે ISROએ સેટેલાઇટના પ્રોસેસિંગ અલ્ગોરિધમ માં ફેરફાર કરી સુધારો કર્યો જેનાથી ચંદ્રયાન 3નું પર્ફોમન્સ સુધરશે. આ વખતે LDV (લેસર ડોપલર વેલોસિમીટર) નામનું સેન્સર જે યાનની ગતિ ત્રણ દિશામાં માપશે જેથી સચોટ એક્યુરિસી મળશે. તો લેસર અલ્ટીમીટર, રડાર અલ્ટીમીટરમાં સુધારો અને કેમેરાના રિઝોલ્યૂએશનમાં સુધારો કર્યો છે. આ સાથે હાર્ડવેર, સોફ્ટવેર, પ્રોસેસિંગ અલ્ગોરિધમ અને સેન્સરો પણ બદલવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેસ્ટિંગમાં રહેલી ત્રુટિઓ પણ દૂર કરવામાં આવી હતી.


ચંદ્રયાન 2માં 5 પ્રોપલ્સન એન્જિન હતાં અને તેમાં દરેકની પાવર જનરેટ કરવાની કેપેસિટી 900pps હતી. આ વખતે ચંદ્રયાન 3માં 4 એન્જિન રાખ્યા છે અને તેની દરેકની પાવર જનરેટ કરવાની કેપેસિટી 500pps કરી છે. ટેન્કની કેપેસિટી 390kgથી વધારીને 470kg કરવામાં આવી છે. ટેન્કમાં લિક્વિડ હાઇડ્રોજન બળતણ અને લિક્વિડ ઓક્સિજન હશે. ચંદ્રયાન 3નું લેબમાં અને ઇન્ટિગ્રેટેડ ફિલ્ડમાં ટેસ્ટિંગ કરાયું છે. ફિલ્ડ ટ્રાયલમાં ચંદ્ર પર લેન્ડિંગ થતું હોય એવો સિનેરીઓ તૈયાર કરી 70-100 મીટર ઊંચી ક્રેનથી ચંદ્રયાન 3 નીચે લેન્ડ કરાવી અમદાવાદ, બેંગલુરુ અને શ્રીહરિકોટામાં ટેસ્ટિંગ કર્યું છે. આ ઉપરાંત અલગ-અલગ વાતાવરણમાં મૂન જેવી સાઇટ ક્રિએટ કરીને લેન્ડર ઉતાર્યું છે. જો આ લેન્ડર 3m/sની ગતિથી ચંદ્રની સપાટી પર પછડાશે તો પણ ઊભું રહેશે.

આ ઉપરાંત બેંગલુરુથી 200 કિમી દૂર આવેલાં ચિત્રદુર્ગમાં હેલિકોપ્ટરની ફ્લાઇટની મદદથી ચંદ્રયાન 3નો 2 કિમી ઉંચાઈથી 150 મીટર નીચે લેન્ડ ટેસ્ટ પણ કરાયો છે. આ ઉપરાંત ચંદ્ર પરની પરિસ્થિતિનો આભાસ ઉભો કરી સેન્સરનો રિઝોલ્યુશન અને લાઇટિંગ કન્ડિશનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો છે.

સવાલઃ અમદાવાદના સાયન્ટિસ્ટોનું આ અભિયાનમાં કેટલું યોગદાન અને મહેનત છે?
જવાબઃ અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર (સૈક-SAC-ISRO) અમદાવાદના સાયન્ટિસ્ટોની ચંદ્રયાન મીશનમાં 4 વર્ષની ભરપૂર મહેનત શામિલ છે. આ સાથે અભિયાનમાં ઈસરોના લગભગ 350 અને સૈકના 70 ડેડિકેટેડ એન્જિનિયર્સ અને કુલ ઈસરોના 1000થી પણ વધારે લોકોનું પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ યોગદાન છે. અમદાવાદમાં લેન્ડર પર લાગેલા 4 LI અને રોવર પર લાગેલ RI કેમેરા બનાવવામાં આવ્યા છે. RI કેમેરા લેન્ડર તરફ જોતું રહેશે અને અલગ-અલગ એન્ગલથી ફોટો ક્લિક કરશે. આ ઉપરાંત રોવરના વ્હીલમાં ઇસરોનો લોગો છે જેની છાંપ ચંદ્રની જમીન પર પડશે તેના પણ ફોટો ક્લિક કરીને મોકલશે. આ ઉપરાંત લેન્ડરમાં સામેલ KaRa રડાર અલ્ટીમીટર, હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઇડન્સ (HDA) સીસ્ટમ અને LHDAC કેમેરા પણ સૈક (SAC-ISRO), અમદાવાદમાં જ બનાવવામાં આવેલ છે. આ બધા સેન્સર લેન્ડિંગ સાઇટથી લેન્ડર 8 કિમી દૂર હશે ત્યારે ઓપરેશન શરૂ કરશે અને લેન્ડર ચંદ્રની સપાટી નજીક પહોંચે ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે.


સવાલઃ જ્યાં સોફ્ટ લેન્ડિંગ થશે એ સ્થળ કેમ અને કેવી રીતે પસંદ કરાયું તે અંગે જણાવશો?
જવાબઃ ચંદ્ર પર અત્યાર સુધી મોટાભાગના દેશોએ વિષુવવૃત (Equator) પર લેન્ડિંગ કર્યું છે. કારણ કે, ત્યાં ચંદ્રની સપાટી સમતલ છે. ભારત અને ઈસરો એ ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ (South pole) પર સૌથી જોખમી જગ્યાએ સેફ લેન્ડિંગ એરિયા શોધ્યો છે. લેન્ડર ચંદ્રના સાઉથ પોલ 70 ડિગ્રી લેટીટ્યુડ પર લેન્ડ થશે જ્યાં આજ સુધી કોઈએ લેન્ડિંગ કર્યું નથી, માત્ર આ પહેલાં ચીને તેનું લેન્ડર 45 ડિગ્રી લેટીટ્યુડ પર ઉતાર્યું હતું.

જો નક્કી કરેલી પ્રથમ જગ્યા (સાઇટ-SIte) લેન્ડરને યોગ્ય નહીં લાગે તો તેનાથી 60 મીટર બીજી સાઇટ પર લેન્ડ કરશે. આ બંને સાઇટમાં આપણું લેન્ડર લેન્ડ ના કરે તો તે ઓટોનોમસ લેન્ડિંગ કરશે. લેન્ડર જો 12 ડિગ્રી સુધીનાં એલિવેશન પર લેન્ડ કરશે તો પણ ઊભું રહેશે.



ચંદ્રયાન-3 ની સફળતા, ઐતિહાસિક સિદ્ધિ, માહીતી.

ચંદ્રયાન-3 ની સફળતા, ઐતિહાસિક સિદ્ધિ, માહીતી.

ઇસરો પ્રમાણે ચંદ્રયાન-3 માટે મુખ્ય ઉદ્દેશ ચંદ્રની રોઝેલિશ કહેવાતી સપાટી લૅન્ડરનું ઉતારવું અને ફરવું અને લૅન્ડર તથા રૉવરથી ચંદ્રની સપાટી પર શોધ કરવાનું છે. ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે.



