Tuesday, 25 May 2021

પણ, તમે મારા પપ્પા છો એટલે !!! તો ,એ પણ મારા બાપ છે : તે કેમ ભૂલી ? 🌺🙏( માસિક શ્રધ્ધાંજલી)🙏🌺





પણતમે મારા પપ્પા છો એટલે. તો ,એ પણ મારા બાપ છે : તે કેમ ભૂલી ?


        આજે સ્વ. શ્રી નરેન્દ્ર પંડ્યાની પ્રથમ માસિક શ્રધ્ધાંજલી અર્પણ અર્થે,,,, કોરોનાનો ભોગ બનેલાં અને અંતિમ શ્વાસ સુધી ઝઝુમેલા સ્વ. જાદુગર પંડ્યાજીની  સારવાર અર્થે હોસ્પિટલ માં હતાં તે સમયની વાતો યાદ કરીને શ્રધ્ધાંજલી અર્પણ કરું છું.


      અશ્રુઓ સારો નહીં, આગ થૈ ને વાગશે,

      ને કફનમાં યાદ ના , ગૂંગળાવે છે કબર,

      મોત ની કોને ખબર?, તા-કયામત બોલશે,

       ના અઝાબો છોડશે, મોત પરવારી જશે.


                           -   ડો.ફિરદૌસ દેખૈયા


        અચાનક જ ભાભીનો કૉલ  આવ્યો કે પપ્પાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આટલું સાંભળતાં  મને ખૂબ જ ગભરામણ થઈ ગઈ, હૃદયના ધબકારા અને કાનના અવાજો વધી ગયાં સાથે સાથે શરીર એકદમ જ ઢીલું અને અશક્ત બની ગયું. શાળામાં છૂટવાના સમયે સમાચાર જાણ્યા તો ખૂબ જ કઠણ હ્રુદય રાખી સ્ટાફનાં બધાંને વાત કરી , ઝડપથી ઘરે આવી તરત જ મમ્મીને કૉલ કર્યો. મમ્મી સાથે વાત કરી પછી થોડી શાંતિ થઈ પણ ચિંતા તો હતી જ કારણકે મોટો ભાઈ પપ્પાને સી. ટી. સ્કેન રિપોર્ટ કરાવી પપ્પા માટે કોઈ હોસ્પિટલમાં એક બેડ ની સગવડમાં હતો. સવારની વાત આખો દિવસ મોટો ભાઈ આકરા તાપમાં અને બધાં જ ભૂખ્યાં - તરસ્યાં એક દવાખાને થી બીજે દવાખાને લઈને ફરતો. કોઈને જમવાનો કે પાણી પીવાનો પણ મોકો ન મળ્યો. બસ , એક જ લક્ષ્ય, એક બેડ મળી જાય. સાથે સાથે મમ્મીની અને ભાઈની પણ ચિંતા કે પપ્પા ને લઈને ફરતાં બંને બિમાર ન પડે ! અંતે ઘણી બધી ઓળખાણો અને ઓળખીતાઓ ને ફોન કરીને મોડાસા સાંજે પાંચ વાગ્યે પપ્પાને એડમિટ કર્યાં. પછી બધાંને હાશ થઇ. 


      બીજી બાજુ નાનો ભાઈ પણ આખા ગુજરાતમાં ફર્યો અને રેમડેસિવિર ઇન્જેક્શન ની સગવડ કરી, રાત્રે મોડાસા આવી તાત્કાલિક ઇન્જેક્શન આપી  રાત્રે ને રાત્રે જ પાલનપુર બીજા ઇન્જેક્શન માટે ગયો, બીજા દિવસે પરત મોડાસા.


       કોરોના પેશન્ટ સાથે રહી ન શકાય, મળી પણ ના શકાય છતાં પણ બંને દીકરાઓ કોરોના પોઝિટિવ બાપની સાથે સતત ખડે પગે ઊભા રહ્યાં. કેમ ? કેમ કે પપ્પાને તકલીફ હતી , દવાઓ લેવાનું અને બધું જ સમય સરની દવાઓ લેવાનું ભૂલી જતાં. પપ્પા પાસે રહેવું પડશે તે ખ્યાલ આવતાં, અમારાં  ફેમિલીની ડૉ. જૈના પંડ્યા, મોટાભાઈની દીકરીએ  તરત જ તેના પપ્પા, કાકા અને બા પણ અવારનવાર જતાં હોઇ હેન્ડ ગલોઝ,ppe kit અને ફેસ શિલ્ડની સાથે અન્ય દવાઓ અને જરૂરી સામગ્રી મોકલી આપી.


