Saturday, 7 April 2018

"બેન,આઠમું ધોરણ હવે આ જ શાળામાં ભણીશ"

                 આણંદ નગર શિક્ષણ સંચાલિત, ધોળોકૂવો - શાળા નં.31 માં બે માસ થી છું.અહીં નો સ્ટાફ, નગર પાલિકા માં આ શાળા આવ્યા પછી,મોટાભાગના શિક્ષકો જીલ્લામાં જ રહેવુ હોઈ બદલી કરાવી ને ગયા, જેથી શિક્ષકોની ઘટને કારણે પાસેની શાળામાંથી મને કામચલાઉ ઑર્ડર આપ્યો.
                 
                     મને ધોરણ 7 અને 8 સોંપ્યુ.ધોરણ 8 પણ આ જ વર્ષે શરુ થયુ, પણ મોટાભાગના બાળકો નજીકની પ્રાઈવેટ શાળામાં જતા રહેલા ને અહીં ફક્ત નવ જ બાળકો રહ્યા.

                    ધો.7 માં 32 બાળકો છે.આવી ને પ્રથમ તો સૌ એકબીજાથી પરિચિત થયા.બાળકોને વાર્તા કહી.બાળકોને સાંભળ્યા.અને રમતાં રમતાં આનંદ કરતાં કરતાં બાળકોનો અભ્યાસક્રમ પણ કે જે શિક્ષક ન હોવાને કારણે મોટાભાગનો બાકી હતો તે પુર્ણ કરવા માટે ની ચિંતા સાથે શરુ કરી દીધો.પણ સાથે સાથે બાળકો કંટાળે નહી તેની પણ ચિંતા થવા લાગી.પણ મેં જોયું કે બાળકો ને ભણવાનુ પણ ગમે છે, સારો સહકાર છે બાળકોનો.
             
                 આ શાળામાં આવ્યા પછી અમે સૌ એ માતૃભાષા દિન, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ,વિશ્વ મહિલા દિન અને ધો.8 નો વિદાય સમારંભ ઊજવ્યો.અહીં મેં જોયું કે બાળકો બહુ શરમાળ છે.તેમનો શરમ સંકોચ દૂર કરવા માટે મારે અહીં મારી જાતે થોડા ઘણા બાળકોને સાથે રાખીને નાટક ભજવવું પડ્યું. પી.ટી.સી. કરતી હતી ત્યાર પછી પ્રથમવાર નાટક ભજવ્યું.બાળકોની સાથે મારી ખુશી પણ બમણી હતી.
                    બાળકોને વિદાય પ્રસંગે આશીર્વચનો આપ્યા,ને જે કાંઈ વાત કરી તે સાંભળી મારા વર્ગમાં આવ્યા પછી ધો.8 ના બાળકો ના ચહેરા પર વ્યથા અને આનંદ બંન્ને જણાઈ આવ્યા.બાળકો : " બેન તમે વહેલા આવ્યા હોત તો! અમને તમારી સાથે વધારે રહેવા મળત."  આ સંવાદ સાંભળી 7 મા ના બે ચાર બાળકો બોલ્યા, " બેન અમે તો હવે આઠમું ધોરણ અહીં જ ભણવાના છીએ,તમે આવી ગયા છો માટે અમે અહી જ રહીશું" અમે સૌ ખૂશ હતા.ને અચાનક જ હું અહી કામચલાઉ છું તે વાતનું સ્મરણ થઈ આવ્ય,ને મારા ચહેરાના હાવભાવ બદલાઈ ગયા.ને વિચારે ચઢી,"  આ બાળકો મારા લીધે અહીં રહેવાના છે.પણ મારૂં જ ક્યાં ઠેકાણું છે? હું તો અહીં કામચલાઉ છું,કેટલો સમય છુ તે મને પણ ખબર નથી" પણ એટલી તો ઈચ્છા ખરી કે વરસ રહી જાઉ.

                     મારુ મનોમંથન ચાલતુ જોઈ પાયલ બોલી, " બેન હું પણ આટલુ વરસ અહીં જ રહેવાની છુ.મારી મમ્મી એ હા પાડી." અને સૌ બાળકો ખુશ હતા.ને અંદરોઅંદર  આવતા વર્ષ નો વિદાય સમારંભ ની ઊજવણી કેવી રીતે કરીશું તે વાતો કરતા હતા.
👍👍😘😘😘🌷🌷👯👯🐈🐈🐈👬👬

5 comments:

  1. વાહ..! પ્રેમ બધું કરી શકે છે..!જીવનને સાચું જીવન આપવું એટલે 'જિંદગી'..!

    ReplyDelete
  2. ન ધરા સુધી ન ગગન સુધી, મારે તો જાવુ છે બાળકોના મન સુધી. ..☺☺😊

    ReplyDelete
  3. બાળકોના મન ને સમજે એજ સાચો શિક્ષક.. વાહ

    ReplyDelete
  4. વાહ!! કદાચ એટલે જ ચાણક્યએ કીધું કે... "શિક્ષક કભી સાધારણ નહિ હોતા પ્રલય ઔર નિર્માણ ઉસીકી ગોદ મૈ પલતે હૈ"

    ReplyDelete