Tuesday, 6 September 2022

બાગમાં ફરવા ગયાં'તા કે નિધિબેન લપસી પડ્યા! બાગની મુલાકાત, કન્યા શાળા નં.28, બાકરોલ આણંદ.

           મેડમ !!  ક્યારેબાગમાંજવાનુંછે ?

        આજે તો સવારથી જ બાળકો બાગમાં જવાનાં મૂડમાં હતાં. આખો દિવસ પૂછ પૂછ કર્યાં કરે. મેડમ , કેટલા વાગે જવાનું છે ? ચાલોને જલ્દી જઇએ ? 


      ચાલો બાળકો ! હારબંધ ગોઠવાઈ જાઓ. 
 એકસાથે બઘું જ ટોળું બહાર! લાઈન ક્યાં?? અહીં તો આજે ધક્કા મુક્કી જ તો !!! 

          સુમિત્રાબેન, મનીષાબેન, રીટાબેન, સંગીતાબેન અને જાગૃતિબેન બાળકોને ગોઠવી અને બાગમાં જવાની લાઈન ગોઠવી દીધી. બાળકો બે બે ના ગ્રુપમાં હાથ પકડીને ગીતો ગાતાં ગાતાં દોડતાં દોડતાં ઉપાડી અમારી છૂક છૂક ગાડી !!!


       બાળકોને બાગમાં જવાની ખૂબ મજા આવી. ત્યાં જઇને બાળકો ખૂબ રમ્યા. શિક્ષકો પણ ખૂબ રમ્યાં. સરસ ખુલ્લા મેદાનમાં બાળકોને રમવાની મજા પડી ગઈ. મન મૂકીને રમ્યાં. ત્યાં ઍક સુંદર મજાની ગણપતિ દાદાની મૂર્તિ પણ હતી. બાળકોએ ત્યાં દર્શન કર્યા.


      આ રીતે બાળકોને બાગમાં રમવાની મજા આવી. બાળકોને શાળામાં લઇને આવ્યા અને નાસ્તો પાણી આપ્યાં.

ના મેડમ , હું નહીં આવું! 😢 સરકારી દવાખાનું મુલાકાત: શાળા નં. 28, કન્યા શાળા બાકરોલ આણંદ.

    દવાખાનાનું નામસાંભળતાજ જીયા જોરજોરથી રડવા 😥 લાગી. ના મેડમ મારે ઇન્જેક્શનનથીમુકાવવું !!!!

      દીકરીઓને સમજાવ્યા કે બેટા આપણે દવાખાને મુલાકાત લેવા જવાનું છે. 

    બાળકોને હારબંધ લઈ ગયા બાદ વારાફરથી લઈ ગયાં. કેસ ક્યાં કઢાવવાનો, waiting રૂમ, ડોક્ટરની કેબિન તથા દવા લેવા માટેની બારી. બઘું જ બાળકોને બતાવ્યું. 

         ત્યાં ડોક્ટર તથા અન્ય નર્સ બધાંએ બાળકોને ખૂબ જ સારી રીતે સમજ આપી. ડોકટરે બાળકોને કેવી રીતે તંદુરસ્તીનું ધ્યાન રાખવાનું, તેની સમજ આપી. બાળકોએ પણ ડોક્ટરને ઘણાં પ્રશ્નો પૂછ્યા. બધાંને શાંતિથી સમજ આપી. 


        અહીં પણ બધાં જ બાળકોને ચોકલેટ આપી. જ્યારે બાળકો દવાખાને આવ્યા ત્યારે તેઓનો ચહેરો રડમસ હતો પરંતું બહાર નીકળતી વખતે દરેક બાળકના ચહેરા પર આનંદ જણાયો. બાળકોને લઇને શાળાએ ગયાં.

મેડમ, સનાને ચોપડી જોઈએ છે! 📚 " પુસ્તકાલય મુલાકાત: શાળા નં.28, કન્યા શાળા બાકરોલ આણંદ.

        પુસ્તકાલયમુલાકાત : ન.પ્રા.શાળાનં. ૨૮, કન્યા શાળા બાકરોલ, આણંદ.

        અમારી શાળામાંથી ધોરણ : ૧ થી ૫ ના બાળકોને અમે સૌ શિક્ષકો નજીકની સરકારી પુસ્તકાલયની મુલાકાતે લઈ ગયા હતા. બાળકોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. આજે બાળકો ખુશ હતાં. એમાંના ઘણા બાળકોએ કદી પણ પુસ્તકાલય જોયું ન હતું. બાળકોને હારબંધ લઈ ગયા. સુમિત્રાબેને તમામ બાળકોને જરુરી સૂચનો આપી દીધાં હતાં. 

બાળકો તો પુસ્તકાલય જોઈને ખુશ ખુશ થઈ ગયા હતા. આટલું મોટું પુસ્તકાલય !! આટલાં બધાં પુસ્તકો !!! બાળકો પુસ્તકાલયની શાંતિ જોઈને પ્રસન્ન થયા. મનની શાંતિ  જણાઈ. 

     ત્યાં પુસ્તકાલયમાં અલગ અલગ વિભાગોનો પરિચય ત્યાંના વ્યવસ્થાપક શ્રીદિનેશભાઈએ આપ્યો. પુસ્તકાલયમાં વાંચન માટે, પેપર માટે, પુસ્તકોની આપ લે માટે, તથા અલગ અલગ મેગેઝિન માટે અલગ અલગ રૂમો હતી. ત્યાં બાળ સાહિત્યો પણ ઘણાં હતાં. બાળકોને ત્યાં બાળ વિભાગમાં ટેબલ ખુરસી પર બેસીને વાંચવાની ખૂબ મઝા આવી.

       પુસ્તકાલય આપ લે વિભાગમાં તમામ પ્રકારના પુસ્તકો જોયાં. જેમાં અંગ્રેજી, હિંદી અને ગુજરાતી ભાષામાં પુસ્તકો હતાં. જેમાં ધાર્મિક પુસ્તકો, અવનવું, નવલકથાઓ, ટુંકીવાર્તાઓ, અને મહાગ્રંથો હતાં. ત્યાં પુસ્તક લેવાં માટે કેવી રીતે પ્રક્રિયા કરવાની હોય છે તે દિનેશભાઈએ સમજાવ્યું.

     અંતે તમામ બાળકોને ત્યાંથી ચોકલેટ આપી અને શાળાએ જવાની લાઈન ગોઠવી દીધી.

   અંતે,,,, અમારી દીકરી સના બોલી, મેડમ જવાનું ? મેડમે હા પાડી. પછી સના તેનાં મિત્રો સાથે ગણગણાટ કરવા લાગી. ટીચરે પૂછયું, શું થયું ? તો રુહી બોલી, "મેડમ સનાને ચોપડી જોઈએ છે." ચોપડી લીધાં વિના સના ત્યાંથી ભારે પગલે ચાલી. બીજે દિવસે મેં સનાને શાળાના પુસ્તકાલય માંથી બાલવાર્તાની ચોપડી અને બાળ પ્રકાશ આપ્યું. સનાના ચહેરા પર આનંદ આનંદ છવાઈ ગયો.