Monday, 27 March 2023

સાધના

🌷 अधिष्ठान का माहात्म्य 🌷 

🙏 मेरी प्यारी धर्म-पुत्रियो! मेरे प्यारे धर्म-पुत्रो! 🙏 

तुम्हारे भीतर जो धर्म जागा है वह पुष्ट होता जाय, बलवान होता जाय! तुम्हारे भीतर जो प्रज्ञा जागी है, वह पुष्ट होती जाय, बलवती होती जाय! 

लेकिन धर्म कैसे पुष्ट होता है? प्रज्ञा कैसे पुष्ट होती है ? केवल चाहने मात्र से नहीं होती। चाहते तो सभी हैं। हर समझदार आदमी, हर समझदार साधिका/साधक यह चाहता है कि मेरा धर्म पुष्ट हो जाय, मेरी प्रज्ञा पुष्ट हो जाय, मैं प्रज्ञा में स्थित हो जाऊं, स्थितप्रज्ञ हो जाऊं। लेकिन केवल चाहने से तो दो वक्त का भोजन भी नहीं मिलता। दो वक्त के भोजन के लिए भी मेहनत करनी होती है, परिश्रम करना होता है, पुरुषार्थ करना होता है। और धर्म में पक जाय! प्रज्ञा में पक जाय! और चाहे कि कामना करने से ही पक जायगा तो धोखे की बात हुई भाई! मेहनत करनी है, बहुत मेहनत करनी है। 

देखता हूं, अनेक साधक-साधिकाएं किसी शिविर में शामिल होते हैं, बड़े प्रसन्न होते हैं। धर्मरस की एक बूंद भी चख लें तो प्रसन्नता आयेगी ही। धर्म चखा है न! दस दिन के लिए बुद्धिविलास करने नहीं आते, वाणी-विलास करने नहीं आते, छुट्टियां मनाने नहीं आते, पिकनिक करने नहीं आते, तपने आते हैं। तो हर व्यक्ति जो दस दिन के शिविर में आता है, वह कम या अधिक मेहनत करता ही है। और मेहनत करता है तो धर्म का रस चखता है। जो भी धर्मरस चखेगा, उसे बड़ी प्रसन्नता होगी। उसके मन में बड़ा मोद जागेगा। 

लेकिन दस दिन शिविर कर लेने के बाद फिर उसे भुला दें, घर आकर सुबह-शाम, सुबह-शाम जो पुरुषार्थ करना है, वह करना बंद कर दें, तो धर्म कैसे पुष्ट होगा, प्रज्ञा कैसे पुष्ट होगी? कुछ दिनों के बाद कोई साधक मिलता है, कोई साधिका मिलती है, तो मेरे पास तो एक ही प्रश्न होता है - पूछता हूं, क्यों भाई! साधना हो रही है? क्यों बेटी! साधना चल रही है? तो उनमें से अनेक मुँह लटकाकर जबाब देते हैं - नहीं, कुछ दिन तो चली, फिर छूट गयी; कुछ दिन तो चली, फिर छूट गयी। झूठ बोलते हैं। छूट नहीं गयी, छोड़ दिया। कुछ दिन तो किया, फिर छोड़ दिया। सच्चाई यह है - छोड़ दिया, छूटी नहीं। अपने आप नहीं छूटती। हम छोड़ देते हैं तो छूटती है। 

जब शिविर में आते हैं, तो समझते हैं कि भाई, यह जो दिन में तीन बार एक-एक घंटे का अधिष्ठान ले कर बैठते हो, कितना कठिन मालूम होता है। पहले दिन का अधिष्ठान, विपश्यना देते ही पहला-पहला अधिष्ठान कितनी पीड़ा पैदा करता है! एक घंटे निकालना पांव टूट बड़ा कठिन मालूम होता है। सबका अनुभव है। और फिर भी मन को मजबूत करता है - बैठना ही है मुझे घंटे भर। 

और मान लो - नहीं बैठ पाया, पांव खुल गया तो अच्छा, एक बार खुल गया, दो बार खुल गया। अगली बैठक में नहीं खुलने दूंगा। फिर प्रयत्न करता है। फिर कठिनाई आती है। अगली बैठक में फिर प्रयत्न करता है, फिर कठिनाई आती है। यूं करते-करते आंठवें नौवें दिन तक पहुँचते-पहुँचते घंटे भर बैठने लगता है न! पहले ही दिन कह दें कि बहुत कठिन काम है, हमसे नहीं होता, हम तो नहीं करेगें; तो ऐसा व्यक्ति कभी घंटे भर अधिष्ठान में बैठ ही नहीं पायगा, जीवन भर नहीं बैठ पायगा। 

जब शिविर में आते हैं तो दसवें दिन समझाते हैं न कि एक बरस का अधिष्ठान लेना पड़ेगा। बड़ी कठिनाई आयगी। फिर भी एक वर्ष का व्रत है मेरा, चाहे जो कुछ हो जाय, दुनियादारी के क्षेत्र में चाहे जितना नुकसान हो जाय - और नुकसान होता नहीं, कभी होता नहीं। केवल मन को दृढ़ करने की बात है। जैसे नया-नया साधक विपश्यना की शाम को पालथी मार कर बैठता है और कहता है - चाहे मेरा पांव टूट ही क्यों न जाय, मैं नहीं बदलता। टूटता नहीं न! आज तक किसी का टूटा नहीं। टूट जाय तो हम बैठाये नहीं न! 

