Sunday, 6 December 2020
મારી નાની પણ ખૂ...બ મોટી દર્શન શાળા ના સંસ્મરણો
Saturday, 14 November 2020
🎇૧૪ મી નવેમ્બર, બાળદિન 🥰
🪔" દિવાળી ક્યારે છે? "😘
Friday, 23 October 2020
🙏 शतम जीव शरद: 🌺,,, मा 😘
Happy Birthday Mummy.🎈💐🎂
😘" મારી મા સૌથી ન્યારી,
મને તો છે એ સૌથી પ્યારી." 😘
🙏 મા તુજ મારી મા. આજે દુર્ગાષ્મી ને દિવસે તારો જન્મ દિવસ છે, તો તું જ મારી જગત જનની છે.🙏
સર્વે જનો દેવી / દેવતાની પ્રાર્થના કરતાં કહે છે;
જે આજે હું તારા માટે કહું છું.
* તારાં ગુણગાન ગાવા હું શકિતમાન નથી.🙏
"असितगिरी सम्म स्यात कज्जलं सिंधु पात्रे ;
सुरतरूवर शाखा लेखनी पत्र मुर्वी,
लिखती यदि गृहित्वा शारदा सर्व कालं,
तद ड पि गुणाना मिश पा रं न या ति ।"
🌺 * મારી મા * મારી ગુરુ * મારાં શિક્ષક* મારી માર્ગદર્શક * મારી પથદર્શક * મારી શક્તિ * મારી ભકિત * મારી મિત્ર * મારી તમામ ઈચ્છાપૂર્તિ કરનાર સાક્ષાત્ મા * મારું જીવન મંગલમય બનાવનાર* મારી જન્મદાતા * અતિ પ્રેમાળ 🌺
* 🌺 મને દુનિયામાં સૌથી વધુ પ્રેમ આપનાર 🌺
* * સંગીત તારી રગો માં, જેના વિના તારો અને અમારો સૌનો દિવસ શરૂ થાય અને પુરો થાય. દરેક વસ્તુને ગાઈને શીખવે. સવારે જો આંખ ખુલી જાય તો પણ, તારા ગીત થી જ ઉઠવા ટેવાયેલા અમે પથારી માં પડી રહેતાં. તું આવે ગીત ગાય પછી જ ઉઠીએ.
જે ગીત છે:
" ઉઠો છોલાં , છવાન પન્યું, કુકલો બોલ્યો ને મારી જાગુ જાગી."
આમ , દરેક વાતો સંગીતમય રહેતી. અને એ સંગીતનો વારસો અમે ત્રણેય ભાઈ- બહેન ને આપ્યો.
* ગણિત અને સમાજવિદ્યા તો તારા પસંદગી ના વિષયો હોય તો અમારા ક્યાંથી નબળા હોય?
* એક આદર્શ શિક્ષક. જે ખૂબ જ પ્રેમાળ. અને હા, જો કોઈ પ્રશ્ન કે અંગ્રેજીનો Spelling ના આવડે તો 100 વખત લખવો પડે. 100 વખત લખીએ એટલે આવડે આવડે ને આવડે જ.
🙏* મમ્મી / પપ્પા ના આદર્શો અને સંસ્કારોથી આપ બંનેના સહિયારા પ્રયાસોથી એક આદર્શ શાળા અને આદર્શ શિક્ષક બન્યા, બની રહ્યાં.🙏
🙏* ખૂબ જ કર્તવ્ય નિષ્ઠ શિક્ષક , અને હા, આજે તમારાં કાર્યો ને અમે જોયા છે. જાણ્યા છે અને સાંભળ્યા છે. અને આજે અમે પણ તે રીતે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. છતાં પણ તમારાં કામની તોલે અમે નથી તે વાત ચોક્કસ છે.🙏
😘* બાળકની સાથે બાળક બની રહેનાર તુ , આટલી ઉંમરે પણ બાળક બની રહે છે. બધાં જ બાળકોને પ્રેમ ખૂબ જ કરે છે. બધાં ને જ તું જોઈએ છે. તારાં બાળકો તો ખરાં જ , પણ તારા બાળકો ના બાળકો પણ તારી કંપની માગે. દરેક ઉંમરની વ્યક્તિ સાથે તુ તેટલી જ ઉંમરની બની સૌની મિત્ર બની રહે છે, તે તારો વિશિષ્ઠ ગુણ છે. તારાં બધાં જ ગુણો વિશિષ્ઠ જ છે. સૌને એમ લાગે કે ," મમ્મી (બેન) મને જ વધુ પ્રેમ કરે છે. " એટલી લાગણી અને પ્રેમ સૌના પ્રત્યે દાખવનાર.
