Saturday, 5 February 2022

" શબ્દ સૃષ્ટિ "મારો નવતર પ્રયોગ : ૨૦૨૧/૨૨

  • નવતર પ્રવૃત્તિ કરનારનું નામ : શ્રી જાગૃતિબેન એન. પંડયા


  • હોદ્દો : આસિસ્ટન્ટ શિક્ષક.


  • સંસ્થા : નગર પ્રાથમિક શાળા નં. 28, કન્યાશાળા , બાકરોલ, આણંદ.



  • તમારા ઇનોવેશનમાં શું અલગતા છે?


  • એક ભાષા શિક્ષક તરીકે બાળકો બધા જ જરૂરી રોજે રોજ વાપરતાં શબ્દો ચારેય ભાષામાં ( ગુજરાતી / હિન્દી/ અંગ્રેજી/ સંસ્કૃત)જાણે.

  • એક જ તોરણ માં ચારેય શબ્દો બાળકોને વાંચવા / જોવા / લખવા ગમે.


  • આ ઇનોવેશનની પ્રેરણા ક્યાંથી મળી? 


  • આમ તો રોજ શાળામાં ભાષા કોર્નર માં આ શબ્દ લખતો.

  • કોરોના ને કારણે હવે બાળકોને માટેનો આ મારો નિયમ કે, બાળકોને આજનો શબ્દ આપવો, જે નિયમ હુ તોડવા નહોતી માંગતી.

  • અને, આ રીતે શરૂઆત માં અલગ અલગ રીતે ફ્રેમમાં લખવા લાગી.

  • અલગ અલગ ગ્રુપમાં પણ મોકલવા લાગી. જેથી કરીને,, અન્ય શાળાના બાળકોને પણ ઉપયોગી બને.

  • તેમ કરતાં - કરતાં વડતલા , વડોદરા જિલ્લાના શિક્ષક - શ્રી તુષાર સોની ,કે જેઓ પણ innovative શિક્ષક છે. સમગ્ર ગુજરાતમાં તેઓએ લોકડાઉંન દર મ્યાન Ict ની તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે. તેમને મારું આ કામ ખૂબ જ ગમ્યું અને તેમને મને અલગ અલગ ફ્રેમ નહિ પણ, એક ચોક્કસ ફ્રેમ પર આ કામ કરવાની પ્રેરણા આપી.

  • એ પહેલાં મેં અલગ અલગ ફ્રેમ માં કામ કર્યું હતું, શ્રી તુષાર સોની સાથે વાત કર્યા પછી, એક જ ફ્રેમ માં કામ કર્યું.




  • ઈનોવેશન પાછળનું કારણ / સમસ્યા.

 

  • સંસ્કૃત માં ચિત્રપદાની આવે છે, અંગ્રેજીમાં Spellings આવે છે, ગુજરાતી અને હિન્દી માં શબ્દાર્થ આવે છે.

  • અમુક ફળો, શાકભાજી, પ્રાણીઓ, પક્ષીઓ અને રંગોના નામ બાળકોને ગુજરાતી અને અંગ્રેજી માં થોડાં ઘણાં આવડે પણ, ચારેય ભાષામાં બધાં જ ના આવડે. 

  • તો મને ભાષા કોર્નર માં આજનો શબ્દ મૂકવાનું મન થયું. 

  • બાળકો પણ રોજ મૂકતો શબ્દ પોતાની નોટબુક માં લખે.

  • આ રીતે બાળકોનો શબ્દ ભંડોળ વધે.


  • ઇનોવેશન નો સમય ગાળો : 


  • આમ તો આ પ્રયોગ 3 વર્ષથી ચાલુ જ છે.

  • પણ, કોરોના મહામારી ને લીધે વધુ પ્રચાર/ પ્રસાર થયો.

  • આમ તો, આ પ્રયોગ કાયમી કરી શકાય તેમ છે, કાયમ જ કરવા જેવો છે.



  • નવતર પ્રયોગ, અન્ય શિક્ષકો /સંસ્થાની ભાગીદારી.


  • મારી શાળામાં   બીજા ભાષા શિક્ષક અને અન્ય મિત્રો પણ રોજે રોજ શબ્દ શોધવા અને લખવામાં મદદ રૂપ થાય છે.

  • શાળાનાં બાળકો પણ સંસ્કૃત નું પાઠ્ય પુસ્તક લાવી, ચિત્રપદાની માંથી બાળકો પોતાની પસંદગી નો શબ્દ લખે છે.

  • વડતલા /વડોદરા ના ICT Trainer શ્રી તુષાર સોની નું લોકડાઉન દરમ્યાન મારા કરેલાં કામને બિરદાવી ને એક જ ફ્રેમ માં લખવાનું માર્ગદર્શન આપ્યું.

  • શ્રી તુષાર સોની એ તેઓના બ્લોગમાં પણ મારા આ કામનો સમાવેશ કર્યો છે. 



  • લક્ષ્ય જૂથ : 


  • ધોરણ 5 થી 8 ના તમામ બાળકોને માટે .


  • ઇનોવેશન વિભાગ : 

  • ભાષા વિભાગ 




  • ઇનોવેશન પ્રક્રિયાની સંપૂર્ણ વિગત:



  • છેલ્લાં બે વર્ષથી હું શાળા નંબર :30 માં ભાષા કોર્નર માં આજનો શબ્દ લખું છું.