किसी का पांव तोड़ने के लिए थोड़ी विपश्यना सिखाते हैं। जानते हैं, नहीं टूटता इसीलिए कहते हैं - साल भर तक का अधिष्ठान हो और मन में यह दृढ़ संकल्प हो कि चाहे जितनी हानि हो जाय हमारी, दुनियादारी के क्षेत्र में चाहे जितनी हानि हो जाय, हम अपना अधिष्ठान नहीं तोड़ेंगे, बैठेंगे ही। तो जैसे पांव टूटता नहीं, केवल मन के संकल्प करने की बात है; ऐसे ही दुनियादारी में हानि होती नहीं। 

धर्म जब हम धारण करते हैं, तो केवल परलोक के लिए नहीं करते। जो धर्म हमें केवल यह वायदा करता है कि मरने के बाद तुम्हें ये मिल जायगा, तुम्हें वो मिल जायगा; इस जीवन में तो कुछ नहीं मिलेगा, पर मरने के बाद मिल जायगा, तो समझ लेना चाहिए - धर्म-वर्म नहीं, धोखा है। सचमुच धर्म होगा तो पहले लोक सुधरेगा, परलोक बाद में सुधरेगा। 

लोक सुधारने के लिए धर्म। यहीं हमारा जीवन सुधर रहा है कि नहीं? इसी जीवन में सुख-शांति आ रही है कि नहीं? हमारा लोकीय क्षेत्र अच्छा हो रहा है कि नहीं? इस मापदंड से धर्म मापा जाता है। जिसका लोक सुधरने लगा, उसका परलोक अपने आप सुधर जायगा। धर्म भी पालन करें और लोक भी बिगड़े, ऐसा होता नहीं, कभी होता नहीं।
 तो बस, मन को दृढ़ करने की बात है कि चाहे जो कुछ हो जाय, यह वर्ष भर का अधिष्ठान है; मुझे वर्ष भर सुबह-शाम साधना करनी ही है। और अनेकों का अनुभव हमारे सामने है। जिस-जिस व्यक्ति ने इस प्रकार अधिष्ठान लेकर के वर्ष भर घर में अभ्यास कायम रखा, वह नहीं कहता कि छूट गया, छूट गया, क्योंकि वह छोड़ता नहीं। फिर छोड़ेगा भी नहीं, कभी नहीं छोड़ेगा। और जिसने छोड़ा उसने यह बारह महीने के भीतर ही छोड़ दिया। 

दस दिन में छोड़ दिया, बीस दिन में छोड़ दिया, महीने में छोड़ दिया, दो महीने में छोड़ दिया ... तो छोड़ ही दिया। तो भाई! यह अधिष्ठान जो वर्ष-भर का लेते हो, ऐसा अधिष्ठान लेकर किसी पर एहसान तो नहीं कर रहे न! न अपने मार्गदर्शक पर एहसान करते हैं, न किसी भगवान बुद्ध पर एहसान करते हैं, न किसी अन्य देवी पर, देवता पर, ईश्वर पर, ब्रह्म पर, अल्लाहमियां पर एहसान करते हैं कि देखो! हम अधिष्ठान पूरा कर रहें हैं। भाई, एहसान अपने आप पर करते हैं न! अपने भले के लिए करना है न! 

हर समझदार आदमी को समझना चाहिए कि जब मैं धर्म धारण करता हूं, तो जो लोक मंगल होगा सो तो होगा ही, मेरा मंगल तो होने ही लगा, तत्काल होने लगा। लोक कल्याण होगा सो तो होगा ही, पर मेरा कल्याण तो होने ही लगा; तत्काल होने लगा। आत्ममंगल होने लगा तो सर्व मंगल होने ही लगेगा। आत्मोदय होने लगा तो सर्वोदय होने ही लगेगा। तो किसी पर एहसान नहीं कर रहे, अपने मंगल के लिए, अपने कल्याण के लिए मन को दृढ़ करना है। 

कल्याण मित्र,
✍ सत्य नारायण गोयनका 

(लक्खमसी नप्पू हॉल, बम्बई - जुलाई २०, १९८६)
विपश्यना पत्रिका संग्रह, मार्च 2017 में प्रकाशित। 

भवतु सब्ब मगंलं !!

🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘🧘‍♂️🧘
     શીલ....!    સમાધિ....!   પ્રજ્ઞા...!

 "छोटी सी यह तस्तरी भरे बुद्ध का ज्ञान । 
  फैले सारे विश्व  में होय परम कल्याण।।"