****

ચંદ્રયાન-૩નું પ્રક્ષેપણ ૧૪ જુલાઈ ૨૦૨૩ના રોજ ભારતીય સમય પ્રમાણે બપોરે ૨:૩૫ વાગે પૂર્વનિર્ધારિત સમયે ભારતીય રાજ્ય આંઘ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રના દ્વિતીય પ્રક્ષેપણ પેડ પરથી કરવામાં આવ્યું. થોડીક જ ક્ષણોમાં તેને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યું. ત્યારબાદ તે પૃથ્વીની કક્ષામાં પરિભ્રમણ કરવા લાગ્યું અને ધીમે ધીમે તેની કક્ષામાં વધારો કરવામાં આવ્યો. આખરે ૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ તે પૃથ્વીની કક્ષા છોડીને ચંદ્રમાની કક્ષામાં પ્રસ્થાપિત થયું.


ચંદ્રયાન-૩ના અભિયાન માટે જુલાઈ-ઓગસ્ટ માસનો સમયગાળો પસંદ કરવામાં આવ્યો કારણકે ઇસરોની ગણત્રી મુજબ આ સમયમાં ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે.

૫ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો) દ્વારા ચંદ્રયાન-૩ને સફળતાથી ચંદ્રમાની કક્ષામાં મૂકવામાં આવ્ચું. આ ચંદ્ર કક્ષા પ્રવેશની (Lunar Orbit Insertion) (LOI) કામગીરી ઇસરોના ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક (ISTRAC), બેંગલુરુ ખાતેથી કરવામાં આવી.

****


Indian Space Research Organization 

(ISRO) દ્રારા લોન્ચ કરવામાં આવેલ મિશન ચંદ્રયાન-2 નું ચંદ્ર પર અસફળ લેન્ડિગ થયાના ચાર વર્ષ પછી ફરીથી ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ઇસરો) દ્રારા ચંદ્રયાન-3 લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં આવેલ સતીશ ધવન સ્પેસ સેન્ટર માંથી શુક્રવારે બપોરે 2:35 વાગ્યે લૉન્ચ કરાયું છે. જેનું સફળતાપૂર્વક થયું લોન્ચિંગ થઈ ગયું છે, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગશે.

 

જો ચંદ્રયાન-3 નું ચંદ્ર પર સફળતા પૂર્વક લેન્ડિગ થઈ ગયું તો ચંદ્ર પર જનાર ભારત દુનિયાનો ચોથો દેશ હશે. તો ભારત ફરી એક વખત દુનિયામાં ડંકો વગાડવા જઈ રહ્યું છે 

ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ પછી લગભગ 4 કલાક પછી વિક્રમ લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે. પ્રજ્ઞાન રોવર ચન્દ્રમાની સપાટી પર પાણીની શોધ પણ કરશે. આ સિવાય તેમાં લાગેલા પેલોડ્સ ચાંદની મેપિંગ સિવાય અન્ય પ્રયોગ પણ કરશે. પ્રજ્ઞાન રોવરનું વજન લગભગ 26 કિલો છે. તેમાં 6 પૈડા લાગેલા છે. તેના પાછળના બે પૈડા પર ઇસરોનો લોગો અને ભારતનો તિરંગો છે. જેમ-જેમ ચાંદની સપાટી પર આગળ વધશે તે નિશાન ચન્દ્રની સપાટી પર છોડતું જશે.

વિક્રમ અને પ્રજ્ઞાન ખેંચશે એકબીજાની તસવીર
વિક્રમ લેન્ડરની સફળ લેન્ડિંગ પછી લેન્ડરમાં લાગેલું આધુનિક કમ્યુનિકેટર પ્રજ્ઞાન રોવરથી સંપર્ક કરશે. વિક્રમ લેન્ડરની અંદરથી એક રૈંપ નીકળશે, જેની મદદથી પ્રજ્ઞાન રોવર ચન્દ્રમાની સપાટી પર ઉતરશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર ખેંચશે અને પ્રજ્ઞાન પણ વિક્રમ લેન્ડરની તસવીર લેશે અને પૃથ્વી પર મોકલશે.

 ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ પછી લગભગ 4 કલાક પછી વિક્રમ લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે

 : 40 દિવસની સફર પુરી કર્યા પછી ચંદ્રયાન 3 પોતાના નિર્ધારિત લક્ષ્યથી થોડુક દૂર છે. ચંદ્રયાન 3 સાંજે 6 કલાકને 4 મિનિટ પર ચન્દ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ કરશે. ચંદ્રયાન 3 ના લેન્ડરમાં 4 પેલોડ્સ છે. તેમનું કામ ચાંદની સપાટી પર ઘણા પ્રયોગ કરવાનું છે. તે ચંદ્ર પર પાણી શોધવાની સાથે ખનીજ અને માણસ માટે જરૂરી ગેસની ઉપસ્થિતિ વિશે પણ માહિતી મેળવશે. ચંદ્રયાન 3 ને ચંદ્રમાની સપાટી પર સફળ લેન્ડિંગ કરાવવા માટે ઇસરોએ વિક્રમ લેન્ડરમાં જરૂરી કમાન્ડ આપી દીધા છે.

ચંદ્રયાન 3 ની સફળ લેન્ડિંગ પછી લગભગ 4 કલાક પછી વિક્રમ લેન્ડરની અંદરથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળશે. પ્રજ્ઞાન રોવરનું મુખ્ય કામ ચન્દ્રમાની સપાટીથી જાણકારી એકઠી કરીને ઇસરોને મોકલવાની છે. પ્રજ્ઞાન રોવર ચન્દ્રમાની સપાટી પર પાણીની શોધ પણ કરશે. આ સિવાય તેમાં લાગેલા પેલોડ્સ ચાંદની મેપિંગ સિવાય અન્ય પ્રયોગ પણ કરશે. પ્રજ્ઞાન રોવરનું વજન લગભગ 26 કિલો છે. તેમાં 6 પૈડા લાગેલા છે. તેના પાછળના બે પૈડા પર ઇસરોનો લોગો અને ભારતનો તિરંગો છે. જેમ-જેમ ચાંદની સપાટી પર આગળ વધશે તે નિશાન ચન્દ્રની સપાટી પર છોડતું જશે.


વિક્રમ અને પ્રજ્ઞાન ખેંચશે એકબીજાની તસવીર
વિક્રમ લેન્ડરની સફળ લેન્ડિંગ પછી લેન્ડરમાં લાગેલું આધુનિક કમ્યુનિકેટર પ્રજ્ઞાન રોવરથી સંપર્ક કરશે. વિક્રમ લેન્ડરની અંદરથી એક રૈંપ નીકળશે, જેની મદદથી પ્રજ્ઞાન રોવર ચન્દ્રમાની સપાટી પર ઉતરશે. વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનની તસવીર ખેંચશે અને પ્રજ્ઞાન પણ વિક્રમ લેન્ડરની તસવીર લેશે અને પૃથ્વી પર મોકલશે.