  • આમ તો રોજ શાળામાં ભાષા કોર્નર માં આ શબ્દ લખાતો.


  • કોરોના ને કારણે હવે બાળકોને માટેનો આ મારો નિયમ કે, બાળકોને આજનો શબ્દ આપવો, જે નિયમ હુ તોડવા નહોતી માંગતી.


  • , આ રીતે શરૂઆત માં અલગ અલગ રીતે ફ્રેમમાં લખવા લાગી.


  • અલગ અલગ ગ્રુપમાં પણ મોકલવા લાગી. જેથી કરીને,, અન્ય શાળાના બાળકોને પણ ઉપયોગી બને.


  • તેમ કરતાં - કરતાં વડતલા , વડોદરા જિલ્લાના શિક્ષક - શ્રી તુષાર સોની ,કે જેઓ પણ innovative શિક્ષક છે. સમગ્ર ગુજરાતમાં તેઓએ લોકડાઉંન દર મ્યાન Ict ની તાલીમ અને માર્ગદર્શન આપ્યું છે. તેમને મારું આ કામ ખૂબ જ ગમ્યું અને તેમને મને અલગ અલગ ફ્રેમ નહિ પણ, એક ચોક્કસ ફ્રેમ પર આ કામ કરવાની પ્રેરણા આપી.


  • એ પહેલાં મેં અલગ અલગ ફ્રેમ માં કામ કર્યું હતું, શ્રી તુષાર સોની સાથે વાત કર્યા પછી, એક જ ફ્રેમ માં કામ કર્યું.


  • આ  મારી ફ્રેમ હું અલગ - અલગ ગ્રુપમાં અન્ય શાળાના બાળકોને ફાયદો થાય, શીખે તે માટે મોકલું છુ.

  • મોટાભાગ ના શિક્ષકોના સારા પ્રતિભાવો મળ્યા છે, તેઓ પણ તેમની શાળાનાં બાળકોના ગ્રુપમાં મોકલે છે.

  • અમદાવાદ જિલ્લામાં , હાર્દિક કરીને એક ત્રીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી તો રોજ આ શબ્દ મોંઢે કરે છે, લખે છે.


  • ઇનોવેશન નું મૂલયાંકન: 


  • બાળકોને  શબ્દો ના અર્થ પૂછ્યા.

  • Online Test લઈને. 

  • શબ્દ ની અંતાક્ષરી રમાડી ને,,,

  • આમ, અલગ અલગ રીતે મૂલ્યાંકન કર્યું.


૧) શબ્દ સૃષ્ટિ ઑનલાઇન ટેસ્ટ 

૨) online Test

૩) સંસ્કૃત શબ્દો ઑનલાઇન ટેસ્ટ


૪) હિન્દી શબ્દો ઑનલાઇન ટેસ્ટ

૫) online Test


૬) online Test

૭) online Test

૮) online Test

૯) online Test

૧૦) આજનું વાક્ય PDF લિંક


૧૧) આજનો શબ્દ PDF લિંક


૧૨) યુ ટ્યુબ લીંક


૧૩) યુ ટ્યુબ લીંક




  • ઇનોવેશન નું પરિણામ : 


  • બાળકોનો શબ્દ ભંડોળ વધ્યો.

  • બાળકો જાતે શબ્દો શોધીને ચારેય ભાષામાં લખતાં થયા.

  • આવા શબ્દો શોધવા નું ગમ્યું.

  • ગૂગલ માં શબ્દનો અર્થ સર્ચ કરતા શીખ્યા.

  • Online ટેસ્ટ આપતાં શીખ્યા.

  • શબ્દકોષ નો ઉપયોગ કરતા થયા.


##    આ  રીતે ઉપર મુજબ મારા ઇનોવેશનની   સંપૂર્ણ વિગત છે.



           😊  જાગૃતિ પંડ્યા

           😊 Jagruti pandya

           😊 जागृति पंड्या

           😊 जागृति: पांड्या 


                   🇮🇳जय हिन्द

                       जय भारत 🇮🇳



ઇનોવેશન રાઈટ અપ Qr code- ૧
QR code :૨ 

QR code :૩ 
QR કોડ :૪ ઑનલાઇન ટેસ્ટ
qr કોડ : ૫ યુ ટ્યુબ લીંક
qr કોડ : ૬ યુ ટ્યુબ લીંક
qr કોડ :૭ આજનો શબ્દ PDF
qr કોડ  :૮ આજનુ વાક્ય PDF


 


Tuesday, 1 February 2022

અંગદનો પગ બુક રિવ્યૂ.📚


એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે. 

ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે. 

ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે. 

પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી તેમના કોલેજના મિત્ર - સર્જક શ્રી વિનેશ અંતાણીએ ઉપરોક્ત બન્ને નવલ ભેગી કરીને ગુજરાતી નવલ લખવા જણાવ્યું. આઠ વર્ષ આ વાત ઘુંટાયા પછીનું 2006 નું પરિણામ તે આ અંગદનો પગ!

