Saturday, 4 January 2020

વર્ણવેલ

વર્ણવેલ 


ધોળા કૂવા, શાળા નં 31,બાકરોલ, આણંદ, વર્ણવેલ ની સમજ મેળવતાં બાળકો.


ધોળા કૂવા, શાળા નં 31.


શાળા નં 30,દર્શન સોસાયટી,  વર્ણવેલ ની રચના 


 શાળા નં 31આણંદ 



આ રીતે શાળા માં દોરી શકાય. 

આ રીતે જમીન પર દોરવાથી લાંબા સમય સુધી રહેતું નથી, માટે આ વખતે મેં બેનર બનાવડાવ્યુ છે. 

રમત રમવાની રીત: 

  • શિક્ષક કોઈ પણ એક અક્ષર બોલશે.

  • બાળક લંગડી લઈ, તે અક્ષર સુધી જશે. 

  • સાચો જવાબ આપે તો જ બંને પગ જમીન પર મૂકે. 

  • જવાબ ખોટો હોય ત્યાં સુધી લંગડી જ રાખશે.

રમતનો ખર્ચ:

  • બેનર 3×6 માપનું આશરે 300₹ માં થાય. 

  • પાકા કલર થી કામ કરવું હોય તો 50₹ ના કલર. 




જાગૃતિ પંડ્યા આણંદ 

સપ્તચક્ર

સપ્તચક્ર 


રમત બનાવવાની રીત: 

  • આ રમત સૌપ્રથમ એક ચાર્ટ પેપર પર દોરી.

  • સૌથી અંદર એક નાનું ગોળ દોરવું. 

  • તેના 4 ભાગ કરવા, બાળકોને કૂકી મુકવા માટે. તેની ઉપર કોઈ પણ 4 મૂળાક્ષરો લખવા. 

  • તેની બહાર એક બીજું ગોળ દોરવું, અને તે સંપૂર્ણ ગોળ ન રખતાં, સહેજ ખૂણો પાડી ત્રીજું ગોળ દોરવું. એમ કુલ 7 ગોળ દોરવા.

  • સૌથી અંદર સાદા અક્ષરો, સાદા શબ્દો લખવા. 

  • એ પછીના ગોળ માં કાનાવાળા અક્ષરો અને શબ્દો લખવા. 

  • એ પછી આગળ હસ્વઇ, દીર્ઘઈ, પછીના ગોળ માં હસ્વઉ, દીર્ઘઊ એમ ક્રમશઃ આગળ વધતાં જઈ બારાક્ષરી ના અક્ષરો અને વચ્ચે વચ્ચે શબ્દો કે વાક્ય લખવા.


રમવાની રીત:

  • આ રમત વધુમાં વધુ 4 બાળકો રમી શકે છે. 

  • બાળક ને પોતાની એક કૂકી જોઈએ. 

  • પાસા ની મદદ થી રમી શકાય છે. 

  • પાસો ફેંકવો, તેની ઉપર જે સંખ્યા લખેલી હોય તેટલા અક્ષરો વાંચતા વાંચતા આગળ ખસશે. 

  • એમ કરતાં કરતાં સાતેય ચક્રો પાર કરી બહાર નીકળી જશે. 

  • કોઈ અક્ષર ન આવડે તો ત્યાં અટકશે,નોંધ કરશે. આવડ્યા પછી આગળ જશે.

● આ સપ્તચક્ર ની બનાવટ એ રીતે કરવામાં આવી છે કે, બાળકો સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતાં જાય એમ શીખતા જાય છે. 


ખર્ચ: સાદા ચાર્ટ પેપર પર: ફક્ત 10₹.

  • બેનર નો ખર્ચ 250£

  • વેસ્ટ લાકડાનાં પાટિયાં પર, કલરથી 25₹.

● અમે શાળા માં,,,ઉપરની ત્રણેય રીતે બનાવ્યા છે, જેથી એક સાથે વધુ બાળકો રમી શકે.


લાકડા ના વેસ્ટ પાટિયા પર. 


                                         જાગૃતિ પંડ્યા આણંદ, 

                                                         શાળા નં 30,

                                                  દર્શન સોસાયટી. 




શબ્દ સંગીત ખુરશી

                       (શબ્દ)સંગીત ખુરશી 


     

કાર્ડ બનાવવાની રીત:

  • શબ્દ સંગીત ખુરશી ની રમત માટે કાર્ડ બનાવવા માટે, મેં ઉનોની રમત માટે ના કાર્ડ લીધાં છે. આ સિવાય ગંજીફાની રમત ના કાર્ડ પણ લઈ શકો આ.

  • તે કાર્ડ ઉપર સફેદ રંગ ના કોરા સ્ટીકર મળે છે તે લગાવવા. આપણે સફેદ કાગળ પણ કટીંગ કરી ફેવીકૉલ થી લગાવી શકાય. 

  • તે કાર્ડ ઉપર મેં જુદા જુદા શબ્દો લખ્યા. 

રમત રમવાની રીત:

  • આ રમત માં આપણે જેટલાં બાળકો એટલી જ ખુરશીઓ અને એટલાં જ શબ્દ કાર્ડ લેવાં. 

