Monday, 30 December 2019

શૈક્ષણિક કેરમ

શૈક્ષણિક કેરમ 

રમત બનાવવાની રીત: આપણે જે કેરમ રમીએ છીએ  એ જ કેરમનો ઉપયોગ કરીને આ રમત રમી શકાય છે. 

  • તેમાં ગોળ પ્લાસ્ટીક ના બિલ્લા મળે છે તે લાવવા.

  • બિલ્લા પર તમામ મૂળાક્ષરો,બારાક્ષરી અને શબ્દો, માર્કર પેન વડે લખવા.

રમત રમવાની રીત:

  • આપણે જે રીતે કેરમ રમી એ છીએ, તે જ રીતે સ્ટ્રાઇકર ની મદદથી રમવાનું છે.

  • ગોળ બિલ્લા ને કેરમમાં વચ્ચે ગોઠવીને ને સ્ટ્રાઇકર રીતે મારતાં, કેરમના 4 ખૂણે જે બિલ્લા પડે તે બાળક વાંચી સંભળાવે. 

  • જો બાળક બિલ્લા પર લખેલાં શબ્દ કે અક્ષર વાંચી શકે તો જ બાળક તેની પાસે બિલ્લા રાખી શકે.

  • જો ન વાંચી શકે તો બિલ્લો પાછો મૂકી દે. 

  • અંતે જેની પાસે સૌથી વધુ બિલ્લા ભેગા થાય તેને વિજેતા જાહેર કરવો.

રમતનો ખર્ચ:

  • આપણી શાળા માં કેરમ હોય છે. 

  • રંગબેરંગી બિલ્લા નું 1 પેકેટ 60₹નું આવે.

  • 1 માર્કર પેન 10₹માં આવે.

                     

                                           જાગૃતિ પંડ્યા 

                                               આ.શિક્ષક 

                                      ન.પ્રા.શાળા નં 30,

                                         દર્શન સોસાયટી,

                                        બાકરોલ, આણંદ

શબ્દ સીડી ની રમત

શબ્દ સીડી 

 

        રમત બનાવવાની રીત: આ માટે મેં એક ચાર્ટ પેપર લીધું. 

  • તેની ઉપર માપપટ્ટી અને પેન્સિલ ની મદદથી 50 એકસરખા ખાના પાડ્યા. 

  • ખાનામાં મેં બારાક્ષરી ના અક્ષરો જુદા જુદા ખાનામાં લખ્યા.

  • જમણી બાજુએ એક ખાનામાં 2 એમ બધાજ સ્વરો લખ્યા.

  • દરેક ખાનામાં 1 એક એમ કુલ 8 સીડી બનાવી. 

  • દરેક સીડી પર મેં શબ્દ કે વાક્ય લખ્યું. 

  • સૌથી ઉપર ના બધાજ ખાનામાં મેં ફળોના નામ લખ્યા છે. 

  • આ રમત મેં મારા લેપટોપ પર બનાવી તેની કલર પ્રીંટ કાઢી,લેમીનેશન પણ કરાવ્યું છે. 

  • આ ઉપરાંત આ રમતનું બેનર પણ બનાવ્યું છે. જેથી કરીને આ એક જ રમત એકીસાથે 2-3 જુથ પણ રમી શકે. 

રમત રમવાની રીત: 

  • આ રમત એક ચાર્ટ પર વધુમાં વધુ 4 બાળકો રમી શકે. 

  • આ રમત કૂકી અને પાસાની મદદથી રમી શકાય છે. 

  • રમત રમવા માટે દરેક રમનારા બાળકોની પાસે પોતાની કૂકી હશે,તે બધી જ start ના ખાનામાં મુકશે.

  • એક બાળક પાસો ફેંકશે.અને પાસા પર જેટલા નંબર લખેલાં હશે તેટલા નંબર બાળક તેની કૂકી ને આગળ ખસેડાશે.જ્યારે બાળક આગળ ખસશે ત્યારે વચ્ચે આવતા તમામ અક્ષરો વાંચતા વાંચતા આગળ ખસશે. 

  • જો બાળક કોઈ પણ અક્ષર વાંચી ન શકે તો તે આગળ ખસી શકશે નહીં. 