      દાદા સાથે સતત સંપર્કમાં રહેતાં બન્ને ભાઈઓની બધાં જ ચિંતિત રહેતાં. વિડિયો કૉલ અને કૉલ વખતે પણ સૌ કુટુંબીજનો બન્ને ભાઈઓને કેર લેવાની સલાહો આપ્યાં કરતાં.


       નાના ભાઈની દીકરી ઋચા પણ એક્વાર સ્પેશિયલ ગાડી લઈને ઇન્જેક્શન આપવા આવી હતી. બધાં જ બધું જ કામ ખૂબ જ સાચવીને અને કોરોના વાઇરસ માટેનાં પ્રોટેક્શન સાથે કરતાં. 


       ઉંમર લાયક હોવા છતાં પણ, મમ્મી દર આંતરે દિવસે દવાખાને પ્રોટેક્શન સાથે જતી.


        એ જ રીતે ઋચા અવારનવાર તેના પપ્પા ને ટોક્યા કરતી, " પપ્પા માસ્ક બરાબર નાક ઉપર ચઢાવો, સેનીટા ઇઝર લગાવો, ppe કીટ કેમ નથી પહેરી ? જાઓ પહેરી આવો, હું તમારી સાથે વાત નહીં કરું ! " અને ગુસ્સો કરી ફોન કટ કરી દેતી. આ રીતે સતત જ આ દિકરીઓ તેમના પપ્પાની ચિંતામાં  સખત ટોક્યા કરતી. ( બંને ભાઈઓને દવાખાને પપ્પાની રિકવરી નું ટેન્શન, અન્ય જે સમસ્યાઓ ઊભી થતી તેનું ટેન્શન , પોતાની જાતને સાંભળીને કામ કરવાનું ટેન્શન અને આ દીકરીઓએ તેમના પપ્પાને સાચવવા માટે કરી મૂકેલ કાગારોળ નું પણ ટેન્શન !!!! ) 


      આ બધી ચિંતાઓ વચ્ચે એક દિવસ ભાવેશે ઋચાને કહ્યું  :

    

" તું શું કામ આટલી બધી ચિંતા કરે છે ? હું ભણેલો છું કઈ કઈ કાળજી રાખવી તે હું જાણું છુ. ઉપરાંત મેં વેક્સિનના બંને ડોઝ પણ  લીધાં છે. શું કામ તું વધારે પડતી ચિંતાઓ કરી અમને ખલેલ પહોંચાડે છે ? " 


     ઋચાએ કહ્યું : 


         "  કેમકે તમે મારા પપ્પા છો ને માટે !!!! "


તો ,,, ભાવેશે જવાબ આપ્યો : 


      " તને ખબર છે ! બેટા , હું  જીવના જોખમે જેની સેવા કરું છું તે પણ  મારા પપ્પા છે ! " 


   અને ઋચા શાંત થઈ ગઈ. સમજી ગઈ. એ પછી તેણે કદી પપ્પાને એ બાબતે ટોક્યા નથી. સતત દાદા અને પપ્પા/ કાકા  માટે ઋચાર્મી ની સાથે સાથે  માતૃછાયા પરિવાર પ્રાર્થનાઓ કરતાં રહ્યાં.


       હોસ્પિટલમાં અગિયાર દિવસ રહ્યાં, તેનાં ઘણાં સ્મરણો છે. અહીં આજે આટલું જ. 


      માતૃછાયા પરિવાર માટે 25/4/2021 ને રવિવાર નો દિવસ દાદા માટે ભારે લાગ્યો. માતૃછાયા પરિવાર નક્કી કરેલાં સમયે રાત્રે બરાબર આઠ વાગે એક સમૂહ ઑનલાઇન પ્રાર્થના નું આયોજન કરેલું. 


       એમાં અમે સૌ અલગ અલગ જગ્યાએથી જોડાયા.


        બોમ્બે , બેન્ગલોર, આણંદ, મોડાસા , મેઘરજ અને પાલનપુર,,,, એક સાથે ઑનલાઇન મહામૃત્યુંજય મંત્રો અને ગાયત્રી મંત્ર સાથે દાદાના  સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી.


     પણ, અંતે નિયતિમાં જે નિર્માણ થયેલું તે બની ને જ રહ્યું.