  • બાળકો સંગીત વાગશે ત્યાં સુધી દોડશે,સંગીત પૂર્ણ થયા બાદ બાળકો ખુરશી પર બેસશે. 

  • બાળકે ખુરશી પર લખેલો શબ્દ વાંચવાનો રહેશે. 

  • બાળક શબ્દ વાંચી શકે તો તે બીજી વાર રમશે.ન વાંચી હોય તો આઉટ,આઉટ થયેલ બાળક ફરીથી વારો આવે ત્યારે સારી રીતે રમવા બધાં વંચાતા શબ્દો પર ધ્યાન રાખશે.

  • દરેક રાઉન્ડમાં શબ્દો નાં કાર્ડ બદલવા.

રમત નો ખર્ચ: 50 ₹ કાર્ડ, 50₹ સ્ટીકર 

"અમદાવાદ" રમત

અમદાવાદ 

રમત બનાવવાની રીત:

  • આ રમત માટે એક ચાર્ટ પેપર લીધું 

  • તેની ઉપર માપપટ્ટી અને પેન્સિલ ની મદદથી 5 ઉભા અને 5 આડા ખાના દોર્યા. 

  • આપણે નાના હતા ત્યારે જે રીતે અમદાવાદ ની રમત રમતાં હતાં, તે જ રીતે રમવાનું છે. 

  • હવે સ્કેચપેનની મદદથી તે પાંચેય ખાનાઓમાં બરાબર વચ્ચે ના ખાનામાં ચોકડી દોરો. 

  • તે દોરેલ ચોકડી ના અંદરના ખાનામાં "ન,મ,ગ,જ", "વ,ર,સ,દ ", " પ,ડ,ત,ણ " ," ક,બ,અ,છ " લખવા.

  • બરાબર વચ્ચે ના ખાનામાં અ,આ,ઇ,ઈ લખવું. 

  • દરેક ચોકડી ની ડાબી બાજુ ના ખાનામાં અંદર જવા માટે ➡️ નિશાન દોરવુ. 

  • બાકીના ખાનામાં અક્ષરો, મૂળાક્ષરો અને  શબ્દો લખવા. 

રમત રમવાની રીત: 

  • આ રમત માટે વધુમાં વધુ ચાર વિદ્યાર્થીઓ એકસાથે રમી શકે છે. 

  • ચારેય બાળકોની પાસે પોતાની કૂકી હશે. 

  • રમવાના પાસાની મદદથી, પ્રથમ પાસો ફેંકવો. 

  • પાસા પર લખેલી સંખ્યા મુજબ બાળકો ખાનામાં લખેલું વાંચતા વાંચતા આગળ ખસશે. 

  • જો બાળક ને 4 પડ્યા અને બાળક 2 જ ખાના સુધી ના અક્ષરો વાંચી શકે તો તે આગળ ખસી શકશે નહીં. બીજી કૂકી થી આગળ જઈ શકશે.અને તેની સાથે રમતાં બીજા બાળકો તેને નથી આવડ્યો તે અક્ષર વટાવી આગળ જાય, તે સમયે પેલા બાળકે તે યાદ રાખવાનું છે. પછી તેનો વારો આવે ત્યારે તે વાંચીને આગળ જશે.

  • એમ વાંચતા વાંચતા આખું રાઉન્ડ પુરું કરીને બાળક એરો દોર્યો છે, ત્યાંથી અંદર જશે.

  • અંદરના બીજા નાના ખાનાઓમાં વાંચતા વાંચતા વચ્ચોવચ્ચ દોરેલ ખાનામાં જશે.

  • આ રીતે દરેક બાળક ની ચારેય કૂકી વચ્ચે અંદરના ખાનામાં જશે ત્યારે રમત પૂર્ણ થઈ ગણાશે.

  • આ રીતે, રમતમાં જે બાળકની ચારેય કૂકીઓ સૌ પ્રથમ અંદરના ખાનામાં જશે તે બાળક ને વિજેતા જાહેર કરવો. 

રમત બનાવવાનો ખર્ચ:

  • આ રમત માં 10 ₹ નો ચાર્ટ અને 10₹ સ્કેચપેન, એમ વધુમાં વધુ 20₹ખર્ચ થાય. 

  • જો લેમીનેશન કરાવવું હોય તો 40₹ ખર્ચ થાય. 

  • પોસ્ટર પણ બનાવી શકો છો. 

નોંધ:,,, આ સિવાય બીજા શબ્દો લઈ શકાય. 

  • આવી જ જુદા જુદા શબ્દો ની 2 અલગ અલગ બનાવી શકાય, જેથી બાળકો પોતાને જે નથી આવડતું તે રમત રમે. 

  • આ મેં બનાવેલી રમત નમૂના માટે ની છે.

                      

                             જાગૃતિ પંડ્યા આણંદ 

                                 ન.પ્રા. શાળા નં 30,

                                    દર્શન સોસાયટી.