વર્ષ 2006 માં લખાયેલ આ નવલકથા પાંચ વર્ષમાં પંદર વખત પુર્ન મુદ્રણ પામી 14000+ નકલો પ્રસિદ્ધ કરવાની સિદ્ધિ ધરાવે છે. સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે અંગદનો પગ નામકરણ કેમ? ચાલો, સમજીએ. 

“રામાયણ” ના યુદ્ધ પહેલા સમાધાન ના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જીતાય? ત્યારે અંગદ ભર દરબારમાં પગ ખોડી ઊભો રહી કહે છે. રાવણ કે કોઈ પણ દરબારી તેનો પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસે  છે, પણ કોઇથી પણ પગ ખસેડી શકાતો નથી. છેલ્લે, અંગદ કહે છે આ નાનો પગ પણ ન ખસેડાતો હોય તો રામ જીતાશે? આવા પ્રતિભાશાળી પાત્રની વાત હોય તો નવલકથા “અંગદનો પગ” શા માટે નહીં? કથાવાર્તાનો પરિચય હું કરાવીશ પણ બધી વિગત અને અંત ન કહીને આપણી ઉત્કંઠા અને વાંચવાની આતુરતા જાળવી રાખીશ. આ નવલકથા સામાન્ય-મધ્યમકક્ષાના-ઓછા હોંશિયાર શિક્ષક કિરણ દવે અને તેનાથી વિપરીત પ્રતિભાશાળી-ખૂબ બુદ્ધિશાળી અને વિધાર્થી-પ્રિય જ્યોતીન્દ્ર શાહ ની શાળા કારકિર્દી દરમ્યાનની ગતિવિધિનું વર્ણન છે. એ બન્નેના પ્રિય વિદ્યાર્થી જે ભણીને હાર્ટ સર્જન બને છે-તેના બન્ને ગુરુજીઓ સાથેના સહવાસથી થતી અસરોનું વર્ણન છે. આ નવલકથામાં વિચારોના વલણોમાંથી નીકળતું અમૃત હું આપને બતાવીશ.

પ્રતિભાશાળી (First Raters) અને સામાન્ય (Secid Raters) ના સંઘર્ષની અહી ચર્ચા છે.
આત્મગૌરવ, સ્વાસ્થય, આનંદ, સ્વીકાર અને શાશ્વત લોકપ્રિયતા પ્રતિભાશાળીને જ મળે છે. પણ તેણે સતત સામાન્યોના આઘાતો જીરવવા પડે છે. આ તો સામાન્યો સુધારી શકે એમ નથી કે નિષ્ઠાવાનો બગડી શકે એમ નથી.
મધ્યમ કે સામાન્ય પ્રતિભાને તેની નબળાઈ પકડી પાડે અને તેને જણાવે તે માણસ ગમતું નથી. અહી કિશોર દવેને તેની માં, પ્રો. રાઠોડ અને સાથી શિક્ષક જ્યોતીન્દ્ર શાહ તેની મર્યાદા બતાવે છે અને તેથી તેઓને તે દુશ્મન બનાવે છે.
અનુભૂતિ (Awareness), આંતર પ્રજ્ઞાનો અવાજ (Spark), જીવવાની ઈચ્છા (Willpower), અને માધુર્ય (Grace) થી ભરેલા શિક્ષક જ્યોતીન્દ્ર શાહ મહત્વાકાંક્ષા, ધારદાર પૃથક્કરણ શક્તિ અને તીક્ષ્ણ બુદ્ધિથી ભરેલા હોવાથી પ્રજ્ઞાવાન છે.
જ્યોતીન્દ્ર શાહ આંતરવિકાસ (અંદરનું અનંત જગત જે પૂર્ણ છે) ને લીધે અદભૂત અંતરમનની મસ્તીના ધણી છે – તેઓ સ્વૈચ્છિક ગરીબી અને સાદી ઘરગૃહસ્થી વચ્ચે પણ જ્ઞાનની ગરિમા અને ધ્યાન વડે પૂર્ણતા પામે છે. તેમને વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીના સાદાઈ અને ફકીરી વચ્ચે મિશનથી (મિશન એટલે ચોક્કસ નિર્ધારિત હેતુ માટે કાર્યરત રહેવું) તેઓ વિદ્યાર્થીઓને જીવન સર્જનાત્મક બનાવવા કળા, સંગીત, સૌંદર્ય અને આનંદથી ભરપૂર હોવા જણાવે છે.
શુદ્ધ તત્વજ્ઞાની - જેને જીવન વિષે જાણવામાં રસ અને જીવવામાં રસ. આમ પ્રથમ કક્ષાના લોકો પોતાના કાર્યોમાં એવા મસ્ત હોય છે કે સત્તાપ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં તેમને રસ જ નથી.
એટલે સામન્ય શિક્ષક દવે સર્જનાત્મક ન હોવાથી માત્ર ધનપ્રાપ્તિ અને સત્તાપ્રાપ્તિ માં રસ ધરાવે છે. આંતર વૈભવના અભાવને કારણે તેમને બાહ્યવૈભવ જોઈએ છે - ગમે છે.
સામાન્ય બુદ્ધિનું લક્ષણ એટલે પોતાના વતી કોઈ સંઘર્ષ કરે એને લાભ પોતાને મળે.
પ્રતિભાશાળી – શ્રેષ્ઠતત્વના ઉપાસક અને વિરાટ વ્યક્તિત્વ ધરાવતા – જ્યોતીન્દ્ર શાહ – વિધ્યાર્થીઓને ઈશ્વરને પણ તપાસવા કહે છે. ઈશ્વર પ્રયોગાત્મક રીતે સાબિત થાય તો જ સ્વીકારવાનું જણાવે છે. આમ પ્રયોગ કરીને અનુભૂતિ (Awareness)નું જ્ઞાન આપે છે.
સરાસરીપણું અને સામાન્યતા ધરાવનાર કિરણ દવે પોતાને ઘડપણમાં થયેલા મનોમંથનને લખીને ડાયરીમાં ટપકાવે છે – તેઓ સ્વીકાર (Confessions) – કબૂલાતનામું વર્ણવે છે – તેઓ સમાન્યપણાના અપરાધ ભાવમાંથી મુકત થવા ડાયરી લખે છે. અને વિચારોનું વમન (Catharsis) કરે છે. તેઓ પોતાને સિંહનું ચામડું પહેરેલ ગધેડો- કાયર – કહે છે. વધુ માટે “અંગદનો પત્ર” વાંચવું પડે.
માનવસ્વભાવ નિશ્ચિત છે – તે અમુક રીતે જ વર્તે છે – જન્મની પળે બુદ્ધિશક્તિને એક ગતિ (Momentum) મળે છે – પછી લઘુતાગ્રંથિ- આળસ- ઈર્ષ્યા કે ઝેરીવલણ સામાન્યતા તરફ દોરે છે – તો પ્રજ્ઞા – જ્ઞાનીપણું – પ્રતિભા મહાન બુદ્ધિશાળી બનાવે છે. આપણે શું કરવું છે?