      2600 વર્ષ પુરાણી ભગવાન બુદ્ધની સાધના જે કાળક્રમે ભારતવર્ષમાં વિલુપ્ત થઈ ગયેલી પરંતુ બર્મામાં એ થોડા લોકો પાસે ટકી રહેલી.એ "વિપશ્યના "સાધનાને..... કલ્યાણમિત્ર ગુરુજી સત્યનારાયણ ગોયેન્કા 1955 શીખ્યા. અને 14 વર્ષની તપશ્ચર્યા પછી 1969માં ભારતમાં લાવ્યા.એનો પહેલો શિબિર મુંબઈમાં લગાવ્યો.1976માં ઈગતપુરીમાં નિવાસી સાધનાકેન્દ્ર બન્યું.અને અત્યારે વિશ્વમાં 1500 આચાર્યશ્રીઓ દ્વારા 51 ભાષાઓમાં 206 નિવાસી સાધનાકેન્દ્રો કાર્યરત છે.જેમાં 10,20,30,45,અને 60 દિવસીય નિવાસી શિબિરોમાં એક લાખથી વધારે સાધકો સાધના કરે છે.
           સવારે 4-00 થી રાતે 9-30 સુધીની દિનચર્યામાં 10 કલાક તો ફક્ત પલાંઠી વાળીને બેસીને ધ્યાન કરવાનું છે."પંચશીલ"નું કડકાઈ પૂર્વક પાલન કરવાનું હોય છે.જૂઠું ન બોલવું,ચોરી ન કરવી,બ્રહ્મચર્ય પાળવું,વ્યસન ના કરવું અને જીવહિંસા ન કરવી.દસ દિવસીય હોય કે વીસ દિવસની મૌન તો પાળવાનું જ હોય છે.
             ચોથા દિવસે' વિપશ્યના' અપાય છે.એનો પૂરતો અભ્યાસ થયા પછી દસમાં દિવસે.'મંગલ મૈત્રી' આપે ત્યાર પછી સાધકનું મૌન પુરું થાય છે.
             આપણને મનની ભીતર શાંતિ અને સમતાનો અનુભવ થાય તથા મનને નિર્મળ બનાવે છે.મનની વ્યાકુળતા અને અશાંતિ દૂર થતાં ઘણી જાતના મનોશારીરિક રોગો દૂર થાય છે.અને સુખની પ્રાપ્તિ થાય છે.
             15/3 થી 26/3 દરમિયાન આ સાધનાનો ભરપૂર લાભ લીધો.કોઈ પણ દાર્શનિક પરંપરા,ધર્મ કે સંપ્રદાયની માન્યતાઓથી મુક્ત આ સાધના કોઈ પણ કરી શકે.
               દસદિવસીય શિબિર પછી મૌન ખુલ્યું અને મોબાઇલ હાથમાં આવ્યો છે, ત્યારે મારી અંતરયાત્રાનો થોડો આનંદ તમને પણ વહેંચું.
                મારી એક ગઝલમાં ત્રણેક નાનકડા સુધારા સાથે વિષયને સુસંગત છે એટલે મૂકું છું.

   ¤¤¤¤!! ભવતુ સબ્બ મંગલં !!¤¤¤¤

*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^*^
અભ્યાસ કર ને જો પછી.

જાત સાથે વાત કર,વિશ્વાસ કર ને જો પછી,
આ રમત તો છે કઠિન,અભ્યાસ કર ને જો પછી.

એમ અર્થો ના મળે તું ધ્યાન કર, સંવાદ કર,
ભીતરે આતમ તરફ જઇ વાસ કર ને જો પછી.

આપણી અંદર વસે છે હું અને મારું બધું,
એ ફગાવી દે પછી વનવાસ કર ને જો પછી.

જો જરી ચૂકી ગયા તો, ત્યાં નિરાશા પરહરી,
એ યથાતથ જો ફરીથી,પ્રાસ કર ને પછી.

આમ જો સમ્યકપણાંથી મોજ છલકાતી મળે,
ભાવ મૈત્રીનો બધા પર ગ્રાસ કર ને જો પછી.

નાદ ગુંજે જો સતત ભીતર જરા સંભાળ કર,
બસ પરમનો હરપળે અહેસાસ કર ને જો પછી.

        @ નૈષધ મકવાણા ~વડોદરા.

Sunday, 5 March 2023

નાની મારી વાત : ૪૩ 😊સૌમ્યની પહેલી હોળી - ભારતમાં 🤡🤹

નાની મારી વાત : ૪૩

સૌમ્યની પહેલી હોળી - ભારતમાં 





"હોળી આવી હોળી આવી

હોળી આવી રે, !!!!!

તહેવાર આજે હોળીનો આવ્યો રે,

હો …..  આવી ઘેરૈયાટોળી.

મસ્તીથી સૌ રંગો લગાવે રે,

હો … આવી ઘેરૈયા ટોળી."


         ઘેરૈયાઓનું ટોળું ઉપર મુજબ ગીત ગાતું ગાતુ આખા ગામમાં ફરતું હતું. દર વર્ષે  ઘનુ અને તેનાં મિત્રો : હનુ, બંસુ , ભોલુ, છોટુ ,, વગેરે ,,, મિત્રોની ટોળી જુદા જુદા રંગો અને પિચકારીઓ લઈને  ઘેર ઘેર ' હોળીની ગોટ - હોળીની ગોત ' બોલતાં બોલતાં જાય છે.


       આ વખતે આ ઘેરૈયાઓની ટોળીમાં વિનુ નહોતો. કારણકે વિનુના ઘરે તેના કાકાનો દીકરો સૌમ્ય આવ્યો હતો.


       વિનુ અને સૌમ્ય કાકાએ અમેરિકાથી મોકલેલ આઈપેડમાં ગેમ્સ રમતાં હતાં. અચાનક જ ઘેરૈયાઓનો ટોળી ' હોળી આવી હોળી આવી ' ગીત ગાતાં ગાતાં વિનુના ઘર આગળ આવી બૂમો પાડવા લાગ્યા. 