       બરાબર નવ વાગ્યે મોટાભાઈ યોગેશ નો ફરીથી એક્વાર માતૃછાયા પરિવાર પર સમૂહ વિડિયો કૉલ પર વાત કરી કે, સત્ય હવે આપને સૌએ  સ્વીકારવું જ પડશે. દાદા હવે જેટલાં કલાક રહે તે ખરું ! હવે દાદા બહુ માં બહુ ચાર કલાક ના મહેમાન છે. અને જૈનુએ ત્યાં જ રડવાનું શરુ કરી દીધું. બધાએ તેને સમજાવી.


      ફરી  બરાબર 9:50 માતૃછાયા પરિવાર માં મોટાભાઇનો મેસેજ આવ્યો. 

          …………….


       25/4/2021 ને રવિવારનો દિવસ હતો અને એ જ અમારો કાળો દિવસ ! પપ્પા માતૃછાયા પરિવાર ને છોડીને સ્વધામ સિધાવી ગયા.


        બધાં માટે  'ૐ શાંતિ ' ,  ' RIP ' લખતી હું ….


    આજે એવું મારા પપ્પા માટે  લખતાં મારા હાથ નહીં સમગ્ર શરીર ધ્રુજી ઉઠ્યું. 


        

  • મારા  બંને ભાઈઓ માટે કંઈ જ કહેવા માટે શબ્દો નથી. પણ એટલું જરુર કહીશ કે શ્રવણ ની વાર્તા મેં સાંભળી છે.  પણ,  સાચૂકલાં શ્રવણ મેં જોયાં!!!  વાંંંં

Thursday, 22 April 2021

HWPL : WORLD 🌍 PLEASE EDUCATION.


https://m.facebook.com/story.php?story_fbid=532208824787865405&https://m.facebook.com/story.php?story_fbid=532208824787865405&https://m.facebook.com/story.php?story_fbid=532208824787865405&id=583885465019064

Tuesday, 30 March 2021

ધ્રુવ ભટ્ટ

પ્રેમ એટલે ઝાકળના ટીપાને આંગળીના ટેરવાનો સ્પર્શ!
પ્રેમ એટલે છીપલાની હોડીમાં જીવનસાગર તરી જવાનું સાહસ!
પ્રેમ એટલે પૂનમની ચાંદનીમાં કરેલા પ્રેમાલાપની મીઠી યાદો!


ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,
ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય
કે લાગણી ગણાય એમ પૂછીએ.

વેદના તો અડીખમ ઉભો કંઠાર
જતાં આવતાં જુવાળ ભલે કોતરે,
સુખ સાથે આપણો તો જળનો સંબંધ
ક્યાંક રેતી ઢાંકે ને ક્યાંક ઓસરે.

છીપલાની હોડીને શઢથી શણગાર ચાલ
કાંઠો છોડીને હવે ઝૂકીએ,
પાંદડીમાં ઝાકળનાં ટીપાંની જેમ
ફરી ચાલ સખી જિંદગીને મૂકીએ.

ચાંદનીને ચાંદનીનું નામ ન’તા દે’તા
એ વાતો અકબંધ મને યાદ છે,
વૃક્ષ પછી ડાળ પછી પંખીનો માળો
ને ઉપર આકાશ જેવો સાદ છે.

મૂળમાંથી ફૂટે ને ટોચ લગી જાય
એવી લાગણીને કેમ રે ઉવેખીએ,
ઝાકળશી જિંદગીને પાનની લીલાશ પરે
ચાલ સખી એક વાર મૂકીએ.

Sunday, 28 March 2021

🙏 ક્રાંતિકારી સંત ને શત શત નમન. 🙏


      આજથી વીસ વર્ષ પહેલાં ' શિવ - તત્વ - ' પુસ્તક વાંચીને પાછળ આપેલા સરનામે મારો પ્રતિભાવ મોકલાવ્યા પછી મારા એક પેન ફ્રેન્ડ , એ પછી  અવારનવાર  પત્ર વ્યવહાર  અને ફોન પર પણ વાત થતી. 

          દશ વર્ષ પહેલાં દંતાલી ભકિત નિકેતન આશ્રમ, પૂજ્ય શ્રી ના આશ્રમે બેસીને શિવ રુદ્રી / પુરુષ સુક્તમ ના ચાર - પાંચ શ્લોકોનું  ગાન સાથે બેસીને કરેલું. 

          એ પછી ઘણી વખત આશ્રમે જવાનું થતું. ખાસ કરીને પુસ્તકો લેવાં જવાનું થતું. પણ દર વખતે સ્વામી શ્રી નાં દર્શન વિના જ પાછા ફરતાં. 
         આજે અચાનક જ ત્યાં જવાનું મન થયું. ગયાં . બહારથી જ  ખબર પડી કે, સ્વામિ શ્રી છે. મારી ખુશી બમણી વધી. 

