Monday, 30 December 2019

શૈક્ષણિક કેરમ

શૈક્ષણિક કેરમ 

રમત બનાવવાની રીત: આપણે જે કેરમ રમીએ છીએ  એ જ કેરમનો ઉપયોગ કરીને આ રમત રમી શકાય છે. 

  • તેમાં ગોળ પ્લાસ્ટીક ના બિલ્લા મળે છે તે લાવવા.

  • બિલ્લા પર તમામ મૂળાક્ષરો,બારાક્ષરી અને શબ્દો, માર્કર પેન વડે લખવા.

રમત રમવાની રીત:

  • આપણે જે રીતે કેરમ રમી એ છીએ, તે જ રીતે સ્ટ્રાઇકર ની મદદથી રમવાનું છે.

  • ગોળ બિલ્લા ને કેરમમાં વચ્ચે ગોઠવીને ને સ્ટ્રાઇકર રીતે મારતાં, કેરમના 4 ખૂણે જે બિલ્લા પડે તે બાળક વાંચી સંભળાવે. 

  • જો બાળક બિલ્લા પર લખેલાં શબ્દ કે અક્ષર વાંચી શકે તો જ બાળક તેની પાસે બિલ્લા રાખી શકે.

  • જો ન વાંચી શકે તો બિલ્લો પાછો મૂકી દે. 

  • અંતે જેની પાસે સૌથી વધુ બિલ્લા ભેગા થાય તેને વિજેતા જાહેર કરવો.

રમતનો ખર્ચ:

  • આપણી શાળા માં કેરમ હોય છે. 

  • રંગબેરંગી બિલ્લા નું 1 પેકેટ 60₹નું આવે.

  • 1 માર્કર પેન 10₹માં આવે.

                     

                                           જાગૃતિ પંડ્યા 

                                               આ.શિક્ષક 

                                      ન.પ્રા.શાળા નં 30,

                                         દર્શન સોસાયટી,

                                        બાકરોલ, આણંદ

શબ્દ સીડી ની રમત

શબ્દ સીડી 

 

        રમત બનાવવાની રીત: આ માટે મેં એક ચાર્ટ પેપર લીધું. 

  • તેની ઉપર માપપટ્ટી અને પેન્સિલ ની મદદથી 50 એકસરખા ખાના પાડ્યા. 

  • ખાનામાં મેં બારાક્ષરી ના અક્ષરો જુદા જુદા ખાનામાં લખ્યા.

  • જમણી બાજુએ એક ખાનામાં 2 એમ બધાજ સ્વરો લખ્યા.

  • દરેક ખાનામાં 1 એક એમ કુલ 8 સીડી બનાવી. 

  • દરેક સીડી પર મેં શબ્દ કે વાક્ય લખ્યું. 

  • સૌથી ઉપર ના બધાજ ખાનામાં મેં ફળોના નામ લખ્યા છે. 

  • આ રમત મેં મારા લેપટોપ પર બનાવી તેની કલર પ્રીંટ કાઢી,લેમીનેશન પણ કરાવ્યું છે. 

  • આ ઉપરાંત આ રમતનું બેનર પણ બનાવ્યું છે. જેથી કરીને આ એક જ રમત એકીસાથે 2-3 જુથ પણ રમી શકે. 

રમત રમવાની રીત: 

  • આ રમત એક ચાર્ટ પર વધુમાં વધુ 4 બાળકો રમી શકે. 

  • આ રમત કૂકી અને પાસાની મદદથી રમી શકાય છે. 

  • રમત રમવા માટે દરેક રમનારા બાળકોની પાસે પોતાની કૂકી હશે,તે બધી જ start ના ખાનામાં મુકશે.

  • એક બાળક પાસો ફેંકશે.અને પાસા પર જેટલા નંબર લખેલાં હશે તેટલા નંબર બાળક તેની કૂકી ને આગળ ખસેડાશે.જ્યારે બાળક આગળ ખસશે ત્યારે વચ્ચે આવતા તમામ અક્ષરો વાંચતા વાંચતા આગળ ખસશે. 

  • જો બાળક કોઈ પણ અક્ષર વાંચી ન શકે તો તે આગળ ખસી શકશે નહીં. 

  • આગળ જતાં શબ્દ ની કે વાક્ય ની સીડી આવશે. 

  • સીડી પર લખેલો શબ્દ કે વાક્ય જો બાળક વાંચી શકે તો જ બાળક  સીડી ચઢી શકે, બાકી નહીં. બાળક સીડી ન ચઢતાં આગળ ક્રમમાં જ ખસશે.



બાળકોની જરૂરિયાત મુજબ અન્ય સાપસીડી  બનાવી :- 



રમત નો ખર્ચ:

                 - આ રમત નો વધુમાં વધુ ખર્ચ  50 ₹ છે.

                 - હા, જો તમારે બેનર બનાવવું હોય તો,બેનરની 2.5 × 3 ની સાઈઝના 1  બેનરનો ખર્ચ 300₹ છે.

  

                                                જાગૃતિ પંડ્યા 

                                                    આ.શિક્ષક

                                      આ.ન.પ્રા.શાળા નં 30

                                             બાકરોલ, આણંદ. 

