Saturday, 4 January 2020

આઇ કાર્ડ

આઈ કાર્ડ 




  • આઇ કાર્ડ  લાવી જે બાળકો જે અક્ષર નથી ઓળખતાં તે મુજબ જે તે બાળક નું આઈ કાર્ડ તૈયાર કરવુ.

  • દરેક બાળકોને આઇકાર્ડ આખો દિવસ ગળામાં પહેરાવી રાખવું. 

  • આખો દિવસ બાળક જે તે અક્ષર બોલશે, વાંચશે અને પોતાની નોટબુક લખશે.

  • આજુબાજુના બાળકો પણ આ અક્ષરો નું વાચન હરતાં ફરતાં કરી, તેનું જ્ઞાન દ્રઢ કરાવશે.

  • આ રીતે આ પણ વાચન માટે ની એક અનોખી રીત છે. 

  • બાળકો પોતાની આંગળી ના વેઢાઓ માં પણ લખશે, બાળકો આનંદ માણશે .





                                     જાગૃતિ પંડ્યા 

                                              આણંદ .





વેસ્ટ માં થી બેસ્ટ

વેસ્ટ માંથી બેસ્ટ 




બનાવવાની રીત: 


  • પ્રેસમાં બનતા બેનર્સ ની વેસ્ટ પટ્ટીઓ માં થી સાદડી બનાવી છે. 

  • 5-5 આડી અને ઊભી પટ્ટીઓ ગોઠવી.

  • આ પટ્ટીઓ ને એકબીજાની અંદર ઉપર નીચે ગોઠવી.

  • જેમ જેમ પટ્ટીઓ ગોઠવાતી જશે, તેમ તેમ સાદડી તેની મજબૂતાઈ પકડતી જશે.

  • આ રીતે બંને બાજુ થી પટ્ટીઓ ગોઠવવી.

  • સાદડી તૈયાર થયા પછી આપણે તેની ઉપર માર્કર પેન વડે, જરુરિયાત મુજબ લખી શકાય. 

  • વાંચન માટે પણ ઊપયોગ માં લઈ શકાય.

  • મૂલ્યાંકન માટે પણ ઉપયોગ માં લઈ શકાય. 



બાળકોને સાદડી બનાવતાં શીખવવું. 



બાળકો ની ત્રણ ટીમે બનાવેલ સાદડીઓ.


સાદડી ઉપર માર્કર પેન વડે લખવું. 


સાદડી માથી વાંચન કરતા બાળકો. 


ખર્ચ: 00₹ (સમય )

                              જાગૃતિ પંડ્યા 

                                આણંદ 



દડો રમીએ

દડો રમીએ 


  1.  નાના નાના દડા 



  • બજારમાં મળતા આવા નાના નાના દડા ઉપર સાદા શબ્દો માર્કર પેન વડે લખ્યા છે .

  • દડા પર લખેલાં શબ્દો બાળકો વાંચશે. 

  • દડા રમશે. 

  • એકબીજાને શીખવશે.

  • આનંદ માણશે.


  1. મોટો દડો 



  • મોટો દડો બજારમાં મળે છે. 

  • તેની ઉપર માર્કર પેન વડે ફક્ત મૂળાક્ષરો જ લખ્યા છે. 

  • બાળકો દડો રમશે, મૂળાક્ષરોનુ વાંચન કરશે, આનંદ માણશે. 


● વાંચન માટે ના એકનાએક પ્રકારના સાહિત્યો અને કાર્ડ થી કંટાળેલા બાળકોને માટે વાંચન માટેનો એક અનોખો પ્રયત્ન. 


ખર્ચ:

  • નાનો દડો 20₹ નો એક.

  • મોટો દડો 50₹ નો એક. 


                                             જાગૃતિ પંડ્યા 

                                                      આણંદ 

                                                                         



વર્ણ શોધ- 2

વર્ણશોધ - 2 



(1)


  • આ એક વર્ણશોધની પ્રવૃત્તિ છે. 

  • શાળા ની દિવાલ પર લખેલાં અક્ષર,શિક્ષક ની સૂચનાનુસાર બાળકો શોધશે. 

  • જે બાળકોને જે તે અક્ષર ન આવડે તો બાળક પોતાની નોટબુક માં નોંધ કરશે.



( 2)


  • આ  પણ એક પ્રવૃત્તિ છે. 

  • નાના નાના મણકા પર લખેલાં અક્ષરો બાળકો વાંચશે.

  • આ બધાં જ મણકા એક પારદર્શક બોટલમાં ભરી લઇ બાળકોની પાસે વાંચન કરાવવું. 

  • અથવા તો , એક એક મણકો લઈ વાંચતા જવું અને દોરામાં પરોવતા જવું. 



( 3 )


  • ઉપરના ફોટામાં બનાવેલ પોસ્ટર પર મૂળાક્ષરોનુ લેખન કર્યું છે. 

  • ફોટો માં  કેસરી કલર ના બિલ્લા છે.બિલ્લા પર " હસ્વઇ, દીર્ઘઈ, હસ્વઉ, દીર્ઘઊ, એક માત્ર, બે માત્ર, કાનો માત્ર,,,વિગેરે,,તમામ નિશાનીઓ દોરેલ છે. 