લેન્ડિંગ પછી ચાર પેલોડ્સ લેશે ચંદ્રની સપાટીનું નિરીક્ષણ કરશે
ચન્દ્રની સપાટી પર ઉતર્યા પછી વિક્રમ લેન્ડરમાં લાગેલા ચાર પેલોડ્સ ચાંદની સપાટી પર નિરીક્ષણ કરશે. તેમાં રેડિયો એનાટોમી ઓફ મૂન બાઉન્ડ હાઇપરસેંસિટિવ આયનોસ્ફીયર એન્ડ એટમોસ્ફિયર એટલે કે રંભા ચાંદની સપાટી પર સુરજથી નીકળનારા પ્લાઝ્મા કણોના ધનત્વ, માત્રા અને ફેરફારની તપાસ કરશે. આ સિવાય ચાસ્ટે ચાંદની સપાટી પર ગરમી એટલે કે તાપમાનની તપાસ કરશે. જ્યારે ઇલ્સા લેન્ડિંગ સાઇટની આસપાસ ચાંદ પર ભૂકંપનું માપ કરશે. આ સિવાય લેઝર રેટ્રોરિફ્લેક્ટર એરે ચન્દ્રમાના ડાયનેમિક્સને સમજવાનો પ્રયત્ન કરશે.




ચંદ્રયાન-3એ બુધવાર સાંજના ચંદ્રના દક્ષિણ ધ્રુપની પાસે સૉફ્ટ લૅન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે.

ત્યાર બાદ સૌથી મહત્ત્વપૂર્ણ હતું લૅન્ડરમાંથી પ્રજ્ઞાન રૉવરનું બહાર નીકળવું.

ઇસરોએ જણાવ્યું છે કે હવે લૅન્ડરથી નીકળી ગયું અને તેણે ચંદ્ર પર ફરવાનું શરૂ કરી દીધું છે.

ઇસરોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ (ટ્વિટર) પર લખ્યું- “ચંદ્રયાન-3નું ભારતમાં બનેલું રૉવર હવે ચંદ્ર પર પહોંચી ગયું છે. રૉવર લૅન્ડરથી અલગ થઈ ગયું છે. અને ચંદ્ર પર ફરવાનું શરૂ કરી દીધું છે.”

ઇસરો પ્રમાણે ચંદ્રયાન-3 માટે મુખ્ય ઉદ્દેશ ચંદ્રની રોઝેલિશ કહેવાતી સપાટી લૅન્ડરનું ઉતારવું અને ફરવું અને લૅન્ડર તથા રૉવરથી ચંદ્રની સપાટી પર શોધ કરવાનું છે.

ભારતના ચંદ્રયાન-3નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડિંગ થઈ ગયું છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)એ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લૅન્ડ થયા બાદ ઇતિહાસ રચી દીધો છે.

ચંદ્રયાન-3ની ચંદ્ર પર સફળ લૅન્ડિંગ બાદ ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો)ના પ્રમુખ એસ. સોમનાથે અભિયાન સફળ થયાની જાહેરાત કરી હતી.

ચંદ્ર પર વિક્રમ લૅન્ડરના સૉફ્ટ લૅન્ડિંગ બાદ પ્રજ્ઞાન રોવર તેમાંથી નીકળશે અને ચંદ્રની સપાટી પર ઘૂમીને શોધ કરશે અને માહિતી એકત્ર કરશે.

ઇસરો ચીફે વડા પ્રધાન મોદીનું અભિવાદન કરતાં તેમને આ ઉપલબ્ધિ અંગે બોલવા આમંત્રિત કર્યા.

તેમણે કહ્યું, “હું આપણા પીએમને આપણને આશીર્વાદ આપવા કહીશ.”

બ્રિક્સ સંમેલનમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચુઅલી દેશવાસીઓને સંબોધિત કર્યા.

વડા પ્રધાન મોદીએ કહ્યું, “પરિવારજનો, જ્યારે આપણે નરી આંખે આવો ઇતિહાસ રચાતા જોઈએ છીએ ત્યારે જીવન ધન્ય થઈ જાય છે. આ પળ અવિસ્મરણીય છે. આ એક અભૂતપૂર્વ પળ છે. આ ક્ષણ વિકસિત ભારતના શંખનાદની છે. આ ક્ષણ નવા ભારતના જયઘોષની છે. આ ક્ષણ મુશ્કેલીઓનો મહાસાગર પાર કરવાની છે. આ ક્ષણ જીતના ચંદ્રપથ પર ચાલવાની છે. આ ક્ષણ 140 કરોડ ધબકારાના સામર્થ્યની છે. આ ક્ષણ ભારતમાં નવી ઊર્જા, નવી ચેતનાની છે.”

તેમણે કહ્યું, “ઇસરોએ વર્ષો સુધી આ પળ માટે ખૂબ પરિશ્રમ કર્યો છે. હું 140 કરોડ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.”


“આપણા વૈજ્ઞાનિકોનાં પરિશ્રમ અને પ્રતિભાથી દેશ ચંદ્રના એ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચ્યો છે, જ્યાં વિશ્વનો કોઈ પણ દેશ નથી પહોંચી શક્યો. હવે ચંદ્ર સાથે જોડાયેલાં મિથ બદલાઈ જશે, નવી પેઢી માટે કહેવતો પણ બદલાશે.”

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ચંદ્રયાન-3ની સફળતા પર ઇસરોને અભિનંદન પાઠવ્યાં છે.

તેમણે એક ટ્વીટમાં કહ્યું કે "આજની સફળતા માટે ઇસરોને અભિનંદન. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સૉફ્ટ લૅન્ડિંગ વૈજ્ઞાનિક સમાજનું વર્ષોની મહેનતનું પરિણામ છે."

ભારતના ચંદ્રયાન-3એ સફળ લૅન્ડિંગ કરતા કૉંગ્રેસ પાર્ટીએ પણ ઇસરો અને દેશવાસીઓને અભિનંદન આપ્યાં છે.


ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યા બાદ ચંદ્રયાન-3 મિશન 14 જુલાઈના રોજ લૉન્ચ કરવામાં આવ્યું હતું. 5 ઑગસ્ટના રોજ ચંદ્રયાન-3એ ચંદ્રમાની કક્ષામાં પ્રવેશ કર્યો હતો.

ચંદ્રયાન-3માં એક લૅન્ડર, એક રૉવર અને એક પ્રૉપલ્શન મૉડ્યુલ લાગેલાં છે. જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે.

ચંદ્રયાન-3 ભારતના ચંદ્ર-અભિયાનનું ત્રીજું અવકાશયાન છે. 17 ઑગસ્ટના રોજ બંને મૉડ્યૂલ રૉવર અને લૅન્ડર સ્પેસક્રાફ્ટથી અલગ થયાં હતાં.

ઉલ્લેખનીય છે કે રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ ગયા બાદ ચંદ્રયાન-3 અભિયાન પર વિશ્વ આખું મીટ માંડીને બેઠું હતું.


ચંદ્રયાન-3 મિશનનું બજેટ રૂ. 615 કરોડનું હોવાનું કહેવાય છે. ઇસરોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-3 મિશનના મુખ્ય ત્રણ ઉદ્દેશ છે. (1) ચંદ્ર પર સફળ ઉતરાણ (2) ચંદ્રની સપાટી પર સંચાર કરી શકવાની રોવરની ક્ષમતાનું પ્રદર્શન (3) વૈજ્ઞાનિક અવલોકનની નોંધ.

ચંદ્રયાન-2ની જેમ ચંદ્રયાન-3માં પણ એક લૅન્ડર (એક વાહન, જે ગ્રહ પર ઊતારવામાં આવશે) અને એક રૉવર(ગ્રહની સપાટી પર સંચાર કરનાર યાન)નો સમાવેશ થાય છે. આ લૅન્ડર તથા રૉવરને ચંદ્ર પરના એક દિવસના સૂર્યપ્રકાશ પર કામ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. તેનો અર્થ એ થાય કે તેઓ પૃથ્વીના 14 દિવસના સમયગાળા સુધી અવલોકન નોંધવાનું ચાલુ રાખશે.