        દર્શન કરી, અમને બેસવા જણાવ્યું. તેમની સાથે બેસીને થોડી વાતો કરી. તબિયતના  સમાચાર પૂછ્યા. એક તાકાત અને હકારાત્મક ઊર્જા પ્રાપ્ત કરી. સાથે સાથે પૂજ્યશ્રીનું ૯૦ વર્ષની ઉંમરે પણ તેમની સાથે વાતોમાં તેઓનો અવાજ જરાય વૃદ્ધ થયો નહોતો. અવાજમાં ઉંમરની અસર ના જણાઈ. તપનું તેજ જણાયું. ૯૦ વર્ષે અશક્ત અવસ્થામાં પણ લાકડાની સાદી પાટ પર જ સુતા હતા. ના કોઈ પંખો કે એ.સી. બસ એકદમ સાધારણ , સહજ, સરળ વ્યક્તિત્વ, તેમની પ્રતિભામાં  વધારો કરતું હતું. એક તપસ્વી .જેઓ શરીરના કષ્ટો ને આનંદ સાથે ભોગવીને આ જન્મનો ભોગવટ
 પૂર્ણ કરતા એક આત્મલક્ષી  મહાત્મા. સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે.    

     ગયા અઠવાડિયે તખુભાઈ સાંડસુર સાથે વાત વાત માં સ્વામિ શ્રી નું  'મહાભારત ચિંતન'  પુસ્તક વિષે ની થયેલ ચર્ચા યાદ આવી. તખુભાઇ ને કોલ પણ કર્યો. તે પુસ્તક અને અન્ય પુસ્તકો ખરીદ્યા. 

     સાથે મારી બેન કૌમુદી જોશી અને મારાં principal Mam કૌમુદીની જોશી પણ હતાં. તેઓ પણ પુસ્તકિયો કીડો. તેમણે પણ ઘણાં પુસ્તકો ખરીદ્યા. " ખાવાનુ ના મળે તો પણ આજે તો ચાલશે." : Mam said. 

    ખૂબ આનંદ અને આશીર્વાદ સાથે આજનો દિવસ ઉત્તમ બની રહ્યો. 

       હજું ફરી એકવાર મળવાની અને ખૂબ વાતો કરવાની ખૂબ ખૂબ ઈચ્છા સાથે....

    દીર્ઘ આયુષ્ય અને આરોગ્ય ની કામના સાથે ,, પરમાત્મા ને  પ્રાર્થના.🙏
   शतम जीव शरद : 

Monday, 22 February 2021

યોગ વશિષ્ઠ

૧) 
યોગ વશિષ્ઠ મહા રામાયણ

" उभाभ्याम एव पक्षाभ्याम यथा खे पक्षिण : गति:
तथैव ज्ञान कर्माभ्याम जायते परमम पदम्। " 

    સુતીક્ષ્ણએ અગસ્ત ઋષિને પૂછયું: 

હે ઋષિ , મને મોક્ષ સંબંધી જાણકારી આપો અને જણાવો કે કર્મ અને જ્ઞાન આ બન્ને માંથી કોણ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક છે. 

      અગસ્ત ઋષિએ જવાબ આપ્યો : 

  જેવી રીતે પક્ષી પોતાની બંને પાંખોથી ઉડે છે, એવી જ રીતે મોક્ષની પ્રાપ્તિમાં કર્મ અને જ્ઞાન બંને સહાયક હોય છે. ના એકલું કર્મ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક હોઈ શકે છે અને ના એકલું જ્ઞાન ! 

તમારા પ્રશ્નના જવાબમાં હું તમને એક કથા સંભળાવું છું. 

  કારુણ્ય નામનો એક ધર્મિષ્ઠ વ્યક્તિ હતો. એમના પિતાનું નામ અગ્નીવેશ્ય હતું. ધર્મગ્રંથોના વાંચન અને મનનના ફળસ્વરૂપ આ કારુણ્ય જીવન પ્રત્યે ઉદાસ થઈ ગયો હતો. અગ્નીવેશ્યએ એક દિવસ એના પુત્રને પૂછયું કે તે તારું નિત્ય નિયમ કેમ છોડી દીધો? જવાબમાં કારુણ્યએ કહ્યું , " આપણા ધર્મગ્રંથો એક વાત તો એ કહે છે કે શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ બધાજ કર્મો કરવાં જોઈએ અને સાથે સાથે એ પણ કહે છે કે, અમર પદ પ્રાપ્ત કરવા માટે બધાં જ કર્મોનો ત્યાગ કરવો જોઈએ. મારા પિતાજી ! મારા ગુરુવર! મારી સમજમાં એ નથી સમજાતું કે, અંતે હું શું કરું? " આટલું કહીને કારુણ્ય ચૂપ થઈ ગયો. 