* મમ્મીનાં મિત્રો 5 વર્ષ થી લઈને 70 વર્ષ સુધીના છે.
🌺* માતૃપ્રેમ થી ભરેલાં કાવ્યો માં મા ની મમતા વર્ણવેલી છે , તેથી વધુ અમે અનુભવેલી છે.😘
* એક બાળ કેળવણ કાર. હું જયારે ટીચર ટ્રેનિંગ કોર્સ માં અનેરા ભણતી હતી, તે સમયે રાજકોટ- સિસ્ટર નીવોદીતા સ્કૂલ માંથી ગુલાબચંદ જાની અને અન્ય બાળ કેળવણી કારો આવ્યા હતાં. તેમણ જે બાળ કેળવણી ની વાતો કરી હતી, તે સર્વે મારી મમ્મી માં હતું અને તે બધું જ મેં છેલ્લા દિવસના આભાર દર્શનમાં વાત કરી એ પછી પણ મારી સાથે મમ્મી એ આપેલ કેળવણી અને તેની રીતો વિશે ચર્ચા ચાલી. ખૂબ ખૂબ ખુશ હતાં. અને હું પણ ખુશ હતી કે મારી મમ્મી એ તો ક્યાંથી પણ આવું શિક્ષણ નથી લીધું છતાં પણ અમારું ઘડતર એક આદર્શ કેળવણીકાર થી કમ નહોતું. હું ખૂબ ખુશ થઈ.
🌺*દરેક પરિસ્થતિમાં સમભાવ કેળવનાર. એકદમ
ફ્લેક્ષીબલ સ્વભાવ.
* ' ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે' એ એનો જીવન મંત્ર.
* બધાની જ સૌથી વધુ ચિંતા કરનાર.
* બધાની જ માર્ગદર્શક
* બધાં ની જ મિત્ર.
🌺 તારાં બાળપણ અને સંઘર્ષ ની વાત આ જે મારે નથી કરવી કેમકે તે આખી વાત જ જુદી છે. તેમાંથી ઘણું ઘણું શીખી શકાય અને એ વાત કરવાની પણ મારી હિંમત નથી. પણ તારું બાળપણ નું વર્ણન સાંભળ્યા પછી ટુંકમાં એટલું જ કહીશ કે , કદાચ એ તારો સંઘર્ષ એ જ અમારી કેળવણી નો આધાર છે.
અને માટે જ તારા જન્મ દિને હું વધુ નહિ વર્ણવું.🙏
બસ, આજે દુર્ગાષ્ટમી ને દિવસે ,
જગત જનની જગદંબા મા દુર્ગા ને એ જ પ્રાર્થના કે 🙏
મારી મા ને દીર્ઘાયુષ્ય અને આરોગ્ય બક્ષે,
તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય,
🌺 મંગલ હો, ખૂબ મંગલ હો 🌺
ઘણું લખવું છે, મમ્મી પણ,,,, અત્યારે હવે તને 🎂 happy Birthday 🎉 કહેવાનો સમય થઇ ગયો છે.
ફરી ક્યારેય લખીશ.
અંતે,, આ મારી મનપસંદ કવિતા સાથે મારી વાત પૂર્ણ કરું છું.