      સૌમ્ય તો એકદમ ચોંકીને ઊભો થઈ ગયો. આ ભારતમાં તેની પહેલી હોળી હતી. અમેરિકામાં આવુ બધું કદી તેણે જોયેલું નહીં. રંગોથી રંગાયેલી ઘેરૈયાઓની ટોળી , આવાં હોળીના ગીતો, આવી હોળીની ગોટ અને બાળકોની ચિચીયારીઓ કદી સાંભળી ન હતી. સૌમ્યને તો ખૂબ જ નવાઈ લાગી. 


       સૌમ્ય વિનુને પૂછે છે : " what is this brother ! " અચાનક જ જ્યારે બોલવા જતાં સૌમ્ય અંગ્રેજીમાં બોલી ઉઠ્યો !  સૌમ્ય આગળ પૂછે છે : " ભાઈ ,  કેમ તારા મિત્રો આમ કરે છે ? આ બધું શું છે ?" 


      વિનુએ સૌમ્યને સમજાવતાં કહ્યું : "જો સોમ , આજે હોળીનો તહેવાર છે. હોળીનો તહેવાર દર વર્ષે ફાગણ સુદ પૂનમના દિવસે આવે છે. હોળીના દિવસે લોકો ઉપવાસ કરે છે. હોળીનું પૂજન કર્યાં પછી જ જમે છે. " વિનુ અને સૌમ્ય વાતો કરતાં હતાં ત્યાં જ વિનુના પપ્પા આવ્યા. વિનુના મિત્રોને પાણી, રંગો અને હોળીની ગોટ ( રૂપિયા ) આપ્યાં. તેના મિત્રો આગળ ગયા. 


        વિનુ અને સૌમ્યની વાતો તેના પપ્પાએ સાંભળી હતી. વિનુના પપ્પાએ  નાના સૌમ્યને સમજાય તે રીતે એકદમ ટુંકી અને સરળ વાર્તા કહી. હોળીકાની વાત કરતાં તેમણે કહ્યું : " હિરણ્યકશિપુ નામે એક રાક્ષસ રાજા હતો. તે ખૂબ જ ઘમંડી અને ક્રૂર હતો. તેને પ્રહલાદ નામે એક પુત્ર હતો. પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો. સતત હરિ નામ સ્મરણ કર્યાં કરે. તેના પિતાને તે ગમે નહીં. હું જ ભગવાન છું. મારું સ્મરણ કર. પણ પ્રહલાદ માને નહીં. પ્રહલાદને શ્રીહરિ સ્મરણ છોડાવવા હિરણ્યકશિપુએ ખૂબ જ પ્રયત્નો કર્યાં. છતાં પણ પ્રહલાદ માને નહીં. કંટાળીને તેણે પ્રહલાદને મારી નાંખવા માટે પણ વિવિધ પ્રકારની યુક્તિઓ કરી પણ શ્રીહરિ હંમેશા પ્રહલાદનું રક્ષણ કરતાં. અંતે તે રાક્ષસને હોળીકા નામની એક બહેન હતી. હોલિકાને અગ્નિ બાળી શકે નહીં તેવું વરદાન હતું. પ્રહલાદને મારી નાંખવા માટે રાજાએ તેની બહેનને સળગતાં અગ્નિમાં પ્રહલાદને ખોળામાં લઈને બેસવા કહ્યું. હોળીકા પ્રહલાદને લઇને અગ્નિમાં બેસી ગઈ. હોળીકાને વરદાન હતું છતાં પણ શ્રી હરિની કૃપાથી પ્રહલાદને કંઇજ ના થયું અને હોળીકા સળગી ગઈ. આમ, હોળીના તહેવારની વાર્તા છે. પ્રહલાદને કંઈ જ ન થયું તેની ખુશીમાં બીજા દિવસે રંગોત્સવ મનાવવામાં આવે છે. બધાં લોકો એકબીજાને જુદાં જુદાં રંગોથી રંગે છે. ઘણી જગ્યાએ અને મંદિરોમાં કેસૂડાના ફૂલોના રંગો , દહીં , કેસર અને હળદરથી રંગોત્સવ મનાવવામાં આવે છે. "


        વહાલાં બાળકો , અન્ય તહેવારની જેમ જ હોળીના તહેવારનુ પણ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્ત્વ છે. શિયાળામાં અતિશય ઠંડીને કારણે કફ, શરદી અને છાતીમાં - ફેફસાંમાં કફ જામી ગયો હોય છે. હોળીની પ્રદક્ષિણા ફરવાથી બધો  કફ છૂટો પડી જાય છે. સાથે સાથે ધાણી,  ચણા અને ખજૂર પણ ખાવાનો રિવાજ છે. તે પણ કફ તોડવા માટે ખાવું જરૂરી છે. ધુળેટીના દિવસે કેસુડો, દહીં, કેસર અને હળદરથી રંગોત્સવ મનાવવાથી ચામડીના રોગો દૂર થાય છે. એકદમ અનુભવાતી ગરમીમાં રાહત મળે છે. 


      આ રીતે હોળી ધુળેટીનો તહેવાર દર વર્ષે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. રાજસ્થાનમાં હોળીનો તહેવાર મુખ્ય તહેવાર ગણાય છે. આપણાં ગુજરાત અને અન્ય રાજ્યોમાં પણ સારી રીતે ઊજવણી કરવામાં આવે છે. અમુક જગ્યાએ તો એક અઠવાડિયા સુધી ઊજવણી કરવામાં આવે છે.


   હોળી - ધુળેટીની વાતો સાંભળી સૌમ્ય ખૂશ ખૂશ થઈ ગયો. વિનુ અને સૌમ્ય મિત્રો સાથે હોળી રમવા ગયાં.