 અગ્નીવેશ્યએ જવાબ આપ્યો : 

 મારા દિકરા , ધ્યાનથી સાંભળો. હું તને એક પ્રાચીન વાર્તા સંભળાવું છું. એનાં નિષ્કર્ષ પર વિચાર કરો અને પછી તને જે સમજાય તેમ કરો. એક સમયની વાત છે. સુરુચિ નામની અપ્સરા હિમાલયની એક ટેકરી ઉપર બેઠી હતી. એણે દેવતાઓના રાજા ઈન્દ્રના દૂતને તેની પાસે આવતાં જોયો. સુરુચિએ તેને અહીં આવવાનું કારણ પૂછતાં દુતે જણાવ્યું કે, રાજા અરિષ્ટનેમીએ તેનું રાજ્ય તેમનાં પુત્રોને સોંપી દીધું અને અત્યારે તેઓ ગંધમાદન પર્વત પર ઘોર તપસ્યામાં લાગી ગયાં છે. આ જોઇને ઈન્દ્રએ મને કહ્યું કે, અપ્સરાઓનું ઝૂંડ લઈને જાઓ અને એમને સ્વર્ગમાં લઈ આવો. જવાબમાં મેં કહ્યું કે, પુણ્ય આત્માઓને પુરસ્કૃત કરવા માટે સ્વર્ગ ઉપર્યુક્ત સ્થળ નથી , કારણકે પુણ્ય કર્મો ક્ષીણ થવાથી તેમને ફરીથી મૃત્યુલોકમાં જવું પડે છે. એ રાજર્ષિ એ ઈન્દ્રનું નિમંત્રણ અસ્વીકાર કરી દીધું અને સ્વર્ગ જવા માટે પણ ઇનકાર કરી દિધો. ઈન્દ્રએ મને ફરીથી રાજર્ષિ ની પાસે એ કહેવા માટે મોકલ્યો છે કે તેઓ મારું નિમંત્રણ ઠુકરાવે તે પહેલાં મહર્ષિ વાલ્મીકિ સાથે વાતચીત અવશ્ય કરી લે.  

    રાજર્ષિ નો પરિચય ફરી મહર્ષિ વાલ્મીકિ સાથે થયો. એમણે વાલ્મીકિને પૂછયું , " જન્મ - મરણ નાં ચક્કરમાંથી બચીને નીકળવાનો શું ઉપાય છે? " જવાબમાં વાલ્મીકિએ ભગવાન શ્રીરામ અને વશિષ્ઠ વચ્ચે થયેલા સંવાદ નું વર્ણન કર્યું.


              ( વધુ આવતાં અંકે ) 

                           જાગૃતિ પંડ્યા,
                                   આણંદ.


        



૨) 
" અહમ્ બદ્ધો વિમુક્ત: સ્યામ ઇતી યસ્યાસ્તિ નિશ્ચય: નાત્યન્તમ અજ્ઞો નો તજ જ્ઞ : સોસ્મીન ચાસ્ત્રે ધિકાર વાન " 

             વાલ્મીકિએ કહ્યું, 

     રામ અને વશિષ્ઠ ની વાર્તા સંબધી આ ધર્મગ્રંથના અધ્યયનનો એ જ અધિકારી છે જે એ અનુભવ કરે : "હું બંધનમાં પડ્યો છું અને મારે આ બંધનથી મારી જાતને મુક્ત કરવી છે. " આવી વ્યક્તિ ન તો પૂર્ણ રૂપ થી ના અજ્ઞાની હોય છે, ના જ્ઞાની. જો કોઇ વ્યક્તિ આ ધર્મ ગ્રંથ ( યોગ વશિષ્ઠ ) માં જણાવેલ મોક્ષના ઉપાયો પર મનન કરે છે તે નક્કી જ જન્મ - મરણના ફેરામાંથી છુટકારો મેળવી શકે છે.