અંગદનો પગ
Author : હરેશ ધોળકિયા

નવલકથા, વાર્તા, હાસ્ય, જીવનચરિત્ર, અનુવાદ, સંપાદન જેવાં વિવિધ સાહિત્ય પ્રકારોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર હરેશ ધોળકિયાની અતિશય ચર્ચાયેલી અને વખણાયેલી આ નવલકથા છે. તેના કથાવસ્તુની પૃષ્ઠભૂમિ શિક્ષણ જગત છે. લેખક પોતે શિક્ષક હોવાથી તેની સૃષ્ટિ અને વિવિધ પાત્રોનું આલેખન કરવામાં સરળતા રહે એ માટે તેમણે આમ કર્યું છે, પણ તેમનો મૂળ હેતુ જુદો છે.

રશિયન મૂળનાં ખ્યાતનામ અમેરિકન લેખિકા આયન રેન્‍ડની વિશ્વપ્રસિદ્ધ કૃતિઓમાંની બે કૃતિઓ એટલે ‘ધ ફાઉન્‍ટન હેડ’ અને ‘એટલાસ શ્રગ્ડ’. આ બન્ને નવલકથાઓમાં રજૂ થયેલા ‘ફર્સ્ટ રેટર્સ’ એટલે કે પ્રથમ કક્ષાના લોકો અને ‘સેકન્‍ડ રેટર્સ’ એટલે કે ઉતરતી કક્ષાના લોકો અંગેના વિચારને ગુજરાતીમાં કોઈક સ્વરૂપે ઊતારવા જોઈએ એમ લેખકને સતત થયા કરતું હતું. વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય. પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે, પણ વિશ્વનો કબજો હંમેશાં ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશાં પ્રતિભાશાળીઓને હેરાન કરવા, હટાવવા, પછાડવા પ્રયાસ કરતા રહ્યા છે. તેઓ પ્રતિભાશાળીને બાહ્ય રીતે હેરાન કરી શકે છે, પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. આ વિચારોને વ્યક્ત કરવાની લેખકની મથામણે આખરે નવલકથાનો માર્ગ પકડ્યો.

આ કથામાં નાનાંમોટાં અનેક પાત્રો છે, પણ ત્રણ મુખ્ય પાત્રો છે. ત્રણમાંનું એક પાત્ર એટલે ડૉ. કિશોર. બાકીના બન્ને પાત્રો કિશોરના શાળાકાળના શિક્ષકો છે. એમાંના એક કિરણ દવે અને બીજા જ્યોતીન્‍દ્ર શાહ. કિરણ દવે પોતાના એક સમયના પ્રિય વિદ્યાર્થીને મોડી રાતે બોલાવીને પોતે લખેલી એક ડાયરી વાંચવા માટે આપે છે ત્યાંથી કથાનો આરંભ થાય છે. આ ડાયરીમાં દવેસાહેબે પોતે ‘સેકન્‍ડ રેટર’ હોવાની કરેલી નિખાલસ કબૂલાતો લખાયેલી છે. ખરેખરા ‘ફર્સ્ટ રેટર’ એવા પોતાના સહકર્મી વરિષ્ઠ શિક્ષક જ્યોતીન્‍દ્રની લીટી નાની કરવા માટે પોતે કેવા કેવા પ્રપંચ ખેલ્યા, તેનાં શાં પરિણામ આવ્યાં અને છતાં જ્યોતીન્‍દ્ર અવિચલ રહ્યા એ પ્રસંગોનું વિગતે વર્ણન છે.

