Monday, 31 January 2022

મારી વ્હાલી 🥰 ભાભી ને Happy birthday 🎉


આજે મારી ભાભીને જન્મ દિવસની ખૂબ ખૂબ શભેચ્છાઓ.🌺🎈🎂🎉


Quality of Yours. ( Bhavana ) 


🙏 મારા  કાનનુ સૌ પ્રથમ ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન પછી હું મમ્મીનાં ઘરે રોકાવા આવેલી. કાનનુ તાજું ઓપરેશન કરેલ હોઈ, મારાથી નીચે નમીને પગ ન ધોવાય તે તને જાતે જ ખબર પડી જતાં તે મને ગરમ પાણીથી મારા પગ ધોયા હતાં. એ સમયે આપણે બંને નાનાં નાનાં જ હતાં. પણ એ વાત મેં મારાં ઘણાં મિત્રોને કરી છે. ત્યારથી તુ મને વધું સ્પર્શી ગયેલી. જ્યારે તુ મારા પગે સાબુ લગાવીને ધોતી હતી ; તે સમયે હું એટલી બધી ગળગળી થઈ ગયેલી કે, હું બોલી શકી નહોતી પણ મારાં  એકાદ આંસુનાં ટપકાં તારા મસ્તક ઉપર પડ્યાં હશે. * તુ મારા પગને પાણીથી અને હું મારાં આંસુથી અભિષેક કરતાં હતાં. * તને કદાચ આ વાત યાદ નહીં હોય, પણ હું ભૂલી નથી.


🙏 મારી ભાભી કરતાં તુ મારી સાથે સખી ભાવથી વધુ રહે છે. અને હું પણ સખીની રીતે જ રહેવા માંગુ છું. નણંદ - ભોજાઈ કરતાં સખી અને ભાભી બંને એકબીજાના પૂરક બની રહેતાં ભાવ મજબૂત બને છે.


🙏 તારાં સંતાનો માટે પણ તુ એક આદર્શ માતા અને શિક્ષક બંને ની આદર્શ ભૂમિકા છે.


🙏 સતત શાળાનાં બાળકો માટે ચિંતિત એવી તુ કર્મ નિષ્ઠ. તુ અમારી પ્રેરણા અને માર્ગદર્શક પણ. જ્યારે જ્યારે અને જયાં જયાં  મારું મન  ગૂંચવાય તો તરત તુ યાદ આવે.  એ પછી શૈક્ષણિક , સામાજીક, પારિવારિક હોય કે કોઈ ધાર્મિક માર્ગદર્શનની જરૂર હોય, તમામ સમજ  તારી પાસેથી મળે.


🙏 માતૃછાયા પરિવારમાં તુ એક એવું વ્યક્તિત્વ કે તારા વિના કંઈ જ નહીં. ઘર પરિવારની સંપૂર્ણ જવાબદારીમાં એક આદર્શ અને પ્રેરણાદાયી ભૂમિકા. દરેક નાનાં મોટાં પ્રસંગોમાં દોડીને, હસતાં હસતાં  કામ કરે. એક જવાબદાર વ્યક્તિ. 


🙏 સૌ પ્રથમ તોત્તોચાન અને અંગદનો પગ વાત તારા મુખેથી સાંભળીને પછી મેં પુસ્તક વાંચ્યા. એ સિવાય ઘણી બધી પ્રેરણાદાયી વાતો , અવનવી વાતો તારી પાસેથી મને સાંભળાવી અને માણવી ખૂબ ગમે. નાની હતી ત્યારે મમ્મી પાસેથી જે વાતો કરતી તે હવે બધી જ વાતો તારી આગળ કરવી ગમે છે. 


….. તુ સતત અને હંમેશા મારી માગૅદશૅક રહી છો….



🌺  આજે તારા જન્મ દિવસે બસ આટલું જ.


      અંત મારાં કાવ્ય સાથે….. મારું ગીત મારી વ્હાલી ભાભી માટે. 🥰



ભાવના તારી બળવત્તર ભાવના,

ભાવ  ભર્યા છે  ગુણ તારામાં .


ઘરનાં છોકરાં કહે ઝાંસીની રાણી,

તુ તો છે માતૃછાયાની મહારાણી.


ઘરમાં સૌથી પહેલાં ઊઠે,

રેડિયો ન સાંભળતાં રૂઠે.


રામ ચરિત માનસની ચોપાઈ,

પ્રભાતિયાં સાંભળે રેડિયા માં' ઈ.


હરખ પદુડી તો એટલી કે ,

હરખે સૌ પણ તારા સંગે.


નિત્ય, નિયમ ને ચોકસાઈ નું કામ,

કરવાં સૌ કામ રાખે હૈયે હામ.