     મેં પહેલા રામ કથા લખી હતી અને એનું વર્ણન મારા પ્રિય શિષ્ય ભરદ્વાજ સામે કર્યું હતું. ભરદ્વાજ એકવાર જ્યારે મેરુ પર્વત પર ગયા હતા તો એમણે આ વર્ણન સૃષ્ટિકર્તા બ્રહ્મા આગળ કર્યું હતું. આ કથા સાંભળી અત્યંત ખુશ થઈને ભરદ્વાજ ને વરદાન માંગવા કહ્યું. ભરદ્વાજે વરદાન માંગ્યું : " આ જન્મ મરણ ના ફેરામાંથી છુટકારો કેવી રીતે પ્રાપ્ત થાય, એનો ઉપાય કૃપા કરીને જણાવશો." 

       બ્રહ્માજી એ ભરદ્વાજ ને કહ્યું, " તમે વાલ્મીકિ પાસે જાઓ અને એમને પ્રાર્થના કરો કે રામકથાનું વર્ણન કાયમ કરતાં રહે અને એ રીતે કથા કહે કે સાંભળવા વાળો અજ્ઞાનના અંધકારમાંથી મુક્ત થાય." ભરદ્વાજ આ વાત સાંભળી સંતુષ્ઠ થયાં નહી. પછી બ્રહ્માજી ભરદ્વાજ ને લઈને મારા આશ્રમે ( વાલ્મીકિ ના આશ્રમમાં ) આવ્યાં. પહેલાં મેં ( વાલ્મીકિ એ ) બ્રહ્માજીની પૂજા અર્ચના કરી. E પછી બ્રહ્માજી એ મને પુછ્યું, " હે મહર્ષિ , તમારી રામકથા એટલી હદ સુધી અતુલિત છે જેનાથી માનવ જાતિ આ સંસાર રૂપી સાગર તરીને પાર પડી જાય છે. એટલા માટે તમે આ રામકથાનું વર્ણન ગાન કરતાં રહો અને એને પૂર્ણ કરો. " આટલું કહી બ્રહ્માજી ત્યાંથી અદ્રશ્ય થઇ ગયા. 

         બ્રહ્માજીના આદેશથી હું આશ્ચર્યચકિત હતો. મારી જાતને સાંભળતા મ ભરદ્વાજને પુછ્યું કે બ્રહ્માજીએ છેવટે શું કહ્યું? ભરદ્વાજે બ્રહ્માજીના વચનો ને ફરીથી દોહરાવ્યા. , " બ્રહ્માજી એવું ઈચ્છે છે કે તમે રામકથાને એવી રીતે પ્રગટ કરો કે બધાનાં દુઃખો દૂર થાય. હું પણ તમને એ જ પ્રાર્થના કરું છું કે, કૃપા કરી મને એ બતાવો કે રામ , લક્ષ્મણ બધાં ભાઈઓએ દુઃખોથી કેવી રીતે મુક્તિ મેળવી ?" 

        ત્યારે મેં ભરદ્વાજને એ રહસ્ય બતાવ્યું જેના દ્વારા રામ, લક્ષ્મણ બધાં ભાઈઓએ તથા સંપૂર્ણ રાજ - પરિવારના અન્ય સભ્યોએ મુક્તિ મેળવી હતી. મેં ભરદ્વાજને એ પણ કહ્યું , " મારા પુત્ર ! જો તું પણ એમની જેમ જીવન નિર્વાહ કરે તો તું પણ દુઃખથી મુક્તિ અત્યારે અહીં જ પ્રાપ્ત કરી શકીશ." 

                    ( વધુ આવતાં અંકે ) 

૩) યોગ વશિષ્ઠ : ૩ 

                                 (  ગતાંકથી આગળ )

' બ્રહ્મસ્ય જાગતસ્યાસ્ય જતસ્યાકાશવર્ણવત
અપુન: સ્મરણમ મન્યે સાધો વિસ્મરણમ વરમ.'

         વાલ્મીકિએ આગળ કહ્યું : 

       સંસારનું સ્વરૂપ ભ્રમમાં નાંખે એવું છે. ત્યાં સુધી કે નીલા રંગનું દેખાતું આકાશ પણ દૃષ્ટિભ્રમ જ  છે. મારો વીચાર એવો છે કે, સંસારમાં  મન ના લગાવવું જોઈએ પરંતું ઈની ઉપેક્ષા કરવી જોઈએ. જ્યાં સુધી આ ધારણા જાગૃત નથી થઈ જતી કે, સંસારનું સ્વરૂપ અસત્ છે ત્યાં સુધી ના તો દુઃખોમાંથી નિવૃત્તિ નથી મળી શકતી અને ના આપણે આપણી પ્રકૃતિની અનુભૂતિ થઈ શકે છે. આ ધારણા ત્યારે જાગૃત થાય છે જ્યારે ધર્મગ્રંથોનું અધ્યયન પૂરા મનથી થાય. ત્યારે વ્યક્તિની ધારણા દ્રઢ  બને છે કે આ દ્રશ્ય સંસાર ભ્રમ છે તથા સત - અસત થી બનેલું રૂપ છે.  એટલે જે કોઇ મનુષ્ય મનથી ધર્મગ્રંથોનું અધ્યન નથી કરતો તે લાખો વર્ષો સુધી પણ એનામાં સાચુ જ્ઞાન પ્રાપ્ત નથી થઈ શકતું. 