‘અંગદનો પગ’ શિર્ષક અંગે લેખકે લખ્યું છે કે પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના પાત્ર અંગદના પગ જેવા છે-અચળ અને સ્થિર. તેને સામાન્યો કદી ખેસવી ન શકે. બાહ્ય રીતે તેઓ કદાચ સફળ થાય તો પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી લેશમાત્ર ફરક પડતો નથી. આમ થવાનું મુખ્ય કારણ એ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં-આધારિત છે, સ્વ-સંચાલિત છે. તે પરાવલંબી નથી. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે, પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે. આ સમગ્ર વિચારનું નવલકથામાં સુપેરે વહન થઈ શક્યું છે. રસપ્રચૂર વર્ણનો, અવનવાં પાત્રાલેખનો કે સાહિત્યિક સંસ્પર્શ ધરાવતી શબ્દાવલિઓથી સજ્જ આ નવલકથા નથી, બલ્કે પોતાની આસપાસ બની રહેલી ઘટનાઓ જોતાં કે વાંચતા હોઈએ એવી સીધીસાદી તેની કથનશૈલી છે. સૌને તે પોતાની લાગે એ જ કદાચ તેની લોકપ્રિયતાનું રહસ્ય છે.

અંગદનો પગ - હરેશ ધોળકિયા
 
શૈક્ષણિક સંસ્થાઓમાં સેવા(?) આપતા ગંદા અને ખંધા શિક્ષકોની કથા : અંગદનો પગ
 
વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રતિભાશાળી અને સામાન્ય..પ્રતિભાશાળી લોકો આ વિશ્વને પ્રગતિશીલ કરે છે. પણ વિશ્વનો કબજો હંમેશા ‘સામાન્યો’ પાસે જ રહ્યો છે. સામાન્યો હંમેશા પ્રતિભાશાળીઓને બાહ્ય રીતે હેરાન કરી શકે છે પણ ક્યારેય આંતરિક રીતે ખલેલ પહોંચાડી શકતા નથી. પ્રતિભાશાળીઓ ‘રામાયણ’ના ‘અંગદ’ના પગ જેવા છે અચળ અને સ્થિર.તેને સામાન્યો કદી ખેસવી ન શકે. પ્રતિભાશાળી અને સામાન્ય વ્યક્તિના સંઘર્ષની કથા લઈને શ્રી હરેશ ધોળકિયાની નવલકથા રચાઈ છે.
 
લેખકે દાયકાઓ સુધી શિક્ષક તરીકે સફળ કામગીરી બજાવી છે. અનેક ચિંતનલક્ષી પુસ્તકો લખ્યાં છે. અનુવાદ કરીને ગુજરાતને ચરણે ધર્યા છે. ‘અંગદનો પગ’ શુભ અને અશુભ, રચનાત્મક અને ખંડનાત્મક, કર્મશીલ અને કામચોર એવા બે પ્રકારના શિક્ષકો વચ્ચેની સંઘર્ષ કથા છે. લેખકે પ્રસ્તાવનામાં જ નોંધ્યું છે-“પચીસ વર્ષ આ ક્ષેત્રમાં કામ કર્યું છે. સેકન્ડ રેટરોને ભરપૂર માણ્યા છે. અનેક ઘટનાઓ અને દ્રશ્યો આંખ સામે તરતાં હતાં. ધીમે ધીમે તેને સંકલિત કરવા માંડ્યા અને નવલકથા લખવી શરૂ કરી. હવે નામ શું રાખવું તેની મૂંઝવણ શરૂ થઈ. ‘રામાયણ’માં યુદ્ધ પહેલાં સમાધાનના છેલ્લા પ્રયાસ તરીકે રામ અંગદને રાવણના દરબારમાં મોકલે છે. રાવણ તેની હાંસી કરે છે કે વાનરની મદદથી વળી યુદ્ધ જિતાય? ત્યારે અંગદ રાવણને દરબાર વચ્ચે કહે છે કે પોતે પગ ખોડીને ઊભો રહેશે. જો રાવણ કે કોઈ દરબારી પણ તે પગ ઈંચભર પણ ખસેડી દે તો રાવણ જીતશે. બધા હસી પડે છે. પણ પછી અંગદના પગને રાવણ સહિત કોઈ જ દરબારી ખેસવી શકતા નથી. અંગદ હસીને કહે છે કે પોતે તો સેનામાં જુનિયર વાનર છે. સેનામાં ખૂબ સિનિયર વાનરો છે. આ નાનો પગ ન ખસેડી શકાયો તો રામ જિતાશે?”
 
અહીં પણ એ જ ઈશારો છે કે પ્રતિભાશાળીઓ અંગદના પગ જેવા છે. સામાન્યો તેને હટાવવા, હરાવવા, હેરાન કરવા ખૂબ જ પ્રયાસો કરે છે. બાહ્ય રીતે કદાચ સફળ પણ થાય છે. સત્તા વગેરેથી દૂર રાખે છે. હોય તો ખસેડે છે અથવા હેરાન કરીને કામ કરવા દેતા નથી. બધા જ પ્રયાસો કરે છે અને સામાન્ય રીતે દેખાય પણ છે કે પ્રતિભાશાળીઓને ‘નુકસાન’ પહોંચે છે પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી અંશ માત્ર પણ ફર્ક પડતો નથી. પળભર પણ તે નથી ઘટતી. બાહ્ય હલચલ તેમને જરાપણ વિચલિત નથી કરી શકતી. ગરીબી કે અપમાન તેને જરા પણ મૂંઝવી નથી શકતા. કારણ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં આધારિત છે. સ્વ સંચાલિત છે. તે પરાવલંબી નથી. બાહ્ય બનાવો તેને કદી પણ અસર કરતા નથી. તેની મસ્તી જ એવી છે જે તેમને સતત કૃતકૃત્ય રાખે છે. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે. પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે.