      બાળકો , તમને હોળીની વાર્તા ગમીને ? 


     સૌ બાળમિત્રો ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 


     ખૂબ જ કાળજી રાખીને , પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરીને રંગોત્સવ પર્વ મનાવજો. 


જાગૃતિ પંડ્યા,

 આણંદ.

Monday, 20 February 2023

વિશ્વ માતૃભાષા દિવસ શા માટે ઉજવાય છે ? જાણો.


વિશ્વ માતૃભાષા દિવસ પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે

દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. નવેમ્બર 1999માં યુનેસ્કોએ વૈશ્વિક સ્તરે માતૃભાષા દિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. આ પછી 2000થી દર વર્ષે 21મી ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે. તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું છે.

21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કેમ?
ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ અને સામાજિક કાર્યક્રતાઓએ તત્કાલીન પાકિસ્તાન સરકારની ભાષા નીતિનો 21 ફેબ્રુઆરી, 1952માં વિરોધ કર્યો હતો. તેમનું પ્રદર્શન પોતાની માતૃભાષાના અસ્તિત્વને બચાવવાનું હતું. પ્રદર્શનકારીઓએ બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવાની માંગણી કરી રહ્યા હતા. પાકિસ્તાનની પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી પણ વિરોધ અટકવાની જગ્યાએ વધુ ઉગ્ર બન્યો હતો. આ કારણે સરકારે બંગાળી ભાષાને સત્તાવાર દરજ્જો આપવો પડ્યો હતો. આ આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર, 1999માં વિશ્વ માતૃભાષા દિવસ ઊજવવાનો નિર્ણય લીધો. ત્યાર બાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


Friday, 17 February 2023

નાની મારી વાત : અપ્પુ હાથીની શિવ ભક્તિ 🙏🌺🙏


       અપ્પુ હાથી અને પ્યારો પપ્પુ, બંને પાક્કા મિત્રો. હંમેશા સાથે ને સાથે જ. અપ્પુને પાણીમાં રમવું ખૂબ જ ગમે. દરરોજ ગામની પાદરે આવેલી નદીએ ન્હાવા જાય. પરંતું ઠંડીના દિવસોમાં પાણી ઠંડુ હોવાથી તે ઠંડા પાણીમાં નહાવા ન જઈ શકે. ઠંડી ઓછી થાય તેની રાહ જુવે. ફેબ્રુઆરી મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં ઠંડીનું જોર ધીરે ધીરે ઘટવા લાગે. હવે અપ્પુ તેનો મિત્ર પપ્પુની રાહ જોઈને બેઠો હોય. ક્યારે પાંચ વાગે અને પપ્પુની શાળા છૂટે. અપ્પુ તો પાંચ વાગે પપ્પુની શાળા બહાર રાહ જોઈને બેઠો હોય. શાળા છૂટયા પછી બંને જણાં સીધાં જ ગામના પાદરે નદી કિનારે ન્હાવા જાય. અગાઉથી જ અપ્પુએ પપ્પુ માટે તાજા ફળો જેમકે, કેળાં, સફરજન, ચીકુ અને કેરી લાવી રાખ્યા હોય. પપ્પુ એકબાજુ દફતર મૂકી હાથ- પગ ધોઈને પહેલાં ફળાહાર કરે. પછી બંને જણાં સાથે નદી કિનારે ન્હાવા જાય. પાણીમાં ખૂબ જ રમત કરે, ગમ્મત કરે અને એકબીજા પર પાણી છાંટીને નવડાવે. બંનેનો આ જ નિત્યક્રમ.

      ગુજરાતી મહા મહિનો પૂરો થવાની આરે હતો. રોજના નિત્ય નિયમ મુજબ સાંજે અપ્પુ અને પપ્પુ નદી કિનારે ન્હાવા ગયા. આજે પપ્પુને શાળાએ રજા હતી જેથી મોડે સુધી નદીકિનારે રમવાનું નક્કી કર્યું. સંધ્યા સમય થઈ ગયો હતો. નદીકિનારે આવેલા શિવ મંદિરમાં આરતી થઈ અને ત્યાં ઘણાં બધાં લોકોની ભીડ સવારથી જ હતી. અપ્પુ પણ નાનો હતો, તેણે આવું કદી જોયેલું નહીં. તે પપ્પુને પૂછે છે : " આજે કેમ અહીં આટલી બધી ભીડ છે ? શું છે આજે ? આજે રાત્રે પણ કેમ લોકો જળાભિષેક કરે છે ? આજે રાત્રે પણ કેમ પૂજા થાય છે ? " 

      પપ્પુએ અપ્પુને સમજાવતાં કહ્યું :" મારા મિત્ર ! આજે મહાશિવરાત્રિનો તહેવાર છે. આજે મહા શિવરાત્રિના તહેવારની અમારી શાળામાં રજા છે. મહા શિવરાત્રિનો તહેવાર મહા વદ ચૌદશના દિવસે આવે છે. આ દિવસે રાત્રિ પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે. પપ્પુએ આગળ જણાવતાં કહ્યું કે, આજના દિવસે જો કોઈ વ્યક્તિ જાણે અજાણે પણ આખી રાત જાગરણ કરીને શિવપૂજા કરે છે તેની ઉપર મહાદેવ પ્રસન્ન થાય છે. તેનાં તમામ સંકટો દૂર થાય છે. આજે ચાર પ્રહરની પૂજા કરવાની હોય છે. આજે બધાં ઉપવાસ કરે છે. ફળાહાર કરે છે અને શિવપૂજા કરે છે."