કહેવા જેવું કહી દે છે તુ પણ ,

કદી ન રાખે મનમાં રંજ પણ.


હંમેશા ખુશ; આયુષ્ય રહે બળવાન, 

સ્વસ્થ અને સ્વચ્છ : તન, મન, ધન.





Tuesday, 25 January 2022

🇮🇳૨૬ જાન્યુઆરી : પ્રજાસત્તાક દિન.🇮🇳


પ્રજાસત્તાક દિન : સ્વતંત્ર ભારતનું બંધારણ જે દિવસથી અમલમાં આવ્યું તે દિવસ. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારત પ્રજાસત્તાક બન્યું અને તેથી પ્રતિવર્ષ તે દિવસ ભારતના રાષ્ટ્રીય પર્વ તરીકે ઊજવવામાં આવે છે. ડિસેમ્બર 1926માં લાહોર ખાતે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં પસાર કરેલા ઠરાવમાં જણાવેલું : જો બ્રિટિશ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ભારતને ઉપનિવેશી રાજ્ય(dominian state)નો દરજ્જો ન આપે તો ભારત સ્વયં પોતાને એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર કરશે. 26 જાન્યુઆરી, 1930 સુધી બ્રિટિશ સરકારે આ દિશામાં કોઈ કદમ ન ઉઠાવતાં કૉંગ્રેસે આ દિને પૂર્ણ સ્વતંત્રતા હાંસલ કરવાના સંકલ્પની ઘોષણા કરી અને તે ધ્યેયની પ્રાપ્તિ માટે સક્રિય આંદોલનની શરૂઆત કરી. આ દિવસથી ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ ત્યાં સુધી 26 જાન્યુઆરીને સ્વતંત્રતા-દિન તરીકે ઊજવવામાં આવતો હતો.



15 ઑગસ્ટ, 1947ના રોજ ભારત આઝાદ થતાં, આ દિનને સ્વતંત્રતા-દિન તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું; પરંતુ તે પૂર્વે 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણસભામાં પંડિત જવાહરલાલ નેહરુએ રજૂ કરેલ ઉદ્દેશો અને હેતુઓના ઠરાવ અન્વયે ભારતને ‘સ્વતંત્ર સાર્વભૌમ પ્રજાસત્તાક’ દેશ તરીકે જાહેર કરવાનું સૂચન કરવામાં આવ્યું. બંધારણસભાએ 26 નવેમ્બર, 1949ના રોજ નવા બંધારણને સ્વીકૃતિ બક્ષી તથા તેને કાયદાનું સ્વરૂપ અર્પ્યું. 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવેલ આ બંધારણના આમુખમાં ભારતને એક ‘સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાક’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું.



Wednesday, 5 January 2022

School Twinning Programme ફોટો / અહેવાલ


  આજરોજ ,  તારીખ : ૪/૧/૨૦૨૨ના રોજ અમારી શાળામાં School Twinning Programme ની  ઓનલાઈન ઊજવણી કરવામાં આવી. શાળામાં શરુઆત પ્રાર્થનાથી થઈ. કન્યાશાળાની બાળાઓ એ સુંદર મજાનું " સત્યમ શિવમ સુંદરમ" પ્રાર્થનાગીત રજૂ કર્યુ. ત્યારબાદ શાળા નં. ૨૮ ના આચાર્યા શ્રી કૌમુદીની જોષીએ સૌનું સ્વાગત પ્રવચન કર્યું. School Twinning Programme નું મહત્ત્વ સમજાવ્યું. શાળા નં. ૩૩ ના આચાર્ય શ્રી રજનીભાઇ સાહેબે પણ સૌનો આજનાં દિવસની શુભેચ્છાઓ પાઠવી.