😘Love you much,,, Mummy 😘
🌺તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
નવમાસની કેદ મહીં તેં પ્રેમે પોષણ કીધું
અસહ્ય વેદના જાતે વેઠી મુક્તિ દાન તેં દીધું
રાત દીન કે ટાઠ તાપ તેં ચોમાસું ના જોયું
જીવથી ઝાઝું જતન કરી મુજ જીવન તેં ધોયું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
લાડકોડ ને તપાસા સાથે બાલમંદિર ચાલ્યા
રડતો મુકી અશ્રુ છુપાવી આશા લઇને આવ્યા
છે આ સૌ એક લાડકડાના ભાવિ તણા ભણકારા
આજનું બીજ તે કાલનું વૃક્ષ છે મારે કરવા ક્યારા
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
ધ્રુવ પ્રહલાદ શ્રવણની વાતો કેવી વાડ બનાવી
રામ લક્ષ્મણ હરીશ્ચંદ્રની વાતો કદી ના ભુલાવી
હીરા માણેકથી મોંઘું એવું ઘડતર ખાતર નાખી
મુજ જીવનના ક્યારાની તેં વાડી મોટી બનાવી
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
બર્થ ડે ના શુભ પ્રભાતે પેમથી પાયે લાગું
અર્પું સર્વે તુજને ચરણે એવું સદાયે ચાહું
એક સંદેશો તુજ જીવનનો મનમાં કાયમ રાખુ
પ્રેમ ભક્તિને નિસ્વાર્થ સેવા દિલદરિયા સમ સાચું
મા તુજ જીવનના અજવાળે
મુજ જીવનને અજવાળું
– ડો. દિનેશ શાહ
Thursday, 15 October 2020
💫કિમતી રત્નો 💫
Friday, 2 October 2020
ગાંધી 2020
આજે 2 ઓક્ટોબર, ત્યારે આ દિવસને ગાંધી જંયતી તરીકે મનાવવામાં આવે છે. આ ખાસ દિવસે ભારતના રાષ્ટ્રપિતા
મહાત્મા ગાંધીનો જન્મ થયો જતો. આ સાથે જ સમગ્ર દેશમાં આ દિવસને અંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે પણ
મનાવવામાં આવે છે. લોકો તેમને પ્યારથી બાપુ કહેતા હતા. ભારતને સ્વતંત્રતા અપાવનારા ગાંધીજીને
‘ફાધર ઓફ ધ નેશન’ના નામથી પણ ઓળખવામાં આવે છે.
૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા
પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ
વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ
ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને
સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં
તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’ સાપ્તાહિકનું
સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી.
૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી.
પછી અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો.
૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી.
‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦ માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે
સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો,
પણ ૧૯૨૪ માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને
ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું
સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની
પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા
ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ છોડો’ ની
હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના
ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી
છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.
ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને
પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ
અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં
ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત
સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે.
એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં,
વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી
આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી
નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને
નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના
મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે,
એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા
પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે.
અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે.
ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.
‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી
પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો,
સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ,
રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે.
એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.
‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને
એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી,
સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે.
લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના
કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.
‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં
એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં
સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.
‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે
કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય,
પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી,
સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો
પણ પ્રયત્ન છે.
આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫),
‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨),
‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭),
‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮)
વગેરે એમના અનેક પુસ્તકો છે.
એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો
પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે.
આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦),
‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક
મરણોત્તર પ્રકાશનો થયાં છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 15 જૂન,2007ના દિવસે જાહેરાત કરી હતી કે દર વર્ષે
2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ મનાવવામાં આવશે.
ગાંધી શાંતિ પુરસ્કાર
મહાત્મા ગાંધીના નામ પરથી આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પુરસ્કાર ભારત સરકાર દ્વારા દર વર્ષે
આપવામાં આવે છે. ૧૯૯૫ માં તેમના જન્મની ૧૨૫ મી વર્ષગાંઠ નિમિત્તે
ગાંધીજી દ્વારા પૂરા
પાડવામાં આવેલા આદર્શોને શ્રદ્ધાંજલિ રૂપે શરૂ કરાઈ હતી.
અહિંસા અને અન્ય
ગાંધીવાદી પદ્ધતિઓ દ્વારા સામાજિક, આર્થિક અને
રાજકીય પરિવર્તન તરફના યોગદાન માટે
વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવેલો આ વાર્ષિક પુરસ્કાર છે.
આ એવોર્ડ રૂ. ૧કરોડ રોકડ, એક તકતી અને પ્રશંસાપત્ર દ્વારા અપાય છે.
તે રાષ્ટ્રીયતા, નસ્લ, લિંગ અથવા જાતિને ધ્યાનમાં લીધા વિના તમામ લોકો
માટે ખુલ્લું છે.
લાલ બહાદુર શાસ્ત્રી
લાલ બહાદુરશાસ્ત્રી જીવન પરિચય
નામ: લાલ બહાદુરશાસ્ત્રી
જન્મ: 2 ઓક્ટોબર 1904
જન્મસ્થળ: મુગલસરાય, (ઉત્તર પ્રદેશ)
મૃત્યુ: 11 જાન્યુઆરી 1966
પિતાનું નામ: શારદા પ્રસાદ
માતાનું નામ: રામદુલારી દેવી
પત્નિનં નામ: લલિતા શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904ના રોજ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.
લાલ બહાદુર શાસ્ત્રી ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાન હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા.