અહીં પણ એ જ ઈશારો છે કે પ્રતિભાશાળીઓ અંગદના પગ જેવા છે. સામાન્યો તેને હટાવવા, હરાવવા, હેરાન કરવા ખૂબ જ પ્રયાસો કરે છે. બાહ્ય રીતે કદાચ સફળ પણ થાય છે. સત્તા વગેરેથી દૂર રાખે છે. હોય તો ખસેડે છે અથવા હેરાન કરીને કામ કરવા દેતા નથી. બધા જ પ્રયાસો કરે છે અને સામાન્ય રીતે દેખાય પણ છે કે પ્રતિભાશાળીઓને ‘નુકસાન’ પહોંચે છે પણ પ્રતિભાશાળીની પ્રતિભામાં આનાથી અંશ માત્ર પણ ફર્ક પડતો નથી. પળભર પણ તે નથી ઘટતી. બાહ્ય હલચલ તેમને જરાપણ વિચલિત નથી કરી શકતી. ગરીબી કે અપમાન તેને જરા પણ મૂંઝવી નથી શકતા. કારણ કે તેઓ આંતરિક રીતે સ્થિર છે. તેમની પ્રતિભા સ્વયંભૂ છે. સ્વયં આધારિત છે. સ્વ સંચાલિત છે. તે પરાવલંબી નથી. બાહ્ય બનાવો તેને કદી પણ અસર કરતા નથી. તેની મસ્તી જ એવી છે જે તેમને સતત કૃતકૃત્ય રાખે છે. સામાન્યો તેમને પદ પરથી ખસેડી કે હેરાન કરી રાજી થાય છે. પણ પેલાઓ તો સ્થિર જ રહે છે. અંગદના પગની જેમ તેમની પ્રતિભા અડગ જ રહે છે.
 
આ નવલકથામાં પણ એવા જ એક પ્રતિભાશાળી શિક્ષક બતાવવાનો પ્રયાસ કર્યો છે. અને આ પાત્ર કાલ્પનિક છે તેમ ન માનવું. ખુદ નવલકથા પણ કાલ્પનિક નથી. દરેક પ્રસંગ ઈન કેમેરા બનતા જોયા છે અનુભવ્યા છે અને આવા ‘જ્યોતિન્દ્રો’ જોયા પણ છે. આ નવલ એક સ્પષ્ટ હેતુ માટે જ લખાઈ છે. નવલકથાનું ફોર્મ જ છે. બાકી માત્ર પ્રતિભાશાળીનું મહત્વ દર્શાવવા જ તે લખાઈ છે. ‘આવા’ જ લોકો આપણા સમાજને ચલાવે છે તે દ્રઢતાથી કહેવું છે. જો આપણો સમાજ થોડો પણ પછાત રહે તો તેનું કારણ આ પ્રતિભાશાળીઓની અવગણના થાય છે અને સામાન્યોની અર્થહીન પ્રશંસા થયા કરે તે છે!
 
શ્રી હરેશભાઈ ધોળકિયાએ આ પુસ્તક વાચકોને મનોરંજન આપવાના હેતુથી લખ્યું નથી. એમણે આદર્શ શિક્ષક જ્યોતીન્દ્ર શાહના પાત્ર દ્વારા જે સંદેશો પાઠવવાનો હતો તે વાચકોને પાઠવી દીધો છે. નવલકથામાં એક તરફ કથાનો નાયક આદર્શ શિક્ષકના સ્વરૂપમાં જ્યોતીન્દ્ર શાહ છે તો ખલનાયક તરીકે ટ્યૂશનિયો ખટપટિયો (લેખક જેને સેકન્ડ રેટર દ્વિતિય કક્ષાનો ગણાવે છે) કિરણ દવે છે. આ દવે કિશોર અને અન્ય વિદ્યાર્થીઓને હથિયાર બનાવીને જ્યોતીન્દ્ર શાહને કઈ રીતે હેરાન કરે છે, સંચાલક મંડળના પ્રમુખની ચાપલૂસી કરી કરીને કેવી રીતે આચાર્ય બની બેસે છે તેની સમજવા યોગ્ય વાતો લેખકે નવલકથામાં ગૂંથી છે.
 
શૈક્ષણિક સંસ્થાઓમાં ગંદા અને ખંધા શિક્ષકો દ્વારા જે રાજકારણ ખેલાય છે તેનો તાદ્રશ્ય ચિતાર શ્રી હરેશ ધોળકિયાએ કિરણ દવેનું પાત્ર સર્જીને રજૂ કર્યો છે. વિદ્યાર્થીઓમાં સસ્તી લોકપ્રિયતા મેળવવા શ્રી દવે કેટલી હદે નીચે ઊતરી જાય છે, ટ્યૂશનિયો શિક્ષક પોતાને ત્યાં ટ્યૂશને આવતાં વિદ્યાર્થીઓને હાથમાં લઈ આદર્શ શિક્ષક જ્યોતીન્દ્રને ક્યાં અને કેવી રીતે હેરાન પરેશાન કરે છે તે બધી વાતો ખૂબીપૂર્વક નવલકથાને આગળ વધારે છે.