       " જો આગળ સાંભળ, મારા દાદાજીએ મને એકવાર મહા શિવરાત્રિની વાર્તા કહેલી તે હું તને આજે ટુંકમાં કહું છું, તો શાંતિથી સાંભળ. એક શિકારી હતો. તે શિકાર કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત ની વાત છે, આખો દિવસ શિકારી જંગલમાં ખૂબ ફર્યો; ભૂખ્યો - તરસ્યો ભટક્યો પણ તેને કોઈ જ શિકાર મળ્યો નહીં. સાંજે એક હરણનું બચ્ચું જોઈને તેના પર બાણ ચઢાવ્યું. હરણના બચ્ચાએ વિનંતી કરી કે, હું મારા માતા - પિતાને મળીને આવુ છું. શિકારી હરણના બચ્ચાની રાહ જોઈને આખી રાત જંગલમાં એક ઝાડ પર બેસી રહ્યો. ઝાડનું એક એક પાંદડું તોડી તોડીને નીચે નાખે. એમ કરતાં કરતાં રાત પસાર કરી. સવાર થતાં જ હરણનું બચ્ચું તેનાં માતા પિતા સાથે આવી ગયું. હરણનાં માતા પિતાએ કહ્યું : " અમને પણ મારી નાંખો. અમે અમારાં બાળક વિના કેવી રીતે જીવી શકીશું ?" શિકારીનું મન પીગળી ગયું. તેને તેનાં બાળકો યાદ આવ્યાં અને હથિયાર હેઠે મૂક્યાં. ત્યાં જ સાક્ષાત મહાદેવ પ્રગટ થયા અને શિકારી ઉપર પ્રસન્ન થયા. શિકારીને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ પાઠવ્યાં અને એક વરદાન માંગવા કહ્યું.

      અપ્પુ ! અજાણતાંમાં જ તે શિકારીએ મહા શિવરાત્રીની રાતનું જાગરણ કર્યુ. શિકારી જે ઝાડ પર બેઠો હતો તે બીલીપત્રનું ઝાડ હતું. બીલીના પાન તોડી તોડીને નીચે નાંખતો હતો જ્યાં શિવલિંગ હતું. આ બઘું જ અજાણતાં જ બનેલું. મહાદેવે શિકારીને વરદાન આપ્યું. તેને સુખી કર્યો અને કદી શિકાર નહીં કરવાનું વચન લીધું. હરણના પરિવારને મુકત કર્યો. આમ, આ રીતે મહા શિવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે.

      પપ્પુની વાર્તા સાંભળી અપ્પુ બહુ ખુશ થયો. અપ્પુ એ કહ્યું જો સાંભળ આજે મને સવારથી જ પેટમાં દુઃખતું હતું. મેં કંઈપણ ખાધું નથી. ઉપવાસ કરવાથી અત્યારે મને સારુ છે. હવે આજે રાત્રે પણ હું ફળાહાર કરીશ. ચાલ આપણે બંને શિવ પૂજા કરવા જઈએ. અપ્પુ અને પપ્પુ બંન્ને સ્નાન કરી જળ, બીલીપત્ર, પુષ્પ અને ફળો લઈને મહાદેવની પૂજા કરવા ગયાં. આખી રાત જાગરણ કરી ' ૐ નમ: શિવાય' ના મંત્રજાપ કરી ખુશ થયાં મહાદેવના કૃપાપાત્રી બન્યા. 

      તો જોયુને બાળકો , મહાશિવરાત્રી પર્વનું મહત્ત્વ ! તો આપણે સૌ પણ આ રીતે મહાદેવને પ્રસન્ન કરીને આપણું તથા આપણાં મિત્રોનું કલ્યાણ કરીએ.

Sunday, 29 January 2023

74 મો ગણતંત્ર દિવસ નગર પ્રાથમિક શાળા નંબર.31, આણંદ.

74 મો ગણતંત્ર દિવસ


ના પૂછો એ દુનિયા વાલો શું છે તમારી કહાની ?
ઓળખાણ જ પૂરતી છે અમે છીએ હિંદુસ્તાની

 આજરોજ 26 જાન્યુઆરી: 2023ને ગુરુવાર. જ્યારે જ્યારે સ્વતંત્રતા પર્વની ઊજવણી કરવામાં આવે છે ત્યારે ત્યારે સૌના દિલમાં રહેલી દેશદાઝ જણાઈ આવે છે. શિયાળાની વહેલી સવાર, ઠંડીની મોસમમાં પણ સૌ સમયસર એકઠાં થઈ ગયા હતા. સાથે સાથે આમંત્રિત મહેમાનો અને ગામની વધુ ભણેલી દીકરી જેના હાથે આજે ધ્વજ ફરકાવવાનો હતો. કેટલી અદમ્ય ખૂશી! આ દીકરીના ચહેરા પર જણાઈ આવતી હતી! સાથે સાથે એક વર્ષની અંદરની દિકરીઓને લઈને તેમની માતાએ પણ વહેલી સવારે સમયસર આવી ગયા હતા. 

  પ્રારંભિક તબક્કે કરવામાં આવનાર તમામ વિધિ પૂર્ણ કરી ધ્વજ વંદન કરવામાં આવ્યું.