Monday, 30 December 2019

શૈક્ષણિક કેરમ

શૈક્ષણિક કેરમ 

રમત બનાવવાની રીત: આપણે જે કેરમ રમીએ છીએ  એ જ કેરમનો ઉપયોગ કરીને આ રમત રમી શકાય છે. 

  • તેમાં ગોળ પ્લાસ્ટીક ના બિલ્લા મળે છે તે લાવવા.

  • બિલ્લા પર તમામ મૂળાક્ષરો,બારાક્ષરી અને શબ્દો, માર્કર પેન વડે લખવા.

રમત રમવાની રીત:

  • આપણે જે રીતે કેરમ રમી એ છીએ, તે જ રીતે સ્ટ્રાઇકર ની મદદથી રમવાનું છે.

  • ગોળ બિલ્લા ને કેરમમાં વચ્ચે ગોઠવીને ને સ્ટ્રાઇકર રીતે મારતાં, કેરમના 4 ખૂણે જે બિલ્લા પડે તે બાળક વાંચી સંભળાવે. 

  • જો બાળક બિલ્લા પર લખેલાં શબ્દ કે અક્ષર વાંચી શકે તો જ બાળક તેની પાસે બિલ્લા રાખી શકે.

  • જો ન વાંચી શકે તો બિલ્લો પાછો મૂકી દે. 

  • અંતે જેની પાસે સૌથી વધુ બિલ્લા ભેગા થાય તેને વિજેતા જાહેર કરવો.

રમતનો ખર્ચ:

  • આપણી શાળા માં કેરમ હોય છે. 

  • રંગબેરંગી બિલ્લા નું 1 પેકેટ 60₹નું આવે.

  • 1 માર્કર પેન 10₹માં આવે.

                     

                                           જાગૃતિ પંડ્યા 

                                               આ.શિક્ષક 

                                      ન.પ્રા.શાળા નં 30,

                                         દર્શન સોસાયટી,

                                        બાકરોલ, આણંદ

શબ્દ સીડી ની રમત

શબ્દ સીડી 

 

        રમત બનાવવાની રીત: આ માટે મેં એક ચાર્ટ પેપર લીધું. 

  • તેની ઉપર માપપટ્ટી અને પેન્સિલ ની મદદથી 50 એકસરખા ખાના પાડ્યા. 

  • ખાનામાં મેં બારાક્ષરી ના અક્ષરો જુદા જુદા ખાનામાં લખ્યા.

  • જમણી બાજુએ એક ખાનામાં 2 એમ બધાજ સ્વરો લખ્યા.

  • દરેક ખાનામાં 1 એક એમ કુલ 8 સીડી બનાવી. 

  • દરેક સીડી પર મેં શબ્દ કે વાક્ય લખ્યું. 

  • સૌથી ઉપર ના બધાજ ખાનામાં મેં ફળોના નામ લખ્યા છે. 

  • આ રમત મેં મારા લેપટોપ પર બનાવી તેની કલર પ્રીંટ કાઢી,લેમીનેશન પણ કરાવ્યું છે. 

  • આ ઉપરાંત આ રમતનું બેનર પણ બનાવ્યું છે. જેથી કરીને આ એક જ રમત એકીસાથે 2-3 જુથ પણ રમી શકે. 

રમત રમવાની રીત: 

  • આ રમત એક ચાર્ટ પર વધુમાં વધુ 4 બાળકો રમી શકે. 

  • આ રમત કૂકી અને પાસાની મદદથી રમી શકાય છે. 

  • રમત રમવા માટે દરેક રમનારા બાળકોની પાસે પોતાની કૂકી હશે,તે બધી જ start ના ખાનામાં મુકશે.

  • એક બાળક પાસો ફેંકશે.અને પાસા પર જેટલા નંબર લખેલાં હશે તેટલા નંબર બાળક તેની કૂકી ને આગળ ખસેડાશે.જ્યારે બાળક આગળ ખસશે ત્યારે વચ્ચે આવતા તમામ અક્ષરો વાંચતા વાંચતા આગળ ખસશે. 

  • જો બાળક કોઈ પણ અક્ષર વાંચી ન શકે તો તે આગળ ખસી શકશે નહીં. 

  • આગળ જતાં શબ્દ ની કે વાક્ય ની સીડી આવશે. 

  • સીડી પર લખેલો શબ્દ કે વાક્ય જો બાળક વાંચી શકે તો જ બાળક  સીડી ચઢી શકે, બાકી નહીં. બાળક સીડી ન ચઢતાં આગળ ક્રમમાં જ ખસશે.



બાળકોની જરૂરિયાત મુજબ અન્ય સાપસીડી  બનાવી :- 



રમત નો ખર્ચ:

                 - આ રમત નો વધુમાં વધુ ખર્ચ  50 ₹ છે.

                 - હા, જો તમારે બેનર બનાવવું હોય તો,બેનરની 2.5 × 3 ની સાઈઝના 1  બેનરનો ખર્ચ 300₹ છે.

  

                                                જાગૃતિ પંડ્યા 

                                                    આ.શિક્ષક

                                      આ.ન.પ્રા.શાળા નં 30

                                             બાકરોલ, આણંદ. 

       

Friday, 20 December 2019