શાળામાં દર વર્ષે એક દિવસનો પ્રવાસ ગોઠવાતો. કિરણ દવેએ ખટપટ કરી વિદ્યાર્થીઓને ઉશ્કેરી લાંબા પ્રવાસનું આયોજન કર્યું. ખટપટિયા અને કામચોર શિક્ષકોને દસ-પંદર દિવસના લાંબા શૈક્ષણિક(?) પ્રવાસોમાં ઊંડો રસ હોય છે. કારણ ન પૂછશો. લેખકે તે હકીકત સુંદર રીતે વિકસાવી છે. શ્રી શાહ શિસ્તમાં માને-કડક શિસ્તના આગ્રહી. દવેનું કામ તોફાની વિદ્યાર્થીઓને મમરો મૂકી આપી તોફાનો કરવા ઉશ્કેરવાનું. વિદ્યાર્થીઓને હાથો બનાવી પોતાની નિષ્ક્રિયતા, મંદબુદ્ધિપણું અને કામચોરીના દુર્ગુણોને ઢાંકવાની નાકામ કોશિશ કરતા આવા ‘દવેઓ’ પ્રત્યેક સંસ્થામાં ફેલાયેલા છે. ડી. એન. મિશ્રા હાઈસ્કુલ શહેરમાં શ્રેષ્ઠ ગણાતી. દવેએ ધીમે ધીમે એને ઉંદરની જેમ ખોતરવા માંડી. જે શાળાના શિક્ષકો કદી સંઘના સભ્યો નહોતા બનતા એમને દાબ દબાણ કરી શિક્ષક સંઘના સભ્ય બનાવ્યા. શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ બનવા ઈચ્છતા ખટપટિયા નેતાઓની લાક્ષણિકતાને લેખકે કઈ રીતે વ્યક્ત કરી છે તે જુઓ: “તેમની મુદત પૂરી થતી હતી. તેમને ફરી ચૂંટાવું હતું. લગભગ દસ વર્ષથી તેઓ અણનમ ચૂંટાતા હતા પણ ગયા વર્ષે તેમની સામે છૂપો અસંતોષ પ્રગટ્યો હતો. નવાને તક આપવી જોઈએ એવું ઘણા સભ્યો વિચારતા હતા. તેમને આ સમાચાર મળી ગયા હતા. તેથી અકળાતા અને મૂંઝાતા હતા. પ્રમુખપદ તેમને ફાવી ગયું હતું. તેને બહાને શાળામાંથી ભણાવવાની મુક્તિ મળતી હતી. શિક્ષકો પર કાબૂ અને પ્રભાવ રહેતાં હતા. શિક્ષણાધિકારીઓ સાથે મીઠા સંબંધો રહેતા હતા. નિમણૂંકો વખતે પ્રસાદ મળતો હતો. આ બધું ગુમાવવાનું પોષાય તેમ ન હતું.”
 
પ્રતિભાશાળી શિક્ષક તરીકે શ્રી જ્યોતીન્દ્ર શાહનું પાત્ર સમગ્ર નવલકથાને અનોખી ઊંચાઈ બક્ષે છે. નિષ્ફળ, હતાશ, નિરાશ ખલનાયક શ્રી કિરણ દવે ઉર્ફે ખટપટિયો શિક્ષક આત્મહત્યા કરતા પૂર્વે લખયેલી પોતાની આત્મકથામાં નોંધે છે: ‘અને, હું તો હતો જ્યોતીન્દ્રના તત્વજ્ઞાન પ્રમાણે a second rater બીજી કક્ષાની વ્યક્તિ. જોકે તે કદી જાહેરમાં ન કહેતો. તેને ઊતારી પાડવાની ટેવ જ ન હતી. પણ પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને આ વિશે હંમેશા કહેતો કે વિશ્વમાં બે પ્રકારના લોકો છે. પ્રથમ કક્ષાના (ફર્સ્ટ રેટર્સ) અને દ્વિતિય કક્ષાના (સેકન્ડ રેટર્સ). માનવીના ઉષ:કાળથી આ વિશ્વનો વિકાસ હંમેશા આ ફર્સ્ટ રેટર્સ દ્વારા થયો છે. ગુફાથી અણુયુગની પ્રગતિ કોઈ અનામી ઋષિથી આઈન્સ્ટાઈનને આભારી છે. પણ તે કહેતોૢ કરુણતા એ રહી છે કે વિશ્વનું નિયંત્રણ, રાજસત્તા, ધનસત્તા માત્ર હંમેશા બીજી કક્ષાના લોકો પાસે રહી છે. પ્રથમ કક્ષાના લોકો પોતાનાં કાર્યોમાં એવા મસ્ત હોય છે કે તેમને આવી સત્તા પ્રાપ્તિ કે ધનપ્રાપ્તિમાં રસ જ નથી હોતો અને બીજી કક્ષાના લોકો સર્જનાત્મક ન હોવાથી માત્ર આવી જ બાબતોમાં રસ ધરાવે છે. તેઓ હંમેશા પ્રથમ કક્ષાના લોકોની સિદ્ધિઓને પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરે છે. પ્રથમ કક્ષાના લોકો આ જુએ છે. તેમને તે નથી ગમતું પણ સત્તા પ્રાપ્તિ તેમની વૃત્તિ ન હોવાથી ચૂપચાપ જુએ છે અને આ બીજી કક્ષાના લોકો તેમને દબાવે છે તે સહન કર્યા કરે છે.” દવે આગળ નોંધે છે “આ વાત જ્યોતીન્દ્ર એટલી સચોટતાથી કહેતો કે બધા સ્તબ્ધ થઈ સાંભળતા. કોઈ આયન રેન્ડની ચોપડી “Fountainhead”ની વાતો તે કરતો. હિટલર અને ગાંધીજીની તુલના કરતો. સાંભળવાની તો મને પણ મજા આવતી પરંતુ સાંભળતા સાંભળતા મને થતું કે હું જ સેકન્ડ રેટર છું અને જ્યોતીન્દ્ર ફર્સ્ટ રેટર. માટે જ મને તે ન ગમતો.”
 