       

Friday, 20 December 2019

Sunday, 21 April 2019

પણ હું શું કરું?ટીચર 2 સ્ટાર આપે તો!

      



મારી પડોશમાં રહેતો જૈનિલ.👌 3 વર્ષ નો છે હાલ.આ વર્ષે તેને કે.જી.1 માં ભણવા મૂક્યો.
          દરરોજ સવારે વહેલા ઉઠી ને ભણવા જાય. નવી નવી સ્કુલ, નવી બુક્સ, નવા બૂટ અને જૈનિલ ને સૌથી પ્રિય છે તેનો યુનિફોર્મ.
            બપોરે સ્કૂલે થી આવી ને થોડું ઘણું જમે, સ્કૂલ માં પણ જમવાનું આપે,એટલે ઘરે ઓછું જમે. જમ્યા પછી એની મમ્મી તેને સુવડાવી દે.ઊઠ્યા બાદ દૂધ અને નાસ્તો કરી પછી તેની મમ્મી તેને હોમવર્ક કરાવે.સાંજે સોસાયટી માં રમવા જાય. આવીને નાહી ધોઈને જમ્યા પછી થોડી વાર ટી.વી.જુવે કે મોબાઈલ માં ગેમ રમે. પછી ક્યારેક અમારા ઘરે પણ આવે, અમે તેના ઘરે જઈએ. આ નિત્યક્રમ જૈનિલ નો.
              જૈનિલ ને ડી.માર્ટ જવાનું બહું જ ગમે. એ સિવાય એને ક્યાંય જવું ન ગમે. સિનેમા ઘર માં મૂવી જોવાનું તો તેને બિલકુલ જ ના ગમે.ઘસીને ના પાડી દે.
                જૈનિલ ખૂબ જ એક્ટીવ તેની ઉંમર ના બીજા બાળકો કરતાં બધી જ રીતે સમજનાર,હોંશિયાર, પ્રેમાળ અને મળતાવડો. મારી પાસે આવીને બહું બધી વાતો કરે.મને તેની વાતો સાંભળવી ગમે છે.
              એક દિવસ ની વાત છે. 🤔 જૈનિલ ની સ્કૂલ માં આટલાં નાના બાળકો ની કક્ષા મુજબ  સારું કામ કરનાર ને  (3 )⭐⭐⭐ આપે.3 સ્ટાર થી આગળ નહીં, 1લા ધોરણ પછી 5 સ્ટાર આપે. જૈનિલ ની મમ્મી એ એકવાર હોમવર્ક કરાવતાં તેનું ચિત્રકામ જોયું.જોયું તો જૈનિલ ને આજે ત્રીજા ચિત્ર માં પણ ⭐⭐ આવ્યા.

 જૈનિલ ની મમ્મી ગુસ્સે થઈ ગઈ. અને બોલી, 

" જૈનિલ! આમાં પણ 2 સ્ટાર? તું બરાબર કલર કેમ નથી પૂરતો?જો જો કલર્સ કેવા બહાર નીકળી ગયા છે? તું શાન્તિ થી ઉતાવળ કર્યા વિના કલર પૂરતો હોય તો? તને પણ 3 સ્ટાર મળે ને? મમ્મા ને 3 સ્ટાર ગમે છે. 2 સ્ટાર નથી ગમતા.હવે તારે 3 સ્ટાર જ લાવવા પડશે." 😯

 જૈનિલ તો તેની મમ્મી નું એકીશ્વાસે બોલેલું સાંભળી ને જાણે ઢીલો પડી ગયો. તેને થયું! મમ્મી ને બહું દુઃખ થયું લાગે છે. અને મમ્મી ગુસ્સે છે.હમણાં પીગળે તેમ  લાગતું નથી.

         તો જૈનિલ પણ ટીચર પર ગુસ્સે થયો હોય તેમ બોલ્યો, " પણ હું શું કરું? ટીચર (2) ⭐⭐ આપે છે."

           જૈનિલ નું આમ ગુસ્સે થઇ બોલેલું સાંભળી ગાર્ગી- તેની મમ્મી એ જૈનિલ સામે જોઈને આંખો કાઢી.

             ફરીથી જૈનિલ ઢીલો થઇ ગયો. તેની મમ્મી ગાર્ગી ને ગળે બંને હાથ વીંટાળીને બોલ્યો, " સારું બસ,મમ્મા! હું ટીચર ને કહીશ.મને 3 ⭐⭐⭐ આપે. ટીચર ને કહીશ કે મમ્મા ને 3 ⭐⭐⭐સ્ટાર ગમે છે તો મને 3 સ્ટાર આપે.
બસ મમ્મા! હવે તને ગમશે ને !"😘

               ગાર્ગી નો ગુસ્સો એકદમ પીગળી ગયો.😍 જૈનિલ ને ખોળામાં લઈને પપ્પી કરી - ખૂબ વહાલ કર્યું. ને કહ્યું, "મારા દિકરા! તુ મને ગમે છે.  3 ⭐⭐⭐ નહીં.

        પછી બંને મા-દીકરો બાગમાં રમવા ગયા.👌

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