ભારતે ચંદ્રયાન-2 મિશન વખતે યાનને ચંદ્ર પર ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 'વિક્રમ' લૅન્ડર ચંદ્ર પર તૂટી પડ્યું હતું. તે નિષ્ફળતામાંથી પાઠ ભણીને ચંદ્રયાન-3માં જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે. આ મિશન ચંદ્રની સપાટી પરની રાસાયણિક તથા કુદરતી સામગ્રી, માટી અને પાણીનો અભ્યાસ કરીને ચંદ્ર વિશેના આપણા જ્ઞાનમાં વધારાનો પ્રયાસ કરશે.

આ યાન પર સિસ્મોમીટર (ભૂકંપની તીવ્રતા માપવાનું યંત્ર) જેવાં ઉપકરણો પણ લગાવવામાં આવ્યાં છે. આ સાધનો ચંદ્રની સપાટીની ઊર્જા અને વાતાવરણની રચનાનો અભ્યાસ કરશે તેમજ મિશનના કેટલાંક અન્ય સાધનો ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીનો અભ્યાસ કરશે.



રશિયાનું ચંદ્ર-અભિયાન 'લૂના-25' નિષ્ફળ રહેતાં ચંદ્રયાદન-3ને લઈને વિશ્વની ઉત્સુકતા વધી હતી. ચંદ્રયાન-3 ભારત માટે જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ વિજ્ઞાન માટે મહત્ત્વપૂર્ણ છે.

આ મિશનમાં લૅન્ડરને ચંદ્રની સપાટી પર એવી જગ્યાએ ઉતારવામાં આવ્યું છે, જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું નથી.

ચંદ્રયાન-3 ઇસરોનું 'ઇન્ડિયન લ્યુનર ઍક્સપ્લોરેશન પ્રોગ્રામ' એટલે કે ચંદ્ર-સંશોધન કાર્યક્રમનું ત્રીજું મિશન છે. ભારતે 2008માં ચંદ્રયાન-1 મોકલ્યું હતું અને એ સાથે ચંદ્ર-અભિયાન આદરનારાં રાષ્ટ્રોમાં ભારતનો સમાવેશ થઈ ગયો હતો.

ચંદ્રયાન-1 મિશનમાં એક ઑર્બિટર એટલે કે ભ્રમણકક્ષામાં ફરનાર એક કૃત્રિમ ઉપગ્રહ અને ઇમ્પેક્ટર એટલે કે ચંદ્રની સપાટી પરના નાનાં અવકાશયાનનો સમાવેશ થતો હતો.

તે ઈમ્પેક્ટર ચંદ્ર પરના શેકટલન ક્રેટર સાથે અથડાયું ત્યારે ભારત ચંદ્ર પર ઝંડો ફરકાવનારો ચોથો દેશ બન્યો હતો. 312 દિવસ પછી ઑગસ્ટ, 2009માં ચંદ્રયાન-1 સાથેનો સંપર્ક તૂટી ગયો હતો, પરંતુ ઇસરોએ જાહેર કર્યું હતું કે મિશનનો 95 ટકા ઉદ્દેશ સફળ થઈ ગયો છે.

જોકે, ભારત માટે આ મિશ્ર સફળતા એક મોટો કૂદકો હતી. ચંદ્રયાન-1 મિશને ચંદ્રની સપાટી પર પાણીના અણુઓનું અસ્તિત્વ શોધવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 10 વર્ષ પછી 2019ની 22 જુલાઈએ ચંદ્રયાન-2 અવકાશમાં રવાના કરવામાં આવ્યું હતું.

એ મિશનમાં ઑર્બિટરની સાથે વિક્રમ નામનું લૅન્ડર ચંદ્ર પર ઉતારવાનું અને પ્રજ્ઞાન રોવર દ્વારા ચંદ્રની સપાટીના અભ્યાસનું આયોજન હતું, પરંતુ 2019ની 6 સપ્ટેમ્બરે ચંદ્ર પર ઉતરાણનો પ્રયાસ કરતી વખતે વિક્રમ લૅન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. તેના અવશેષ ત્રણ મહિના પછી મળી આવ્યાની જાહેરાત અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા નાસાએ કરી હતી.

વિક્રમ લૅન્ડર નિષ્ફળ રહ્યું હતું, પરંતુ ઑર્બિટરે તેનું કામ સારી રીતે કર્યું હતું. તેનાથી ચંદ્ર અને તેના વાતાવરણ વિશે નવી વૈજ્ઞાનિક માહિતી મળી હતી.




Thursday, 3 August 2023

સામાજીક વિજ્ઞાન મંડળ, ન. પ્રા. શાળા નંબર 31, આણંદ. જૂન 2023/24થી,,,,



સમાજીક વિજ્ઞાન મંડળ 

- સામાજિક વિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા છે, જેમાં મુખ્યત્વે 'માનવસમાજ અને માનવસબંધો'નો અભ્યાસ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનમાં અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, સામાજિક મનોવિજ્ઞાન વગેરેનો સમાવેશ થાય છે.

પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનનો વિકાસ થયો હતો. સામાજિક વિજ્ઞાનના ઉદભવ પાછળ ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને લીધે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપને કારણે ત્રીજા વિશ્વના દેશોમાં આવેલાં અનેકવિધ પરિવર્તનો વગેરે પરિબળોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. સામાજિક વિજ્ઞાનના વિકાસ પહેલાં સમાજ અને માનવસંબંધો અંગે ધર્મશાત્રો અને તત્ત્વજ્ઞાનનાં મંતવ્યો મહત્ત્વના ગણાતાં હતાં, પરંતુ સામાજિક વિજ્ઞાનોએ પોતપોતાના ક્ષેત્રમાં સમાજની પરિસ્થિતિને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજવાનો અભ્યાસ કર્યો અને એમાં નિરીક્ષણ જેવી પ્રાકૃતિક વિજ્ઞાનોની અભ્યાસપદ્ધતિનો તર્ક અપનાવ્યો.

સમાજશાસ્ત્રની શાખા તરીકે, વ્યક્તિના સામાજિક વર્તનને કેન્દ્રમાં રાખીને એનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરનાર સામાજિક મનોવિજ્ઞાનનો ઉદભવ અને વિકાસ વીસમી સદીમાં થયો.સામાન્ય મનોવિજ્ઞાનમાં માનવ વ્યક્તિ અને તેના મનોવ્યાપારને તેના વર્તનો દ્વારા સમજવાના પ્રયાસોમાં વ્યક્તિના સામાજિક પાસાંની મોટાભાગે ઉપેક્ષા કરવામાં આવતી હતી. તે જ રીતે સમાજશાસ્ત્રમાં (અને અન્ય સામાજિક વિજ્ઞાનોમાં) વ્યક્તિના જૈવિક તેમજ માનસિક પાસાંની મોટાભાગે અવગણના કરવામાં આવતી હતી. આ ઉપેક્ષાને કારણે બંને વિજ્ઞાનોમાં કેટલીક ઉણપો અને સમસ્યાઓ રહી જવા પામી હતી. આ ઉણપો અને સમસ્યાઓના નિવારણ માટે તે સમયના મનોવિજ્ઞાનીઓ અને સમાજશાસ્ત્રીઓએ આ બંને પ્રકારનાં વિજ્ઞાનોનો સમન્વય કરીને સામાજિક મનોવિજ્ઞાન નામની અલગ શાખા વિકસાવી હતી.