  • આગળ જતાં શબ્દ ની કે વાક્ય ની સીડી આવશે. 

  • સીડી પર લખેલો શબ્દ કે વાક્ય જો બાળક વાંચી શકે તો જ બાળક  સીડી ચઢી શકે, બાકી નહીં. બાળક સીડી ન ચઢતાં આગળ ક્રમમાં જ ખસશે.



બાળકોની જરૂરિયાત મુજબ અન્ય સાપસીડી  બનાવી :- 



રમત નો ખર્ચ:

                 - આ રમત નો વધુમાં વધુ ખર્ચ  50 ₹ છે.

                 - હા, જો તમારે બેનર બનાવવું હોય તો,બેનરની 2.5 × 3 ની સાઈઝના 1  બેનરનો ખર્ચ 300₹ છે.

  

                                                જાગૃતિ પંડ્યા 

                                                    આ.શિક્ષક

                                      આ.ન.પ્રા.શાળા નં 30

                                             બાકરોલ, આણંદ. 

       

Friday, 20 December 2019

Sunday, 21 April 2019

પણ હું શું કરું?ટીચર 2 સ્ટાર આપે તો!

      



મારી પડોશમાં રહેતો જૈનિલ.👌 3 વર્ષ નો છે હાલ.આ વર્ષે તેને કે.જી.1 માં ભણવા મૂક્યો.
          દરરોજ સવારે વહેલા ઉઠી ને ભણવા જાય. નવી નવી સ્કુલ, નવી બુક્સ, નવા બૂટ અને જૈનિલ ને સૌથી પ્રિય છે તેનો યુનિફોર્મ.
            બપોરે સ્કૂલે થી આવી ને થોડું ઘણું જમે, સ્કૂલ માં પણ જમવાનું આપે,એટલે ઘરે ઓછું જમે. જમ્યા પછી એની મમ્મી તેને સુવડાવી દે.ઊઠ્યા બાદ દૂધ અને નાસ્તો કરી પછી તેની મમ્મી તેને હોમવર્ક કરાવે.સાંજે સોસાયટી માં રમવા જાય. આવીને નાહી ધોઈને જમ્યા પછી થોડી વાર ટી.વી.જુવે કે મોબાઈલ માં ગેમ રમે. પછી ક્યારેક અમારા ઘરે પણ આવે, અમે તેના ઘરે જઈએ. આ નિત્યક્રમ જૈનિલ નો.
              જૈનિલ ને ડી.માર્ટ જવાનું બહું જ ગમે. એ સિવાય એને ક્યાંય જવું ન ગમે. સિનેમા ઘર માં મૂવી જોવાનું તો તેને બિલકુલ જ ના ગમે.ઘસીને ના પાડી દે.
                જૈનિલ ખૂબ જ એક્ટીવ તેની ઉંમર ના બીજા બાળકો કરતાં બધી જ રીતે સમજનાર,હોંશિયાર, પ્રેમાળ અને મળતાવડો. મારી પાસે આવીને બહું બધી વાતો કરે.મને તેની વાતો સાંભળવી ગમે છે.
              એક દિવસ ની વાત છે. 🤔 જૈનિલ ની સ્કૂલ માં આટલાં નાના બાળકો ની કક્ષા મુજબ  સારું કામ કરનાર ને  (3 )⭐⭐⭐ આપે.3 સ્ટાર થી આગળ નહીં, 1લા ધોરણ પછી 5 સ્ટાર આપે. જૈનિલ ની મમ્મી એ એકવાર હોમવર્ક કરાવતાં તેનું ચિત્રકામ જોયું.જોયું તો જૈનિલ ને આજે ત્રીજા ચિત્ર માં પણ ⭐⭐ આવ્યા.

 જૈનિલ ની મમ્મી ગુસ્સે થઈ ગઈ. અને બોલી, 

" જૈનિલ! આમાં પણ 2 સ્ટાર? તું બરાબર કલર કેમ નથી પૂરતો?જો જો કલર્સ કેવા બહાર નીકળી ગયા છે? તું શાન્તિ થી ઉતાવળ કર્યા વિના કલર પૂરતો હોય તો? તને પણ 3 સ્ટાર મળે ને? મમ્મા ને 3 સ્ટાર ગમે છે. 2 સ્ટાર નથી ગમતા.હવે તારે 3 સ્ટાર જ લાવવા પડશે." 😯

 જૈનિલ તો તેની મમ્મી નું એકીશ્વાસે બોલેલું સાંભળી ને જાણે ઢીલો પડી ગયો. તેને થયું! મમ્મી ને બહું દુઃખ થયું લાગે છે. અને મમ્મી ગુસ્સે છે.હમણાં પીગળે તેમ  લાગતું નથી.

