* આ વર્ષે યોગ દિવસ પર ત્રણેય વર્ગનાં બાળકોને સૂચના આપી કે, " વ્હાલાં બાળકો , આજે વિશ્વ યોગ દિવસ છે. તો બધાએ યોગ કરવાના છે. અને યોગ કરતાં ફોટા પણ મોકલાવવાના છે. " મારા માટે આ નવી શાળા. બાળકો કેટલો સહકાર આપશે તે કંઈ ખબર જ નહીં. બપોર સુધી કોઈનો પણ ફોટો ન આવ્યો. ફરીથી પાછું ત્રણેય ગ્રુપમાં મેસેજ મોકલ્યો. સાથે સાથે ઓડિયો મેસેજ પણ ત્રણેય ગ્રુપમાં શેર કર્યો. સાંજ સુધીમાં બે બાળાઓએ ખૂબ જ સુંદર ફોટા મોકલ્યા.
* ધોરણ :૫ ની ધર્મિશ્ઠાએ તો સરસ યોગાસનો કર્યા. તેનાં સુંદર ફોટાનું મેં કોલાજ કર્યુ અને ફરીથી મેસેજ કર્યો કે, જૂવો બાળકો, આ ધર્મિષ્ઠાએ કેટલા સરસ યોગા કર્યાં છે. એ પછી તો બીજા ત્રણ - ચાર બાળકોએ યોગ કરતાં ફોટા મોકલ્યા. ખૂબ જ સરસ કામ કર્યુ.
બાળાઓ જે સૂચના મોકલીએ તે મૂજબ કામ કરે છે. ભલે બધાં નથી કરી શકતા. બધાંને પણ કરવું હોય છે, પણ તેઓની પાસે મોબાઇલ હોતો નથી. તેઓના વાલી દિવસ દરમ્યાન મોબાઇલ પોતાની સાથે લઈ ગયા હોય છે. આવા સમયે બાળકો અને શિક્ષકો શું કરે ? જેટલું અને જેવું કામ થાય, જેટલાં બાળકો કામ કરે તેટલાથી સંતોષ માનવો પડે. અત્યારે સમય જ કેવો છે ! બાકીના બાળકો માટે અન્ય રીતે પ્રયત્નો કરવા પડે. પણ ત્યાં સુધીમાં કદાચ સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય છે. આ કોરોનાકાળમાંં સૌની હાલત કફોળી થઈ ગઈ છે.
આ સમયે એક ગીતની પંકિત યાદ આવે છે:
क्या करे ! कया न करें ये कैसी मुश्किल हाय !
कोई तो बताओ उसका हल ओ मेरे भाई !!!!
અરે ! હા,,, મૂળ વાત પર પાછા આવી જઇએ.
બીજા દિવસે મારે ધોરણ - ૩માં ઑનલાઇન ક્લાસ હતો. ક્લાસમાં એક જ મોબાઈલમાં બે દીકરીઓ જોડાઈ હતી. ઑનલાઇન ક્લાસ પૂરા થયા પછી, આલિયા એકદમ ટહુકી , મેડમ !!! મેં કહ્યું , બોલો બેટા ! શું થયું ? આલિયાએ જવાબ આપ્યો,' મેડમ મારા યોગ કરતાં ફોટા મોકલું ? ' ' હા , હા , મોકલો બેટા ! ' , મેં કહ્યું. તેના અવાજમાં ઉત્સાહ હતો.
સાંજે ફોટા આવ્યા. ફોટા જોઈને લાગ્યું કે, ખરેખર તેણે ખૂબ જ મહેનત કરી છે. પરાણે યોગા તો કર્યાં, આસનો કરવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો તે ફોટા પરથી જણાઈ આવ્યું છે. અને હા, આ ફોટા ટિચરને મોકલવાના હોઈ કેટલો અદમ્ય ઉત્સાહ !!!!
ખરેખર નાના બાળકો ઈશ્વરનું સ્વરૂપ હોય છે. અહીં બાળકો સાથેનો ખુબ જ ઓછો પરિચય છે. પણ બાળકો ખૂબ જ એક્ટિવ છે. બાળકોને કંઇક નવું કરવું હોય છે.
હવે તો જલ્દી બાળકોને મળવાનું થાય. બહું થયું ! હે પ્રભુ ! આ કોરોનાનું કંઇક કરો, તો આપના સ્વરૂપ સમા નિર્દોષ બાળકો સાથે ઘણું બધું રમવું છે, ઘણી બધી વાતો કરવી છે. બાળકોને કંઇક નવું નવું શીખવવું છે અને બાળકો પાસેથી કંઈક નવું જાણવું છે, શીખવું છે.
This comment has been removed by the author.
ReplyDelete