- નવાનદીસર શાળા નુું બાયોસ્કોપ 10 વર્ષ પૂરાં કરે છે ત્યારે, હુું કંઈક જણાવવા ઈચ્છું છું કે જે કાંઈ હુું નવાનદીસર પાસે થી શીખી છુું.
- પ્રથમ તો , નવાનદીસર શાળા,,,,,, એક એવું સ્થળ જ્યાં (ન)વતર પ્રયોગો ,સુંદર મજાની (વા)ર્તાઓ , (ન )વીન કાર્યો દ્વારા અભ્યાસ માં (દી)ન એવા બાાળકોને જ્ઞાન માં (સ)મૃદ્ધ બનાવવામાં સતત (ર )ત રહેતાં શિક્ષકો.
વિશ્વામિત્ર ના ગુરુ રૂચિક રૂષિ એ જ્યારે વિશ્વામિત્ર ને શિષ્ય તરીકે સ્વીકારે છે ત્યારે તેમના મનમાં સતત પ્રાર્થના ચાલ્યા કરે છે કે ઈશ્વર મને તેનો ગુરુ થવાનું સામર્થ્ય અર્પો. રૂચિકે રૂષિ એ વિનમ્રભાવે કહ્યું હતું કે તેમના મનમાં સતત ધોળાયા કરતું હતું કે તેઓ ભાવિ મંત્રદ્રષ્ટા ના ગુરુ થવાના છે. અને આ પ્રસંગ તેમને જીવન ની ધન્ય ઘડી જેવો લાગ્યો. તો આ જ રીતે આપણે જ્યારે એક આદર્શ ભાવિ નાગરિક નું ઘડતર કરવાનું છે અને એ સૌભાગ્ય આપણને સોંપડ્યુ છે ત્યારે ,તે આપણને નવાનદીસર માં પણ જોવા મળે છે.
બાયોસ્કોપ ની વાત કરું તો - बायस्कोप का हिन्दी अर्थ, परदे पर चलते-फिरते चित्र दिखाने वाला यंत्र।
હા, એ જ આપણે બાયોસ્કોપ માં જોઈએ છીએ અને માર્ગદર્શન મેળવીએ છીએ. સાચા અર્થમાં બાયોસ્કોપ તેનું કાર્ય કરી રહ્યું છે. પારદર્શક કાર્ય.
આ શાળામાંથીમને ઘણું બધું શીખવા મળે છે. નવા નવા વિચારો મળે છે. નવા પ્રયોગો મળે છે. અહીં મેધા અને મહેનત ના સુભગ સંયોગથી આ નવાનદીસર શાળા એ શાળા માંથી પ્રયોગ શાળા અને અંતે આશ્રમ બની રહી છે.જ્યાં બાળકો નો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. શાળા પરિવાર અને બાળકોની મહેેનતથી શાળા નંદનવન બની ગઈ છે.
અહીં બાળ પુષ્પો મુક્ત મને ખીલી રહ્યા છે. સૌની પ્રતિભા સહિયારા પ્રયાસ થી વિકસી છે. માનવીના ઘડતર નું કાર્ય બહું કપરું છે. કાળમીંઢ પથ્થરમાંથી કુશળ શિલ્પી પોતાની કલ્પના મુજબ નો ઘાટ ઉતારે છે, પરંતુ માનવને ધાર્યો ઘાટ આપવાનું સહેલું નથી ચાકડે ચડેલા માનવ-પીંડ નો ઘાટ માત્ર પ્રત્યક્ષ પુરુષાર્થ થી જ સાધ્ય છે. અને આ તપ બહારથી લાદી શકાતું નથી એ તો અંદરથી જ સ્ફૂરે છે. બહારથી લાદેલાં તપ ઘણીવાર દાંભિક્તાનો અંચળો બની જાય છે. અને માટે જ અહીં જડ નિયમન કરતાં જીવન નો ધબકાર સવિશેષ દેખાય છે. અહીં પ્રત્યેક વ્યક્તિ( બાળક) ના સ્વત્વ નું વર્ચસ્વ છે. નિયમો સૌ કોઈ પાળે છે પણ કોઈ ને ગૂંગળામણ થતી નથી. યમ-નિયમો બહારથી લાદવામાં ન આવતા અંદર થી સ્ફૂરે છે. માટે જ નવાનદીસર મોખરે છે. અહીં ના શિક્ષકો તો ખરા જ પણ બાળકોને પણ સૌ ઓળખે છે. ઊ.દા. મારો પ્રિય મહંમદ ( ફિરદોસ)👌
ઘણું બધું લખવું છે આ આશ્રમ વિશે. પણ હવે ફરી ક્યારેક. મારી સાધનાનો સમય થઈ ગયો છે .માટે નવાનદીસર શાળા અને બાયોસ્કોપ ને ઘણી ઘણી મંગલ કામનાઓ સાથે વિરામ લઉં છું.
🌹મંગલ હો ,સબકા મંગલ હો ,ખૂબ મંગલ હો 🌹
No comments:
Post a Comment