         તો જૈનિલ પણ ટીચર પર ગુસ્સે થયો હોય તેમ બોલ્યો, " પણ હું શું કરું? ટીચર (2) ⭐⭐ આપે છે."

           જૈનિલ નું આમ ગુસ્સે થઇ બોલેલું સાંભળી ગાર્ગી- તેની મમ્મી એ જૈનિલ સામે જોઈને આંખો કાઢી.

             ફરીથી જૈનિલ ઢીલો થઇ ગયો. તેની મમ્મી ગાર્ગી ને ગળે બંને હાથ વીંટાળીને બોલ્યો, " સારું બસ,મમ્મા! હું ટીચર ને કહીશ.મને 3 ⭐⭐⭐ આપે. ટીચર ને કહીશ કે મમ્મા ને 3 ⭐⭐⭐સ્ટાર ગમે છે તો મને 3 સ્ટાર આપે.
બસ મમ્મા! હવે તને ગમશે ને !"😘

               ગાર્ગી નો ગુસ્સો એકદમ પીગળી ગયો.😍 જૈનિલ ને ખોળામાં લઈને પપ્પી કરી - ખૂબ વહાલ કર્યું. ને કહ્યું, "મારા દિકરા! તુ મને ગમે છે.  3 ⭐⭐⭐ નહીં.

        પછી બંને મા-દીકરો બાગમાં રમવા ગયા.👌

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺



           
        

                  

         
               

Thursday, 15 November 2018

🙏મારા ગુરુ શિક્ષક પિતા ને 75 મા જન્મદિવસ ની શુભેચ્છા.🌹


            જી હા, મારા પિતા એક સાચા અર્થમાં મારા ગુરુ છે. એક શિક્ષક અને પિતા ના નાતે અમારું ઘડતર અને પાયાનું આદર્શ શિક્ષણ અમને આપ્યુ છે.
             બાળપણમાં 3 વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી.દાદા પુનમચંદ જે.પંડ્યા સ્વાતંત્ર્ય સેનાની હતા,દેશસેવામાં એવા ઓતપ્રોત કે બાળકો - પત્નિ સામે પણ જોવાનો પણ ટાઈમ નહી. પપ્પા મા ચંચળ ની સાથે ડુંગરાઓ ચઢી ઊતરી ને ગામડે ગામડે ફરી( ભિક્ષા) સીધુ માંગી લાવે.આ રીતે જીવન ગુજારો કરી ભણ્યા ને શિક્ષક બન્યા. લગ્ન પછી મમ્મીને ભણાવી,શિક્ષક બનાવી.
          આજના શિક્ષકોને પ્રેરણા મળે એવા અનોખા ને ઉત્સાહી.શાળામાં સાહેબ,ઘરે પપ્પા.પણ એવા પ્રેમાળ કે ઘરે પપ્પાની બીક ના લાગે,શાળામાં એટલી જ શિસ્તમાં અન્ય બાળકોની જેમ રહેવું પડે.સફાઈ પણ કરવી પડે ,વારા મુજબ આવતી તમામ પ્રવૃત્તિઓ કરવી જ પડે.પ્રાથમિક શિક્ષણ આપવાની અનોખી રીત.પાયાનું જ્ઞાન એટલું દ્રઢ થઈ જાય કે આજીવન ના ભૂલાય.અક્ષર સુંદર આવે તે માટે પત્થરની સ્લેટમાં લોખંડની ખીલ્લી વતી એકબાજુ ડબલ લીટી ને બીજી બાજુ ખાના દોરી આપે.એમાં જ લખવાનું જેથી નાનપણથી જ અક્ષરો મરોડદાર આવે.રોજ રાતે સૂતા સૂતા અમે બધા સાથે ઘડિયાગાન કરતાં કરતાં જ સૂઈ જવાનો નિત્ય નિયમ.

              રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ પ્રાપ્ત કરેલ પંડ્યાજી હંમેશાં શિક્ષણ ક્ષેત્રે અવનવાં સંશોધનો કરતાં રહેતાં.1983 થી 2003 સુધી લગાતાર દર વર્ષે વિજ્ઞાનમેળામાં દ્વિતીય નંબરે રહેતાં.
             નાથાવાસ,ગાયવાછરડા અને વૈયાં ગામમાં ગામલોકોમાં વ્યાપેલ અંધશ્રદ્ધાઓ દૂર કરવા ને સત્ય રજૂ કરવા ખૂબ મહેનત કરવી પડેલી.એક ભૂવા એ તો સાહેબને ચેલેન્જ કરેલી કે આ તારીખે રાત્રે 12:05 વાગે તમારું મોત થશે,ભૂવાની ચેલેન્જ ખોટી પાડી.ભૂવો કરગરી ગયો પગમાં ,પડી ગયો, માફી માંગી.આ જ રીતે એકવાર ગામલોકોની ના હોવા છતાં પણ( મમ્મી) બેનને લઈને રાતે બાર વાગે જે વડલા નીચે ભૂત આવતુ ત્યાંથી નીકળેલા.રોજરાતે અમૂક જગ્યાએ પત્થરા પડે છે.તેવી અફવા સાંભળી રાતે ટેકરી પરની શાળામાં રોકાઈને પત્થર ફેંકનાર માણસને પકડી પાડ્યો હતો.અંતે 'વિજ્ઞાન જાથા'માં જોડાઈ ને ગામલોકોની અંધશ્રદ્ધા ને ડર દૂર કર્યા હતા.

         અને હા, આ જ અંધશ્રદ્ધાઓ દૂર કરવા ને સત્ય ને વિજ્ઞાન સાથે સમજાવવા તેઓ જાદુ પણ કરતા.તેમને લોકો જાદુગર પંડ્યાજી પણ કહેતા.

         વેદમાતા ગાયત્રી ના પરમ ઉપાસક અને મેઘરજ ગામના પ્રથમ ગાયત્રી પ્રચારક એવા પંડ્યા સાહેબે ઘણા વર્ષો સુઘી ગાયત્રી અનુષ્ઠાનો કર્યા હતા.શાસ્ત્રોમાં રસ ને જીજ્ઞાસા હોઈ એક કાશીના પંડિત પાસેથી અષ્ટા્ધ્યાયી રુદ્રી શીખ્યા.મને પણ તેમણે રુદ્રી નો એક અંશ (અધ્યાય) શીખવ્યો જે પુરુષ સુક્તમ નામે ઓળખાય છે.ને ત્યારથી તે મારા આધ્યાત્મિક ગુરૂ છે.
    
            સાથે સાથે તેઓ સામાજીક સેવાઓ પણ કરતા.ગામડાના લોકોમાં તે સમયે કુટુંબનિયોજન માટેની સમજ પૂરી પાડી ઑપરેશન માટે પણ સમજાવતા અને સરકારી દવાખાનામાં દાખલ કરવાથી માંડીને છેક રજા આપે ત્યાં સુધી હાજર રહી મદદ કરતા.જમવાની,રહેવાની અને આર્થિક સહાય પણ કરતા.

         હજુ પણ આ ઉંમરે તે એટલા જ સક્રિય છે.હજુ પણ નિયમિત 11 થી 5 શાળા સંભાળી શકે તેટલા સક્ષમ છે.તેઓ ભલે વૃધ્ધ છે પણ તેમના હસ્તાક્ષર તો હજુ એટલા જ જુવાન છે.😀

               સ્વચ્છતા,સુઘડતા,કરકસર ને ચોકસાઈ તો ગાંધીબાપુએ વારસામાં આપ્યું છે.આજની તારીખમાં પણ અંધારામાં પણ તેમના કબાટમાં થી કંઈ પણ વસ્તુ મળે,એ રીતે વ્યવસ્થિત ગોઠવીને રાખેલી હોય.ઊ.દા. પંચ કે કાતર જોઈતી હોય તો પપ્પા કહે કે વચ્ચેના ખાનામાં ડાબી બાજુ જો.😃