  • બાળકો અલગ અલગ મૂળાક્ષરો આગળ બિલ્લા મૂકી વાંચન કરશે. ઉ.દા. કી, ણુ, ઢે,,,,


ખર્ચ: 

  • કલર 50₹

  • મણકા 50₹

  • બિલ્લા 50₹

  • માર્કર પેન 10₹

    જાગૃતિ પંડ્યા 

આણંદ 

વર્ણશોધ - 1

વર્ણશોધ -1 




આ રીતે કાળા પાટિયા પર પણ રમાડી શકાય છે. 


આ રીતે પોસ્ટર પણ બનાવી શકો છો. 


રમવાની રીત: 

  • આ  રમત  વારાફરતી બાળકોને બોલાવી ને વ્યક્તિગત રમાડવી.

  • બાળક ના હાથમાં ચોક આપવો.

  • શિક્ષક જે અક્ષર કહે તે અક્ષર સુધી બાળક લીટો દોરી પહોંચશે.

  • ત્યાં થી બીજા અક્ષર સુધી પણ લીટો દોરી પહોંચશે. 

  • બાળકે કાળજી એ રાખવાની છે કે, કોઈ પણ 2 લીટી એકબીજાને ક્રોસ ન થાય. 

  • અંતે બાળકે ખૂબ જ સાવચેતી પૂર્વક બહાર નીકળવાનું છે. 

  • માટે જ્યારે પણ બાળક એક અક્ષર થી બીજા અક્ષર સુધી લીટી દોરશે ત્યારે એ કાળજી રાખવી પડે છે કે, અંતે બહાર પણ નીકળવા માટેનો રસ્તો રાખવાનો. 

  • લીટીઓના ગૂંચવાડામાં ફસાઈ ન જવાય કે પછી બહાર નીકળી ન શકાય. 

  • ખૂબજ મજાની રમત છે.બાળકોને એકવાર આવડી જશે પછી, એમની જાતે જ રમ્યા કરશે.

  • આ રમત થી બાળકોની અંદર એકાગ્રતા અને ચોકસાઈ નો ગુણ પણ કેળવાશે.


( મારું ઓપીનીયન જણાવું તો, આ રમત મારી પ્રિય રમત છે.)


ખર્ચ: આ  રમત માટે કોઈ જ ખર્ચ નથી. 

  • ફક્ત કાળું પાટિયું અને ચોક 

  • સ્લેટ અને પેન

  • નોટ અને પેન 


● નીચે જે ફોટો છે તે મુજબ છેલ્લે બહાર નીકળવાનું છે. લગભગ એ રીતે ડિઝાઇન બનશે. બાકી બાળકો એક અક્ષર પરથી બીજા અક્ષર પર કેવી રીતે જાય છે, તે મુજબ ડિઝાઇન બનશે. 



                                                        જાગૃતિ પંડ્યા

                                                                આણંદ 

વર્ણ-શબ્દ ઓળખ

વર્ણ - શબ્દ ( ઓળખ)



બનાવવાની રીત: 

  • એક ચાર્ટ પેપર પર માપપટ્ટી અને પેન્સિલ ની મદદથી વચ્ચે 12 ચોરસ એક સરખાં ખાનાં દોર્યા.

  • તેની ઉપર અને નીચે 10 ખાના દોર્યા. 

  • ફરી એક ઉપર એક નીચે 8 ખાના દોર્યા. 

  • એમ ઉપર નીચે  2-2 ખાનાં ઘટાડતાં જઈ છેલ્લે 1-1 ખાનું રહે તેમ ખાના દોર્યા. 

  • સ્કેચપેન ની મદદથી તેમાં આડા અવળા અને જરૂરીયાત મુજબ ના વર્ણો અને શબ્દો લખ્યા.


રમવાની રીત:

  • આ રમત એક એક બાળકને બોલાવીને વારાફરતી રમાડવી.

  • સૌ પ્રથમ એક નાની રીંગ કે બંગળી લેવી.

  • શિક્ષક ચાર્ટ પેપર પર બંગળી ફેંકશે. 

  • બંગળી જ્યાં પડે તે વાંચવું. બાળક જેટલાં શબ્દો વાંચે, તેટલાં વંચાવવા.ન વાંચી શકે તો આઉટ. 

  • સૌથી વધુ શબ્દો વાંચનાર બાળકને વિજેતા જાહેર કરવો. 

ખર્ચ:  20₹

  • બેનર કે લેમીનેશન નો ખર્ચ 200₹.

વર્ણવેલ

વર્ણવેલ 


ધોળા કૂવા, શાળા નં 31,બાકરોલ, આણંદ, વર્ણવેલ ની સમજ મેળવતાં બાળકો.


ધોળા કૂવા, શાળા નં 31.


શાળા નં 30,દર્શન સોસાયટી,  વર્ણવેલ ની રચના 


 શાળા નં 31આણંદ 



આ રીતે શાળા માં દોરી શકાય. 

આ રીતે જમીન પર દોરવાથી લાંબા સમય સુધી રહેતું નથી, માટે આ વખતે મેં બેનર બનાવડાવ્યુ છે. 

રમત રમવાની રીત: 

  • શિક્ષક કોઈ પણ એક અક્ષર બોલશે.

  • બાળક લંગડી લઈ, તે અક્ષર સુધી જશે. 

  • સાચો જવાબ આપે તો જ બંને પગ જમીન પર મૂકે. 

  • જવાબ ખોટો હોય ત્યાં સુધી લંગડી જ રાખશે.

રમતનો ખર્ચ:

  • બેનર 3×6 માપનું આશરે 300₹ માં થાય. 

  • પાકા કલર થી કામ કરવું હોય તો 50₹ ના કલર. 




જાગૃતિ પંડ્યા આણંદ