      મોક્ષ  હકીકતમાં સંપૂર્ણ વાસનાઓ અને માનસિક પ્રવૃત્તિઓ નો ત્યાગ છે. વાસનાઓ બે પ્રકારની હોય છે - શુદ્ધ વાસના અને અશુદ્ધ વાસના. અશુદ્ધ વાસનાઓ જન્મનું કારણ હોઈ છે અને શુદ્ધ વાસનાઓ વારંવાર જન્મ લેવામાંથી મુક્તિ અપાવે છે. અશુદ્ધ વાસનાઓની પ્રકૃત્તિ અહમ્ પ્રધાન હોય છે. આ એવાં બીજ છે જે જેનાથી પુનર્જન્મ નું વટવૃક્ષ ઉત્પન્ન થાય છે. જ્યારે આ બીજોનો ત્યાગ કરી દેવામાં આવે ત્યારે શરીરને ધારણ કરવા વાળી મન: સ્થિતિ ની પ્રકૃતિ શુદ્ધ બની જાય છે. આવી મન: સ્થિતિ એવા લોકોની પણ હોય છે, જેઓએ એમના જીવનકાળ દરમિયાન મુક્તિ પ્રાપ્ત કરી હોય છે. તે પુનર્જન્મ નથી થવા દેતી. એ પોતાનાં પૂર્વ અર્જિત આવેગો થી સ્થિત રહે છે ન તો વર્તમાનકાલિક પ્રેરણાથી સ્થિત રહે છે.

        રામે કેવી રીતે મુક્ત ઋષિના રૂપમાં એમનું જીવન પસાર કર્યું, હવે એનું હું વર્ણન કરીશ. એ વર્ણન સાંભળીને હંમેશા માટે જન્મ અને મૃત્યુ - સંબંધી તમામ પ્રકારના  ભ્રમોથી તમે મુક્ત થઈ જશો. 

       પોતાના ગુરૂનાં આશ્રમમાંથી પાછા આવી શ્રી રામ પોતાના પિતા પાસે મહેલમાં રહેવા લાગ્યા અને અનેક પ્રકારના રાજકાજના કામોમાં પિતાને મદદ કરવા લાગ્યા. એક દિવસ આખા દેશમાં  ફરવાની અને પવિત્ર તીર્થસ્થાનોના દર્શન કરવાની  ઇચ્છા  એમણે પિતા દશરથજી ને કહી. મહારાજા દશરથજીએ તીર્થયાત્રાનું શુભ મુહૂર્ત કઢાવ્યું અને નક્કી કરેલા દિવસે , પિતા અને અન્ય પૂજ્ય લોકોનાં આશીર્વાદ મેળવી ભગવાન શ્રી રામ તીર્થયાત્રા કરવા નીકળી ગયા. 

          શ્રીરામ  પોતાનાં ભાઈઓ સાથે હિમાલયથી દક્ષિણ સુધી સંપૂર્ણ દેશની યાત્રા કર્યાં પછી પોતાની રાજધાનીમાં પાછા આવ્યા તો રાજ્યની પ્રજાને અત્યંત ખુશી થઈ.


                                  ( વધુ આવતાં અંકે ) 


                                            જાગૃતિ પંડ્યા
                                               આણંદ.      
                             


૪) 

યોગ વશિષ્ઠ : ૪

                                 ( ગતાંકથી આગળ )

' કોપં વિષાદ કલનાં વિતતં ચ હર્ષ 
નાલપેન કારણવશેન વહન્તિ સંત:
સર્ગેણ સંહૃતિજીવેન વિના જગત્યામ
ભૂતાનિ ભૂપ ન મહ્યાંન્તિ વિકારવન્તિ.'


