Wednesday, 5 January 2022

School Twinning Programme ફોટો / અહેવાલ


  આજરોજ ,  તારીખ : ૪/૧/૨૦૨૨ના રોજ અમારી શાળામાં School Twinning Programme ની  ઓનલાઈન ઊજવણી કરવામાં આવી. શાળામાં શરુઆત પ્રાર્થનાથી થઈ. કન્યાશાળાની બાળાઓ એ સુંદર મજાનું " સત્યમ શિવમ સુંદરમ" પ્રાર્થનાગીત રજૂ કર્યુ. ત્યારબાદ શાળા નં. ૨૮ ના આચાર્યા શ્રી કૌમુદીની જોષીએ સૌનું સ્વાગત પ્રવચન કર્યું. School Twinning Programme નું મહત્ત્વ સમજાવ્યું. શાળા નં. ૩૩ ના આચાર્ય શ્રી રજનીભાઇ સાહેબે પણ સૌનો આજનાં દિવસની શુભેચ્છાઓ પાઠવી.

     ત્યારબાદ શ્રી કૌમદીની બહેને શાળામાં આજનાં દિવસે યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપી. બાળકોને વિવિધ પ્રકારની ઔષધિઓ ની સમજ, ઉપયોગ અને તેનાથી થતાં ફાયદા સમજાવ્યા. બાદ ઔષધિય બાગ બતાવ્યો. અમારા શ્રીવિજયભાઈએ સમગ્ર શાળા દર્શન કરાવ્યું. શાળાના નકશાથી શરુઆત કરી. શાળાનું દર્શન એવું સરસ રીતે કરાવ્યું  જેમાં બાળકો જાતે જ જાણે શાળામાં ફરતાં ન હોય ! શાળાના અન્ય શિક્ષિકા બેન શ્રી શિલ્પાબેને રામહાટ, અક્ષયપાત્ર તથા ખોયાપાયા બોક્ષ બતાવી તેની સુંદર મઝાની સમજ આપી. શાળાની વિધાર્થિનીઓ દ્રારા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા કાગળકામ કર્યુ. બાળાઓએ આજનો દિવસ " આંતરરાષ્ટ્રીય બ્રેઈલ દિવસ " તરીકે શા માટે ઉજવવામાં આવે છે ? તે વાત કરી. ઉપરાંત અંગ્રેજીમાં ઉખાણાં, Action Song કરવામાં આવ્યું. બાળકો દ્રારા ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા શીખવા માટે એક સરસ પ્રવ્રુત
 કરી બતાવી. શાળાનું પુસ્તકાલય સાંભળતાં શ્રી સુમિત્રા બેને પુસ્તકાલયની મુલાકાત કરાવી. પુસ્તક વાંચવા માટે બાળકોને પ્રેરણા આપી. પુસ્તક વાંચનનું મહત્વ સમજાવ્યું. આ ઉપરાંત બાળકોને અન્ય શાળાકીય પ્રવૃતિઓ બતાવી. શાળામાં બાળકોને રમતાં રમતાં NNMS ની પરીક્ષા માટે ઉપયોગી પઝલો શાળાની દિવાલ પર દોરેલી બતાવી. આ રીતે બપોર સુધીમાં અમારી શાળામાં School Twining Programme થયો. બપોર પછી શાળા નં. ૩૩ ના શિક્ષકો અને બાળકોએ તેઓની શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ બતાવી. અંતે અમારાં આ કાર્યક્રમમાં હાજર રહેલા અમારા C.R.C.બહેન શ્રી કલ્પનાબેને સૌને અભિનંદન પાઠવ્યા. બાળકોને પ્રોત્સાહિત કર્યા. બંને શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો. આ રીતે આજનો દિવસ ખૂબ જ આનંદમય પસાર થયો.

"કાગળમાંથી ફૂલ બનાવવાની પ્રવૃત્તિ."


" સામાજિક વિજ્ઞાન  આદર્શ પાઠ નિદર્શન ."


"સામાજિક વિજ્ઞાન પ્રવૃત્તિ "

" વિજ્ઞાન : વિટામિનની  સમજ / ચાર્ટ  દ્રારા "

"ઔષધીય બાગ નિદર્શન. "



Action Song 


"માસ્ક બનાવવાની પ્રવૃત્તિ. "


ગુજરાતી વ્યાકરણ 
સંજ્ઞા પરિચય.

1 comment:

  1. Very nice...khub saras Documentetion....Abhinandan...nd Thanks

    ReplyDelete