શૈક્ષણિક કેરમ
રમત બનાવવાની રીત: આપણે જે કેરમ રમીએ છીએ એ જ કેરમનો ઉપયોગ કરીને આ રમત રમી શકાય છે.
તેમાં ગોળ પ્લાસ્ટીક ના બિલ્લા મળે છે તે લાવવા.
બિલ્લા પર તમામ મૂળાક્ષરો,બારાક્ષરી અને શબ્દો, માર્કર પેન વડે લખવા.
રમત રમવાની રીત:
આપણે જે રીતે કેરમ રમી એ છીએ, તે જ રીતે સ્ટ્રાઇકર ની મદદથી રમવાનું છે.
ગોળ બિલ્લા ને કેરમમાં વચ્ચે ગોઠવીને ને સ્ટ્રાઇકર રીતે મારતાં, કેરમના 4 ખૂણે જે બિલ્લા પડે તે બાળક વાંચી સંભળાવે.
જો બાળક બિલ્લા પર લખેલાં શબ્દ કે અક્ષર વાંચી શકે તો જ બાળક તેની પાસે બિલ્લા રાખી શકે.
જો ન વાંચી શકે તો બિલ્લો પાછો મૂકી દે.
અંતે જેની પાસે સૌથી વધુ બિલ્લા ભેગા થાય તેને વિજેતા જાહેર કરવો.
રમતનો ખર્ચ:
આપણી શાળા માં કેરમ હોય છે.
રંગબેરંગી બિલ્લા નું 1 પેકેટ 60₹નું આવે.
1 માર્કર પેન 10₹માં આવે.
જાગૃતિ પંડ્યા
આ.શિક્ષક
ન.પ્રા.શાળા નં 30,
દર્શન સોસાયટી,
બાકરોલ, આણંદ