સામાજિક વિજ્ઞાન વિકાસ


19 મી સમાજના જ્ઞાન ઝડપી વિકાસ - 20 મી સદીના પ્રારંભમાં ઈચ્છાને કારણે ઝડપથી બદલાતી વિશ્વમાં તેમના નિયંત્રણો શોધવા માટે હતું. વિજ્ઞાન, સમજૂતી મુકાબલો ન સામાજિક હકિકતોને અને પ્રક્રિયાઓ અસંગતતા અને મર્યાદિત જોવા મળે છે. રચના અને સામાજિક વિજ્ઞાનમાં વિકાસ બંને ભૂતકાળ અને વર્તમાન ઘણા પ્રશ્નોના જવાબો પૂરી પાડે છે. ન્યૂ પ્રક્રિયાઓ અને અસાધારણ ઘટના કે વિશ્વના થાય છે, અભ્યાસ અને તાજેતરની ટેકનોલોજી અને તકનીકો અરજી માટે નવા અભિગમ માટે કૉલ કરો. આ તમામ સામાન્ય રીતે બંને વૈજ્ઞાનિક જ્ઞાન અને ખાસ કરીને સામાજિક વિજ્ઞાન વિકાસ ઉત્તેજિત કરે છે.





ભૂગોળમાં પૃથ્વી પર આવેલા કોઇ પણ સ્થળનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે અક્ષાંશ-રેખાંશ ની પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિ પ્રમાણે પૃથ્વી ના ગોળા પર કલ્પિત રેખાઓ દોરવામાં આવે છે. ઉત્તર થી દક્ષિણ જતી રેખાઓ ને રેખાંશ તથા પૂર્વથી પશ્ચિમ જતી રેખાઓને અક્ષાંશ કહે છે.

પૃથ્વીના પોતાની ધરી પરના પરિભ્રમણ અને તે કારણે થતા સૂર્યોદય તથા સૂર્યાસ્ત પરથી ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ વગેરે દીશાઓ નક્કી થાય છે. આથી પૃથ્વીના પરિભ્રમણની ધરી અક્ષાંશ અને રેખાંશ સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. પૃથ્વીના પરિભ્રમણની ધરી જ્યાં પૃથ્વી ના સ્તરને છેદે છે તે બિંદુઓને ઉત્તર ધ્રુવ તથા દક્ષિણ ધ્રુવ કહે છે. તમામ રેખાંશ રેખાઓ ઉત્તર ધ્રુવ અને દક્ષીણ ધ્રુવને જોડતા અર્ધવર્તુળાકાર રેખાખંડ છે. જ્યારેકે અક્ષાંશ એ આ રેખાંશ ને કાટખૂણે છેદતા પૃથ્વી સપાટી પર આવેલા સમાંતર વર્તુળો છે. આથી પૃથ્વી પર આવેલા (બે ધ્રુવ સિવાયના) કોઇ પણ સ્થાને થી એક અને માત્ર એક અક્ષાંશ તથા એક અને માત્ર એક રેખાંશ પસાર થાય છે તેમ કહી શકાય. અને આ બે રેખાઓના પૃથ્વી ના ગોળાની સાપેક્ષ બનતા ખૂણા ઓના માપ પરથી આપણે કોઇ પણ સ્થાનને ફક્ત બે આંકડાઓની મદદ થી દર્શાવી શકીએ છીએ.






સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન ) એ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે જેના જાણીતા ઉદ્દેશોમાં આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય સલામતી, સામાજિક પ્રગતિ , માનવ અધિકાર ની દ્રષ્ટિએ સહકાર આગળ ધપાવવો અને વિશ્વ શાંતિ હાંસલ કરવાનો સમાવેશ થાય છે.


ભુમિ, જળ, જમીનો, ખનીજો, જંગલો, વન્ય પ્રાણીઓ વગેરે સંસાધનો કુદરતી છે, કારણ કે તે પ્રકૃતિએ આપેલાં છે. તે બે પ્રકારનાં હોય છે : જૈવિક અને અજૈવિક. જંગલો અને પ્રાણીઓ જૈવિક સંસાધનો છે; હજ્યારે ભુમિ, જળ અને જમીનો અજૈવિક છે. ખનીજ તેલ અને કોલસા જેવાં ખનીજો જૈવિક છે, જ્યારે ધાતુઓના ખનીજો અજૈવિક છે.






પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ’ કહે છે. તે સૌથી પાતળી સ્તર છે. તે ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે ‘સિલિકા’ (રેતી) અને ઍલ્યુમિના’ (ઍલ્યુમિનિયમ) જેવાં ખનીજદ્રવ્યોની બનેલી છે. તેથી તેને સિયાલ’ [(SIAL) (S’ – સિલિકા અને ‘AL– ઍલ્યુમિના)] કહેવામાં આવે છે.





Tuesday, 4 July 2023

ધોરણ : 7 સામાજીક વિજ્ઞાન શાળા નંબર. 31, આણંદ.

રાજપૂતયુગ : નવાં શાસકો અને રાજ્યો Class 7 
એકમ :  1

1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1.
રાણીની વાવ કોણે બંધાવી હતી?
ઉત્તર:
રાણીની વાવ (રાણકી વાવ) પાટણના રાજવી ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતિએ બંધાવી હતી.

પ્રશ્ન 2.
ચૌહાણવંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા?
ઉત્તર:
ચૌહાણ વંશના શાસકો આરંભમાં રાજસ્થાનના સાંભર સરોવર નજીક શાકંભરી (અજમેરની ઉત્તરે આવેલ સાંભર) નામના સ્થળે શાસન કરતા હતા.

પ્રશ્ન 3.
અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી?
ઉત્તરઃ
પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાએ (સરસ્વતી નદીના કિનારે) અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી.

પ્રશ્ન 4.
વાઘેલાવંશનો છેલ્લો શાસક કોણ હતો?
ઉત્તરઃ
કર્ણદેવ વાઘેલા વાઘેલાવંશનો છેલ્લો શાસક હતો.

2. (અ) ટૂંક નોંધ લખો:

પ્રશ્ન 1.
રાજપૂતોના ગુણો
ઉત્તરઃ
રાજપૂતોના ગુણો નીચે પ્રમાણે હતાઃ

રાજપૂતો શૂરવીર, ટેકીલા, નીડર અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા.
તેઓ રણભૂમિમાં કદાપિ પાછી પાની કરતા નહિ. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયાં કરતા અર્થાત્ મૃત્યુને ભેટતા.
તેઓ ગૌબ્રાહ્મણ પ્રતિપાલક હતા.
તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા.
તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહિ.
પ્રશ્ન 2.
રાજપૂતયુગનો વેપાર-વાણિજ્ય
ઉત્તરઃ

રાજપૂતયુગમાં રાજ્યની વેપાર-વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો.
એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો.
એ સમયે જમીનની ઊપજનો છઠ્ઠો ભાગ કરરૂપે વસૂલવામાં આવતો હતો. રાજપૂતયુગમાં જમીન પરનો કર ‘ભાગ’ નામથી ઓળખાતો હતો.
રાજપૂતયુગમાં શહેરો અને ગામડાના જકાત લેવાનાં થાણાં પર, સિંચાઈ પર અને બંદરો પર કર ઉઘરાવવામાં આવતો હતો.

(બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:

પ્રશ્ન 1.
ઉત્તર ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં નામ જણાવો.
ઉત્તરઃ
ઉત્તર ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે છે:

ગઢવાલવંશ
ચંદેલવંશ
પરમારવંશ
ચૌહાણવંશ
સોલંકીવંશ
ચૌહાણ વંશ
ચાવડાવંશ
સોલંકીવંશ
વાધેલાવંશ
પાલવંશ
સેનવંશ વગેરે.
[વિદ્યાર્થીઓએ પ્રશ્નના ઉત્તરમાં ઉપર્યુક્ત રાજવંશોમાંથી કોઈ પણ ત્રણ રાજવંશોનાં નામ લખવાં.]

પ્રશ્ન 2.
દક્ષિણ ભારતના કોઈ પણ ત્રણ મુખ્ય રાજવંશોનાં છે નામ જણાવો.
ઉત્તર:
દક્ષિણ ભારતના મુખ્ય રાજવંશોનાં નામ આ પ્રમાણે છે:

ચાલુક્યવંશ
રાષ્ટ્રકૂટવંશ
યાદવવંશ
હોયસલવંશ
વરંગલવંશ
પલ્લવવંશ
ચોલવંશ
પાંડ્યવંશ
ચેરવંશ વગેરે.
[વિદ્યાર્થીઓએ પ્રશ્નના ઉત્તરમાં ઉપર્યુક્ત રાજવંશોમાંથી કોઈ પણ ત્રણ રાજવંશોનાં નામ લખવાં.]

પ્રશ્ન 3.
ગુજરાતનો પ્રથમ સુલતાન કોણ હતો?
ઉત્તરઃ
ગુજરાતનો પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહ હતો. તેનું મૂળ નામ ઝફરખાન હતું.

પ્રશ્ન 4.
રાજમાતા મીનળદેવીએ પ્રજાકલ્યાણનાં કયાં કયાં કાર્યો કર્યા હતાં?
અથવા
કારણો આપોઃ મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.
ઉત્તરઃ
રાજમાતા મીનળદેવી પ્રજાવત્સલ હતાં. તે પ્રજાના કલ્યાણનાં કામો કરવા માટે હંમેશાં તત્પર રહેતાં હતાં. તેમણે પ્રજાને ન્યાય આપવા નોંધપાત્રો કામો કર્યા હતાં. તેમણે સોમનાથનો યાત્રાવેરો નાબૂદ કરાવ્યો હતો. તેમના કહેવાથી પીવાના પાણીની સમસ્યા હલ કરવા સિદ્ધરાજ જયસિંહે ધોળકામાં મલાવ તળાવ અને વિરમગામમાં મુનસર તળાવ બંધાવ્યાં હતાં.

ખરેખર, મીનળદેવી આદર્શ રાજમાતા હતાં.

3. (અ) નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:

પ્રશ્ન 1.
ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાનાં-નાનાં રાજ્યો સ્વતંત્ર થયાં?
A. પુલકેશી બીજાના
B. હર્ષવર્ધનના
C. મિહિરભોજના
D. અશોકના
ઉત્તરઃ
B. હર્ષવર્ધનના


પ્રશ્ન 2.
બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું?
A. જેજાકભુક્તિ
B. ઉજ્જયની
C. પ્રતિહારો
D. ચૌલુક્ય
ઉત્તરઃ
A. જેજાકભુક્તિ

પ્રશ્ન ૩.
માળવાના પરમારવંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી?
A. કુમારપાળ
B. ભોજ
C. સીયક
D. મુંજ
ઉત્તરઃ
A. કુમારપાળ

પ્રશ્ન 4.
આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું?
A. ચંદેલવંશનું
B. પરમારવંશનું
C. પાલવંશનું
D. પ્રતિહારોનું
ઉત્તરઃ
C. પાલવંશનું
પ્રશ્ન 5.
રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી?
A. ચાવડાવંશના
B. સોલંકીવંશના
C. વાઘેલાવંશના
D. મૈત્રકવંશના
ઉત્તરઃ
B. સોલંકીવંશના

બ) યોગ્ય જોડકાં જોડો:

વિભાગ ‘અ’ (રાજ્યો) વિભાગ બ’ (શાસકો)

(1) સેનવંશ        (A) નરસિંહ વર્મન બીજો
(2) સોલંકીવંશ    (B) ગોવિંદ ત્રીજો
(3) પાલવંશ        (C) વિજયસેન પ્રથમ
(4) રાષ્ટ્રકૂટવંશ.    (D) ગોપાલ
(5) પલ્લવવંશ.     (E) કુમારપાળ
                           (F) ભોજા















ધોરણ: 6 સામજિક વિજ્ઞાન

પાઠ : 1  ચાલો, ઇતિહાસ જાણીએ.

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો:

પ્રશ્ન 1.
પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો?
A. કાપડ
B. કાગળ
C. ભૂર્જ વૃક્ષની આંતરછાલ
D. ચામડું
ઉત્તર:
C. ભૂર્જ વૃક્ષની આંતરછાલ

પ્રશ્ન 2.
નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? 6
A. અભિલેખો
B. તામ્રપત્રો
C. ભોજપત્રો
D. વાહનો
ઉત્તર:
D. વાહનો

પ્રશ્ન 3.
નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
A. અભિલેખો
B. કાગળ પરનાં લખાણ
C. કાપડ પરનાં લખાણ
D. વૃક્ષનાં પાન પર લખેલ લખાણ
ઉત્તર:
A. અભિલેખો


2. ટૂંકમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
B.C.નો અર્થ સમજાવો.
ઉત્તર:
B.C.ને અંગ્રેજીમાં Before Christ કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. ઉદાહરણ તરીકે, 2000 ઈ. સ. પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનાં 2000 વર્ષ.

પ્રશ્ન 2.
A.D.નો અર્થ સમજાવો.
ઉત્તર:
A.D.ને અંગ્રેજીમાં Anno Domini કહેવાય, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. ઉદાહરણ તરીકે, ઈ. સ. 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનાં 2000 વર્ષ.
પ્રશ્ન 3.
ભારતના સૌથી જૂના સિક્કા કયા છે?
ઉત્તર :
ભારતમાં ઈ. સ. પૂર્વે 5મી સદીના ‘પંચમાર્ક’ સિક્કા સૌથી જૂના સિક્કા છે.

પ્રશ્ન 4.
ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે?
ઉત્તર:
તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં, પ્રવાસવર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે.


