Monday, 31 January 2022

મારી વ્હાલી 🥰 ભાભી ને Happy birthday 🎉


આજે મારી ભાભીને જન્મ દિવસની ખૂબ ખૂબ શભેચ્છાઓ.🌺🎈🎂🎉


Quality of Yours. ( Bhavana ) 


🙏 મારા  કાનનુ સૌ પ્રથમ ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન પછી હું મમ્મીનાં ઘરે રોકાવા આવેલી. કાનનુ તાજું ઓપરેશન કરેલ હોઈ, મારાથી નીચે નમીને પગ ન ધોવાય તે તને જાતે જ ખબર પડી જતાં તે મને ગરમ પાણીથી મારા પગ ધોયા હતાં. એ સમયે આપણે બંને નાનાં નાનાં જ હતાં. પણ એ વાત મેં મારાં ઘણાં મિત્રોને કરી છે. ત્યારથી તુ મને વધું સ્પર્શી ગયેલી. જ્યારે તુ મારા પગે સાબુ લગાવીને ધોતી હતી ; તે સમયે હું એટલી બધી ગળગળી થઈ ગયેલી કે, હું બોલી શકી નહોતી પણ મારાં  એકાદ આંસુનાં ટપકાં તારા મસ્તક ઉપર પડ્યાં હશે. * તુ મારા પગને પાણીથી અને હું મારાં આંસુથી અભિષેક કરતાં હતાં. * તને કદાચ આ વાત યાદ નહીં હોય, પણ હું ભૂલી નથી.


🙏 મારી ભાભી કરતાં તુ મારી સાથે સખી ભાવથી વધુ રહે છે. અને હું પણ સખીની રીતે જ રહેવા માંગુ છું. નણંદ - ભોજાઈ કરતાં સખી અને ભાભી બંને એકબીજાના પૂરક બની રહેતાં ભાવ મજબૂત બને છે.


🙏 તારાં સંતાનો માટે પણ તુ એક આદર્શ માતા અને શિક્ષક બંને ની આદર્શ ભૂમિકા છે.


🙏 સતત શાળાનાં બાળકો માટે ચિંતિત એવી તુ કર્મ નિષ્ઠ. તુ અમારી પ્રેરણા અને માર્ગદર્શક પણ. જ્યારે જ્યારે અને જયાં જયાં  મારું મન  ગૂંચવાય તો તરત તુ યાદ આવે.  એ પછી શૈક્ષણિક , સામાજીક, પારિવારિક હોય કે કોઈ ધાર્મિક માર્ગદર્શનની જરૂર હોય, તમામ સમજ  તારી પાસેથી મળે.


🙏 માતૃછાયા પરિવારમાં તુ એક એવું વ્યક્તિત્વ કે તારા વિના કંઈ જ નહીં. ઘર પરિવારની સંપૂર્ણ જવાબદારીમાં એક આદર્શ અને પ્રેરણાદાયી ભૂમિકા. દરેક નાનાં મોટાં પ્રસંગોમાં દોડીને, હસતાં હસતાં  કામ કરે. એક જવાબદાર વ્યક્તિ. 


🙏 સૌ પ્રથમ તોત્તોચાન અને અંગદનો પગ વાત તારા મુખેથી સાંભળીને પછી મેં પુસ્તક વાંચ્યા. એ સિવાય ઘણી બધી પ્રેરણાદાયી વાતો , અવનવી વાતો તારી પાસેથી મને સાંભળાવી અને માણવી ખૂબ ગમે. નાની હતી ત્યારે મમ્મી પાસેથી જે વાતો કરતી તે હવે બધી જ વાતો તારી આગળ કરવી ગમે છે. 


….. તુ સતત અને હંમેશા મારી માગૅદશૅક રહી છો….



🌺  આજે તારા જન્મ દિવસે બસ આટલું જ.


      અંત મારાં કાવ્ય સાથે….. મારું ગીત મારી વ્હાલી ભાભી માટે. 🥰



ભાવના તારી બળવત્તર ભાવના,

ભાવ  ભર્યા છે  ગુણ તારામાં .


ઘરનાં છોકરાં કહે ઝાંસીની રાણી,

તુ તો છે માતૃછાયાની મહારાણી.


ઘરમાં સૌથી પહેલાં ઊઠે,

રેડિયો ન સાંભળતાં રૂઠે.


રામ ચરિત માનસની ચોપાઈ,

પ્રભાતિયાં સાંભળે રેડિયા માં' ઈ.


હરખ પદુડી તો એટલી કે ,

હરખે સૌ પણ તારા સંગે.


નિત્ય, નિયમ ને ચોકસાઈ નું કામ,

કરવાં સૌ કામ રાખે હૈયે હામ.


કહેવા જેવું કહી દે છે તુ પણ ,

કદી ન રાખે મનમાં રંજ પણ.


હંમેશા ખુશ; આયુષ્ય રહે બળવાન, 

સ્વસ્થ અને સ્વચ્છ : તન, મન, ધન.





1 comment: