Monday, 17 February 2025

School Twinning - School NO 33/29 🤾🧍✍️🙎🧑‍💼



આજરોજ નગર પ્રાથમિક શાળા નંબર 33 અને 29 વચ્ચે શાળા ભાગીદારી કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સંમેલનથી કરવામાં આવી. શાળાના ઈ.ચા.આચાર્યશ્રી નીલાબેને 29 નંબરના આચાર્યશ્રી પ્રકાશભાઈ સાહેબનું સ્વાગત કર્યુ. 29 નંબર માંથી પધારેલ શ્રી મીનાક્ષીબેન, શ્રી વિનોદભાઈ તથા શ્રી એકતાબેનનું વેલકમ કાર્ડ અને પેન આપીને સ્વાગત કરવામાં આવ્યું. પુરુષોત્તમ નગર માંથી આવેલા તમામ બાળકોનું વેલકમ કાર્ડ અને પેન આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ ભાર્ગવભાઈએ બાળકોને આજનાં કાર્યક્ર્મ સંબંધી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું. શ્રી જાગૃતિબેને બાળકોને શાળા ભાગીદારીનું મહત્ત્વ સમજાવ્યું. બાળકોને વિવિઘ રમતો અને માઇન્ડ ગેમ્સ રમાડવામાં આવી. વિજેતા બાળકોને ઈનામ આપવામાં આવ્યું. ત્યારબાદ બાળકોને અલ્પાહાર આપવામાં આવ્યો. શાળા નંબર 33 ની દિકરીઓએ એક સુંદર મજાનું મૂક નાટક ભજવ્યું. ત્યારબાદ બાળકોને શાળા દર્શન માટે લઈ જવામાં આવ્યા. બાળકોએ તમામ વર્ગો, બાગ, ઔષધીય બાગ, પરબ, રામહટ, મધ્યાહનભોજન રસોડું , કોમ્પુટર લેબ તથા અન્ય વિભાગોનું દર્શન કરવામાં આવ્યું. શિક્ષકોએ નાસ્તો કર્યો ત્યાં સુધીમાં બાળકો ક્રિકેટ અને મનપસંદ રમતો રમ્યા. બન્ને શાળાના બાળકોને ખૂબ આનંદ થયો. આ રીતે નગર પ્રાથમિક શાળા નંબર 33 અને 29 વચ્ચે શાળા ભાગીદારી કાર્યક્ર્મનું સુંદર આયોજન કરવામાં આવ્યું.



No comments:

Post a Comment