ખટપટિયો કિરણ દવે જ્યારે જ્યોતીન્દ્રની પ્રતિભાથી અકળાયો ગભરાયો અને સતત પરાજિત થયો ત્યારે તેણે જ્યોતીન્દ્રને સકંજામાં લેવા ટ્રસ્ટીઓ સુધી વાત પહોંચાડી અને જ્યોતીન્દ્ર વર્ગમાં સાઘુ સંતોની નિંદા કરે છે ટીકા કરે છે. એમના પતનના કારણો ચર્ચે છે! ટ્રસ્ટી મંડળે જ્યોતીન્દ્રને આરોપી ઠરાવી પોતાની સભામાં ખુલાસો કરવા બોલાવ્યો. પ્રતિભાશાળી શિક્ષકે કહ્યું: “હા, મેં પતનના કારણો ચર્ચ્યા છે પરંતુ એ મારા શબ્દો નથી. ઈતિહાસના પાઠ્યપુસ્તકમાં લખાયેલું છે. હા, બૌદ્ધ ધર્મના પતનના કારણો તેમાં ચર્ચ્યા છે! પાઠ્યપુસ્તકમાં જોઈ લો. પાન નંબર પચીસ.” પ્રકરણ થયું પુરું. બીજા દિવસે જ્યોતીન્દ્રએ દવેને સીધું જ સંભળાવી દીધું, ‘દવે લોકપ્રિય થવા માટે તારી લીટી મોટી કર. બીજી લીટીને નાની કરવા પ્રયત્ન ન કરે તો સારું. તેનાથી કદી પ્રગતિ થઈ શકતી નથી. લીટી નાની પણ કરી શકાતી નથી. દોસ્ત લડાઈ કરવી છે ને તો બુદ્ધિથી લડ, મજા પડશે’. પછી આગળ બોલ્યો, ‘પણ તે તારા હાથમાં નથી ખેર! હવે આવું બીજા પર ન કરતો. મને તું ટ્યૂશન કરે છે તેનો કોઈ વાંધો નથી. વિદ્યાર્થીઓને તારા પ્રભાવમાં લાવવા માંગે છે તે પણ જાણું છું.. લે ને ભાઈ! આમ પણ વ્યર્થ ચિંતા કરે છે. મોટાભાગના તને જ વશ થશે. સમાન સમાનને આકર્ષે. કોઈ કિશોર જેવા જ છટકશે. બરાબર?’

નવલકથામાં ઠેર ઠેર જ્યોતીન્દ્ર દ્વારા ઉચ્ચારવામાં આવેલું શિક્ષણ અને જિંદગી જીવવા અંગેનું તત્વજ્ઞાન વાચકને વિચારતો કરી મૂકે તેવું છે. આદર્શ શિક્ષક બનવા ઈચ્છતા નવી પેઢીના મિત્રો માટે જ્યોતીન્દ્રનું પાત્ર રોલ મોડેલ જેવું છે. દવેનું પાત્ર વિદ્યાર્થીઓએ અને શિક્ષકોએ ખટપટિયા અને રાજકારણી, દુષ્ટ વૃત્તિ ધરાવતા શિક્ષકોથી શા માટે દૂર રહેવું જોઈએ તે સમજાવવામાં સફળ રહ્યું છે. ટ્રસ્ટી મંડળના અલ્પ બુદ્ધિ ધરાવતા પ્રમુખ, સાચા શિક્ષકની પરખ ધરાવતા કિશોર જેવા વિદ્યાર્થીઓ, મહેતાજી મારે નહીં અને ભણાવે નહીં એ કહેવતને સાર્થક કરે તેવા આચાર્ય ઓઝાસાહેબ આ બધા નવલકથાના એવા પાત્રો છે જેમને મળ્યા પછી વાચકને અવશ્ય એવો વિચાર આવે કે આ સૌ પાત્રોને લઈને એકાદ સુંદર ફિલ્મ બનાવવામાં આવે તો?