    વાલ્મીકિએ આગળ કહ્યું :

       રાજમહેલમાં પ્રવેશ કર્યાં પછી શ્રીરામે એક એક કરીને પોતાના પિતા, ગુરૂ, વશિષ્ઠ અન્ય આદરણીય વ્યક્તિઓને ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. આઠ દિવસ સુધી આખી અયોધ્યા નગરીમાં શ્રીરામ ના તીર્થયાત્રા કરીને આવ્યાં માટે ઉત્સવ મનાવવામાં આવ્યાં. 

          કેટલાય દિવસો સુધી શ્રીરામ રાજમહેલમાં જ રહ્યા અને તેમનું નિત્ય નિયમ મુજબના દૈનિક કાર્યો કરતા રહ્યાં. પરંતુ ખૂબ ઝડપથી તેમના વ્યવહારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પરિવર્તન દેખાવા લાગ્યું. શ્રી રામ દિવસે દિવસે અશક્ત અને દુબળા થતાં ગયાં અને એમનો રંગ પણ પીળો પડતો ગયો. શ્રી રામ ના શરીર અને વ્યવહારમાં આવતાં અકારણ પરિવર્તનથી મહારાજા દશરથને ચિંતા થવી સવાભાવિક છે. જ્યારે મહારાજા દશરથ શ્રી રામ ને તેમના સ્વાસ્થ્ય વિષે પૂછતાં તો રામ જવાબ આપતાં કે કશું જ થયું નથી. એક દિવસ દશરથરાજાએ રામને પૂછયું, " મારા દિકરા ! તને કઈ વાતની ચિંતા છે ? " તો શ્રીરામે જવાબ આપ્યો, " કોઇ વાત ની નથી " આટલું કહીને શ્રી રામ ચૂપ થઇ ગયા.

               જવાબ જાણવા માટે દશરથરાજા મહર્ષિ વશિષ્ઠ પાસે ગયા. મૂંઝવણમાં પડાય તેવી આ સ્થિતિના સંબંધે જવાબ આપતાં મહર્ષિ વશિષ્ઠે કહ્યું, " ચોક્કસથી કોઇ કારણ જરૂર હશે , જેનાથી શ્રીરામ માં આ પરિવર્તન જોવા મળ્યું છે. આ સંસારમાં ગમે તેટલું કોઇ પણ પરિવર્તન કેમ ન હોય ! તેનું કારણ જરૂર હોય છે. કોઇ મહાપુરુષ પણ તેમનાં વ્યવહારમાં જ્યારે ક્રોધ, દુઃખ, હર્ષ કે અન્ય પરિવર્તનો પણ કોઈનેકોઈ કારણ સાથે જ જોવા મળે છે. કોઇ કારણ વિના તેઓના વ્યવહારમાં કોઈ ફેરફાર નથી જોવા મળતો. " દશરથ રાજા એ આગળ કંઈ પ્રશ્ન પૂછ્યો નહીં. 

              પછી, થોડાં દિવસો બાદ રાજમહેલમાં વિશ્વવિખ્યાત રાજર્ષિ વિશ્વામિત્ર પધાર્યા. મહારાજા દશરથને જેવાં સમાચાર મળ્યા કે તરત જ તેઓ રાજર્ષિના સ્વાગત માટે દોડી ગયા. 

            દશરથરાજાએ કહ્યું : 

            રાજર્ષિ તમારું સ્વાગત છે ! સ્વાગત છે ! સ્વાગત છે !!! આ રાજમહેલમાં પધાર્યા તે બદલ હું અત્યંત પ્રસન્ન છું. એક આંધળાને આંખે રોશની મળે, સુકાયેલી ધરતીને વરસાદ મળે, વાંઝિયાને પુત્ર પ્રાપ્તિ થાય, મૃત્યુ પામેલાને નવજીવન મળે, વ્યક્તિને પોતાની ગુમાવેલી સંપત્તિ પાછી મળે અને જેવી પ્રસન્નતા પ્રાપ્ત થાય, તેવી પ્રસન્નતા આજે હું અનુભવી રહ્યો છું. રાજર્ષિ મને આજ્ઞા કરો, હું આપની શું સેવા કરું ? મારી પ્રાર્થના છે કે, તમે તમારી જે ઈચ્છા લઇને આવ્યાં છો, તે મારા તરફથી પૂર્ણ થયેલી જ સમજો. તમે પૂજ્ય છો. દેવસ્વરૂપ છો. હું તમને દંડવત્ પ્રણામ કરું છું. 


                                   ( વધુ આવતાં અંકે ) 


                                            જાગૃતિ પંડ્યા
                                               આણંદ.

૫)