    ફરકાવીશું ત્રિરંગો આકાશે, મોઢે શ્રેષ્ઠ ભારત નામ રટીશું.
નજર ખોટી કોઈએ ફેરવી તો જાન લેશું કે જાન પર રમીશું.

 ક્રિષ્ણા જે B.B.A.નો અભ્યાસ છેલ્લાં વર્ષમાં કરતી હતી તેના હાથે ધ્વજ ફરકાવ્યો પછી ક્રિષ્ણાએ બાળકોને અભ્યાસનું મહત્વ અને પ્રજાસત્તાક પર્વની ઊજવણી શા માટે કરીએ છીએ તે અંગે સૌને ચર્ચા કરી. ત્યારબાદ નાની નાની એક વર્ષ અંદરની દીકરીઓ આવેલી હતી જેને સન્માનવામાં આવી.' દેશની દીકરીને સલામ ' સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું. 

જે દીકરીએ ધ્વજ ફરકાવ્યો હતો તેને પણ આ પ્રસંગે સન્માનપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યો. ઝંડાગીત અને અંતે રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું. બાળકોને ચોકલેટ આપવામાં આવી. બાળકોએ દેશપ્રેમ દર્શાવતા ગીતો ગાયાં. ત્યારબાદ વાલી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બધાં જ વાલીઓને એક વર્ગમાં બેસાડવામાં આવ્યો. તે દિવસના અમારાં ઈનચાર્જ આચાર્યા શ્રીમીનાક્ષીબેને સૌને આજનાં દિવસની શુભેચ્છાઓ પાઠવી. શાળામાં ચાલતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓથી વાકેફ કર્યા. FLN વિષે સમજ આપી. અનિયમિત બાળકો માટે જરૂરી સૂચનો કર્યા. શાળા SOE માં મુકાયેલ છે તે અંતર્ગત જરૂરી ચર્ચાઓ કરી. શાળાનાં આ. શિક્ષક શ્રી નિશાબેને પણ સૌ વાલીઓને ઘરે વાંચવા અને ભણવા બેસાડવા અંગે ચર્ચા કરી. સૌને બિસ્કીટ અને પાણી આપી અમે સૌ છુટા પડ્યા.




  આ રીતે અમારી શાળામાં ઉત્સાહભેર પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી.

Friday, 13 January 2023

📖 નાની મારી વાત : ૫૧ 🤦 પવનનો ભાંગ્યો પગ.


લીલો ઉડે ને બીજો પીળો ઉડે,

મારો ભૂરો પતંગ ઊંચે આભમાં ઉડે.

આભમાં ઉડે ને પછી નૃત્ય કરે,

મારો ભૂરો પતંગ દૂર ગગને ફરે.


      પૃથ્વી અને પવન બંને જોડિયા ભાઈઓ.


' લીલો ઉડે ને બીજો પીળો ઉડે' 


       ગીત ગાયા કરે અને આકાશમાં પતંગો જોયા કરે. ઉત્તરાયણના દિવસે  તેમનાં મિત્રો હિમાંશુ, મેહુલ, હિરેન, શિવરાજ અને સિદ્ધાંત સાથે  ખુલ્લા મેદાનમાં પતંગ ચગાવવા આવી ગયા હતા. સવારનાં પતંગો ચગાવવાનો અને લૂંટવાનો આનંદ માણતા હતાં. એકદમ જ ભાર દોરી સાથે મોટી પતંગ કપાઈને આવી.


 પૃથ્વીએ મોટેથી બૂમ પાડી, ' લૂંટ લૂંટ લૂંટ!!!' 


       આ સાંભળી પવન કપાયેલો પતંગ પકડવા દોડ્યો. પવનની નજર ઊંચે આકાશમાં પતંગ તરફ અને અચાનક જ એક એક્ટિવાની અડફેટે આવી ગયો અને ધબાક કરતો નીચે પટકાયો. માથામાં ધૂળ અને હાથ પગ છોલાઈ ગયા હતા. પવનથી ઉભા ન થવાયું અને  જોર જોરથી રડવા લાગ્યો. તેનાં મિત્રોએ તેને પકડીને એક ઝાડનાં છાંયે બેસાડ્યો. પૃથ્વી ઘરે જઈને મમ્મી પપ્પાને બોલાવી લાવ્યો. એનાં મમ્મી પપ્પા આવે તે પહેલાં જ નજીક રહેતા નટુકાકા આવી ગયા. પવન પાસે બેઠાં. કેવી રીતે બન્યું તે જાણ્યું. એટલામાં જ પવનના મમ્મી પપ્પા પણ આવી ગયાં. પવનને થોડો સમય થયો હશે ત્યાં પગે સોજો આવી ગયો. આજે તો દવાખાના પણ બંધ હોય! નટુકાકાએ કહ્યું તે મુજબ પવનની મમ્મી હળદર મીઠાનો લેપ બનાવવાં ગયાં. બધાં શાંતિથી બેઠાં હતાં ત્યાં જ એક પક્ષી બધાની વચ્ચે પટકાયું. તરફડિયાં મારતું હતું. પક્ષી ઘાયલ થઈ ગયું હતું. જોયું તો તેની પાંખ પતંગની દોરી વડે કપાઈ ગઈ હતી જેથી તે ઉડી શકતું ન હતું. પવન પણ તેનું દુઃખ ભૂલી ગયો. જે ઉત્તરાયણ સૌને ગમતી હતી તે હવે બાળકોને નિરસ લાગી. 