     ત્યારબાદ શ્રી કૌમદીની બહેને શાળામાં આજનાં દિવસે યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા આપી. બાળકોને વિવિધ પ્રકારની ઔષધિઓ ની સમજ, ઉપયોગ અને તેનાથી થતાં ફાયદા સમજાવ્યા. બાદ ઔષધિય બાગ બતાવ્યો. અમારા શ્રીવિજયભાઈએ સમગ્ર શાળા દર્શન કરાવ્યું. શાળાના નકશાથી શરુઆત કરી. શાળાનું દર્શન એવું સરસ રીતે કરાવ્યું  જેમાં બાળકો જાતે જ જાણે શાળામાં ફરતાં ન હોય ! શાળાના અન્ય શિક્ષિકા બેન શ્રી શિલ્પાબેને રામહાટ, અક્ષયપાત્ર તથા ખોયાપાયા બોક્ષ બતાવી તેની સુંદર મઝાની સમજ આપી. શાળાની વિધાર્થિનીઓ દ્રારા વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ તથા કાગળકામ કર્યુ. બાળાઓએ આજનો દિવસ " આંતરરાષ્ટ્રીય બ્રેઈલ દિવસ " તરીકે શા માટે ઉજવવામાં આવે છે ? તે વાત કરી. ઉપરાંત અંગ્રેજીમાં ઉખાણાં, Action Song કરવામાં આવ્યું. બાળકો દ્રારા ગુજરાતી વ્યાકરણમાં સંજ્ઞા શીખવા માટે એક સરસ પ્રવ્રુત
 કરી બતાવી. શાળાનું પુસ્તકાલય સાંભળતાં શ્રી સુમિત્રા બેને પુસ્તકાલયની મુલાકાત કરાવી. પુસ્તક વાંચવા માટે બાળકોને પ્રેરણા આપી. પુસ્તક વાંચનનું મહત્વ સમજાવ્યું. આ ઉપરાંત બાળકોને અન્ય શાળાકીય પ્રવૃતિઓ બતાવી. શાળામાં બાળકોને રમતાં રમતાં NNMS ની પરીક્ષા માટે ઉપયોગી પઝલો શાળાની દિવાલ પર દોરેલી બતાવી. આ રીતે બપોર સુધીમાં અમારી શાળામાં School Twining Programme થયો. બપોર પછી શાળા નં. ૩૩ ના શિક્ષકો અને બાળકોએ તેઓની શાળાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ બતાવી. અંતે અમારાં આ કાર્યક્રમમાં હાજર રહેલા અમારા C.R.C.બહેન શ્રી કલ્પનાબેને સૌને અભિનંદન પાઠવ્યા. બાળકોને પ્રોત્સાહિત કર્યા. બંને શાળાના આચાર્યશ્રીએ સૌનો આભાર વ્યક્ત કર્યો. આ રીતે આજનો દિવસ ખૂબ જ આનંદમય પસાર થયો.

"કાગળમાંથી ફૂલ બનાવવાની પ્રવૃત્તિ."


" સામાજિક વિજ્ઞાન  આદર્શ પાઠ નિદર્શન ."


"સામાજિક વિજ્ઞાન પ્રવૃત્તિ "

" વિજ્ઞાન : વિટામિનની  સમજ / ચાર્ટ  દ્રારા "

"ઔષધીય બાગ નિદર્શન. "



Action Song 


"માસ્ક બનાવવાની પ્રવૃત્તિ. "


ગુજરાતી વ્યાકરણ 
સંજ્ઞા પરિચય.

Saturday, 1 January 2022

આલ્બર્ટ આઇન સ્તાઇન

આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિષે ની એક વાત...

એમના પડોશમાં એક નાની છોકરી રહેતી , તે આઇન્સ્ટાઇન ને ત્યાં આવતી ,રમતી .. આઈન્સ્ટાઈન ને એ ગમતી !
એક દિવસ એ રડતી રડતી આઈન્સ્ટાઈન ને ત્યાં ગઈ ! પૂછ્યું તો કહે : મને આ હોમવર્ક નો દાખલો આવડતો નથી .
આઈન્સ્ટાઈને એ દાખલો ગણી આપ્યો ..
બીજા દિવસે , છોકરી એ ગુસ્સે થઈ કહ્યું : તમને ગણિત ક્યાં આવડે છે? દાખલો ટીચરે ખોટો પાડ્યો છે ! ( By the   આઈન્સ્ટાઈન સ્કૂલ લીવીન્ગ એક્ઝામ માં નાપાસ થયા હતા, અને એ પણ મેથ્સ માં !!)
:: તારી ટીચરને કહેજે - મારા આઈન્સ્ટાઈન અંકલે ગણ્યો છે .
ટીચરે કહ્યું કે તારા અંકલ આ દાખલા પાસે સહી કરી આપે તો સાચું માનું - જવાબ સાચો છે , પણ આ દાખલો ૭ સ્ટપનો છે ,૩ સ્ટેપ માં ન‌ થાય !
આઈન્સ્ટાઈને સહી કરી આપી ...
ટીચરે એ પેજ ફાડી , લઈ રાખ્યું ..
જ્યારે આઈન્સ્ટાઈન વિશ્વપ્રસિદ્ધ થયા ત્યારે એ પેજ , આ સ્ટોરી સાથે લાખો ડોલરમાં એણે વેચ્યું...
( સાર : સહી કરતાં પહેલાં ૧૦૦૦ વાર વિચાર કરવો.) ફોટો સૌજન્ય : શ્રી અનિલ મહેતા.

આજ ઈતના હી..