3. યોગ્ય રીતે ‘અ’ વિભાગની વિગતોને ‘બ’ વિભાગની વિગતો સાથે જોડી ઉત્તર આપો:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’

(1) અભિલેખ     (1) ઈ. સ. પૂર્વે
(2) ભોજપત્ર     (2) ઈસવીસન
(3) તામ્રપત્ર.    (3) ભૂર્જ નામના વૃક્ષની છાલ
(4) B.C.        (4) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ
(5) A.D.        (5) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ



Monday, 3 July 2023

નાની મારી વાત : 7 ‘ હંસ જ ગુરુ કેમ ?’🦢🦢


                
      નમસ્તે ,બાલમિત્રો આજે ગુરુપુર્ણિમા છે,તો હું તમને પક્ષીઓએ હંસને કેમ ગુરુ બનાવ્યા? તે વિષે વાત કહીશ.
            એક સુંદર સરોવર હતું.તેમાં સુંદર મજાના હંસો રહેતા હતા. સરોવરના શાંત પાણીમાં આ હંસો ખુબ જ શાંતિથી રહેતા હતા.કદી કોઈ લડાઈ ઝગડો નહિ, માટે સરોવરની આસપાસ સર્વત્ર શાંતિ પ્રસરાયેલી રહેતી હતી. ક્યારેક જંગલમાં બીજા પક્ષીઓ પણ અહી આવી શાંતિ માણતાં.આજરીતે એકવાર જંગલના બધા જ પક્ષીઓ ,જેવાકે- ચકલી,પોપટ,મોર,કાગડો,બતક,શાહુડી,લક્કડખોદ,દરજીડો અને સુરખાબ. આ પક્ષીઓ એકવાર જ્યાં આ હંસો રહેતા હતા તે સરોવર પાસે આવ્યા હતા. તે જ સમયે ઘણાબધા સાધુસંતો અને માણસો પણ એ રસ્તેથી પસાર થતા હતા.તેમાંના કેટલાક અહી સરોવરની પાળે વિસામો ખાવા બેઠા. અને ગુરુના ગુણગાન ગાવા લાગ્યા. સમગ્ર વાતાવરણ દિવ્ય અને પવિત્ર બની ગયું હતું. થોડીવાર પછી આ લોકો ત્યાંથી આગળ જવા લાગ્યા. પક્ષીઓ તો ખુબ જ આનંદિત થઇ ઉઠ્યા હતા. કાબરે સૌને પૂછ્યું,’ કોઈ જાણો છો? આટલા બધા લોકો આજે આ રસ્તે ક્યાં જાય છે?’ કોઈને આ બાબતે ખબર નહોતી. પોપટે કહ્યું,’ કદાચ આગળ એક ગામ છે.ત્યાં એક આશ્રમ છે.ત્યાં બધા જતા લાગે છે.’ આજે કદાચ ગુરુપૂર્ણિમા લાગે છે. બધા પક્ષીઓ એકીસાથે બોલી ઉઠ્યા,ગુરુપૂર્ણિમા? ગુરુપૂર્ણિમા માં શું હોય? તો આટલા બધા લોકો જાય ? પોપટ નો એક મિત્ર એક ગુરુના આશ્રમમાં રહેતો હતો.માટે પોપટને   બઘી વાતો ખબર હતી.
            પોપટે કહ્યું સાંભળો. ગુરુ પૂર્ણિમા, એ અષાઢ સુદ પૂનમ ને દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુપૂર્ણિમા ના દિવસે બધા લોકો પોતપોતાના ગુરુને દર્શને જાય. ગુરુ પાસે બેસી અને આશીર્વાદ મેળવે અને ગુરુ માટે ફૂલ નહિ ને ફૂલની પાંખડી કંઈક ભેટ લઈને જાય છે. આખો દિવસ ગુરુના સાનિધ્ય માં રહે અને ગુરુના ગુણગાન ગાય છે. ચકલી બોલી, ‘પણ બધાને ગુરુ હોય?’ પોપટે જવાબ આપ્યો , "બધાને ના પણ હોય. તો આ દિવસે બધા માતા પિતા અને જેની પાસેથી જ્ઞાન મેળવે છે તે બધા જ ગુરુ ગણાય. ગુરુ દત્તાત્રેયને ચોવીસ ગુરુ હતા.તેઓ જેનામાંથી કંઈક ને કંઈક શીખ્યા હોય તેને પોતાના ગુરુ માની લેતા."

             બતક બોલ્યું, ‘ આપણને આજે આ લોકોના ગુરુના ગુણગાન સાંભળીને શાંતિ મળી છે, તો આપણે ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થાય તો આપણું જીવન પણ ધન્ય થઇ જાય. તો ચાલો આપણે પણ સાચા ગુરુ ની શોધ કરીએ.બધા પક્ષીઓએ વિચાર્યું કે આપણે કોને ગુરુ બનાવીએ? જેની પાસે રહેવાથી આપણને કંઈક શીખવા મળે અને શાંતિ પ્રાપ્ત થાય. બધાએ ખુબ જ વિચાર્યું.અને એક સાચા ગુરુ કે જે ખરેખર આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઇ જાય તે ખુબ વિચારીને અંતે સૌની નજર સરોવરમાં તરતા હંસો પર પડી. એકદમ શાંતિથી તેઓ પાણીમાં તરતા હતા. બધા પક્ષીઓએ વિચાર્યું,કે હંસો જ આપણા સાચા ગુરુને લાયક છે. કારણકે હંસો પ્રેમ અને પ્રવિત્રતાનું પ્રતિક છે. હંસોમાં ખુબ વિવેક હોય છે. હંસો કદી એકબીજા સાથે ઝગડતા નથી. હંસો હંમશા ધીર ગંભીર હોય છે. બધા જ પક્ષીઓમાં હંસો ખુબ જ બુદ્ધિશાળી હોય છે. હંસો પાણીમાં હોય ત્યારે એકદમ ધીરે ધીરે તરે છે,અને આકાશમાં ઉડે ત્યારે થોડું ઝડપી અને ચોક્કસ આકાર કે વી આકારમાં ઉડે છે. હંસોના જીવનમાંથી આપણને ઘણું શીખવા મળે છે. અને હા, બાલમિત્રો આપણી વિદ્યાની દેવી માતા સરસ્વતી નું વાહન પણ હંસ જ છે અને બુદ્ધિ ની દેવી ગાયત્રી માતા પણ હંસ પર બિરાજમાન હોય છે. માટે આ હંસો જ આપણા ગુરુને લાયક છે. આજથી જ સૌ પક્ષીઓએ હંસોને ગુરુ માની લીધા. અને સરોવરના શાંત જળમાં વિહાર કરતા હંસો પાસે જઈને પગે લાગ્યા. અને વાત કરીકે, ’ આજે ગુરુપૂર્ણિમા છે અને અમે આજથી તમને ગુરુ માન્યા છે.તો આજના શુભદિને હે પંખીઓના ગુરુ!! હે ગુરુવર! અમારા પ્રણામ સ્વીકાર કરો અને અમારું શિષ્યત્વ સ્વીકારો ,અમારો ઉદ્ધાર કરો.અમને તમારું સાનિધ્ય શાંતિ વાળું લાગે છે માટે અમે અવારનવાર અહી આવીએ છીએ.’ આ હંસો તો પક્ષીઓની વાત સાંભળીને ખુબ જ ખુશ થઇ ગયા. અને પક્ષીઓ સાથે વાત કરી અને કહ્યું કે, ‘અમે પણ કાયમ અહી નથી રહેતા.અમે તો માનસરોવરથી આવ્યા છીએ. અમે પરમ હંસો છીએ. અમે સૌ આપ પક્ષીઓ પર પ્રસન્ન છીએ.’ આટલું કહીને પરમહંસોએ તેમનું દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને પક્ષીઓને દર્શન આપ્યા. બધા પક્ષીઓ તો ખુબ જ ખુશ ખુશ થઇ ગયા. અને વારફરથી જઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા.ત્યારબાદ પરમહંસો અદ્રશ્ય થઇ ગયા.
           
           બધા જ પક્ષીઓ એકદમ શાંત થઇ ગયા હતા. ઘણા સમય સુધી કોઈ કંઈ જ બોલી શક્યું નહિ. પોતે કરેલા પુણ્ય ના પ્રતાપે આજે પક્ષીઓને પરમહંસોએ દર્શન આપ્યા હશે એ બાબત થી તેઓ ખુશ હતા.

             જોયું ને બાળકો!
            એક ગુરુની શોધ જ આપણા જીવનમાં શાંતિ અને પવિત્રતાનો અહેસાસ કરાવે છે, તો સાચાગુરુ આપણું જીવન બદલી શકે.આપણો અને આપણા કુળનો ઉદ્ધાર કરી શકે.
       માટે જ આપણે પ્રાર્થનામાં ગાઈએ છીએ, ''ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ '


              શ્રીજાગૃતિ પંડ્યા.
           આણંદ.


            
  
        
 
   


Sunday, 2 July 2023

નાની મારી વાત : સસલીબેનનું ગૌરીવ્રત


નાની મારી વાત : સસલીબેનનું ગૌરીવ્રત


બાળદોસ્તો, આજે હું એક નાની સસ્સીની વાર્તા લઇને આવી છું. તમે સૌ વાંચજો. ખૂબ મઝા આવશે.

   સસ્સી આજે તો રૂમઝૂમ રૂમઝૂમ કરતી ચાલે છે, દોડે છે અને કુદે છે. આખુ જંગલ સસ્સીબાઈને જોઈને નવાઈ પામ્યું છે. સસ્સી તો વહેલી સવારે ઉઠીને , સ્નાનાદિ પરવારીને સરસ મજાનાં નવાં નવાં કપડાં પહેરીને મહાદેવજીના મંદિરે પૂજા કરવા જાય છે. હાથમાં પૂજાનો થાળ છે, થાળને સુંદર સજાવ્યો છે. સસ્સીએ નવું ફ્રોક પહેર્યું છે. પગમાં ઝાંઝર, ડોકમાં માળા, કાને બુટ્ટી, નાકે નથણી અને કેડે કંદોરો. "અરે વાહ !!! સસ્સીબેન તો બહુ સરસ દેખાય છે ને ? " જંગલમાં બધાં પ્રાણીઓ વાતો કરે છે. પરંતું સસ્સી ઉતાવળે પૂજાનો થાળ લઈને દોડી જાય છે. બીજાં દિવસે તેનાં મિત્રોએ સસ્સીને પૂજા પછી જવા જ ન દીધી. તેની આજુબાજુ ટોળે વળી ગયાં. બધાં સસ્સીને પૂછવા લાગ્યા, " શું નવીન છે ? અમને બતાવો. અમે તને જવા નહીં દઈએ." સસ્સીએ તેનાં મિત્રોને વાત કરતાં જણાવ્યું કે, " મેં ગૌરીવ્રત કર્યુ છે." ગૌરીવ્રતનું નામ સાંભળતાં બધાં જ પ્રાણીઓ એકીસાથે બોલી ઉઠ્યા, ' ગૌરીવ્રત એટલે શું ? આ વ્રત કેવી રીતે કરવાનું હોય છે ? આવુ વ્રત તો અમે બધાએ પહેલી વખત સાંભળ્યું છે. ' સસ્સી એ જવાબ આપતા કહ્યું, " હા, મારાં વ્હાલાં મિત્રો. તમે આ વ્રત વિષે જાણવા માંગો છો. તો ચાલો હું તમને ગૌરીવ્રત વિશે જણાવું. " 

     સસ્સીએ ગૌરીવ્રતની વાત શરુ કરતાં કહ્યું કે, " હું થોડા વર્ષો પહેલા એક નગરશેઠના ઘરે રહેતી હતી. નગરશેઠને બે દિકરીઓ હતી - ટીનું અને મીનું. આ બંન્ને બહેનો દર વર્ષે ગૌરીવ્રત કરતી હતી. બસ ત્યારથી હું પણ દર વર્ષે ગૌરીવ્રત કરુ છું. મને આપણાં આ જંગલમાંથી નગરશેઠ લઈ ગયા હતા. ત્યારે હું નાની હતી. મોટી થયાં પછી શેઠે મને અહીં આપણાં જંગલમાં છોડી દીધી. પરંતું હું જંગલમાં આવ્યા પછી પણ ગૌરીવ્રત કરુ છું. મારી બંન્ને સખીઓ - ટીનું અને મીનું , સારો વર અને સારુ ઘર મેળવવા માટે આ વ્રત કરે છે. મારે પણ સારો વર અને ઘર જોઈએ છે, માટે હું આ વ્રત કરુ છું. આ વ્રત અષાઢ સુદ તેરસથી શરુ થાય છે. મોટી છોકરીઓ વ્રત કરે છે તે અગિયારસ ના દિવસથી શરુ થાય છે. ગૌરીવ્રતમાં નાની છોકરીઓ જવારા વાવે છે. મોટી છોકરીઓ મંદિરે જઈને શિવ પાર્વતીની પૂજા કરે છે. આ વ્રત પાંચ દિવસ કરવાનું હોય છે. પાંચ દિવસ મોળું એટલે કે મીઠાં વિનાનું જમવાનું હોય છે અને ઉપવાસ કરવાનો હોય છે. ભૂખ લાગે ત્યારે લીંબુ શરબત, ફળો, દૂધ અને શાકભાજી લેવાનાં હોય છે. છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. છેલ્લા દિવસે જાગરણ કરવાનું હોય છે. પાંચ કે સાત ગૌરીવ્રત કર્યા પછી જયા પાર્વતી વ્રત કરવાનું હોય છે. છોકરીઓ સાસરે જઈને વ્રત ઉજવે છે. કેટલીક છોકરીઓ લગ્ન પહેલાં ઉજવી નાંખે છે. ઉજવણીમાં પાર્વતી માતાને શણગાર કરવાનો હોય છે. જેટલાં વર્ષ કર્યા હોય તેટલી છોકરીઓને જમાડવાનું હોય છે. ગૌરીવ્રતમાં મસ્ત મજાના નવાં નવાં કપડાં પહેરીને સાંજે બાગમાં રમવાની અને ફરવા જવાની મઝા પડે છે. 

   સસ્સીની વાતો સાંભળીને બધાંને ખૂબ મઝા આવી. બધાએ ગૌરીવ્રત કરવાનું નક્કી કર્યું. સસ્સી બહુ ખુશ ખુશ થઈ ગઈ. કેમકે, સસ્સીને હવે ગૌરીવ્રત કરવા માટેની કંપની મળી ગઈ. આ વર્ષે સસ્સીને ઉપવાસ હોઈ બધાએ સસ્સીને કંપની આપવાનું નક્કી કર્યું. સાથે જમવાનું નક્કી કર્યું. આ દિવસોમાં સસ્સીને મદદ કરવાનું નક્કી કર્યું.

   જોયું ને, બાળદોસ્તો! સસ્સીએ ગૌરીવ્રત કર્યુ, તમે કરશો ને ??

જાગૃતિ પંડ્યા
 આણંદ.