           આજે જાદુગર પંડ્યાજીના 75 મા જન્મદિન નિમિત્તે અમે સૌ પરિવાર જનો પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે તેમને દીર્ઘાયુષ્ય બક્ષે.જીવનની અંતિમ ક્ષણો સુધી સ્વસ્થ રહે.
      मंगल हो 🙏

Saturday, 10 November 2018

Deep

Night story🌝🌝🌝🌝
दीप जगमगा उठे 
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

बिरजू थका हारा अपनी झोंपड़ी में लौटा । उसका उतरा हुआ मुख देखकर उसकी पत्नी ने पूछा आज भी आपको काम नही मिला? उसने कुछ नहीं कहा। झोंपड़ी में अंधियारा छाया था।

बिरजू की पत्नी ने दीपक जलाते हुए कहा' "बहुत जरा सा तेल है, पता नहीं यह दीपक भी कितनी देर जलेगा?"

गरीब बिरजू के दुर्दिन चल रहे थे। एक फैक्टरी में काम करते उसने अपना एक हाथ खो दिया था। अपाहिज बिरजू को अब काम के लाले पड़ गये थे। पत्नी भी उपेक्षा करने लगी थी। तभी पत्नी ने उसे थाली परोसी। दो सूखी रोटियां थाली में उसका मुँह चिढ़ा रही थी। उसने झिझकते हुए पूछा, "बच्चों ने खाना खा लिया?"

पत्नी ने कहा, "हाँ, एक-एक रोटी उन्हें भी दी थी पर छोटू दूध और सब्जी के लिये रोता रहा। रोते-रोते वह सो गया है। कल के खाने के लिए तो कुछ भी नहीं है। उसका मन हुआ कि इस अभाव भरी जिंदगी से अच्छा है कि वह सपरिवार मौत को गले लगा ले। उसके नेत्र भर आये। चुपचाप वह सूखी रोटियाँ निगलने लगा। तभी उसने देखा दीपक की लौ तेज जल रही है । वह उठा और दीपक में तेल देखने लगा। दीपक में तेल नाममात्र को था पर दीपक तेज लौ में जल रहा था। उसने देखा कि दीपक की लौ तेज होती जा रही थी और अचानक दीपक जोरों से भभका और बुझ गया। झोपड़ी में अंधेरा छा गया ।

उसने सोचा कि जब छोटा सा दीपक अपने अस्तित्व के लिये इतना तीव्र संघर्ष कर सकता है। तेल न होने पर भी वह अपनी जलने की गति तीव्र कर देता है और अंत तक संघर्षरत होता है तो वह हार क्यों माने? अब वह संघर्ष करेगा। मरने की बात सोचना कायरता है। बिरजू के मन में आशा और आत्मविश्वास के सैकड़ों दीप जगमगा उठे।
🌹🌹🌹🌹🌹🌹🌹

Buddh

भगवान बुद्ध की एक भिक्षुणी शिष्या थी । उसका नाम था पटाचारा । त्रिपिटक ग्रंथ में उसकी कथा आती है । पटाचारा कुँआरी थी । किसी युवान से उसका मन लग गया । माँ-बाप के न चाहने पर भी उसने उसके साथ शादी कर ली । श्रावस्ती नगरी से बहुत दूर देश में वह अपने पति के साथ रहने लगी ।

★ कालचक्र घुमता गया । वह दो बच्चों की माता हुई । काफी वर्ष गुजरने पर पटाचारा के मन में हुआ कि कुछ भी हो, आखिर माँ-बाप बूढे हो गये होंगे, अब मैं अपने परिवार के जनों से मिलूँ । उन माँ-बाप को रिझा लूँ… मना लूँ ।

★ पटाचारा अपने पति और दो बेटों के साथ चली श्रावस्ती नगरी की ओर । आज से २५०० साल पहले की बात है । गाडी मोटरों की सुविधा न थी । लोग पैदल चलते थे । यात्रा करते करते ये लोग घने जंगल से गुजर रहे थे । रात्रि में पति ने शयन किया और साँप ने उसे काटा । पति मर गया । पटाचारा के सिर परमानो एक दुःख का पहाड गिर पडा ।