   પવન અને પક્ષી બંનેની આવી હાલત જોઈ શિવરાજ બોલ્યો, ' આ ઉત્તરાયણનો તહેવાર કોણે બનાવ્યો હશે? ' 

    

      નટુકાકા આ વાત સાંભળી હસી પડ્યા. નટુકાકા કહે, ' બાળકો આ ઉત્તરાયણનો તહેવાર એ ફક્ત પતંગો ચગાવવા માટે નહીં એની સાથે સાથે તેનું આઘ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ પણ એટલું જ છે. ' અને નટુકાકા બાળકોને ઉત્તરાયણ વિષે  કહેવા લાગ્યાં. 


નટુકાકા કહે,  " બાળકોને અતિ પ્રિય તહેવાર ઉત્તરાયણ છે. ઉત્તરાયણ એક માત્ર એવો તહેવાર છે જે અંગ્રેજી કેલેન્ડર મુજબ ઉજવાય છે. ઉત્તરાયણ દર વર્ષે 14 જાન્યુઆરી ના દિવસે ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે  માટે તેને મકરસક્રાંતિ પણ કહે છે. 


એક ધાર્મિક તહેવાર તરીકે આ દિવસે લોકો પુણ્યદાન કરે છે. ઘણા લોકો ગાયોને ધાસ પુડા ખવડાવે છે. આ દિવસે લોકો ગરીબોને દાન આપે છે અને બ્રાહ્મણોને દક્ષિણા આપે છે. આ દિવસે લોકો કૂતરાને લાડુ અને ખિચડી જમાડે છે. 


ઉત્તરાયણને પતંગનું પર્વ પણ કહેવાય છે. આ દિવસે નાના મોટા બધા સવારથી પતંગ લઈને અગાસી પર ચડી જાય છે. ઉત્તરાયણના આગળના દિવસે કોઈ સાથે યુદ્ધ કરવાનું હોય તેમ બધા પતંગ અને દોરાની તૈયારીઓ કરે છે.


ઉત્તરાયણના દિવસે આખુય આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે અને લોકો સવારથી સાઉન્ડ સિસ્ટમ લઇ ધાબે ચડી જાય છે અને મોટા અવાજે ગીતો વગાડે છે. ઉત્તરાયણના દિવસે તમને લપેટ લપેટ અને કાઇપો છે ની બૂમો સંભળાય છે. ઉત્તરાયણ એ નાના મોટા દરેક માટે આનંદનો તહેવાર છે.


   આ દિવસોમાં અગાસી ઉપર રહેવાથી શરીરને સૂર્યપ્રકાશ મળે છે. જે શરીરમાંથી વિટામિન ડી. ઓછું થવા દેતું નથી. પતંગો ચગાવવાથી હાથને એક અલગ પ્રકારની કસરતો મળે છે. તલ અને ગોળ ખાવાથી શરીરને ગરમી અને શક્તિ મળે છે. "


    પવન, પૃથ્વી અને તેનાં મિત્રો નટુકાકાની વાત સાંભળી ખુશ ખુશ થઈ ગયાં. બધાં જ બાળકો એકીસાથે બોલી ઉઠ્યા કે," અમને તો ફક્ત પતંગ ચગાવવાની જ ખબર હતી. ઉત્તરાયણનું આટલું બધું સુંદર મહત્ત્વ ક્યાં અમને ખબર હતી? " પૃથ્વી કહે,  ' દાદા અમે દર વર્ષે ખૂબ જ સાચી રીતે ઉત્તરાયણ ઉજવીશું. તમે કહ્યું તેમ જ. અને હા, હું અને મારા બધાં જ ફ્રેન્ડ્સ આકાશમાં ઉડતા પક્ષીઓની કાળજી રાખીશું." એટલીવારમાં જ  ઘાયલ પંખીની સારવાર માટે પવનના પપ્પાએ કૉલ કર્યો હતો તે ડોક્ટર પણ આવી ગયાં. હવે પવનને હળદર મીઠાનો લેપ કરવાથી થોડી રાહત જણાઈ. બધાં જ બાળકો ખુશ હતાં. આજે ભલે બહુ પતંગો ના ચગાવાઈ પરંતું ઉત્તરાયણનું મહત્ત્વ સમજાયું જેથી સૌના ચહેરા પર ખુશી હતી.



Tuesday, 27 December 2022

ધોરણ: 7 સામાજિક વિજ્ઞાન ઓનલાઈન ટેસ્ટ ,શાળા નં.31, આણંદ.


 દ્વિતીય સત્ર/ પ્રકરણ  - 5,6,7,9,13,14,17,18,19


પાઠ :૫ આદિવાસી



પાઠ : ૮ પ્રાદેશિક સાંસ્કૃતિક ઘડતર


પાઠ : ૯ 


પાઠ :  ૧૦ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો


પાઠ :૧૩ સંસાધનોનું જતન અને સંરક્ષણ


 પાઠ : ૧૪. લોકશાહીમાં સમાનતા 


 પાઠ : ૧૭.  જાતિગત ભિન્નતા


18 : સંચાર માધ્યમો અને મિડીયાની કામગીરી.



૧૯. બજાર



@@@@@@@@@@@@@

પ્રથમ સત્ર

૧૦. પૃથ્વીની આંતરીક રચના અને ભૂમિ સ્વરૂપો