★ इतना ही नहीं, रात्रि को तो पति की मृत्यु देख रही है और प्रभात में पुत्र को किसी हिंसक प्राणी ने झपट लिया । वह मौत के घाट उतर गया । अब वह एकलौते बेटे को देख कर मुश्किल से संभल रही है । प्यास के मारे दूसरा बेटा पानी खोजने गया । वह झाड़ियों में उलझ गया और खप गया ।

★ अब अकेली नारी पटाचारा अपने को जैसे तैसे संभालती हुई, रास्ता काटती हुई, कंकडों पत्थरों पर पैर जमाती हुई, दिल को थामती हुई, मनको समझाती हुई मांँ-बाप के दीदार के लिए भागी जा रही है । वह अबला श्रावस्ती नगरी में पहुँचती है तो खबर सुनती है कि जोरों की आँधी चली उसमें उसका मकान गिर गया और बूढे माँ-बाप उसके नीचे दबकर मर गये । पटाचारा के पैरों तले से मानो धरती खिसक रही है । है तो बडी दुःखद घटना मगर ईश्वर न जाने इस दुःख के पीछे कितना सुख देना चाहता है यह पटाचारा को पता न था ।

★ संसार का मोह छुडाकर शाश्वत की ओर ले जानेवाली ईश्वर-कृपा न जाने किस व्यक्ति को किस ढंग की व्यवस्था करके उसे उन्नत करना चाहती है ।
पटाचारा के मन में हुआ कि : ‘आखिर यह क्या ? जिस पति के लिये माँ-बाप छोडे उस पतिको साँप ने डँस मारा, वह चल बसा । बेटों को सम्भाला, पाला-पोसा, बडे होंगे तो सुख देंगे यह अरमान किये । एक बेटे को हिंसक पशु उठाकर ले गया । दूसरा बेटा गायब हो गया । इतना सब दुःख सहते सहते माँ-बाप के लिए आयी, वहाँ के झोंके ने मकान गिरा दिया और वे माँ-बाप दब मरे । क्या यही है जीवन ? क्या यही है हमारे मानव जन्म की उपलब्धि ? पटाचारा की अशांति और मीमांसा दोनों शुरू हुई । वह बुद्ध के पास पहुँची । पटाचारा से बुद्ध ने कहा : ‘‘पटाचारा ! जो कुछ होता है, जीव की उन्नति के लिए, विकास के लिए होता है । तेरे दो पुत्र इस जन्म में तेरे पुत्र थे परंतु न जाने कितनी बार और कितनों के पुत्र हुये और अभी न जाने वे किसकी कोख में होंगे तुझे क्या पता ? तेरा पति इस जन्म में तेरा पति था परंतु करोडों बार न जाने कितनों का पति बना होगा ? पटाचारा ! तू इस जन्म में इस माँ-बाप की बेटी थी, परंतु अगले जन्म के तेरे कौन माँ-बाप हुये होंगे ? कितने माँ-बाप बदल गये होंगे यह तुझे पता नहीं । शायद वह पता दिलाने के लिए परमात्मा ने यह व्यवस्था की हो ।

★ जगत की नश्वरता समझाते हुये बुद्ध ने पटाचारा को उपदेश दिया । पटाचारा ऐसी भिक्षुणी बनी कि उसने एक बार महिलाओं के बीच प्रवचन किया और उसी एक प्रवचन से प्रभावित होकर पाँच सौ महिलायेंँ साध्वी हो गयीं । कहाँ तो जीवन की इतनी भीषण दुःखद अवस्था और कहाँ बुद्ध का मिलना और वह ऐसी भिक्षुणी हो गयी कि पाँच सौ महिलायेंँ एक साथ भिक्षुणी बन पडी । अभी सत्संग में उसकी चर्चा होती है ।

★ *हम समीक्षा करेंगे तो पता चलेगा कि हर दुःख के पीछे कोई नया सुख छिपा है और सुख के पीछे दुःख छिपा है । हम इतने अनजान हैं कि दुःख के भय से दुःखी होते रहते हैं और सुख में लेपायमान होते रहते हैं । सुख और दुःख की अगर ठीक से समीक्षा करेंगे तो ये सुख और दुःख दोनों हमें जगाने का काम करेंगे ।